Book Title: Pethadkumar Charitra
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 245
________________ નંબરનો મિનાર છે. ....'' “ચાંદમિનારની સામી બાજુ એ એક મસ્જિદ છે. મૂળ તો એ મંદિર હતું, પણ એમાં જોવા મળતા ફારસી લખાણ મુજબ ૮૪૯ હીજરી સન (ઈ. સ. ૧૪૪પ)ના અરસામાં એનું મસ્જિદમાં રૂપાંતર કરી નંખાએલું. આજે ત્યાં ભારતમાતાનું મંદિર છે. સ્વાતંત્ર્ય પછી હિંદુ-મુસ્લિમનો ઝગડો ટાળીને ત્યાં ભારતમાતાની પ્રતિષ્ઠા કરી એમ ઉમદા તોડ કાઢવાનું આ એક ઉત્તમ દૃષ્ટાંત છે.” શ્રી ટાંકનો આ લેખ મારા વાંચવામાં આવ્યો તે અગાઉ, માંડવગઢના મંત્રી પેથડકુમાર અને એમના પુત્ર ઝાંઝણકુમારના ચરિત્રની માહિતી આપતા અને શ્રી રત્નમંડન ગણિએ સંસ્કૃત ભાષામાં રચેલ “સુતા ” નામે કાવ્યનું અને એના ગુજરાતી અનુવાદનું પુનઃ સંપાદન કરતાં, શ્રી પેથડશાહે દેવગિરિમાં બંધાવેલ વિશાળ અને ભવ્ય જિનપ્રાસાદની વાત મારા જાણવામાં આવી હતી. એટલે શ્રી ટાંકે લખેલ આ મંદિરની વિગતો વાંચીને મને સહજપણે એવો સવાલ થયો કે, મંદિરમાંથી મસ્જિદ બનેલ અને મસ્જિદમાંથી ભારતમાતાના મંદિર તરીકે રૂપાંતરિત થયેલ આ પ્રાચીન ઈમારત શ્રી પેથડશાહે બંધાવેલ જિનપ્રાસાદના ભગ્ન અવશેષરૂપ તો નહીં હોય ? આ શંકાથી પ્રેરાઈને મેં તા. ૨૩-૭-૭૮ના રોજ શ્રી ટાંકને પત્ર લખીને આ વાત તરફ એમનું ધ્યાન દોર્યું. • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • પેથડકુમાર ચરિત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252