Book Title: Pethadkumar Charitra
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 242
________________ પુરવણી-૪ દેવગિરિના જિનપ્રાસાદના અવશેષો દેવગિરિ એટલે મહારાષ્ટ્ર માં આવેલું વર્તમાન દૌલતાબાદ, આ દેવગિરિનો પહાડી કિલ્લો એની ઊંચાઈ, શત્રને અંદર પેસતાં અટકાવે એવી ભુલભુલામણી જેવી અટપટી રચના અને એની વજ જેવી મજબૂતાઈને કારણે ખૂબ જાણીતો છે. આવા સુરક્ષિત અને સંરક્ષણ માટેની આદર્શ-અદ્ ભુત જોગવાઈને કારણે, ભારતના ગણ્યાગાંઠયા કિલ્લાઓમાં એની ગણના થાય છે. દેવગિરિના આ ઐતિહાસિક અને અત્યારે પણ અખંડ રૂપમાં સચવાઈ રહેલ આ કિલ્લાનું-એની વિશિષ્ટતાનું-આબેહુબ વર્ણન, . શ્રીયુત બિહારીલાલ ટાંકે પોતાના એક લેખમાં કર્યું છે. એમનો આ લેખ અમદાવાદથી પ્રગટ થતા સુપ્રસિદ્ધ “કુમાર” માસિકના સને ૧૯૭૮ના જૂન માસના અંકમાં (સળંગ ૬ ૫૪મા અંકમાં) છપાયો છે. આ લેખમાં એક મંદિરનું મસ્જિદમાં અને એ મસ્જિદનું ભારત માતાના મંદિરમાં રૂપાંતર થયાની હકીકત બહુ જ સંક્ષેપમાં નોંધવામાં આવી છે. આ લેખ વાંચતાં આ કિલ્લા સંબંધી અને આ મંદિર સંબંધી જે માહિતી મળે છે, તે ટૂંકમાં અહીં સાભાર રજૂ કરવામાં આવે છે, જે આ પ્રમાણે છે – ૨ ૧ ૩ પુરવણી-૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252