________________
૧
રાજ્યમાં સપ્તવ્યસન-નિવારણની ઉદ્ઘોષણા
પછી ‘“બીજ, પાંચમ, આઠમ, અગિયારશ અને ચૌદશ આ પાંચ તિથિમાં જે માણસ સાત વ્યસનમાંથી એક પણ વ્યસનને સેવશે, તેના ધન સહિત પ્રાણોને રાજા અવશ્ય લઈ લેશે.’’–આ પ્રમાણે રાજાએ અવન્તિ દેશમાં ઉદ્ઘોષણાનો પડહ વગડાવ્યો. તથા તે પાંચે તિથિને દિવસે રાજાએ તે વ્યસનોને દૂર કરવાના વિચારનો આદર કર્યો, તેથી લોકોમાં પણ તેનું ગુપ્ત રીતે સેવન તો દૂર રહો, પરંતુ તે સંબંધી વાતોનો પણ ત્યાગ થયો.
છઠ્ઠો તરંગ
૧૨૫
હંગની ધૂર્તતા
એકદા પૂર્વ દેશનો રહીશ પદ્માકર નામનો એક ધૂર્ત તે માંડવગઢમાં આવ્યો. તે બુદ્ધિરૂપી ચંદ્રિકાના પૂર વડે કપટરૂપી પોયણાને વિકસ્વર કરનાર હતો. તે ફરતો ફરતો એક વાણિયાની દુકાને ગયો. ત્યાંથી તેણે બે રૂપિયાની કિંમત થાય તેટલા ચોખા, દાળ, ઘી વગેરે ભોજનની સામગ્રી લીધી. પછી કરોડો કુટિલતામાં કુશળ એવા તેણે કહ્યું : “હે શેઠ ! તમારું માગણું-ધન હમણાં જ હું અપાવુ, મારી
ઠગની ધૂર્તતા
Jain Education International
૨
For Private & Personal Use Only
www.jainelibrary.org