Book Title: Pethadkumar Charitra
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 224
________________ કોઈ વેળા તે પેથડ મંત્રી સાત લાખ મનુષ્યો અને બાવન જિનાલયો સાથે બે તીર્થ (શત્રુંજય અને ગિરનાર)ની યાત્રા માટે ચાલ્યો. આ (શ્વેતાંબરોનો) સંઘ અને દિગંબરોનો સંઘ એમ બે સંઘો એકઠા થયા ત્યારે ગિરનાર તીર્થ પોતાનું છે એવો વિવાદ બંને વચ્ચે થયો. ત્યારે વૃદ્ધ પુરુષોએ ચુકાદો આપ્યો કે જે સંઘવી ઇંદ્રમાળ ધારણ કરે તેનું તીર્થ ગણાશે. ત્યારે પુણ્યશાળી પેથડ મંત્રી એકદમ ઊભો થયો અને ઇંદ્રમાળા પહેરી અને તીર્થોને પોતાના કબજે કર્યું. તેણે એકવીશ ધડી પ્રમાણ સોનું (ઉછામણીમાં) બોલીને ખર્ચ કર્યું. ખરેખર, ઊંચી પદવી મેળવવા માટે પુરુષોનો આવો જ પુરુષાર્થ હોય છે, ત્યાં જનારા કૃપણ જનો પૈસાને જમીનમાં દાટી રાખે છે; જ્યારે સજ્જન પુરુષો ગુરુ પાસે અને ચૈત્ય વગેરેમાં ઉન્નત પદની ઇચ્છા રાખે છે. મંત્રીએ યાત્રામાં અગિયાર લાખ રૂપિયા ખર્ચ કર્યા પછી માંડવગઢમાં આવ્યો, ત્યારે રાજાએ તેનું બહુમાન કર્યું. તેણે માંડવગઢમાં રહેલાં ત્રણસો જિનમંદિરો ઉપર પોતાના પ્રતાપ જેવા ઉજ્જવળ સુવર્ણકળશો સ્થાપન કર્યા. શત્રુંજય વગેરે સ્થળોમાં પોતાના યશપિંડ જેવાં ચોરાશી જિનમંદિરો નિર્માણ કરાવ્યાં, તેમણે બોંતેર હજાર રૂપિયા ખરચીને શ્રી ધર્મઘોષસૂરિનો પ્રવેશમહોત્સવ કર્યો. બે ગાઉ દૂર જો સાધુનો યોગ હોય તો તેમની પાસે જઈને તેઓ પ્રતિક્રમણ કરતા હતા. ચાર યોજનમાં જો ગીતાર્થ આચાર્ય હોય તો પાક્ષિક પ્રતિક્રમણ કરવા જતા હતા. ખરેખર, ઉપદેશસપ્તતિકા ૧૯૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252