________________
પુરવણી-૧ શ્રી સોમધર્મ ગણિકૃત (સં.૧૫૦૩)
ઉપદેશસતતિકાનો સંદર્ભ
શ્રેષ્ઠી પેથડદેવના જે વા સાઘમિકમાં આસ્થા (શ્રદ્ધા), ગુરુભક્તિ, તીર્થની ઉન્નતિ તેમ જ પરિગ્રહની નિવૃત્તિના જે ગુણો હતા, તેવા બીજા કોઈમાં નહોતા. ૧
વિદ્યાપુરમાં પેથા નામનો નિર્ધન વાણિયો રહેતો હતો. તેણે શ્રી ધર્મઘોષસૂરિ પાસેથી (જૈન) ધર્મ અંગીકાર કર્યો. કોઈ વેળા તે ગુરુ પાસે પોતાના માટે પાંચસો દ્રમ્મ સુધીનો નિયમ લેવા લાગ્યો ત્યારે ગુરુ એ તેનું પ્રબળ ભાગ્ય જોઈ-જાણી નિષેધ કરતાં કહ્યું : ““હ ભદ્ર પુરુષ ! એવી રીતે નિયમ લેવો જોઈએ કે જેથી વ્રતનો ભંગ થાય નહીં.” તેણે જણાવ્યું કે, “મારાં એવાં ભાગ્ય ક્યાંથી હોય કે હું સંપત્તિવાળો થાઉં ? છતાં મારે પાંચ લાખ રૂપિયાથી વધારે ન જોઈએ.” ગુરુએ કહ્યું, “હે વત્સ ! તારું ભાગ્ય મોટું છે, તેથી તું ધનાઢય થઈશ.” આ વાત સાંભળી ગુરુને નમસ્કાર કરી તે પોતાને ઘેર ગયો.
બીજા દિવસોમાં એ પ્રદેશમાં દુકાળ પડવો તેથી ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું. આથી તેણે પોતાની પત્ની પ્રથમિણી સાથે માલવા દેશ તરફ પ્રયાણ કર્યુંક્રમશઃ તે માંડવગઢ ના દરવાજા
• • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • ૧૯૫
ઉપદેશસમતિકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org