________________
સાધુઓ ઉપર તેમનો અનુરાગ આશ્ચર્યકારી હતો.
કોઈ વખતે, રચનાવાળી વેદી પાછળ રહેલા પુષ્પ દેનારા માણસ સાથે, મંત્રી ગૃહચૈત્યનાં બિંબોની પૂજા કરી રહ્યા હતા, ત્યારે મંત્રીની પરીક્ષા માટે ઉદ્યમ કરતો રાજા પોતે ત્યાં આવ્યો અને પુષ્પ દેનારા માણસને ઉઠાડીને છૂપી રીતે તેના સ્થાને બેસી ગયો. જિનેશ્વર ઉપર દૃષ્ટિ રાખતા નિશ્ચલ આત્માવાળા મંત્રીએ ઊલટા મુખે પુષ્પ લેવા માટે હાથ લાંબો કર્યો. ત્યારે જુદાં જુદાં ફૂલ આપતાં રાજવી બેઠેલા છે એમ જાણ્યું ત્યારે, “તમે ક્યાંથી ?” એમ કહેતાં હાંફળાફાંફળા થઈને જેવા ઊઠવા જાય છે, ત્યારે રાજાએ કહ્યું કે “તું ઉતાવળ ન કરીશ, સ્વસ્થ બના” અને જ્યારે તેણે પૂજા સમાપ્ત કરી ત્યારે રાજાએ તેની સાથે વાતચીત કરી. “જેની જિનપૂજામાં આવી દઢતા છે એવા તને ધન્યવાદ છે” એમ પ્રશંસા કરીને રાજા ગયો. પછી તેણે ભોજન લીધું,
કોઈ વેળા તંભનતીર્થ-ખંભાતમાં શ્રીધર વ્યવહારીએ સમ્યકત્વ અને શીલવ્રતનો સ્વીકાર કર્યો. ત્યારે સમ્યકત્વના ઉજમણામાં તેણે પાંચ વર્ણનાં દુ કૂ ળોથી સુંદર પહેરામણી માં
ત્યાં મોકલાવી. એ પૈકી એક પહેરામણી પોતાના માણસો દ્વારા મંત્રી માટે મોકલાવી. તે લઈને માણસો આવ્યા. તેમણે કહ્યું : હે દેવ! આપ બહાર પધારો. શ્રીધર શ્રેષ્ઠીએ તમને મડી (-પૂજા માટેનું વસ્ત્ર) મોકલાવી છે. તમે તે ધારણ કરો.' મંત્રીએ પોતાની પત્નીને
• • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • પેથડકુમાર ચરિત્ર
૧૯૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org