Book Title: Pethadkumar Charitra
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 207
________________ કલિયુગરૂપી શત્રુઓને હણશે ? હા, કેમ કે તેનું વિશાળ કપાળ ધનુષ જેવુ છે, તેમાં સરળ ભ્રૂકુટિયુગલ છે તે પ્રત્યંચા સદશ છે અને તેમાં મનોહર તિલક કરેલું છે તે પ્રત્યંચા પર ચડાવેલા તીક્ષ્ણ બાણ જેવું છે.'' જ્યારે મંત્રીને તિલક કરવામાં આવ્યું, ત્યારે ગુરુ મહારાજે તેને કહ્યું : “હે ભદ્ર ! જે સંઘપતિ હોય તેણે દરેક પ્રયાણે નવું મોટું ચૈત્ય કરાવવું જોઈએ. તેવી શક્તિ ન હોય તો જે ઠેકાણે (નગરમાં) તિલક થયું હોય, ત્યાં તો અવશ્ય સંઘપતિએ મોક્ષલક્ષ્મીના દેહરૂપ જિનગૃહ કરાવવું જોઈએ.'' આ પ્રમાણે ગુરુનું વચન સાંભળી સંઘપતિએ ત્યાં એક ઠેકાણે શીઘ્રપણે ચૈત્ય કરાવવાનો આરંભ કર્યો. પરંતુ દિવસે જેટલું કામ કર્યું હોય તેટલુ રાત્રિમાં પડી જવા લાગ્યું. આ પ્રમાણે બે-ત્રણ સ્થાનકો બદલ્યાં તો પણ તે પડી જવા લાગ્યું, કેમ કે ત્યાં રહેલો ક્ષેત્રપાળ દેવ ઉદ્ધત હોવાથી મંત્રીનુ કરાવાતું નવું ચૈત્ય સહન કરતો નહોતો. તેથી તે ઠેકાણે પહેલાનુ શ્રી નેમિનાથનુ નાનું ચૈત્ય હતું, તેને જ નવેસરથી મોટું કરાવવા માંડયું. તેને પણ તે ક્ષેત્રપાળ પાડી નાખવા લાગ્યો, ત્યારે મંત્રી શીવ્રતાથી પરાક્રમ અને સત્તા વડે કરાવવા લાગ્યો, એટલે તે ક્ષેત્રપાળ ક્રોધ પામી સંઘના જનોને મસ્તકની પીડા, જ્વર અને મરકીને ઉત્પન્ન કરી ઉપદ્રવ કરવા લાગ્યો. તે વખતે સંઘના મુખ્ય જનોએ મંત્રીને કહ્યું : “હે મંત્રી ! તમે ફોગટ બળ (બળાત્કાર) ન કરો. કેમ કે મનુષ્યો દેવને કદાપિ બળથી જીતી શકતા નથી. જુઓ કે, દ્રૌપદીએ ઇચ્છેલા કમળને લેવા માટે પાંચે પેથડકુમાર ચરિત્ર ૧૬૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252