Book Title: Pethadkumar Charitra
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 218
________________ ઝાંઝણ મંત્રીએ સર્વ સામગ્રી તૈયાર કરી. પછી શ્વાભ્રમતી (સાબરમતી) નદીને કાંઠે પંચરંગી વસ્ત્રોના સુશોભિત સો ભોજન મંડપો કરાવ્યા. તેમાં દરેક મંડપમાં દરેક જ્ઞાતિના અલગ અલગ બેસાડવા પૂર્વક પાંચ પાંચ હજાર મનુષ્યોને સારી રીતે ભક્તિથી ભોજન કરાવી શકાય તેવી ગોઠવણ કરી અને રાજાએ પ્રયત્નથી એકઠા કરેલા કુલ પાંચ લાખ માણસોને પાંચ-છ દિવસે તે મંત્રીએ ભોજન કરાવ્યું અને તે સર્વનો સત્કાર પણ કર્યો. જેમ પર્વતની શિલાઓ ઉપર, પર્વતના શિખરો ઉપર, ખાડાઓમાં, આંબાનાં વૃક્ષો ઉપર, બહેડાનાં વૃક્ષો ઉપર, ખાલી (ઉજ્જડ) સ્થાનોમાં અને ભરેલાં સ્થાનોમાં વગેરે આખી પૃથ્વીનાં દરેક સ્થાનોમાં એકસરખી રીતે વરસાદ ગંભીર ગર્જના સહિત વૃષ્ટિ કરે છે, તેમ સુગંધી યશવાળા આ ઝાંઝણ મંત્રીએ તે મેઘની જેવી જ લીલા કરી એકસરખી રીતે સર્વને ભોજન વગેરે કરાવ્યું. તે પછી મનમાં હસતા મંત્રીએ સર્વ લોકો સાંભળતાં રાજાને કહ્યું : “હે દેવ ! શું આટલી જ ગુજરાત છે ? (તમારા ગુજરાત દેશમાં આટલા જ મનુષ્યો છે ?) આટલા મનુષ્યો જમ્યા છતાં પણ હજુ ઘણું વધારે બાકી રહ્યું છે (વધારો ઘણો છે).'' એમ કહી તેણે રાજાને વધેલું પકવાન્નાદિક દેખાડી આશ્ચર્ય કર્યું. પછી જાણે, પોતાનો ઉજ્વળ યશ હોય તેવું, તે પકવાન્ન સર્વ ચૈત્યોમાં અને શ્રદ્ધાળુ મનુષ્યોને ઘેર પણ ઘણું ઘણું મોકલ્યું. આ પ્રકારે રાજા ૧૯૧ Jain Education International ઝાંઝણ મંત્રીનું રાજ્યવાત્સલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252