________________
ઘણું ધન આપ્યું, તથા વખાણવાલાયક લક્ષણોને ધારણ કરતો એક ઉત્તમ અશ્વ, તેમ જ સોનાની સાંકળી અને પાઘડી વગેરે પુષ્કળ આપ્યું. તે લઈ ઘણો જ ખુશી થયેલો તે ભાટ તત્કાળ તે જ અશ્વ પર ચઢીને ચાલ્યો, અને રાજાની પાસે આવ્યો. તે જોઈ રાજાએ તેને પૂછ્યું : ‘‘આવું ઈનામ તને ક્યાં મળ્યું ?’' ત્યારે તે બંદીએ કહ્યું : ‘‘હે દેવ ! આપ આ પ્રમાણ (સાચું) માનો કે આ સર્વ શણગાર મંડપદુર્ગમાં હું આજે ગયો હતો ત્યાંથી મને મળ્યો છે.’’ તે સાંભળી રાજાએ હસીને કહ્યું : “હે ઉત્તમ બંદી ! ભાટ-ચારણો જેટલું મળે તેનાથી દશ ગણું બોલે છે એ કહેવત તેં સત્ય કરી.’' તે સાંભળી બંદીએ કહ્યું : ‘“મેં તો એક ગણું પણ કહ્યું નથી.'' ત્યારે રાજાએ કહ્યું : “ઠીક. તું કહે તે ખરું, પરંતુ તું કહે કે ત્યાં હમણાં શું છે ? તે ત્યાં શું જોયું ?'' ત્યારે બંદીએ કહ્યું : “ત્યાં રાજ્યને ભોગવનાર ઝાંઝણ નામનો રાજા છે. તે નવીન બ્રહ્માએ અચળ (સ્થિર) માંડવગઢને હાલતો-ચાલતો કર્યો છે.'' રાજાએ પૂછ્યું : ‘‘તે શી રીતે ?’’ બંદીએ કહ્યું : ‘“હે દેવ ! ઝાંઝણ નામે અવંતિનો મંત્રી છે, તે મોટા સંઘ સહિત અહીં આપણા નગરની સમીપે જ આવ્યો છે. તેણે વસ્ત્રના તંબુ વડે માંડવગઢની સર્વ રચના યથાર્થ કરી છે. તે જાણે કે મંત્રીનો ઉજ્જ્વળ સમગ્ર યશ હોય તેમ તેની સાથે ચાલે છે.’’
બંદીએ કરેલું વર્ણન સાંભળીને કર્ણના પુત્ર તે સારંગ રાજાએ, (પોતે) વિવેકી તેમ જ કૌતુકી હોવાથી, પોતાની નગરીમાં પેથડકુમાર ચરિત્ર
૧૭૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org