________________
આ કાર્ય કરી શકશે.'' આવું તેનું વચન સાંભળી, તેને ઉદ્યમી જાણી, રાજાએ આદેશ આપ્યો, ત્યારે તે મહાબળવાન ઝાંઝણે કહ્યું : “હે
સ્વામી ! જો સાત દિવસમાં તે ચોરને હું ન પકડું તો તેને સ્થાને મારો દંડ કરવો.” આ પ્રમાણે તેણે પ્રતિજ્ઞા કરી, ત્યારે રાજાએ તેનો સત્કાર કરી મહાજનને આશ્વાસન સાથે રજા આપી.
તે પછી ઝાંઝણે ચોરને પકડવાનો ઉદ્યમ શરૂ કર્યો. મહાશૂરવીર યોદ્ધાઓ સહિત અને દીવા સહિત તે ઝાંઝણ રાત્રિએ દરેક માર્ગ, દરેક દુકાન અને દરેક ઘરને જોતો જોતો ભમવા લાગ્યો, પરંતુ પુણ્ય રહિત પુરુષ જેમ ધનને ન પામે તેમ તે સાહસિક ચોરને પામ્યો નહીં. આ રીતે વ્યગ્રપણાથી, ક્ષણોની જેમ, તેના છ દિવસો વ્યતીત થઈ ગયા. રાજાના આદેશના દિવસથી તે ચોરોએ પ્રથમ સાત દિવસની ગણતરી પ્રમાણે એક દિવસ વહેલો ગણવાથી) આઠમો દિવસ આવ્યો ત્યારે શંકા રહિત થયેલા તે ત્રણે અર્ધ રાત્રિને સમયે ગાઢ અંધકાર થયો ત્યારે જુદા જુદા માર્ગથી તે નગરીના ચૌટામાં ભેગા થયા. પોતાની પ્રતિજ્ઞાના દિવસથી સાતમે દિવસે નિર્ભય એવો તે ઝાંઝણ એકલો જ ચોરનો વેષ ધારણ કરી ત્યાં જ આવ્યો. તે ત્રણેને ચોર જેવા જોઈ ઝાંઝણે તેમની સામે ચોરની સંજ્ઞા કરી, તે જાણી તેમણે પણ તેની સામે ચોરની સંજ્ઞા કરી, એટલે તે બુદ્ધિમાન ઝાંઝણે તેમને એકઠા મળ્યા ત્યારે પૂછયું : “તમારી કેવી શક્તિ છે ?'' ત્યારે
૧. રાજાએ જે દિવસે તેને આદેશ આપ્યો તેને બીજે દિવસથી તેની પ્રતિજ્ઞા શરૂ થતી હતી તેથી.
પેથડકુમાર ચરિત્ર
૧ ૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org