________________
આ પ્રમાણે ગુરુનું વચન સાંભળી મંત્રીએ કહ્યું : “મેઘ ઘટાની જેવી શ્રી વીર ભગવાનની વાણી સાંભળવાથી અત્યંત પ્રીતિવાળો થયેલો મારો ચિત્તરૂપી મયૂર નૃત્ય કરે છે, તેથી તે પૂજ્ય ! આપ તે મુનિને આજ્ઞા આપો, કે જેથી તે પ્રથમથી વાંચે, કેમ કે તે પાંચમું અંગ હું સાંભળવા ઇચ્છું છું.” તે સાંભળી ગુરુએ એક મુનિને આજ્ઞા આપી, તેથી તે પ્રથમથી પાંચમા અંગને વાંચવા લાગ્યા. તેમાં જે જે ઠેકાણે ગૌતમનું નામ આવતું તે તે વખતે એકેક સોનામહોર મૂકીને તે મંત્રી સાંભળવા લાગ્યો. તે વખતે સ્પષ્ટ અક્ષરોની શ્રેણીરૂપી હળના માર્ગના (લિસોટાના) સમૂહરૂપ જ્ઞાન નામના ત્રીજા ક્ષેત્રમાં મંત્રીરૂપી મેઘ સોનામહોરોની વૃષ્ટિ કરી. પાંચ દિવસમાં છત્રીસ હજાર સોનામહોરો વડે જ્ઞાનની પૂજા કરીને તેણે સત્પરુષોના ચિત્તમાં ચમત્કાર ઉત્પન્ન કર્યો. અખૂટ ધનના સ્વામી તે મંત્રીએ ભરુકચ્છ (ભરુચ) વગેરે નગરોમાં સાત મોટા જ્ઞાનભંડાર ભરી દીધા. તે બધાં પુસ્તકોને માટે પટ્ટસૂત્ર, રેશમી દોરાનું વેસ્ટન અને સુવર્ણની પાટલીઓ કરાવી તે મંત્રીએ પોતાનું ધન કૃતાર્થ કર્યું
પેથડ મંત્રીની દેવપૂજા પેથડ મંત્રીએ શ્રી ગુરુની પાસે ત્રિકાળ જિનેશ્વરની પૂજા કરવાનો નિયમ અંગીકાર કર્યો હતો. તે નિયમને કૃપાના સ્થાનરૂપ તે મંત્રી,
પેથડકુમાર ચરિત્ર
૧૫ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org