Book Title: Pethadkumar Charitra
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 196
________________ વ્યાપારમાં વ્યગ્રતા છતાં પણ, બરાબર પાળતો હતો. સંપત્તિઓ જિનેશ્વરની ભક્તિથી જ પ્રાપ્ત થાય છે, તે સંપત્તિને પ્રથમ પ્રાપ્ત કરીને પછી જેઓ તે જિનેશ્વરની ભક્તિ ન કરે, તેઓ અવશ્ય સ્વામીદ્રોહી છે એમ જાણવું. એકદા સૂર્યની જેવી શોભાવાળા તે મંત્રીએ મધ્યાહ્ન સમયે કર્મને છંદવામાં દેદીપ્યમાન ચક્ર સમાન શ્રી જિનેશ્વરની આ પ્રમાણે પૂજા કરવા માંડી—એક પહેરવાનું અને બીજુ ઉત્તરાસનનું એમ બે રેશમી વસ્ત્ર ધારણ કરી મુખકમળમાં કોશ બાંધી, હાથમાં અલંકાર પહેરી તે મંત્રીએ વિધિપૂર્વક સ્નાત્રાદિક પૂજા કરી. પછી પોતાની પાછળ સ્નાન કરી પવિત્ર વસ્ત્ર પહેરી બેઠેલા માણસે અનુક્રમે તેના હાથમાં પુષ્પો આપવા માંડયાં, તે પુષ્પો વડે તે ભગવાનની અદ્ભુત આંગી રચવા લાગ્યો. આ અવસરે સારંગદેવ રાજાનું સૈન્ય અવન્તી દેશની સીમાએ આવીને રહ્યું છે, તે વાત સાંભળી રાજાને તેની સાથે સંધિ કરવાની ઇચ્છા થઈ. કહ્યું છે કે ― ‘‘સંધિ, વિગ્રહ (યુદ્ધ), યાન (પ્રયાણ), આસન (બેસી રહેવું), વૈધ (ભેદ કરવો) અને આશ્રય (કિલ્લામાં છુપાઈ રહેવું) : આ છ રાજાના રાજ્યરૂપી કેળના વનને રક્ષણ કરનાર પહેરેગીરો છે.'' પછી રાજાએ સંધિ વિગ્રહ વગેરેમાં નિપુણ એવા દૂતને શીઘ્રપણે મોકલવાની ઇચ્છાથી જોશીને પૂછ્યું, ત્યારે તેણે વિજય પેથડ મંત્રીની દેવપૂજા ૧૫૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252