________________
આરોગ્ય, યશ, જય, સર્વ કાર્યની સિદ્ધિ, સુખ અને સમૃદ્ધિ-એ બધું પ્રાણીઓને જીવિતદાન આપવાથી પ્રાપ્ત થાય છે. આવું તેનું વચન સાંભળી રાજા ક્રોધ પામ્યો હતો તો પણ, (અને) બીજાઓએ જીવિતદાન આપવાનો નિષેધ કર્યો તો પણ, રાજાએ તેમને ઝાંઝણને આપ્યા. કેમ કે બુદ્ધિમાન પુરુષો (રાજાઓ), જે પુરુષ કાર્ય કરવામાં સમર્થ હોય તેની પ્રાર્થનાનો ભંગ કરતા નથી-તેનું અપમાન કરતા નથી. કદાચ કાર્ય કરનાર પુરુષે અપરાધ કર્યો હોય તો પણ બુદ્ધિમાન પુરુષો ઊલટું તેને માન આપે છે; જેમ કે અગ્નિએ સર્વસ્વ બાળી નાંખ્યું હોય તો પણ તેને-અડધી બળેલ-ફરીથી ઘરમાં લવાય જ છે.
પછી તે ત્રણ ચોરોને પોતાને ઘેર લઈ જઈ ઝાંઝણે તેમને ચોરીના કામથી નિવૃત્ત કરી પોતાના ખાનગી માન્ય સેવકો બનાવ્યા, કેમ કે ચંદન શરીરના તાપને હરણ કરી તેને સુગંધી બનાવે છે જ. આ વૃત્તાંત જાણી રાજા વગેરે સર્વ સજજનોએ ઝાંઝણની પ્રતિજ્ઞા, સાહસ, પરાક્રમ, બુદ્ધિ, રાજભક્તિ અને કૃપાળુતા-આ સર્વની પ્રશંસા કરી.
પછી તુષ્ટમાન થયેલા રાજાએ તે ઝાંઝણને ત્રણ વાર વસ્ત્ર અને આભરણો વડે વિભૂષિત કર્યો તથા સુવર્ણના મ્યાન અને રત્નોની રચના વડે રમણીય પોતાનું ખગ પણ તેને આપ્યું. આ પ્રમાણે પૃથ્વીના અલંકારરૂપ પૃથ્વીધર મંત્રીએ પાંચ પર્વતિથિએ સમગ્ર ઘૂતાદિક વ્યસનોનો નાશ કરી સંપૂર્ણ પુણ્ય ઉપાર્જન કર્યું
૧૪૧
- ચોરને પકડવાનો પ્રયત્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org