________________
પાંદડાની વૃદ્ધિવાળી થઈ છે, વેશ્યાઓમાં સારી રીતે પલ્લવિત થઈ છે, જુગારીઓમાં પ્રૌઢપણાને પામી છે, વાર્તા કરીને જીવનારાને વિષે પુષિત થઈ છે, કથા (વ્યાખ્યાન) કરનારાઓમાં ગાઢ છાયાવાળી થઈ છે અને રાજાના અધિકારીઓમાં ફળના વિસ્તારને ઉત્પન્ન કરનારી થઈ છે.” (૬૫)
જ્યારે તે ચોરો જ રા પણ માન્યા નહીં, ત્યારે ઝાંઝણે તેમને કહ્યું : “અરે ! તમે કેમ સાચું માની જતા નથી ?' તે સાંભળી ત્રીજો ચોર જે શબ્દના જ્ઞાનવાળો હતો તેણે તે ઝાંઝણને ચોથા તરીકે ઓળખી લીધો. તે વાત તેણે બીજા બે ચોરને કહી, ત્યારે પોતે પેટીઓ હરણ કરી છે એમ તેઓ માન્યા. તે વખતે રાજાના હુકમથી તે ત્રણ પેટીઓ ત્યાં લાવવામાં આવી, તે જોઈ “ચોથી પેટી ક્યાં છે ?” એમ રાજાએ તેમને પૂછ્યું, ત્યારે “એક તરફ વાઘ ને બીજી તરફ પૂરમાં આવેલી નદી” એ ન્યાયની પ્રાપ્તિથી મૂઢ થયેલા તેઓ કાંઈ પણ બોલ્યા નહીં, ત્યારે મંત્રીપુત્રે કહ્યું : “હે દેવ ! તે ચોથી પેટી આપના ખજાનામાં જ છે.” તે સાંભળી રાજાએ તે ત્રણે ચોરોનો વધ કરવાનો હુકમ કર્યો, ત્યારે તે ત્રણે ચોરોએ નવા આરક્ષક (ઝાંઝણ)ને કહ્યું: “તું પણ અમારામાં ચોથો ચોર હતો. તે તારી જે શક્તિ કહી હતી તે તો અસત્ય થઈ.” તે સાંભળી સત્ય વાણીવાળા તે ઝાંઝણે રાજાને નમસ્કાર કરી તે ત્રણે ચોરોની યાચના કરી, કેમ કે ભૂમિથી પડેલાઓને ભૂમિનો જ આધાર હોય છે. વળી ઝાંઝણે વિજ્ઞપ્તિ કરી : “હે દેવ ! રાજ્ય, રૂ૫, લક્ષ્મી, સ્ત્રીઓ, ભોગો, પેથડકુ માર ચરિત્ર
૧૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org