________________
ત્યાં તરસ્યા અઢારે વર્ણ પાણી પીશે, તેમાં આપને જે પુણ્ય થશે તેનો પાર જ નથી. હે પૃથ્વીપાલ! કૂવા વગેરે જળાશય કરાવવામાં પુરાણોમાં પણ ચોરનું ઉદાહરણ આપી મોટું પુણ્ય કહ્યું છે, તે આ પ્રમાણે :
પહેલાં કોઈ ચોર નાસીને જતો હતો. માર્ગમાં તે તરસ્યો થયો. તેવામાં કોઈ સરોવર તેણે જોયું. તેમાં પાણી નહોતું, પરંતુ તેમાં એક ઠેકાણે કાંઈક ભીની જમીન જોઈ. તેમાં તેણે બાણ ખોસીને પાણી પીધું. પછી તે બાણ ખેંચી લેતાં તેના ફળાની સાથે માટી બહાર નીકળી એટલે તેમાંથી જળ નીકળ્યું. પછી તે ચોર ત્યાંથી આગળ ચાલ્યો, તેટલામાં પાછળથી આવેલા સુભટોએ તેને મારી નાખ્યો. તે મરીને, તે સરોવરની થોડી પણ માટી કાઢવાના પુણ્યથી, દેવ
થયો.”
તેથી હે દેવ ! આપ પુણ્યશાળી તે ચેયને યોગ્ય એવી બીજી ભૂમિ આપીને તે સ્થળે મોટું પુણ્ય બાંધવા વાવ ખોદાવો.” આ રીતે તે અજ્ઞાની બ્રાહ્મણોએ રાજાને વાવ કરાવવાનું કહ્યું, પરંતુ તેમાં મેરુ અને સરસવ જેટલું પાપ-પુણ્યનું આંતરું છે. (એટલે કે જલાશય કરાવવામાં મેરુ જેટલું પાપ અને સરસવ જેટલું પુણ્ય છે.) પહેલાં ભોજ રાજાએ એક નવું તળાવ ખોદાવ્યું હતું, ત્યારે તેની પાસે કુબુદ્ધિવાળા કવિઓએ તે તળાવનું અનેક પ્રકારે વર્ણન કર્યું હતું. તે વખતે બુદ્ધિમાન ધનપાળ કવિએ કહ્યું હતું : “હે ભોજ રાજા !
૯૧
વોડાની ખરીદી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org