________________
જ જણાય છે, પરંતુ તેના જવરની શાંતિ માટે મંત્રીનું ચીર મંગાવીને તેણીએ પોતાનું શરીર ઢાંક્યું હતું, એ વાત સંશયરહિત જણાય છે. તોપણ વિપત્તિની માતા સમાન પાપિણી કદંબા રાણીએ આ જળને પામીને તેણીને મોટા વ્યસનસમુદ્રમાં નાંખી. કળાવતીના હાથ કપાયા, રામ-લક્ષ્મણને વનવાસ થયો, અને કુણાલને અંધતા પ્રાપ્ત થઈ, એ સર્વ સપત્ની (શોક્ય) રૂપી લતાનાં જ ફળ છે.” આ પ્રમાણે વિચાર કરી રાજાએ તે ચતુરા દાસીને બોલાવી સર્વ હકીકત પૂછી, ત્યારે તેણીએ પ્રથમ જેવું થયું હતું તેવું ચીરનું સર્વ વૃત્તાંત સત્ય રીતે કહ્યું. તે વખતે રાજાને દુ:ખનો સમૂહ પ્રાપ્ત થયેલો જાણી તેને જોવાને જાણે કે અસમર્થ હોય એવો સૂર્ય અસ્ત પામ્યો. સંસ્કૃત લિપિમાં જેમ ધકારને માથું (માથે લીટી) હોતું નથી, તેમ પ્રલય કાળમાં સમુદ્રના -જળની જેમ ચોતરફ પ્રસરતા અંધકારનું કોઈ ઠેકાણે મોં-માથું હતું નહીં; અર્થાત્ ઘણો અંધકાર પ્રસરી ગયો.
રાજાનો પશ્ચાત્તાપ અને રાણીનું ગૃહાગમન
તે વખતે નિરપરાધી પ્રિયાના ત્યાગથી ઉત્પન્ન થયેલી વિયોગની પીડા ખેદ પામેલા રાજાએ આ પ્રમાણે ભોગવી દુકૂળ અને પુષ્પોની શ્રેણિના ચિહ્નવાળો પલંગ તે રાજાને બળતી ચિતા જેવો લાગ્યો; અંધકાર મરકી જેવો લાગ્યો અને ચંદ્રનાં કિરણો સોય જેવાં લાગ્યાં.
રાજાનો પશ્ચાત્તાપ અને રાણીનું ગૃહાગમન
૧૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org