________________
અશ્રુ સહિત રાજાએ કહ્યું, ત્યારે પ્રધાને કહ્યું : “હે દેવ ! તમે પીડાનું સ્થાન ન થાઓ. તે તમારી રાણીને લાવવા માટે હું સર્વ વસ્તુને સાધનારો ઉદ્યમ કરીશ, ઉદ્યમ કરનારા મનુષ્યોમાં બિલાડો મુખ્ય દૃષ્ટાંતરૂપ છે, કેમ કે બિલાડા જન્મથી આરંભીને ગાય રાખતા નથી, છતાં હંમેશા દૂધ પીએ છે. હે દેવ ! ઉદ્યમથી દ્રૌપદી અને સીતા વગેરે જો પાછી આવી છે, તો આ લીલાવતીને તો તમે ઘેર આવેલી જ જાણો; પરંતુ આપ એવું મોટું કાંઈક પુણ્યનું કાર્ય કરો, કે જેથી મારો ઉદ્યમ સફળ થાય, કેમ કે પુણ્યથી જ સર્વ અર્થની સિદ્ધિઓ થાય છે. લક્ષ્મીની સ્થિરતા, વિદનનો નાશ અને કીર્તિનો પ્રચાર તથા બીજુ પણ સર્વ પ્રકારનું વાંછિત પુણ્યથી જ પ્રાપ્ત થાય છે.”
તે સાંભળી રાજાએ તેને પૂછ્યું : “તેવું પુણ્યકાર્ય કર્યું છે તે કહો.” ત્યારે તેણે કહ્યું: “હે સ્વામી! પોતાના આખા દેશમાં કાયમને માટે પાંચ પર્વએ સર્વ વ્યસનોનું નિવારણ કરો. સંસારવાસના ઉત્સવ જેવા સાતે વ્યસનોથી ઉત્પન્ન થયેલા પાપ વડે પ્રાણીઓ પોતાના કુળને કલંકિત કરે છે અને શરીરની ધાતુઓને મલિન કરે છે. તે વ્યસનો આ ભવમાં પણ નળ વગેરેની જેમ પ્રાણીઓનો અનર્થ કરે છે તેથી કુમારપાળ રાજાએ તે સર્વ વ્યસનોને ગધેડા ઉપર બેસાડી પોતાના આખા દેશથી કાઢી મૂક્યા હતા.' આવું મંત્રીનું વચન સાંભળી રાજાની આશારૂપી લતા નવપલ્લવિત થઈ, એટલે તે મંત્રીનું વચન સ્વીકાર કરી છત્રાદિક મોટી લક્ષ્મી
૧૨૧
રાજાનો પશ્ચાત્તાપ અને રાણીનું ગૃહાગમન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org