________________
૪
રાણી લીલાવતી ઉપર ચડાવેલું આળ
આ અવસરે કાન્યકુબ્જ રાજાની પુત્રી લીલાવતી કે જે આ રાજાની માનીતી રાણી હતી અને સર્વ સ્ત્રીઓના શિરોમણિરૂપ હતી, તે અગ્નિ વડે કેળની જેમ તરસ વગેરે લાગ્યા કરે તેવા તરિયા તાવ વડે અત્યંત પીડા પામતી હતી. રાજાએ તેના માટે ઘણા ઉપાયો કરાવ્યા, પરંતુ, નિકાચિત કર્મની જેમ, તેણીનો દુષ્ટ જ્વર ક્ષય પામ્યો નહીં. તે રાણીની એક દાસી એકદા પ્રધાનને ઘેર આવી. તેણીને શ્યામ મુખવાળી જોઈ મંત્રીની ભાર્યા પ્રથમણીએ પૂછ્યું : ‘“તુ આજ દુ:ખી કેમ દેખાય છે ?'' તેણે કહ્યું : ‘‘મારી સ્વામિની ઘણા દિવસથી દુષ્ટ જ્વર વડે પીડા પામે છે, તેથી તે ઉનાળામાં તળાવડીની જેમ દિવસે દિવસે ક્ષીણ થતી જાય છે. તેને માટે મંત્ર, તંત્ર, ઔષધ વગેરે ઘણાં કર્યાં તોપણ તેનાથી હજુ સુધી કાંઈ પણ ફાયદો થયો નથી. આ કારણથી હું દુઃખરૂપી દાવાનળથી બળેલી છું.'' તે સાંભળી અમાત્યની પત્નીએ કહ્યું : ‘જો તે તાવ આવ્યા પહેલાં મંત્રીનુ પહેરેલું વજ્ર ઓઢી રાખે તો તેને તાવ આવે નહીં.’’ તે સાંભળી દાસીએ તે વસ્ત્ર માંગ્યું, ત્યારે એકાંત ઉપકાર કરવામાં જ તત્પર એવી તે ધન્ય સ્ત્રીએ બીજુ વસ્ત્ર નહીં મળવાથી તે જ દુકૂળ તેણીને આપ્યું. દાસીએ જઈને તે વસ્ત્ર રાણીને આપ્યું. દાસીના વચન પર શ્રદ્ધા આવવાથી તે સતી તાવ આવ્યા પહેલાં તે વસ્ત્ર
૧૦૭
Jain Education International
રાણી લીલાવતી ઉપર ચડાવેલું આળ
For Private & Personal Use Only
www.jainelibrary.org