________________
દેવગિરિમાં જિનપ્રાસાદનું નિર્માણ
ઘણા સુવર્ણને લીધે સાર્થક નામવાળું દેવગિરિ નામનું નગર છે. તેના દરવાજામાં ઝૂલતા હાથીઓના મદની વૃષ્ટિ થવાથી તેની સુગંધ ચોતરફ વિસ્તાર પામતી હતી. તેની ચોતરફ રહેતા પ્રાકાર, ખાઈ અને ઉદ્યાનોની શ્રેણિ વડે તે વીંટાયેલું હતું. લક્ષ્મીના બીજની જેમ તે નગરના નામને શત્રુઓ એકાગ્ર ચિત્તે સ્મરણ કરતા હતા. હંમેશાં વાગતા બાર હજાર વાજિંત્રોના શબ્દથી તેના શત્રુઓ ત્રાસ પામતા હતા. તેની અંદર યુદ્ધની શોભાને માટે જ શસ્ત્ર વગેરે સર્વ સામગ્રી જોવામાં આવતી હતી. તે નગરમાં શ્રીરામ નામનો રાજા હતો: તેની પાસે નર-માદા મોતીનું યુગ્મ, ચિત્તને ચોરનારી સ્ત્રીઓ, કષ્ટનો નાશ કરનાર અશ્વ અને બાવના ચંદન–આ ચાર રત્નો હતાં. તે રાજાના ખજાનામાં છપન કરોડ સોનામહોરો હતી. એશી હજાર અશ્વો અને બાર હજાર હાથીઓ તેના સૈન્યમાં હતા. તે રાજાને ઘણા સુવર્ણાદિકનો સ્વામી હેમાદિ નામનો મંત્રી હતો. તેના કૃપણપણાને લીધે અર્થીઓને પોતાનું પાપ પણ આપ્યું નહોતું (પાપનો નાશ કરવા જેટલું પણ દાન આપ્યું નહોતું). તે નગરમાં બ્રાહ્મણોનું એકછત્ર સામ્રાજ્ય હતું, તેથી ત્યાં કોઈ જિનચૈત્ય કરાવે તો તેને તેઓ બળાત્કાર નિવારતા હતા. આ નગરીની આ સર્વ હકીકત સાંભળીને દેદના પુત્ર ૧. મેરુ પર્વત.
દેવગિરિમાં જિનપ્રાસાદનું નિર્માણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org