Book Title: Pathik 2000 Vol 40 Ank 10 11 12 Author(s): K K Shastri and Other Publisher: Mansingji Barad Smarak Trust View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાણી પદ્મિનીની સમસ્યા ડૉ. ઈશ્વરલાલ ઓઝા* મધ્યકાલીન ભારતના ઇતિહાસમાં મેવાડનો ગુહિલવંશ નોંધપાત્ર સ્થાન ધરાવે છે. દિલ્હીમાં મુસ્લિમોનું શાસન સ્થપાયું ત્યારે મેવાડે ગુહિલોના નેતૃત્વ તળે ગુજરાતની ધૂંસરી ફગાવી દીધી અને જ્યારે મેવાડની ગાદીએ રાણા રતનસિંહ આવ્યો ત્યારે દિલ્હીમાં રાજકીય પરિસ્થિતિ પલટાઈ ગઈ હતી, ત્યાં મામલૂક વંશને સ્થાને ખલજી વંશની સ્થાપના થઈ હતી અને મેવાડના પડોશી રણથંભોર પર સુલતાન જલાલુદ્દીન ખલજીએ આક્રમણ કરેલું. અલબત્ત તેને ત્યાં નિષ્ફળતા મળેલી. પરંતુ તેનો ભત્રીજો અલાઉદીન અત્યંત મહત્ત્વાકાંક્ષી હતો. પરિણામે મેવાડ તેની બાજ નજરમાંથી બચી શકે તેમ નહોતું. આમ અલાઉદીને જયારે ચિતોડ પર આક્રમણ કર્યું ત્યારે ગુહિલ વંશનો રાણો રતનસિંહ મેવાડનો શાસક હતો. ૨૮ મી જાન્યુઆરી, ૧૩૦૩ના રોજ પ્રારંભ કરાયેલ આ આક્રમણ વખતે ખલજીઓના વિશાળ લશ્કરની સાથે કવિ અને ઇતિહાસકાર અમીર ખુશરો પણ હતો. જેણે આ આક્રમણ તથા ચિતોડના ઘેરાનો અહેવાલ આલેખ્યો છે. આક્રમણનું અંતિમ પરિણામ : અલાઉદીનના આ ચિતોડ આક્રમણના અંતે તમામ રાજપૂતો ખપી ગયા. તેથી યુદ્ધના અંતિમ ચરણમાં કિલ્લામાંની રાજપૂત મહિલાઓએ જાહેર કર્યું. કર્નલ ટોડ આ હૃદયદ્રાવક ઘટનાનું વર્ણન આપે છે. મહારાણી પદ્મિનીના નેતૃત્વ તળે અનેક સુંદરીઓએ પોતાના દેહને અગ્નિને સમર્પિત કર્યો. મેવાડના રાણા રતનસિંહના અંતિમ જીવન વિશે સમકાલીન ઇતિહાસકારોમાં મતમતાંતર પ્રવર્તે છે. નૈણસિંહ પોતાની વાતમાં નોંધે છે કે રતનસિંહ અલાઉદીન સાથે લડતા મરાયો. જ્યારે કર્નલ ટૉડ યુદ્ધના મેદાન પર તેણે છેલ્લા શ્વાસ ૯ જણાવે છે. ઈસામી અને ખુસ રતનસિંહ જીવતો પકડાયો અને પાછળથી તેને મારી નાખવામાં આવ્યો તેવું નોંધ છે. જૈન રચના “નાભિનંદનોદ્વાર પ્રબંધ” જણાવે છે કે અલાઉદ્દીને ચિત્રકૂટના અધિપતિને પકડ્યો અને તેની તમામ સંપત્તિ જપ્ત કરી. નાહર જતમલની રચના ગોરાબાવલ ચોપાઈ પણ કક્કસૂરિના ઉપરોક્ત સૂરમાં સૂર પુરાવે છે કે “અલાઉદીને રતનસિંહને કેદ કર્યો અને તેની સાથે કર વર્તાવ કર્યો.” આમ ઉપર પ્રમાણે સમકાલીન લેખકોનાં વિરોધાભાસી વૃતાંતોમાંથી રતનસિંહના છેલ્લા દિવસો વિશે યથાર્થ માહિતી મળતી નથી. . . રાણી પદ્મિનીની સમસ્યા છે. જે રીતે રાણા રતનસિંહની અંતિમ સ્થિતિનો ખ્યાલ આવતો નથી તેવી સ્થિતિ તેની રાણી પદ્મિનીની અંતિમ સ્થિતિ વિશે છે. સમકાલીન મુસ્લિમ તવારીખકારો તથા અન્ય વૃત્તાંત નિવેદકોએ પતિની વિશે વિરોધાભાસી ચિત્રણ રજૂ કરતાં અલાઉદ્દીન ખલજીના ચિતોડ પરના આક્રમણની ઐતિહાસિક ઘટનામાં પદ્મિનીના જીવન વૃત્તાંતને રસિક કન્યા જેવો વળાંક મળી ગયો. પરિણામે આ કથાતત્ત્વને એ કાલના મોટાભાગના સમકાલીન તવારીખકારો તથા સાહિત્યકારોએ પણ પોતાની રચનાઓમાં સ્થાન આપ્યું. આ પ્રકારના વલણને કારણે રાણા રતનસિંહની આ સુંદરી અને મહારાણી ચિતોડ-મેવાડના ઇતિહાસનું અખિલ ભારતીય સ્તરનું પાત્ર બની ગઈ. આમ તો દિલ્હીનો બળવાન સુલતાન અલાઉદીન સામ્રાજ્યપાત્ર હતો અને ચિતોડ તેનો સ્વાભાવિક શિકાર હતો. છતાંય તેના ચિતોડ પરના આક્રમણનાં અનેક કારણોમાં આ સુંદરીને પામવાની તેની આંધળી તેમજ પ્રબળ ઇચ્છાને પણ એક કારણ ગણવામાં આવે છે. આને પરિણામે આ સમગ્ર ઘટના ગૂંચવાઈ ગઈ. સમકાલીન લેખકોમાં ત્રણ સમકાલીનો ઘણા મહત્ત્વના છે. પદ્મિની વિશે તેઓ જે વૃત્તાંત અહેવાલ આલેખે છે તે આ પ્રમાણે છે. મલિક મુહમ્મદ જાયસીનું વૃત્તાંત : ઈ.સ. ૧૫૦૪ આસપાસ રચવામાં આવેલ “પદ્માવત” નામના કાવ્યગ્રંથને કારણે મલિક મુહમ્મદ જાયસી સમગ્ર ભારતમાં વિખ્યાત છે. આ કાવ્યમાં કેટલીક ઐતિહાસિક ઘટનાઓને પણ તેણે આવરી લીધી છે. તેમાં તેણે અલાઉદ્દીનના ચિતોડ પરના આક્રમણનો અહેવાલ રોચક રીતે આલેખ્યો છે. * પરિભ્રમ, હરેશ્વર મહાદેવની પોળ, મોડાસી ચપટા, વિસનગર - ૩૮૪૩૧૫ પથિક સૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૩ } . For Private and Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40