Book Title: Pathik 2000 Vol 40 Ank 10 11 12
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | ભાગવત(અનુવાદ) વગેરે ગ્રંથો ઉપલબ્ધ છે. જેમાં ‘વીતક' સાહિત્ય ઉત્તમ ધાર્મિક દિવ્યગ્રંથ છે. “વીતક' શબ્દનો અર્થ વૃત્ત યા વૃત્તાન્ત થાય છે. પ્રથમવાર ખડીબોલીમાં વીતક જીવનવૃત્તનું સર્જન કરી હિન્દી સાહિત્યને વીતક સાહિત્યનો પ્રથમ ગ્રંથ મળ્યો છે. વીતક' ગ્રંથમાં માનવને પરમાત્મા સાથે અનુભૂતિ કરાવવાનું પ્રથમ ધ્યેય છે. એટલે કે આત્માને જગાવવાનું વીતક'નું ધ્યેય છે. એટલે જ ગ્રંથમાં જણાવ્યું છે – હદ પાર બેહદ, બેહદ પાર અક્ષર ? અસર પાર વતન, જગિયે ઈન ઘર છે શ્રી નિજાનંદ સંપ્રદાયમાં “વીતક' ગ્રંથનું વિશેષ મહત્ત્વ છે. કારણ કે જેમાં ધર્મના આદ્યસ્થાપક સગર શ્રી દેવચંદ્રજી મહારાજ અને ધર્મપ્રવર્તક શ્રી પ્રાણનાથજીના જીવનવૃત્તાંતનું વર્ણન વીતક ગ્રંથમાં છે. અહીં વીતક એટલે સંપ્રદાયનો વીતી ગયેલો વૃત્તાંત જે ઐતિહાસિક માહિતી પૂરી પાડે છે. શ્રી પ્રાણનાથજીના ધામગમનના બીજા દિવસથી સં. ૧૭પ૧ ના અષાઢ વદ ચોથના બીજા દિવસથી વીતક લેખન શરૂ કર્યું. જે ભાદરવા વદ આઠમના દિવસે પૂર્ણ થાય છે. તેથી પ્રણામી મંદિરોમાં આ સમય દરમિયાન આ ગ્રંથનું શ્રદ્ધાપૂર્વક પારાયણ થાય છે. તેના પર ચર્ચાવાણી થાય છે. જે ગ્રંથ શ્રી દેવચંદ્રજી મહારાજ અને શ્રી પ્રાણનાથજીના સિદ્ધાંતોની સનદ છે. આ વીતક ગ્રંથમાં ૭૩ પ્રકરણ અને ૪૩૭૭ ચોપાઈઓ છે. જીવનવૃત્તાંતો ઉપરાંત ધર્મરહસ્ય પ્રગટ થાય છે. આ ગ્રંથ સર્વધર્મસમન્વયમાં વિશ્વાસ રાખે છે. ૫૯ પ્રકરણોમાં શ્રી પ્રાણનાથજીની પન્ના (મ.પ્ર.) સુધીની ધર્મપ્રચારયાત્રા અને ધામગમનની વિગતોનું વર્ણન છે. ગ્રંથના પ્રારંભમાં મંગલાચરણમાં સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલિયુગના રાજાઓનાં નામોનો ઉલ્લેખ, મહત્ત્વપૂર્ણ ઘટનાઓ તેમજ શ્રીકૃષ્ણ, શ્રી દેવચંદ્રજી અને શ્રી પ્રાણનાથજીનું વિશેષ મહત્ત્વનું વર્ણન છે. ઐતિહાસિક ઘટનાઓ વર્ણવી છે. જામનગર પર કાબખાનું આક્રમણ, અવરંગ અને જસવંતસિંહ રાઠોડની કાબૂલ પર ચઢાઈ. પ્રાણનાથજીનું ઔરંગઝેબ સામે ધર્મયુદ્ધ રાણા પર ચઢાઈ વગેરે ઐતિહાસિક ઘટનાઓ છે. આમ વ્યક્તિઓ, પ્રસંગો અને સ્થાન જોતાં ઐતિહાસિક દૃષ્ટિએ પ્રમાણિત ગ્રંથ છે. ધાર્મિક દૃષ્ટિએ જોઈએ તો પરમધામ, વ્રજ અને રાસલીલાનું વર્ણન છે. જેથી ધર્મગ્રંથ તરીકે પૂજનીય છે. મંગલાચરણમાં ભવિષ્યપુરાણની સાક્ષી આપી છે ભવિષ્યપુરાણ મે, રાજા કહે જુગ ચાર ? વચન જો હૈ વ્યાસ કે, તાકો કરો વિચાર // આમ, વીતક ગ્રંથમાં ઇતિહાસનો અને અધ્યાત્મનો સંગમ થયો છે. વીતક' ગ્રંથમાં લોકકલ્યાણ અને લોકમંગલનો સંદેશ રહ્યો છે. નવું ચૈતન્યસભર જીવન જીવવાની પ્રેરણા વીતક' ગ્રંથનો એક એક શબ્દ આપે છે. ‘વીતક' ગ્રંથ તો બ્રહ્મલીલાનું દર્પણ છે. બ્રહ્માનંદની અનુભૂતિ કરાવવા માટે પરમધામની અખંડલીલાની ઝલક આપી છે. જેમાં માનવીય શિક્ષણ અને માનવતાવાદી દષ્ટિકોણ દશ્યમાન થાય છે. જેના ચિંતન-મનનથી અને અધ્યયનથી ઉદાત્ત ભાવનાઓ પ્રગટ થાય છે. દિવ્ય પરમધામથી અવતરિત બ્રહ્માત્માઓની લીલાઓનું પ્રત્યક્ષ ને પ્રમાણિત આત્મવૃત્તાંત વ્યક્ત થાય છે. વીતક ગ્રંથની ભાષાશૈલી બોધગમ્ય છે, અતિશયોક્તિ રહિત છે. ભાષા સરળને સહજ છે. ખડીબોલીને વ્રજભાષાના શબ્દપ્રયોગો છે. આડંબર વિનાની ભાષા છે. શબ્દોની આકર્ષકતા અને છંદબદ્ધ રચના છે. ઉપદેશાત્મક વાણી છે. જ્ઞાન અને ભક્તિનું સાહિત્ય રહ્યું છે. ચોપાઈઓ અગેય છે. જે સમગ્ર પદ્યસાહિત્ય સ્વરૂપ છે. આજના સંઘર્ષ સભર સાંપ્રત સમયમાં ચોમેર અશાંતિ, અશિસ્તને અજંપો વર્તાય છે. ધાર્મિક મૂલ્યોનો હાસ થતો જાય છે. અપરાધવૃત્તિઓ અને ગુનાહિત કૃત્યો જેવી વિકૃતિઓ ઉપસતી જાય છે. માનવ માનવને ત્રીસ હેરાન કરે છે. શ્રદ્ધાનું શોષણ થઈ રહ્યું છે. પરસ્પરના માનવ વ્યવહારો અને સંબંધો ખંડિત બનતા જાય છે. સંસ્કૃતિમાં વિકૃતિ પેદા થઈ રહી છે. અર્પણ, તર્પણ ને સમર્પણની ભાવના લુપ્ત થતી જાય છે. અંધશ્રદ્ધાઓ, આડંબર અને અરાજકતા ફેલાતી જાય છે, ત્યારે જરૂર છે ધાર્મિક ગ્રંથોનું વાચન-ચિંતનની માનવજીવનમાં શાન્તિ, સુખ, સંપન્નતાને સલામતી. માટે આવા દિવ્યગ્રંથોનું અધ્યયન ઉપયોગીને માર્ગદર્શક બની રહે છે. “વીતક' ગ્રંથ આ દષ્ટિએ મૂલ્યવાન ગ્રંથ છે. ત્યારે વીતક ગ્રંથના ઉદગાતા સ્વામીશ્રી લાલદાસજીને કોટી કોટી પ્રણામ કરીએ. સંદર્ભ ગ્રંથ : - “વીતક' - લાલદાસકૃત ગ્રંથ. પથિક સૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦ ૧૪ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40