Book Title: Pathik 2000 Vol 40 Ank 10 11 12
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 35
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેટલીક કહેવતોમાં ઇતિહાસદર્શન પ્રા. ડૉ. ધર્મેશ સી. પંડયા* પેઢી દર પેઢી કોઈપણ માનવસમુદાયનો સંગ્રહાતો જતો અનુભવ તથા ડહાપણ તેની ભાષાના બોધરૂપ દૃષ્ટાંત વાક્યોમાં કે ચોટદાર મર્માળ ઉક્તિઓમાં પ્રગટ થાય છે. આવી ઉક્તિઓ કાળે કરીને સર્વસ્વીકૃત બને, સમાજમાં લોકપ્રિયતા પામે, એને આપણે કહેવતો તરીકે ઓળખીએ છીએ. 'કહેવતનાં મૂળ વેદો, પુરાણો, આરણ્યકો, ઉપનિષદો, મહાભારત, કૌટિલ્યના અર્થશાસ્ત્ર, પતંજલિના મહાભાષ્ય જેવા પૌરાણિક ગ્રંથોની કથાઓમાં પણ જોવા મળે છે. કોઈપણ દેશ, પ્રદેશની કહેવતોમાં અમુક અંશે પ્રાદેશિક વિશિષ્ટતા વ્યક્ત થાય છે. જનમંડળની રહેણીકરણી, રીતરિવાજો, ઇતિહાસ, તહેવારો, વહેમો, ધાર્મિક-સામાજિક માન્યતાઓ, કૌટુંબિક બાબતો વગેરેના ઇશારા કહેવતોમાં સમાયા હોવા ઉપરાંત પ્રજાની વ્યવહારદક્ષતા, તેનું શાણપણ, તેની સભ્યતા અને સંસ્કારિતાના પણ તેમાં સંકેત મળે છે.' પરંતુ અહીં ગુજરાત પ્રદેશમાં બહુધા પ્રચલિત એવી કેટલીક કહેવતોમાં રહેલા ઐતિહાસિક તથ્યને સ્પષ્ટ કરી બિંદુમાં સિંધુ સમાવવાનો મારો આ નમ્ર પ્રયાસ છે, સમયાંતરે જીવનની પરિસ્થિતિ અને રહેણીકરણીમાં ફેરફાર થતો રહે છે અને તેથી જ કહેવતોનો માત્ર ભાષાદષ્ટિએ જ નહીં પણ ઐતિહાસિક દૃષ્ટિએ અભ્યાસ થવો જરૂરી છે. સમય, સ્થાન અને સંજોગોની દૃષ્ટિએ દુન્યવી અનુભવ અને દુન્યવી ડહાપણના નિચોડરૂપ કહેવતો માનવીને પોતાના ભૂતકાળના ભવ્ય વારસાનું ભાન કરાવે છે, અને તેથી જ તેનું ઐતિહાસિક મહત્વ પણ રહે છે. દા.ત. ‘લાડને તાડને સિદ્ધરાજે સાથે કાઢયાં' આ કહેવત સોલંકીકાળની છે જે પ્રમાણે, હકીકતમાં કુમારપાળે જૈન ધર્મ અંગીકાર કર્યા પછી માંસ, મદિરા રાજ્યમાંથી નાબૂદ કરવા પ્રયાસ કર્યા અને તાડમાંથી બનતી તાડી નશો કરાવતી હોવાથી સમગ્ર સામ્રાજ્યમાંથી તાડના ઝાડને નાબૂદ કરાવ્યા હતા. આમ આ કહેવતમાંથી તેનો સુધારાવાદી અભિગમ જાણી શકાય છે. તેવી જ રીતે અમદાવાદ શહેર વસવાના વિષયમાં કહેવત છે ‘જબ કુત્તે પે સસ્સા આય તબ બાદશાહને શહર બસાયા' તેમ જ ડબ્બે બે ને દેવ ખે” આ કહેવત સુરતથી મુંબઈ વચ્ચે સૌપ્રથમ રેલ વ્યવહાર શરૂ થયો ત્યારની છે. જાણ્યા પ્રમાણે, અમલસાડનો એક સ્ટેશન માસ્તર વેપારી પાસે માલના એક ડબ્બા દીઠ બે રૂપિયા લેતો હતો.' પરદેશી પ્રજાના આગમને પણ કેટલીક કહેવતો આપી. ઈરાનથી આવેલી મુસ્લિમ કે પારસી પ્રજાની અસર જોઈએ તો, “આંધળા આગળ આરસી ને બહેરા આગળ પારસી [પારસી = ફારસી, ન આવડે તેવી ભાષા] વળી, દરેકમાં પારસી પહેલો' તે મુજબ સૌપ્રથમ, ૧૬૦૦ - કિસ્સાએ સંજાણ લખ્યું - બહ્મન કેકોબાદ ૧૬૭૨ - અંગ્રેજ ટંકશાળમાં સિક્કા પાડવાની નોકરી કરનાર - રતનજી - ૧૭૨૪ - ઈંગ્લેન્ડ ગયેલા પ્રથમ પારસી (સુરતથી) – નવરોજી રૂસ્તમજી * કૉલેજ, વ્યારા પથિક માસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦ • ૩૧ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40