________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગાયકવાડી શાસન દરમ્યાન ગુજરાતનો વહીવટ શિવરામભાઉ કરતો હતો તે પ્રમાદી અને આળસ હોવાથી પ્રજાને જે હાડમારી સહન કરવી પડી હતી તેનો સંકેત આ પ્રમાણે સ્પષ્ટ થાય છે.
‘શિવરામ ભાઉ ગાર્દી, બે મહિનાને બાર દિ,
ચાલ્યા પછી ચાર દિ, ઊડ્યા પછી આઠ દિ.” રાજનીતિમાં દૂરંદેશિતાનો અભાવ અને પોતાને સામાપક્ષ કરતાં શ્રેષ્ઠ માનવાની નીતિ અને તેના પરિણામો દર્શાવતી કહેવત જોઈએ તો
હનોજ દેહલી દૂર અસ્ત ! (હજુ દિલ્હી દૂર છે) જે મુજબ, મુઘલવંશના રાજવી મહંમદશાહના સમયમાં ઈરાનના સમ્રાટ નાદિરશાહે દિલ્હી પર આક્રમણ કર્યું, ત્યારે ચાંદનીચોકની એક ફૂલવાળીનાં પ્રેમમાં ચકચૂર અને શરાબમાં ડૂબેલા રંગીલાને જ્યારે સમાચાર મળ્યા કે નાદિરશાહની ફોજ લાહોર પસાર કરી દિલ્હી તરફ આવી રહી છે ત્યારે એણે કહેલું- હજી દિલ્હી દૂર છે, અને અંતે તેનું પતન થયું હતું. -
“પોપાબાઈનું રાજ હોવું” આ કહેવત પ્રમાણે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને પંજાબમાં આ શાસકવિષયક ભિન્ન ભિન્ન વાતો પ્રવર્તે છે ગમે તે હોય પણ પોપાબાઈના રાજઅમલ દરમ્યાન જે ભ્રષ્ટાચાર, અરાજકતા, અને અવ્યવસ્થા ઉદ્ભવેલી તે સ્પષ્ટ થાય છે. રાજવહીવટની જેમ કેટલાક બાહોશ રાજવીઓને પણ કહેવતોમાં સ્થાન મળ્યું છે જેમ કે,
એક બાજી સબ પાજી
એક નિઝામ સબ હજામ' પેશ્વાઓમાં પહેલા બાજીરાવ અને નિઝામોમાં નિઝામ પહેલો જ શ્રેષ્ઠ હતો તેવું કહેવા માગે છે.
જબ તક નાના તબ તક પૂના મતલબ કે જ્યાં સુધી નાના ફડનવીસ છે ત્યાં સુધી જ પૂનાની જાહોજલાલી છે.
કેટલાક વાદવિવાદો તેમજ મહત્ત્વની વ્યક્તિઓના ઉદ્દગારો પણ કહેવત બને છે જેમ કે સમરકંદના બાદશાહ તૈમુરલંગ અને એક અંધ ફકીરના સંવાદો પરથી કહેવત આવી કે
“દલત અંધી હોતી હૈ” તેવું જ નિઝામુદીન ઓલિયા અને મહંમદતુઘલખના સંવાદે કહેવત આપી જેમાંથી તુગલખાબાદના સર્જન અને પતનનો સંકેત મળે છે,
“યા બસે ગુજર, યા રહે ઉજડ’ ઐતિહાસિક પ્રસંગ ગમે તે સ્થળે બનેલ હોય તે પ્રદેશની ભાષામાં ઉદ્દભવેલી ઐતિહાસિક કહેવત મૂળ સ્વરૂપે જ સર્વત્ર જોવા મળે છે. ઉદા. તરીકે
બચેંગે તો ઔર ભી લડેંગે' ઈ.સ. ૧૭૬૧માં પાણીપતની લડાઈમાં દત્તાજી શિદે અહમદશાહ અબ્દાલીની સેના સાથે લડતા લડતા ઘાયલ થઈ ઢળી પડ્યા ત્યારે મુસ્લિમ સરદારે મશ્કરી કરતાં તેમને પૂછ્યું કે હજુ લડવું છે? ત્યારે દત્તાજીએ જે જવાબ એ આપ્યો તે ઉપર પ્રમાણે કહેવતરૂપ પામ્યો. મહારાષ્ટ્રના ઇતિહાસને સ્પર્શતી અન્ય એક કહેવત જોઈએ તો,
ગઢ આલા પર સિંહ ગેલા પથિક, નૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦ - ૩૩
For Private and Personal Use Only