Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પથિક
(ઇતિહાસ-પુરાતત્ત્વનું એક માત્ર ગુજરાતી સૈમાસિક)
આદ્ય તંત્રી સ્વ. માનસંગજી બારડ
- તંત્રીમંડળ ડૉ. કે. કા. શાસ્ત્રી, ડૉ. ચિનુભાઈ નાયક,
ડૉ. ભારતીબહેન શેલત, પ્રો. સુભાષ બ્રહ્મભટ્ટ વર્ષ : ૪૦ અંક: ૧૦-૧૧-૧૨ વિ.સં.૨૦૫૬ સન ૨000 : જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર
પથિક કાર્યાલય, C/o. ભો. જે. વિદ્યાભવન, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૯
For Private and Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સ્વ. માનસંગજી બારડ સ્મારક ટ્રસ્ટ ટ્રસ્ટી-મંડળ
ડૉ. કે. કા. શાસ્ત્રી, ડૉ. ચિનુભાઈ નાયક, ડા. ભારતીબહેન શેલત, પ્રો. સુભાષ બ્રહ્મભટ્ટ
પથિક
સૂચના
પથિક દર ત્રીજા અંગ્રેજી મહિનાની ૧૫મી તારીખે પ્રસિદ્ધ થશે. પછીના ૧૫ દિવસમાં એક ન મળે તો સ્થાનિક પોસ્ટ ઑફિસમાં લેખિત ફરિયાદ કરવી અને નકલ અમને મોકલવી.
વર્ષ : ૪૦ અંક : ૧૦-૧૧-૧૨ વિ.સં.૨૦૫૬ સન ૨૦૦૦ઃ જુલાઈ-ઓગસ્ટ-સપ્ટે. પથિક સર્વોપયોગી વિચારભાવના
અનુક્રમ
સંપાદકીય
સંખારીના શ્રીનીલકંઠમહાદેવ મંદિરનું અનુગુપ્તકાલીન સેવ્ય એકમુખલિંગ
રણી પિદ્મનીની સમસ્યા
ગુજરાતનો વાગડ સાથે સંબંધ લાલદાસકૃત વીતક
શાહજાદા દરશિકોહની વ્યથા-કથા
સમાજસુધારક અને સ્વાતંત્ર્ય સેનાની લક્ષ્મીદાસ ગ્રેજી તેરસી
મુનીન્દ્ર વેણીશંકર જોશી
ડૉ. ઈશ્વરલાલ ઓઝા
પ્રા.ડૉ. એલ. ડી. જોશી ૧૧
પ્રેમાભાઈ વણકર 'વિનીત' ૩
પ્રા. પ્રદ્યુમ્ન બી. ખાચર ૯૫
સરદાર પટેલ અને ભારતીય મુસ્લિમ-૨
સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ અને સરદાર પટેલ
કેટલીક કહેવતોમાં ઇતિહાસદર્શન
ગુજરાતનો એક નવતર સત્યાગ્રહ :
મલાવ જંગલ સત્યાગ્રહ
ડૉ. જયકુમાર ર. શુક્લ
ડૉ. મબ દેસાઈ
પ્રા. પ્રફુલ્લા જે. રાવલ
પ્રા,ડૉ, ધર્મેશ સી. પંડ્યા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પથિકનું વાર્ષિક લવાજમ રૂા. ૫૦ આજીવન સભ્યપદ રૂા. ૪૦૧
છે.
છે.
૧
3
૨ ૧
૨૪
૨૮
૯૧
સૈનક સોની ૩૭
For Private and Personal Use Only
અને જ્ઞાનનું સામયિક છે. જીવનને ઊર્ધ્વગામી બનાવતાં અભ્યાસપૂર્ણ અને શિષ્ટ મૌલિક લખાણોને સ્વીકારવામાં આવે છે.
પ્રસિદ્ધ થઈ ગયેલી કૃતિને ફરી
પ્રસિદ્ધ કરવા માટે ન મોકલવાની લેખકોએ કાળજી રાખવી. કૃતિ સારા અક્ષરે શાહીથી અને કાગળની એક જ બાજુએ લખેલી હોવી જોઇએ. કૃતિમાં કોઇ અન્ય ભાષાનાં અવતરણ મૂકયાં હોય તો અનો ગુજરાતી તરજૂમાં આપવો જરૂરી છે.
કૃતિમાંના વિચારોની જવાબદારી લેખકની રહેશે.
r
પથિકમાં પ્રસિદ્ધ થતી કૃતિઓના વિચારો અભિપ્રાય સાથે તંત્રી સહમત છે એમ ન સમજવું. અસ્વીકૃત કૃતિ પાછી મેળવવા જરૂરી ટિકિટો આવી હશે તો તરત પરત કરાશે.
મ. ઓ. ડ્રાફ્ટ-પત્રો માટે લૂખો
પથિક કાર્યાલય
(૦. ભો. જે. વિદ્યાભવન, આશ્રમ રોડ,
24451916-320000
પચિક કાર્યાલય વતી મુદ્રક પ્રકાશક : પ્રો. સુભાષ બ્રહ્મભટ્ટ, C!. મો. જે. વિદ્યાભવન, એચ. કે. કૉલેજના કેમ્પસમાં, આશ્રમ રોડ, અમદાવાદ-મુદ્રણસ્યા : ક્રિષ્ના ગ્રાફિક્સ, ૯૬૬, નારણપુરા જૂના ગામ, અમદાવાદ-૩૮૦૦૧૩ * ફોનઃ ૭૪૯૪૩૯૩. dl. 14-3-2000
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સંપાદકીય
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પથિક મિત્રો,
પ્રતિવર્ષ ‘પથિક’ દીપાવલી પર્વ પ્રસંગે વિશેષાંક પ્રસિદ્ધ કરે છે એ બાબતે આપ સૌ સુવિદિત છો. આ નવા વર્ષનો ત્રૈમાસિક વિશેષાંક પુરાતત્ત્વ ખાતુ, ગુજરાત રાજ્યના આર્થિક સહયોગથી ડિસેમ્બર માસમાં પ્રસિદ્ધ થશે. જેમાં પુરાતત્ત્વ વિષયક નવા સંશોધનો, સ્થાપત્ય અને શિલ્પ, સિક્કા-અભિલેખ, ચિત્ર, ધર્મ, તત્ત્વજ્ઞાન તથા ઇતિહાસ વિષયક નવા સંશોધનો વગેરે અભ્યાસપૂર્ણ અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી ભાષાના લેખોનો સમાવેશ કરવામાં આવશે. પુરાતત્ત્વવિદો, સંશોધકો તથા સહુ લેખક મિત્રોને બનતી ત્વરાએ પથિક કાર્યાલય ખાતે એક માસમાં લેખો મોકલી આપવા નમ્ર વિનંતી.
પથિક પરિવાર વતી સહુ સુજ્ઞ વાચક મિત્રોને દીપાવલી પર્વની શુભકામનાઓ સાથે નૂતન વર્ષાભિનંદન.
ડૉ. ભારતી શેલત
પ્રા. સુભાષ બ્રહ્મભટ્ટ
તંત્રી
તા.ક. : પથિકનું વાર્ષિક લવાજમ રૂા. ૫૦ છે. નવા વર્ષનું લવાજમ સત્વરે મોકલી આપવા વિનંતી.
પથિક♦ ત્રૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦ ૨૦
For Private and Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંખારીના શ્રીનીલકંઠમહાદેવ મંદિરનું અનુગુપ્તકાલીન સેવ્ય એકમુખલિંગ
મુનીન્દ્ર વેણીશંકર જોશી
ભગવાન શિવની અર્ચા બે પ્રકારે પ્રતિમા અને લિંગ સ્વરૂપે-કરવામાં આવે છે લિંગપૂજાનો પ્રચાર વેદકાળે અનાર્યોમાં પ્રચલિ હતો, પરંતુ ત્યારબાદ તે પ્રથા આર્યોએ પ અપનાવી. લિંગપૂજાની શરૂઆત ક્યારથી થ તે માટે સીધા ઐતિહાસિક પ્રમાણો મળ નથી. ઋગ્વેદમાં લિંગને શિશ્નદેવ તરી સંબોધેલું છે.
પ્રકારની દૃષ્ટિએ શિવલિંગન મુખ્યત્વે બે પ્રકાર ચલ અને અચલ છે. ઉપરાંત દ્રવ્યભેદથી તેના પણ પેટાપ્રકારોનાં વર્ણન શિલ્પગ્રંથોમાં મળે છે. જે પૈકી માનુષલિંગન પેટા પ્રકારોમાં મુખલિંગનો સમાવેશ થાય છે. માનુષર્લિંગના રુદ્ર ભાગમાં શિવનું મુખ્ કંડારવાથી મુખલિંગ બને છે. આવા એકર્થ પાંચ મુખ કંડારી શકાય છે. વધુમાં તે દરેકન નામ, વર્ણ, સ્વરૂપ વગેરેના વર્ણનો તૈત્તિરીય આરણ્યક (૧૦.૪૩.૪૭), લિંગપુરાણ (૨.૧૪.૬.૧૦), વિષ્ણુધર્મોત્તર, અગ્નિપુરાણ (૩૦૪.૨૫), કારણાગમ,રૂપમંડ
(અ.૪.૯૪), રૂપાવતાર વગેરેમાં મળે છે. જે મુજબ એક મુખલિંગ બનાવવા માટે મુખ સંમુખ બનાવવું અને તે પૂર્વાભિમુખ સ્થાપવાનું જણાવેલ છે. જે મુજબ કે કુંકુમ જેવા લાલવર્ણના અને ત્રિનેત્રવાળા, માછલીના આકારના કુંડળોવાળા, જટામાં અર્ધચન્દ્રવાળા એવા પૂર્વમુખના તત્પુરુષ જણાવેલ છે. તત્પુરુષ એ મહાદેવનું સૂચક અને પ્રકૃતિનું પ્રતીક છે. અર્ધાર મહત્ કહેતાં બુદ્ધિનું, વામદેવ અહંકારનું, સદ્યોજાત માનસનું પ્રતીક છે (લિંગપુરાણ ૨,૧૪.૬.૧૦). વિષ્ણુધર્મોત્તરમાં મળતાં વર્ણનો મુજબ સઘોજાત નંદી સમકક્ષ, વામદેવનું મુખ ઉમા જેવું, અઘોરનું રૂપ ભૈરવ જેવું અને તત્પુરુષનું મહાદેવ જેવું, ઇશાન શિવસ્વરૂપ છે. અગ્નિપુરાણમાં તત્પુરુષ માટે સફેદ અને સઘોજાત માટે પીળો રંગ સૂચવેલ મળે છે (અગ્નિપુરાણ ૩૦૪.૨૫).
પુરાતત્ત્વ વિભાગ, ગુજરાત રાજ્ય, દાહોદ
ગુજરાતમાંથી હાલ પ્રાપ્ત ઈસુની શરૂઆતની સદીઓના નોંધપાત્ર મુખલિંગોમાં ભરૂચ, ખેડબ્રહ્માના ક્ષત્રપકાલીન મુખલિંગ, શામળાજી મુકામે કાશીવિશ્વેશ્વર મહાદેવનું સેવ્ય ગુપ્તકાલીન એક મુખલિંગ, વડનગર મુકામે ઘાસકોળ દરવાજા બહાર ખેતરમાંથી નીકળેલ પાંચમી સદીનું એકમુખલિંગ, હિંમતનગર પાસે હાથરોલ મુકામે શિવમંદિરમાં આવેલ ભગ્ન ચતુર્મુખલિંગ વગેરે નોંધપાત્ર છે.
અત્રે ચર્ચિત એક મુખલિંગ પાટણ તાલુકાના ગામોની મોજણી દરમ્યાન સંખારી ગામે આવેલ શ્રી નીલકંઠ
પથિક♦ ત્રૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦ ૦ ૧
For Private and Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાદેવના ગર્ભગૃહમાં સેવ્યક્લિંગ તરીકે જોવા મળેલ. આ મુખલિંગની જલાધારીનો ભાગ ખાડા સ્વરૂપમાં હોઈ અને મુખલિંગ ખાડામાં હોઈ મુખલિંગનું શિલ્પકલાની દૃષ્ટિએ સંપૂર્ણ અવલોકન થઈ શકે તેમ નથી. ઉપરાંત કાલબળ અને ખર્ચાને કારણે પણ ઘસારો લાગેલ છે. મુખલિંગ શ્યામવર્ણનું છે. લિંગના રુદ્રભાગે મધ્યમાં શિવમુખ કંડારેલ છે. જ્યારે લૅંગનો શિરોભાગ નળાકાર છે. લિંગનું માપ ઊંચાઈ : ૦.૩૪ સે.મી. અને ઘેરાવો ૦.૨૪ સે.મી. છે. દેવે બન્ને કાનમાં વલય કુંડળ ધારણ કરેલ છે. મસ્તક પરનો જટાભાર અલંકૃત છે. જટાલટોને ગૂંથીને બન્ને છેડા પર અર્ધલંબવૃત્ત કે પર્ણઘાટ આપેલ છે. જ્યારે મધ્યની જટાલટોને ઊભી હારમાં દર્શાવેલ છે. જેમાં નીચે મધ્યભાગે મસ્તિષ્કાભરણ હોવાનું જણાય છે. દેવનાં વિસ્ફારિતનેત્ર નોંધપાત્ર છે. નાક, હોઠ તથા મુખભાગ ઘસાયેલ છે. ગળામાં મધ્યમાં પદયુક્ત પ્રાચીન શૈલીની માળા ધારણ કરેલ છે.
સમયાંકન
અત્રે ચર્ચિત મુખલિંગની શૈલી-ખાસ કરીને નેત્રો તથા કેશવિન્યાસ, મસ્તિષ્કાભરણ મહદ્અંશે શામળાજી મુકામે આવેલ કાશી વિશ્વેશ્વર મહાદેવના સેવ્ય એક મુખલિંગને મળતી છે. શામળાજીનું મુખલિંગ પારેવા પથ્થરમાંથી કંડારેલ અને ઈસુની પમી સદીનું છે. ઉપરાંત ખુલ્લાં વિસ્ફારિત નેત્રો પણ સામ્ય ધરાવે છે. જ્યારે જટામુકુટની શૈલી પાછળના સમયમાં પણ ચાલુ હોવાનું ઉત્તર ગુજરાતમાંથી પ્રાપ્ત બ્રહ્માણીની ઈસુની ૬ઠ્ઠી-૭મી સદીની પ્રતિમા તેમજ અમદાવાદમાં (સ્વ.) શ્રી વસંત ગુોના સંગ્રહમાંની કુબેરની ઈસુની ૮મી સદીની પ્રતિમામાં પણ જોવા મળે છે. સંખારીના એકમુખલિંગમાં જોવા મળતા જટાભારની શૈલીના કંઈક પ્રાચીન સ્વરૂપના દર્શન શામળાજીની ભગવાન શિવની ઊભા સ્વરૂપની પ્રતિમાના જટામુકુટમાં થાય છે.” આ પ્રતિમાને ઈસુની પમી સદીમાં મૂકવામાં આવેલ છે. જેમાં મધ્યની જટાલટોને ઊભી અને તેની બન્ને તરફની જટાલટો લંબવૃત્તઘાટમાં કંઈક છૂટી દર્શાવેલ છે. જે સંખારીના એકમુખલિંગમાં સંકીર્ણ બને છે. આમ છતાં સંખારીનું એક મુખલિંગ તેની ઘણી બધી વિગતો અસ્પષ્ટ હોવા છતાં તેની શૈલીના આધારે ઈસુની ૫મી સદીના અંતમાં કે ૬ ઠ્ઠી સદીમાં મૂકી શકાય.
પાદટીપ
૧. દવે, ક.ભા., ગૂજરાતનું મૂર્તિવિધાન", પૃ.૨૪૪
૨.
(ડૉ.) અમીન, જે.પી., “ગુજરાતનું શૈવ મૂર્તિવિધાન", પૃ. ૧૧, ૧૯
* Parekh, V.S., “Ekmukhlinga-Samalaji", Journal of Oricntal Institute, Baroda, Vol. XXXII, March-June,' 1984, Nos. 3-4, p. 329
(Dr.) Shah, U.P., Sculptures From,Samalaji and Roda", Bulletin of the Baroda Museum and Picture Gallery, Vol. XIII (Special Number), 1960, Pl. 1 & 18
ફોટોગ્રાફ સૌજન્ય : પુરાતત્ત્વ ખાતું, ગુજરાત સરકાર
પથિક ત્રૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦ ૦ ૨
•
For Private and Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાણી પદ્મિનીની સમસ્યા
ડૉ. ઈશ્વરલાલ ઓઝા* મધ્યકાલીન ભારતના ઇતિહાસમાં મેવાડનો ગુહિલવંશ નોંધપાત્ર સ્થાન ધરાવે છે. દિલ્હીમાં મુસ્લિમોનું શાસન સ્થપાયું ત્યારે મેવાડે ગુહિલોના નેતૃત્વ તળે ગુજરાતની ધૂંસરી ફગાવી દીધી અને જ્યારે મેવાડની ગાદીએ રાણા રતનસિંહ આવ્યો ત્યારે દિલ્હીમાં રાજકીય પરિસ્થિતિ પલટાઈ ગઈ હતી, ત્યાં મામલૂક વંશને સ્થાને ખલજી વંશની સ્થાપના થઈ હતી અને મેવાડના પડોશી રણથંભોર પર સુલતાન જલાલુદ્દીન ખલજીએ આક્રમણ કરેલું. અલબત્ત તેને ત્યાં નિષ્ફળતા મળેલી. પરંતુ તેનો ભત્રીજો અલાઉદીન અત્યંત મહત્ત્વાકાંક્ષી હતો. પરિણામે મેવાડ તેની બાજ નજરમાંથી બચી શકે તેમ નહોતું. આમ અલાઉદીને જયારે ચિતોડ પર આક્રમણ કર્યું ત્યારે ગુહિલ વંશનો રાણો રતનસિંહ મેવાડનો શાસક હતો. ૨૮ મી જાન્યુઆરી, ૧૩૦૩ના રોજ પ્રારંભ કરાયેલ આ આક્રમણ વખતે ખલજીઓના વિશાળ લશ્કરની સાથે કવિ અને ઇતિહાસકાર અમીર ખુશરો પણ હતો. જેણે આ આક્રમણ તથા ચિતોડના ઘેરાનો અહેવાલ આલેખ્યો છે.
આક્રમણનું અંતિમ પરિણામ : અલાઉદીનના આ ચિતોડ આક્રમણના અંતે તમામ રાજપૂતો ખપી ગયા. તેથી યુદ્ધના અંતિમ ચરણમાં કિલ્લામાંની રાજપૂત મહિલાઓએ જાહેર કર્યું. કર્નલ ટોડ આ હૃદયદ્રાવક ઘટનાનું વર્ણન આપે છે. મહારાણી પદ્મિનીના નેતૃત્વ તળે અનેક સુંદરીઓએ પોતાના દેહને અગ્નિને સમર્પિત કર્યો. મેવાડના રાણા રતનસિંહના અંતિમ જીવન વિશે સમકાલીન ઇતિહાસકારોમાં મતમતાંતર પ્રવર્તે છે. નૈણસિંહ પોતાની વાતમાં નોંધે છે કે રતનસિંહ અલાઉદીન સાથે લડતા મરાયો. જ્યારે કર્નલ ટૉડ યુદ્ધના મેદાન પર તેણે છેલ્લા શ્વાસ ૯ જણાવે છે. ઈસામી અને ખુસ રતનસિંહ જીવતો પકડાયો અને પાછળથી તેને મારી નાખવામાં આવ્યો તેવું નોંધ છે. જૈન રચના “નાભિનંદનોદ્વાર પ્રબંધ” જણાવે છે કે અલાઉદ્દીને ચિત્રકૂટના અધિપતિને પકડ્યો અને તેની તમામ સંપત્તિ જપ્ત કરી. નાહર જતમલની રચના ગોરાબાવલ ચોપાઈ પણ કક્કસૂરિના ઉપરોક્ત સૂરમાં સૂર પુરાવે છે કે “અલાઉદીને રતનસિંહને કેદ કર્યો અને તેની સાથે કર વર્તાવ કર્યો.” આમ ઉપર પ્રમાણે સમકાલીન લેખકોનાં વિરોધાભાસી વૃતાંતોમાંથી રતનસિંહના છેલ્લા દિવસો વિશે યથાર્થ માહિતી મળતી નથી. . .
રાણી પદ્મિનીની સમસ્યા છે. જે રીતે રાણા રતનસિંહની અંતિમ સ્થિતિનો ખ્યાલ આવતો નથી તેવી સ્થિતિ તેની રાણી પદ્મિનીની અંતિમ સ્થિતિ વિશે છે. સમકાલીન મુસ્લિમ તવારીખકારો તથા અન્ય વૃત્તાંત નિવેદકોએ પતિની વિશે વિરોધાભાસી ચિત્રણ રજૂ કરતાં અલાઉદ્દીન ખલજીના ચિતોડ પરના આક્રમણની ઐતિહાસિક ઘટનામાં પદ્મિનીના જીવન વૃત્તાંતને રસિક કન્યા જેવો વળાંક મળી ગયો. પરિણામે આ કથાતત્ત્વને એ કાલના મોટાભાગના સમકાલીન તવારીખકારો તથા સાહિત્યકારોએ પણ પોતાની રચનાઓમાં સ્થાન આપ્યું. આ પ્રકારના વલણને કારણે રાણા રતનસિંહની આ સુંદરી અને મહારાણી ચિતોડ-મેવાડના ઇતિહાસનું અખિલ ભારતીય સ્તરનું પાત્ર બની ગઈ. આમ તો દિલ્હીનો બળવાન સુલતાન અલાઉદીન સામ્રાજ્યપાત્ર હતો અને ચિતોડ તેનો સ્વાભાવિક શિકાર હતો. છતાંય તેના ચિતોડ પરના આક્રમણનાં અનેક કારણોમાં આ સુંદરીને પામવાની તેની આંધળી તેમજ પ્રબળ ઇચ્છાને પણ એક કારણ ગણવામાં આવે છે. આને પરિણામે આ સમગ્ર ઘટના ગૂંચવાઈ ગઈ. સમકાલીન લેખકોમાં ત્રણ સમકાલીનો ઘણા મહત્ત્વના છે. પદ્મિની વિશે તેઓ જે વૃત્તાંત અહેવાલ આલેખે છે તે આ પ્રમાણે છે.
મલિક મુહમ્મદ જાયસીનું વૃત્તાંત : ઈ.સ. ૧૫૦૪ આસપાસ રચવામાં આવેલ “પદ્માવત” નામના કાવ્યગ્રંથને કારણે મલિક મુહમ્મદ જાયસી સમગ્ર ભારતમાં વિખ્યાત છે. આ કાવ્યમાં કેટલીક ઐતિહાસિક ઘટનાઓને પણ તેણે આવરી લીધી છે. તેમાં તેણે અલાઉદ્દીનના ચિતોડ પરના આક્રમણનો અહેવાલ રોચક રીતે આલેખ્યો છે.
* પરિભ્રમ, હરેશ્વર મહાદેવની પોળ, મોડાસી ચપટા, વિસનગર - ૩૮૪૩૧૫
પથિક સૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૩
} .
For Private and Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અલાઉદ્દીને ચિતોડ પર આક્રમણ કર્યું તેનાં કારણોની ચર્ચા કરતાં તે મુખ્ય કારણ ‘ચિતોડના રાજાની અતિ સુંદર રાણી પદ્માવતીને પ્રાપ્ત કરવાનું” આપ્યું છે.
જાયસીના દર્શાવ્યા પ્રમાણે મેવાડની આ પદ્માવતી કે પદ્મીની કોઈ ભારતીય શાસકની નહિ પરંતુ શ્રીલંકાના શાસકની કુંવરી હતી. મેવાડના રતનસિંહના કાને તેના સૌંદર્યની વાત આવતાં તેને પામવાના ઉદ્દેશથી રતનસિંહ શ્રીલંકા આવ્યો અને બાર વર્ષ સુધી ત્યાં પડ્યો રહ્યો. છેવટે તેણે પદ્મિનીને પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી. આ ઘટનાનું કથાત્મક વૃત્તાંત જાયસીએ પોતાના આ મહાકાવ્યના પ્રારંભમાં આપ્યું છે.
ચિતોડમાં પદ્મિનીને લાવ્યા પછી તેનો ચહેરો કોઈએ જોયો નહોતો. પરંતુ એક દિવસ રાઘવ નામનો ચારણ તેનો ચહેરો જોવામાં સફળ થયો અને તેને લાગ્યું કે આવી સૌંદર્યની ભરપૂર રાણી તો દિલ્હીના મહેલમાં શોભે. પરિણામે તે દિલ્હી ગયો અને રાણીના સૌંદર્યનાં મોફાટ વખાણ કર્યાં.
રાઘવ ચારણના મોએથી પદ્મિનીના સૌંદર્યનાં વખાણ સાંભળીને સુલતાન અલાઉદ્દીનને મેવાડના શાસક રતનસિંહને રાણી પદ્મિનીને અંતઃપુરમાં મોક્લી આપવાનો હુકમ કર્યો. સ્વાભાવિક છે કે આવા હુકમનો અમલ મેવાડનો મહારાણો ન કરે. જેને કારણે ચિતોડને દિલ્હી સાથે વેર બંધાયું અને અલાઉદ્દીને શાહી અપમાનનો બદલો લેવા માટે ચિતોડ પર આક્રમણ કર્યું.
ચિતોડનો કિલ્લો અભેદ્ય હોવાને કારણે આઠ વર્ષ સુધી તેને ઘેરો ઘાલવા છતાં અલાઉદ્દીન ન તો કિલ્લો સર કરી શક્યો કે રાણી પદ્મિનીને પ્રાપ્ત કરી શક્યો. પરિણામે તેણે યુક્તિનો સહારો લીધો, જે વિશ્વાસઘાતનું જ બીજુ રૂપ હતી. મલિક મુહમ્મદ જાયસી નોંધે છે કે, સુલતાને રાણાને વચન આપ્યું કે જો તે આયનાઓની હારમાળા ગોઠવીને પદ્મિનીના ફક્ત ચહેરાનાં દર્શન કરાવશે તો પોતે ચિતોડના આક્રમણને સ્થગિત કરી ઘેરો ઉઠાવીને દિલ્હી પાછો જતો રહેશે.
રાણા રતનસિંહ સુલતાનની આ ચાલમાં ફસાઈ ગયો. જો કે ગોરા અને બાદલ નામના રાણાના બે અત્યંત કુશળ અને ફૂટ નીતિજ્ઞ સેનાપતિઓએ રતનસિંહને અલાઉદ્દીનનો વિશ્વાસ નહિ કરવા સલાહ આપી. પરંતુ રાણાએ આ યોગ્ય સલાહની અવગણના કરી અને સુલતાનને આયનાઓ ગોઠવીને પોતાની અર્ધાંગનાનું મોં બતાવ્યું. આયનામાં સુલતાને જોયેલ પદ્મિની રાઘવ ચારણે વર્ણવેલ પદ્મિની કરતાં પણ વિશેષ સુંદર લાગી. પરિણામે સુલતાને વચન આપ્યા પ્રમાણે દિલ્હી પાછા જવાને બદલે પદ્મિનીને પ્રાપ્ત કરવાનું નક્કી કર્યું.
પોતાના સૂચિત વિશ્વાસઘાતનો રાણા રતનસિંહને અણસાર ન આવે તે માટે પદ્મિનીના મુખારવિંદના દર્શન કર્યા પછી સુલતાને બાહ્ય રીતે ચિતોડ છોડી જવાની ઇચ્છા વ્યક્ત કરી. પરિણામે ગઢના છેલ્લા દરવાજા સુધી રતનસિંહ અંગરક્ષક વિના નિર્ભય બનીને સુલતાનને વળાવવા ગયો. ત્યારે નિઃશસ્ર એવા રાણાને વિશ્વાસઘાત કરીને પકડી ફેદ કર્યો. કેદ કર્યા બાદ તેને દિલ્હી લઈ જવામાં આવ્યો.
રતનસિંહને દિલ્હી લઈ ગયા પછી જ અલાઉદ્દીનનું સાચું પ્રોત પ્રકાશ્યું. તેણે ચિતોડના સેનાપતિઓ તથા મહામાત્યને સંદેશો મોકલાવ્યો કે પદ્મિનીને જ્યાં સુધી શાહીઅંતઃપુરમાં મોકલવામાં આવશે નહિ ત્યાં સુધી રતનસિંહને કેદ મુક્ત કરવામાં આવશે નહિ.
આ બાજુ પદ્મિનીના કાર્ને રાણા પર મુસલમાનો દ્વારા ત્રાસ ગુજારવામાં આવે છે તેવા સમાચારો સતત સંભળાવા લાગ્યા. પરિણામે પોતાના પતિને હંમેશા પરમેશ્વર માનતી પદ્મિનીએ પણ અલાઉદ્દીનને તેની જ વિશ્વાસઘાતની ભાષામાં જડબાતોડ જવાબ આપવાની યોજના બનાવી. તેથી તેણે પોતાની સમગ્ર યોજના રાજ્યના સેનાપતિઓ ગોરા અને બાદલને સમજાવી.
પદ્મિનીએ દાસીના વેશે પોતાની સાથે ૧૬૦૦૦ ચુનંદા રાજપૂત યોદ્ધાઓને સાથે લીધા. પોતાના આ વિશાળ કાફ્સા સાથે પદ્મિની દિલ્હી આવી પહોંચી. તે સુલતાનને મળી અને હવે ફક્ત સુલતાનના જ છે એવો
પથિક ♦ ત્રૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦ = ૪
For Private and Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આબાદ અભિનય કર્યો. પોતે સુલતાનને સંપૂર્ણ સમર્પિત થાય તે પહેલાં છેલ્લે છેલ્લે તેણી રાણી રતનસિંહને મળવા માગે છે તેવી ઇચ્છા વ્યક્ત કરી. કામાંધ અલાઉદ્દીને લાંબો વિચાર કર્યા સિવાય પધિી હવે પોતાના સિવાય અન્ય કોઈની નથી તેમ માની તુરત જ તેને રતનસિંહને મળવાની પરવાનગી આપી દીધી.
આમ લશ્કરના ચુસ્ત ચોકી પહેરા તળે કેદમાં રહેલ રાણો, પદ્મિની અને તેના દાસી વેશે રહેલા રાજપૂત યોદ્ધાઓ વચ્ચે આવી પહોંચ્યો. આ બહાદુર અને કાબેલ યોદ્ધાઓએ રાણી પદિનીને પવનવેગી ઘોડાઓ મારફત ચિતોડ તરફ રવાના કરી દીધાં. રાજા અને રાણીના રક્ષણ માટે સ્વયં સેનાપતિ બાદલ સાથે હતો જ્યારે બીજો સેનાપતિ ગોરા અલાઉદ્દીનનું લશ્કર રાજા રાણીનો પીછો કરે ત્યારે તેની સામે ઢાલ થઈને ઊભો રહ્યો. આને કારણે સુલતાનનું લશ્કર નાસી છૂટેલાં રાજા રાણીનો પીછો કરી શક્યું નહિ કારણકે સેનાપતિ ગોરાએ દિલ્હીના લશ્કરને ઘમાસાણ યુદ્ધ આપ્યું. જેમાં સ્વયં સેનાપતિ ગોરા વીરગતિ પામ્યાં. ગોરાનું લશ્કર શાહી સેના સામે પરાસ્ત થયું ત્યાં સુધીમાં તો રાણા રતનસિંહ અને રાણી પદ્મિની છેક મેવાડની પાટનગરી ચિતોડ પહોંચી ગયાં હતાં.
બીજી બાજુ રતનસિંહ દિલ્હીમાં કેદ થતાં તેના સેનાપતિઓ ગોરા અને બાદલ સાથે રાણી પદ્મિની દિલ્હી આવી પહોંચતાં મેવાડમાં સર્જાયેલ શૂન્યાવકાશનો લાભ અસંતુષ્ટ સરદારોએ લેવાનું નક્કી કર્યું. જેમાં અંતે કુંભલગઢનો દેવપાલ સફળ થયો. તેના નેતૃત્વ તળે અસંતુષ્ટ સરદારોએ વિદ્રોહ કરીને ચિતોડનો કબજો લેવામાં સફળતા પ્રાપ્ત કરી. તેથી ચિતોડમાં પગ મૂકતાં જ રતનસિંહને આ વિદ્રોહી સામે યુદ્ધ કરવું પડ્યું અને દેવપાલને યુદ્ધમાં હણ્યો. પરંતુ, આ યુદ્ધમાં રાણા રતનસિંહને વાગેલ એક શસનો ઘા જીવલેણ સાબિત થયો અને રતનસિંહનું પણ પાછળથી મૃત્યુ થયું. મહારાણી પદ્મિની તથા બીજી રાણી નાગમતી રતનસિંહ પાછળ સતી થઈ. આ ઘટના ઘટ્યા પછી પુનઃ અલાઉદ્દીને વિશાળ લશ્કર લઈને ચિતોડ પર આક્રમણ કર્યું અને તેના પર પોતાનો વિજય ધ્વજ લહેરાવ્યો.
જાયસીના વૃત્તાંતનું પરીક્ષણ -મલિક મુહમ્મદ જાયસી દ્વારા રજૂ કરવામાં આવેલ આ વૃત્તાંત ‘પદ્માવત’નું છે અને ‘પદ્માવત’ એક કાવ્યગ્રંથ છે એ આ વૃત્તાંતના પરીક્ષણ વખતે સમક્ષ રાખવું જોઈએ. આ ભૂલ પાછળના ફારસી તવારિખકારોએ કહી હતી, તેઓ જાયસી દ્વારા રજૂ કરાયેલ વૃત્તાંતમાં સત્ય અને કલ્પનાને યથાર્થ સ્વરૂપમાં સમજી શક્યા નહોતા. પરિણામે તેમણે આ ઘટનાને કથા હોવા છતાં સાચી ઐતિહાસિક ઘટના તરીકે સ્વીકારીને પોતાની રચના કરી. ફિરસ્તા તથા હાજી ઉદબીર જેવા તવારિખકારો પણ આ ભૂલ કરી બેઠા છે તે ભૂલવું જોઈએ નહિ.
મલિક મુહમ્મદ જાયસીની અતિશયોક્તિપૂર્ણ ગાથા તથા અવાસ્તવિક વર્ણન પરથી સ્પષ્ટ થાય છે કે પદ્માવત'માં દર્શાવેલ વિગત ઐતિહાસિક સત્ય નથી. કારણકે,
(૧) ગાદીએ આવ્યા પછી રતનસિંહ શ્રીલંકા જાય અને ત્યાં બાર વર્ષ રહે એ શક્ય નથી. કારણકે અલાઉદ્દીને તેના રાજ્યારોહણ પછી તરત જ ચિતોડ પર આક્રમણ કર્યું હતું. વળી ભારતીય લેખકો માટે બારનો આકડો પ્રિય હતો. સિદ્ધરાજ જૂનાગઢને પણ બાર વર્ષ ઘેરો ઘાલ્યો હતો. અને ધારાનગરીનો ઘેરો પણ બાર વર્ષ જ ચાલ્યો હતો. પાંડવો પણ બાર વર્ષ વનવાસ રહ્યા હતા.
(૨) જ્યારે ચિતોડમાં રાજા રતનસિંહનું શાસન હતું ત્યારે શ્રીલંકામાં રાજા પરાક્રમ બાહુ ચોથો શાસન કરતો હતો. ‘પદ્માવત’માં મલિક મુહમ્મદ જાયસી તેનું નામ ગોવર્ધન આપે છે અને કર્નલ ટોંડે એ સમયે શ્રીલંકામાં રાજા હમીરને શાસન કરતો દર્શાવ્યો છે.
(૩) આ ઉપરાંત જાયસી અલાઉદીન અને રાણા રતનસિંહ વચ્ચે આઠ વર્ષ યુદ્ધ ચાલ્યું તેમ નોંધે છે. યુદ્ધનાં વર્ષનો આટલો મોટો આંકડો કોઈ સમકાલીન કે અનુકાલીન લેખકે આપ્યો નથી. એ સમયની દિલ્હીની ખટપટ ભરી રાજકીય સ્થિતિનો અભ્યાસ કરતાં સ્પષ્ટ રીતે જણાઈ આવે છે કે, આટલા લાંબા સમય માટે દિલ્હીમાં અલ ગેરહાજર રહેવાનું પોષાય તેમ નહોતું. આને કારણે તે ગુજરાત પરના આક્રમણ વખતે સતનતના લશ્કર સાથે નહોતો અને દક્ષિણ ભારતના સમગ્ર અભિયાનની જવાબદારી મલિક કાફૂર પર લાદી હતી.
પથિક • સૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦ ૦૫
For Private and Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪) વળી જાયસી ચિતોડ પરના આક્રમણનું કારણ સ્પષ્ટ રીતે રાણી પદ્મિનીની પ્રાપ્તિનું આપે છે. જ્યારે તેના સમકાલીનો ફિરીસ્તા અને હાજી ઉદ્દબીર તેમ જણાવતા નથી. અલાઉદ્દીન જેવો સામ્રાજ્યવાદી મહત્ત્વાકાંક્ષાઓથી ભરેલો સુલતાન ફક્ત પદ્મિની જેવી એક સુંદરીને પ્રાપ્ત કરવા માટે રાજપૂતો સામે દુશ્મનાવટ વ્હોરી લે એ શક્ય નથી. ફિરીસ્તાનું વૃત્તાંત :- ફીરીસ્તાએ પોતાની તવારીખમાં ચિતોડની ઘટનાનો બે જગ્યાએ ઉલ્લેખ કર્યો છે. જેમાં એક જગ્યાએ તો તે આ પ્રસંગને ટુંકાણમાં પતાવી નાખે છે. તેના જણાવ્યા પ્રમાણે અલાઉદ્દીને છ મહિનાના ઘેરાને અંતે ચિતોડ જીત્યું અને પોતાના યુવરાજ ખીજરખાનને સુપરત કર્યું. આ સિવાય તે આ સ્થળે અન્ય કોઈ વિગત આપતો નથી. તેણે પોતાના આ વૃત્તાંતમાં ક્યાંય ચિતોડના એ વખતના શાસકનું નામ પણ આપ્યું નથી.
બીજી જગ્યાએ ફીરીસ્તા રાણી પદ્મિનીની ઘટનાઓ મલિક મુહમ્મદ જાયસી કરતાં જુદી જ રીતે ઉલ્લેખ કરે છે. તેના જણાવ્યા પ્રમાણે અલાઉદ્દીને ચિતોડ સાથે યુદ્ધ કરી તેનાં શાસક રાણા રતનસિંહને હરાવીને કેદ કર્યો. રાણાએ સુલતાનની કેદમાંથી છૂટવા માટે અનેક ષડયંત્રો કર્યાં પરંતુ તેને સફળતા મળી નહિ.
દરમ્યાન સ્વયં સુલતાન અલાઉદ્દીનને એવી માહિતી મળી કે રાણા રતનસિંહના અંતઃપુરમાં રાણી પદ્મિની નામની એક સૌંદર્યવતી રાણી છે. તેના સૌંદર્યનાં વખાણ સાંભળીને સ્વયં સુલતાન તેને પામવા માટે તલપાપડ બની ગયો. અને તેણે જ રાણા રતનસિંહ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો કે જો તે પોતાની રાણી પદ્મિનીને શાહી હરમમાં મોકલે તો તેને કેદ મુક્ત કરવામાં આવશે. આ દરખાસ્ત રાણાએ સ્વીકારી લીધી અને તે પદ્મિનીને દિલ્હીના શાસકના અંતઃપુરમાં મોકલવાને સંમત થયો.
યોજના પ્રમાણે રાણાએ ચિતોડ પદ્મિનીને દિલ્હી આવવા સંદેશ મોકલ્યો. પરંતુ મેવાડના સરદારો સિસોદિયા કુળને કલંક લગાવે તેવી આ દરખાસ્ત સાથે સંમત થયા નહિ. પરિણામે આ પ્રકારની ગુહિલ કુળને કલંક લગાડે તેવી અપમાનજનક ઘટના ન બને તે માટે સ્વયં પદ્મિનીને જ ઝેર આપીને મારી નાખવાનું નક્કી થયું.
આ બાજુ ચિતોડમાં પદ્મિનીને આ રીતે મારી નાખવાની યોજના ઘડાતી હતી ત્યારે રતનસિંહની જ એક અન્ય રાણીની રાજકુમારીના કાને આ વાત આવી તેથી તેણે પોતાની ઓરમાન માની હત્યાની યોજનાનો વિરોધ કર્યો અને તેણીએ જાતે જ પોતાના પિતાને કેદ મુક્ત કરવાનું બીડુ ઝડપ્યું. ત્યારબાદ જાયસીએ આપેલ વૃત્તાંત પ્રમાણે પદ્મિનીની જગ્યાએ આ રાજકુમારીએ દાસી સ્વરૂપે યોદ્ધાઓને સુલતાનના મહેલમાં ઘુરાડીને પોતાના પિતા તેમજ ચિતોડના રાણા રતનસિંહને કેદમુક્ત કર્યો.
રાણા રતનસિંહના કેદમુક્ત થયા પછીનો ફિરીસ્તાનો અહેવાલ જાયસી કરતાં જુદો પડે છે. તેના નોંધ્યા પ્રમાણે દિલ્હી પરત આવ્યા પછી રાણાએ પોતાના રાજ્યનો મુસલમાનોએ જીતેલો પ્રદેશ ફરીથી જીતવાનો પ્રારંભ કર્યો. ચિતોડના સૂબા અને પાટવી કુવર ખીજરખાનને તેણે એવું વિનાશક યુદ્ધ આપ્યું કે સ્વયં અલાઉદ્દીનને ચિતોડ ખાલી કરીને દિલ્હી આવી જવાનો આદેશ પોતાનાં શાહજાદા ખીજરખાનને આપવો પડ્યો. તુર્કોએ ચિતોડ ખાલી કર્યા પછી રજપૂતોમાં ફૂટ પડાવવા માટે ચિતોડનો કબજો રાણા રતનસિંહના એક ભાણેજને સોંપવામાં આવ્યો.
ફીરીસ્તાના મતનું પરીક્ષણ :- મલિક મુહમ્મદ જાયસીએ પદ્માવતની રચના કરી ત્યારબાદ છેક સીતેર વર્ષ પછી ફીરીસ્તાએ ઉપર ચર્ચિત વૃત્તાંત આલેખ્યું છે. તેથી તેને લગભગ સમકાલીન ગણી શકીએ. આમ છતાં જાયસી અને તેની વચ્ચે ઘણો જ વિરોધાભાસ છે અને તે અનેક ખામીઓ અને દેખીતી અપૂર્ણતાથી ભરપૂર છે. ઉદાહરણ તરીકે (૧) ચિતોડની ઘટનાનું વર્ણન કેન્દ્રસ્થાને હોવા છતાં તે ક્યાંય ચિતોડના શાસકનું નામ જ આપતો નથી. આમ બનવાનું કારણ એ છે કે, ફિરીસ્તા જાયસીને બદલે અમીર ખુસરોને અનુસર્યો છે અને અમીર ખુસરોએ પણ પોતાની રચનામાં ચિતોડના શાસકનું નામ લખ્યું નથી.
(૨) ફીરીસ્તાના લખાણની બીજી મહત્ત્વની ખામી એ છે કે તે ચિતોડનો રાજા કઈ રીતે દિલ્હીના સુલતાનની જડબેસલાક કેદમાંથી ફરાર થયો એની વિગતો આપે છે. પરંતુ પદ્મિની ચિતોડના રાણાની પત્ની હતી
પથિક ♦ ત્રૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦ + ૬
For Private and Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે દીકરી તેનો તેને ખ્યાલ હોય તેમ લાગતું નથી. કારણ કે તેણે “રાજાઓની મહિલાઓમાં એક પદ્મિની નામની સ્ત્રી પણ છે” એ પ્રકારનું વિધાન કર્યું છે. વળી ક્યાંક રાજા સાથેનો તેનો સંબંધ સ્પષ્ટ કરવા માટે “રાયની દીકરી” કે “ઝન” જેવો શબ્દ પ્રયોગ કરે છે.
(૩) દિલ્હીથી કેદ મુક્ત થઈને પરત આવ્યા પછી રાણાએ બજાવેલ કામગીરીનું વૃત્તાંત પણ યથાર્થ હોય તેમ લાગતું નથી. ફક્ત ખીજરખાનને ચિતોડ છોડીને દિલ્હી પરત આવવું પડ્યું એટલી વાત સાચી છે. આમ છતાં ખીજરખાને ચિતોડ ખાલી કર્યાનું તે જે વર્ષ આપે છે તે પણ બરાબર નથી.
હાજી ઉદ્દબીરનું વૃત્તાંત :- હાજી ઉદ્દબીર પોતાના અરબી ઇતિહાસમાં પદ્મિનીની આ ઘટનાનો ઉલ્લેખ કરે છે. તેનું આ વૃત્તાંત પણ પદ્માવતની રચના પછી ૮૦ વર્ષે લખાયેલું છે. પરિણામે તેના અહેવાલમાં વિવિધતા વિશેષ છે. આ ગ્રંથની બે પ્રતો મળે છે. તેમાં પ્રથમ પ્રતમાં તે પદ્મિનીનું નામ આપતો નથી પરંતુ અધ્યાહાર તરીકે ચિતોડનાં રાણાની પત્ની એવો શબ્દ પ્રયોજે છે. જ્યારે બીજી પ્રતમાં વિશેષ વિગત છે જે પદ્માવતને લગભગ મળતી જ છે. તફાવત ફક્ત એટલો છે કે અહીયાં દાસી સ્વરૂપે ૨૫૦૦૦ યોદ્ધાઓ રાજા અને અલાઉદ્દીન મુક્તિની શરતને નક્કી કરવા મંત્રણા કરતા હતા ત્યારે આવી પહોંચે છે. અને તુર્કી સૈનિકોને હરાવી રાજાને મુક્ત કરાવવામાં સફળ થાય છે.
હાજી ઉદ્દબીર જાયસી અને ફીરીસ્તા કરતાં એક ડગલું આગળ વધીને પુનઃ ચિતોડ કબજે કરવાના અલાઉદ્દીનના નિષ્ફળ પ્રયાસોની પણ વિગત નોંધે છે. તેના જણાવ્યા પ્રમાણે સુલતાને જોયુંકે લશ્કરી બળથી ચિતોડ જીતી શકાશે નહિ તેથી તેણે રજપૂતોમાં ફાટફૂટ પડાવવા માટે રાણાનીજ એક ભાણેજને ચિતોડના સુબા તરીકે નીમી દીધી. પરંતુ સુલતાનના આ પગલાથી રજપૂતોમાં ફાટફૂટ પડવાને બદલે એક થઈ ગયા કારણ કે રાણાની ભાણેજ સુલતાનને જ પરણી હતી. તેથી રાજસ્થાનના હિન્દુ સમાજમાં તેને ધિક્કારવામાં આવતી હતી. પરિણામે રાણાની આ ભાણેજને તેના થોડા સૈનિકો સાથે હરાવીને મારી નાખવામાં આવી અને ચિતોડ પર પુનઃ હિન્દુ સમાની સ્થાપના કરાઈ.
હાજી ઉહબીરના મતનું પરીક્ષણ :- હાજી ઉદ્ધબીરનો ઉપરોક્ત અહેવાલ વાંચતાં સ્પષ્ટ થાય છે કે તે પોતાના લખાણમાં ડગલેને પગલે વિરોધ ભાષી વિગતો નોંધે છે. પોતાના સમગ્ર વૃત્તાંતમાં તે ક્યાંય રાણા રતનસિંહનું નામ આપતો નથી અને ઘટનાનું મુખ્યપાત્ર પદ્મિનીને પણ અસંદિગ્ધ સંદર્ભમાં રજૂ કરે છે જે વાંચતાં એવું લાગે છે કે, સ્વયં લેખકને પોતાના પરપણ વિશ્વાસ નથી.
કારણકે અલાઉદ્દીન દ્વારા પદ્મિનીની માગણી ચિતોડ જીત્યા પહેલાં કરવામાં આવી કે પછી એ બાબતમાં પણ હાજી ઉદ્બીર ચોક્કસ નથી. આ ઉપરાંત રાણાને દિલ્હીમાં તો કેટ કરવામાં આવ્યો નહોતો એ બાબત સ્પષ્ટ થાય છે. વળી તેનાં લખાણોથી બીજી એક બાબત સ્પષ્ટ થાય છે કે, લેખકના મતે ચિતોડ જીત્યા પછી પિજરખાનને ચિતોડના સુબા તરીકે નિમ્યો નહોતો પરંતુ એક રાજપુત રાજકુંવરી કે જે શાહી કરમમાં હતી તેને નીમવામાં આવી હતી.
અમીરખુસરોનું વૃત્તાંત :- અમીર ખુસરો તવારિખકાર કે ઇતિહાસકાર નહોતો. કવિ અને લેખક હોવાને કારણે પદ્મિનીની આ ઘટનાનો ઉલ્લેખ તે પોતાની સાહિત્યિક કે વિશિષ્ઠ શૈલીમાં કરેએ સ્વાભાવિક છે. તે ભારતના ઇતિહાસની આ ઘટના ઈથિયોપિયાના પ્રાચીન કાલના સમ્રાટ સોલોમન અને તેની સાથેનાં પાત્રો સૈબા, બિલાકિસ તથા હુદહુદ સાથોરૂપક પ્રયોજીને વર્ણવે છે. આ શૈલી પ્રમાણે ખુસરો સુલતાન અલાઉદ્દીનની તુલના સોલોમન સાથે કરે છે. સૈબાને ચિતોડના કિલ્લા વચ્ચે આવેલ કલ્પે છે અને પોતાની જાતને સમ્રાટના સંદેશ વાહક અર્થાત હુદહુદ નામના પક્ષી સ્વરુપે ગણે છે. આ પક્ષીએ ઇથિયોપિયાના સમ્રાટ સોલોમનને સૈલાની સુંદર રાણી બિલાકીસના બેનમૂન સૌંદર્યની વાકેફ કર્યો હતો.
વળી ખુસરો પદ્મિનીના આ પ્રસંગ સાથે સંકળાયેલું એક પાત્ર છે. તે પોતાની રચના ‘ખજાએ-ઉલ-કૃતૂહ’માં નોંધે છે કે પોતે અલાઉદ્દીને ચિતોડના કિલ્લાનો કબજો લીધો તે પહેલાં તેની સાથે કિલ્લાની અંદર ગયો હતો. તેના
પથિક ત્રૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦ ૦૭
•
For Private and Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મત મુજબ ચિત્તોડનો આ કિલ્લો એટલો બધો મજબૂત હતો કે તેમાં પક્ષી પણ પ્રવેશી શકતું નહોતું. તેના નોંધ્યા પ્રમાણે અલાઉદીન કિલ્લાની બહાર નીકળીને પોતાની છાવણીમાં ગયો ત્યારબાદ રાણાએ સરણાગતી સ્વીકારી હતી. આ ઘટના ઘટ્યા પછી અલાઉદીને વિશ્વાસઘાત કરીને ૩૦,૦૦૦ રજપૂતોને મારી નાખ્યા.
અમીર ખુસરોના મતનું પરીક્ષણ :- આગળ જોયું તેમ અમીર ખુસરો ઇતિહાસકાર નથી પરંતુ દરબારી કવિલેખક છે. પરિણામે તેના લખાણમાં સર્વ સત્ય હોય તેમ માની શકાય નહિ. તુર્ક-મુસ્લિમ હોવાને કારણે તેનામાં કેટલુંક સત્ય સહન કરવાની શક્તિ નહોતી. આને કારણે પોતાને માટે જે ઘટના અણગમતી હતી તેની તેણે નોંધ લીધી નથી. વળી અલાઉદ્દીનનું લુણ ખાનાર લેખક અલાઉદ્દીન વિરુદ્ધ ન લખી શકે તે સ્વાભાવિક છે. ઉદાહરણ તરીકે અલાઉદ્દીને પોતાના કાકાની કરેલ હત્યા, મોંગોલોએ અલાઉદ્દીનને આપેલ પરાજય, તેમણે દિલ્હીને ઘાલેલ જડબેસલાક ઘેરો... જેવી બાબતોને તેણે પોતાની આવા પ્રકારની સ્વામીભક્તિને કારણે ઉલ્લેખ ટાળ્યો છે.
વળી અમીર ખુસરોના વર્ણનને વિશેષ ઊંડાણથી વાંચીએ તો તેમાં ડગલે અને પગલે વિરોધાભાસ દેખાય છે. તેમજ લેખકનો અલાઉદ્દીન તરફનો પક્ષપાત લગભગ વાસનાની કક્ષાએ પહોંચ્યો હોય તેમ લાગે છે. પ્રો. હબીબના નોંધ્યા પ્રમાણે આ મોહને કારણે જ અમીર ખુસરો અલાઉદ્દીનની સરખામણી સમ્રાટ સોલોમન સાથે કરે છે અને તેની સૈબા ચિતોડના કિલ્લામાં રહેલી પદ્મિનીને કલ્પે છે અને ઇથિયોપિયાના આ વિખ્યાત સમ્રાટ સોલોમન પાસે તેની સુંદર પત્ની સેબાના ખબર લઈ જનાર હુદ-હુદ નામક પક્ષી તરીકે તે પોતાની જાતને ઓળખાવે છે.
ખુસરોના વર્ણન પરથી એવું સ્પષ્ટ થાય છે કે તે પોતે અને સુલતાન અલાઉદ્દીન કિલ્લો તેના હાથમાં આવ્યો તે પહેલાં પણ કિલ્લામાં જઈ આવ્યા હતા અને સુલતાન કિલ્લામાંથી પાછો ફર્યો ત્યાર બાદ જ રાણો તેના તંબુમાં આવીને તેને તાબે થયો હતો. તે પછી નિરાશ થયેલા સુલતાને ૩૦,૦૦૦ હિન્દુઓને કાપી નાખવાનો હુકમ કર્યો હતો. એટલે કે ખુસરોના ગ્રંથને ઝીણવટથી અવલોકતાં પદ્મિની સાથે સંકળાયેલ અનેક પ્રસંગોના ઉલ્લેખો તેમાંથી મળી આવે છે.
રાજસ્થાનના સુપ્રસિદ્ધ ઇતિહાસકાર શ્રી.ગૌરીશંકર ઓઝા તથા ડૉ. કે.બી.લાલ જેવા વિદ્વાનો પદ્મિનીની આ ઘટનાને અમીર ખુસરોનાં લખાણોના પરીક્ષણ પછી તદ્દન અસંભવિત તથા ઉપજાવેલી ગણે છે કારણ કે ખુસરો સ્વયં ચિતોડના ઘેરા વખતે હાજર હતો અને તેણે કિલ્લો તેમજ ઘેરાનું ઝીણવટ ભર્યું વર્ણન કરવા છતાં તે પદ્મિની વિશે કોઈ પ્રત્યક્ષ ઉલ્લેખ કરતો નથી.
આનું સાચું કારણ એ છે કે ખુસરો એક દરબારી કવિ હતો એટલે સ્વાભાવિક છે કે પોતાના સ્વામીની અપકીર્તિ થાય તેવી વિગત નોંધે નહિ. ટૂંકમાં શ્રી. ઓઝા માને છે તેમ પદ્મિનીની આ કથા પાછળથી ભાટચારણોએ ઉપજાવી કાઢેલ છે અને તેનું પ્રેરણા સ્થાન ઈ.સ. ૧૫૪૦માં મલિક મુહમ્મદ જાયસીએ લખેલ હિન્દી કાવ્ય ‘પદ્માવત’છે. તેણે આપેલી કાલ્પનિક કથાને પાછળથી ભાટ, ચારણો તથા ઇતિહાસકારોએ સાચી માની લીધી છે, જ્યારે પ્રો. દેવેન્દ્ર ભટ્ટ આના કરતાં સહેજ વિપરિત ભાષામાં નોંધે છે કે મલિક મુહમ્મદ જાયસી પાસેથી ઇતિહાસકારોએ આ કથા મેળવી તેમ કહેવા કરતાં જાયસીએ પોતાના ‘પદ્માવત' માટેની કથા વસ્તુ અમીરખુસરોના “ખજા-એ-ઉલ-ફુતૂહ’'માંથી મેળવી હતી અને તેના પર ક્લ્પનાના રંગ ચઢાવ્યા હતા તેમ કહેવું વિશેષ યોગ્ય ગણાશે.
વિવિધ મતોની સમીક્ષા - આમ આપણે મલિક મુહમ્મદ જાયસી, ફીરીસ્તા અને હાજી ઉદ્દબીરનું પદ્મિની વિષયક વૃત્તાંત જોયું. તેમના ઉપરાંત પાછળથી અનેક ફારસી તવારીખકારો, ભાટો, ચારણો, ગઢવીઓ, બારોટો અને અન્ય ઇતિહાસ તેમજ સાહિત્યકારોએ આ વિષય પર લખ્યું છે. આ તમામ વૃત્તાંતોનો અભ્યાસ કરતાં એક વાત સ્પષ્ટ રીતે તરી આવે છે કે, પ્રત્યેકના લખાણનો મૂળ આધાર મુહમ્મદ જાયસીનું પદ્માવત લાગે છે. બાંકીપુરના ગ્રંથાલયમાં સચવાયેલ ૧૮મી સદીમાં તૈયાર થયેલ કૃતિ ‘બહુલ ખ્વાઝ'માં પણ જાયસીનો ઉતારો કરવામાં લેખકો પદ્મિનીની ઘટના માટે જાયસીનો જ આધાર લેતા દેખાય છે.
પથિક ત્રૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦ ૦ ૮
•
For Private and Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહત્ત્વના વિરોધાભાસો : લગભગ તમામ લેખકોએ પદ્માવતનો આધાર લીધો હોવા છતાં પ્રત્યેકમાં આ ઘટના સંબંધે વિરોધાભાસ દેખાય છે. આવી મહત્ત્વની પારસ્પરિક વિરોધી બાબતો આ પ્રમાણે છે.
(૧) પાલખીઓની સંખ્યા : પદ્મિની સાથે દિલ્હીમાં કેટલી સંખ્યામાં પાલખીઓ મોકલવામાં આવી તેનો આંકડો પ્રત્યેક લેખક અલગ અલગ આપે છે. મલિક મુહમ્મદ જાયસી પાલખીઓની સંખ્યા ૧૬૦૦૦ની નોંધે છે જ્યારે ફીરીસ્તા આ આંકડો ૭૦૦નો અને હાજી ઉદ્દકબીર તો ફક્ત પ∞ પાલખીઓમાં છૂપા વેશે રાજપૂત યોદ્ધાઓ ગયા હતા તેમ નોંધે છે.
(૨) રાણાની કેદનું સ્થાન ઃ એ જ રીતે મેવાડના રાણાને દિલ્હીમાં કેદ કરાયો કે અન્ય સ્થળે એ બાબતમાં પણ આ લેખકો પરસ્પર વિરોધી સ્થળો બતાવે છે. મલિક મુહમ્મદ જાયસી અને ફીરીસ્તા જણાવે છે કે, રાણાને દિલ્હીમાં કેદ કરવામાં આવ્યો. જ્યારે હાજી ઉદ્દબીર તો રાણો દિલ્હી ગયો જ નથી એવું આશ્ચર્યકારક વિધાન આલેખે છે. તેના જણાવ્યા પ્રમાણે રાણાને પોતાના દેશ મેવાડમાં જ તુર્કી ચોકીદારોની પહેરા તળે કેદમાં રાખવામાં આવ્યો હતો.
(૩) પદ્મિનીનો રાણા સાથે સંબંધ : ઉપરોક્ત બે બાબતા કરતાં આ ઘટનાના મૂળાધાર જેવી બાબત પદ્મિની રાણા રતનસિંહની પત્ની હતી કે નહિ તે છે. આવી બાબતમાં પણ આ લેખકો એકમત નથી. મલિક મુહમ્મદ જાયસીના મતે પદ્મિની રતનસિંહની રાણી છે, જ્યારે ફીરીસ્તાના મતે તેણી રતનસિંહની દીકરી હતી.
(૪) પદ્મિનીની માગણી કોણે કરી ? : પદ્માવતને અનુસરનાર લગભગ મોટાભાગના લેખકો સ્પષ્ટ રીતે જણાવે છે કે, પદ્મિનીની માગણી સુલતાન અલાઉદ્દીને કરી હતી અને પદ્મિની સોંપવાની શરતે જ રાજાને મુક્ત કરાશે તેમ નક્કી થયેલું. આનાથી વિપરીત હાજી ઉદ્દબીર તો એવું નોંધે છે કે અલાઉદ્દીને પદ્મિનીની માગણી કરી જ ન હોતી પરંતુ અલાઉદ્દીનની જડબે સલાક અને યાતનાભરી કેદમાંથી છટકવા માટે સ્વયં રતનસિંહે જ પદ્મિનીના આ નાટકની સામે ચાલીને યોજના કરી અને સુલતાનને પદ્મિની સોંપવાની શરત રજૂ કરી.
પદ્માવતનો ઉદ્દેશ : આ ઘટનાના આલેખનમાં લગભગ તમામ લેખકોએ પદ્માવતનો આધાર લીધો હતો તે હકીકત છે. પરંતુ મહત્ત્વની પાયાની બાબત એ છે કે જાયસીએ આ મહાકાવ્ય રચ્યું ત્યારે તે સાચે જ પદ્મિનીનું જીવનચરિત્ર આલેખવા માગતો હતો કે કેમ ? કારણ કે અંતે તો ફિલાસૉફરની અદાથી નોંધે છે કે,
“તન ચિત્ત ઉર મન રાજા કીા,
હિય સિંઘલ બુદ્ધિ પદ્મિની ચીન્હા; રાઘવદૂત સોઈ સેતાનું,
માયા અલાઉદ્દીન સુલતાનું.”
અર્થાત્ મારી આ રચનામાં ચિતોડ શરીરનું, રાજા મનનું, શ્રીલંકા હૃદયનું, પદ્મિની સમજણનું, રાઘવ સંતાનનું અને સુલતાન અલાઉદ્દીન માયાનું પ્રતીક છે.
આમ, જાયસીના મહાકાવ્યના ઉપસંહાર રૂપ આ નોંધ પરથી સ્પષ્ટ થાય છે કે તે ઇતિહાસ તો લખવા માગતો નહોતો.
પદ્માવતનો પ્રેરણાસ્રોત : આમ, પદ્માવત એ ઇતિહાસ નથી પરંતુ સાહિત્યિક રચના-મહાકાવ્ય છે. સામાન્ય રીતે આ પ્રકારની રચનાઓ ઇતિહાસની માફક નક્કર દસ્તાવેજી સાધન સામગ્રીને આધારે તૈયાર થતી નથી. એને બદલે કલ્પના તેમજ તેને સાકાર કરતી કોઈ ઘટનામાંથી લેખક પ્રેરણા મેળવતો હોય છે. તેથી એક એવું અનુમાન કરવામાં આવે છે કે, જાયસીએ પોતાના સમયમાં જોહર વખતે અનેક યુવાન સુંદરીઓને ચિંતામાં પડતી જોઈ હતી. જેની માનસિક અસરના પરિપાકરૂપે “પદ્મિની અને તેની સાથે અનેક સુંદરીઓએ જોહર કર્યું હતું” તેવી કર્ણોપકર્ણ સાંભળેલી ઘટનાને અક્ષર દેહ આપવાનું જાયસીને સૂઝ્યું હતું. કારણ જોહરની ઘટનાએ જાયસીના મન પર ઘેરી અસર
પથિક ત્રૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦ : ૯
For Private and Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરી હતી. ટૂંકમાં ફ્રેન્ચ ક્રાંતિનો મહાસંહાર જોઈને ડીકન્સ “A Tale of Two cities” ની રચના કરી તેમ બહાદુર શાહ ગુજરાતીએ ચિતોડ પરના આક્રમણ વખતે કાળો કેર વર્તાવ્યો તે જોઈને પદ્માવતની રચના જાયસીએ કરી.
રાજસ્થાનની પ્રણાલિકાગત કથાની સમસ્યા :- વિદ્વાનોનો એક વર્ગ એવું માને છે કે, જાયસી એતો રાજસ્થાનની કોઈક પાિની જેવી પ્રણાલિકાગત દંતકથાને પોતાની આ કલ્પિત રચનાનો આધાર બનાવ્યો છે. ડો. ઇશ્વરી પ્રસાદ નોંધે છે કે, “પદ્મિનીનો પ્રસંગ મેવાડની પ્રણાલિકામાં ઘણો પ્રાચીન છે અને એક પેઢીની બીજી પેઢી સુધી સચવાતો આવ્યો છે. જો તે ફક્ત જાયસીનો સાહિત્યિક આધાર જ હોત તો સમગ્ર રાજસ્થાન વ્યાપી બહોળી પ્રસિદ્ધિ તેને મળી હોત.” તેમના આ મતનું ખંડન કરતાં ડૉ. કે.એસ.લાલ જણાવે છે કે, “પ્રણાલિકાઓ ઇતિહાસનું આધારભૂત સાધન નથી અને મેવાડની પદ્માવતીની પ્રણાલિકા કેટલી પ્રાચીન છે તેને વિશે યથાર્થ વિધાન કરવું શક્ય નથી.” જો કે આ દંતકથા મુહમ્મદ જાયસીના પદ્માવત કરતાં જૂજ હોય તો પણ તેના ઉદ્ભવનો સમય કહી શકાય તેમ નથી.
સાચી વાત તો એ છે કે ભાટચારણોનાં વત્તાતો જાયસીના પદ્માવતના રચનાકાળ પછી અક્ષરદેહ પામ્યાં છે. ફિરસ્તાની તવારીખ પણ પદ્માવત પછી લખાઈ છે. વળી ભાટ ચારણોનાં વૃત્તાંતો મેવાડની દંતકથા પર આધારિત છે કે પદ્માવત પર તે કહેવું કઠિન છે. ટૂંકમાં આ પ્રણાલિકાને કોઈ દસ્તાવેજી કે આભિલેખિક આધાર નથી તેથી તેનો ઐતિહાસિક તરીકે સ્વીકાર કરી શકાય નહિ.
મસાલા સભર વૃત્તાંતો લખવાની મનોવૃત્તિ ઃ એક વખત પદ્માવતી પ્રકારની કથા લોકોને સંભળાવવામાં આવી પછી તે હવાની માફક સમગ્ર સમાજમાં પ્રસરી ગઈ. કર્ણોપકર્ણ આગળ વધતી આ દંતકથામાં ક્રમશઃ અતિશયોક્તિ પૂર્ણ મસાલાઓ ઉમેરવામાં આવ્યા. પરિણામે એ કાલના મસાલા સભર વૃત્તાંતો લખવાના શોખીન તવારીખકારોને પદ્માવતીનો તૈયાર મસાલો મળી ગયો. પરિણામે આ કથા સમગ્ર ભારતમાં લોકપ્રિય થઈ ગઈ અને મનુકકી જેવાએ પણ પદ્માવતીનો સંબંધ અલાઉદ્દીનને બદલે મુઘલ સમ્રાટ અકબર સાથે જોડી દીધો. તેણે અકબરના ચિતોડ આક્રમણ વખતના રાજા જયમલ્લની રાણી તરીકે પદ્મિનીને રજૂ કરી એટલું જ નહિ જાયસીની માફક તેણે પણ અકબરની કેદમાંથી રાજાને પદ્મિનીના પરાક્રમ વડે જ ભગાડ્યો છે.
જો કે કેટલાક લેખકો મસાલા સભર વૃત્તાંતો લખવાના દૂષણથી મુક્ત હતા જેમાં ઝીયાઉદીન બર્જા, ઇસામી, અમીર ખુસરો, ઈબ્નબતુતા, તારીખ-ઈ-મુહમ્મદ શાહીનો કર્તા વગેરેનો સમાવેશ થાય છે. તેમણે પદ્મિનીના આ પ્રસંગને સ્પષ્ટ કર્યો નથી અને ક્યાંય પોતાની રચનામાં તેનો અછડતો ઉલ્લેખ પણ કર્યો નથી. આમાં અમીર ખુશરો તો સ્વયં ચિતોડના આ આક્રમણ વખતે અલાઉદ્દીન સાથે છે. જો ખરેખર પદ્મિનીની આ મહત્ત્વની ઘટના એ સમયે બની હોત તો તેની કલમની પકડમાંથી પદ્મિની કે રાણાના નામ સાથે આલેખાયા વિના કઈ રીતે છટકી શકે ?
- નિષ્કર્ષ આમ પદ્મિનીનો આ પ્રસંગ જે રીતે દંતકથાઓ અને જાયસીએ રજૂ કર્યો છે તે રીતનો ઐતિહાસિક નથી. વળી આ પ્રસંગ દંતકથા સ્વરૂપે રાજસ્થાનમાં ગમે તેટલો પ્રસિદ્ધ હોય તો પણ તેનો ઐતિહાસિક ઘટના તરીકે સંપૂર્ણ સ્વીકાર શક્ય નથી. આમ છતાં એટલું અવશ્ય કહી શકાય કે,
(૧) ઈ.સ. ૧૩૦૩માં સુલતાન અલાઉદ્દીને ચિતોડ પર આક્રમણ કર્યું હતું. (૨) રાજપૂતો આઠ મહિના સુધી સતત મુકાબલો કરવામાં ખપી ગયા અને
(૩) તેમના વીરગતિ પામ્યા પછીના જોહરમાં કેટલીક સ્ત્રીઓ સતી થઈ જેમાં રાણા રતનસિંહની પણ એક રાણી હતી જેને પદ્મિનીના નામે ઓળખવામાં આવી છે.
પથિક સૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦ - ૧૦
For Private and Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતનો વાગડ સાથે સંબંધ
પ્રો. ડૉ. એલ.ડી.જોશી વાગડ એક અતિ પ્રાચીન પ્રદેશ છે. આદિમાનવ અને તેના વંશજો આ પ્રદેશમાં વાસ કરતા આવ્યા છે. શક, ક્ષત્રપ, હુણ ગુપ્ત વગેરેનું આધિપત્ય અત્રે જોવામાં આવ્યું છે. ભીલ માંડલિક શાસન પણ રહ્યું છે. એક હજાર વર્ષ ઉપરાંતનો ઇતિહાસ ઉપલબ્ધ થાય છે. ઐતિહાસિક, સામાજિક અને સાંસ્કૃતિક સંબંધોથી આ પ્રદેશ ગુજરાત સાથે નાતો ધરાવતો રહેલો છે. દોઢેક હજાર વર્ષ પૂર્વે ગુજરાત અને વાગડ સમાન ભાષા-ભાષી તથા એક જ સત્તા હેઠળ રહ્યા હોવાનું જણાય છે.
વાગડ પ્રદેશ ત્રણ છે - ૧. કચ્છવાગડ ૨. ડુંગરપુર-વાંસવાડાનો વાગડ અને ૩. બીકાનેર નજીક હાંસી હિસ્સાર સુધીનો વાગડ પ્રદેશ. ૨૩.૧૫થી ૨૪.૧ ઉત્તર અક્ષાંશ અને ૭૩.૧૫ થી ૭૪.૨૫' પૂર્વદેશાન્તર વચ્ચે
યેલો ૪૦૦૦ વર્ગ મીલનો વિસ્તાર ધરાવે છે. વીસેક લાખની વસ્તી ધરાવતા આ ક્ષેત્રની ભાષા ‘વાગડી બોલી છે. વાર્બટ, વાગટ, વગડ, વૈયાગડ અને વાસ્વર જેવા નામો વિ.સં. ૧૦૩૦થી જોવા મળે છે. પૌરાણિક રાજા વેણના વંશજો આદિવાસી-મેણા-ભીલોનું અત્રે બાહુલ્ય રહ્યું છે. ભીલમાંડલિક શાસન પણ રહેલું માલુમ પડ્યું છે. આ પ્રદેશની મુખ્ય ભાષા વાગડી બોલી-નો ઉદ્દગમ અપભ્રંશથી છે. ગુજરાતી સાથે તેનો નિકટતમ સંબંધ રહેલ છે. વાગડી બોલી ગુજરાતી તથા ભીલી બોલી-ના સેતુ નું કામ કરે છે.
જ્યારે પશ્ચિમ મારવાડમાં ગુર્જર પ્રતિહારોની સત્તા હતી ત્યારે અપભ્રંશના એક વિશિષ્ટ પ્રકારનો ત્યાં વિકાસ થયો હતો. મેવાત, ટૂંઢાડીનો પ્રદેશ (જયપુર), હાડૌતીના ક્ષેત્ર (કોટ), માલવનો પ્રદેશ (માલવદેશ), નિમાડીનો ભૂભાગ (મ.પ્ર.), મેવાડ, વાગડ (સારસ્વત મંડલ) અને સૌરાષ્ટ્રમાં એક સમાન અપભ્રંશ વ્યાપક સ્વરૂપમાં બોલાતી હતી. ગુજરાતના ચાલુક્ય રાજાઓનું ઉત્તર ગુજરાત પર શાસન શરૂ થતાં પૂર્વે પશ્ચિમ મારવાડના વિશાળ પ્રદેશનું નામ ગુજરાત ગુજ્જરત્તા (સં. ગુર્જરત્રા) હતું. તે પ્રદેશની અપભ્રંશનું નામ ગૌર્જર હતું જેનો સંબંધ પંજાબની હક્ક અપભ્રંશ સાથે ઘનિષ્ટ હતો.
ચાલુક્ય રાજાઓના સમયમાં ઉત્તર ગુજરાત માટે ગુજરાત સંજ્ઞા શરૂ થઈ અને કાલાન્તરે પશ્ચિમ મારવાડની ગુજરાત સંજ્ઞા દૂર થઈ ગઈ. અને ચાલુક્ય રાજાઓના પ્રદેશ માટે રૂઢ થતી ગઈ. પરંતુ ભાષાનો સંબંધ ઉપર જણાવ્યા સઘળા પ્રદેશોમાં સમાન હતો. જો કે પ્રાન્તીય વિભાગોમાં વિભક્ત થતો ગયો. ઈ.સ.ની ૧૪મી સદીના અંત ભાગ સુધી આવી જ સ્થિતિ બની રહી હતી. તે સમયે મારવાડી, સુંઢાડી, મેવાતી, હાડૌતી, નિમાડી અને ગુજરાતી પોતપોતાના પ્રદેશોમાં મર્યાદિત થતી જતી જોવા મળે છે. ડૉ. એસ્સીતોરીએ પશ્ચિમી રાજસ્થાનના વ્યાકરણની ટિપ્પણીઓ લખી તેમાં જે સ્વરૂપ આવ્યું છે તે મારવાડી, ગુજરાતીનું સમ્મિલિત માનીને આપ્યું છે. ત્યાં ઉપર્યુક્ત ગ્રંથોમાંથી માત્ર પાંચ તત્કાલીન મારવાડીના છે અને ઓગણીસ ગુજરાતી પ્રધાન છે. અને બન્ને તે સમય સુધી ભાષા નહિ પરંતુ બોલીઓ જ હતી. બીજા પ્રદેશોમાંથી ફક્ત ટુંઢાડીનાં ગ્રંથો મળે છે. તેમાં જયપુરના પ્રદેશની સુંઢાડીનું પ્રાંતીય રૂપ સ્પષ્ટ દેખાય છે. અન્ય પ્રદેશોના ગ્રંથ જોવામાં નથી આવ્યા પરંતુ તે પ્રદેશોની બોલીઓના સ્વરૂપનું અધ્યયન કરતાં તે કાળમાં એક સ્વરૂપ હોવાનું જણાય છે. એક નામ આપવું હોય તો ગુજર-ભાખા અથવા રાજસ્થાની આપી શકાય. આ તમામ બોલીઓનું એક જ કુળ છે, જેમાં વાગડી ગુજરાતી તથા ભીલીને જોડતી કડીનું કામ કરતી અને ગુજરાતી સાથે નિકટનો નાતો ધરાવતી બોલી છે.
પ્રાચીન સમયમાં વાગડનો વિસ્તાર ઉત્તરમાં મેવાડના પારસોલા, સોમનદીના પેલે પાર ચંડાના સાંબર, મેવલના જગતગામ અને કરાવડના આઠ ગામ, છપ્પનના ઝાડોલ અને વરસાદ, ખડગના ઋષભદેવ અને પીપલી તથા નીચલી ભોમટના બાવલાવાડા; પશ્ચિમમાં ગુજરાતના ઘોડાદર (વિજયનગર), પાલ (પોલાં), ઈડર (સાબરકાંઠા)ના * ૧૧-સી, મહાવીરકૃપા સોસાયટી, ભૂયંગદેવ ચાર રસ્તા પાસે, ઘાટલોડિયા, અમદાવાદ,
પથિકનૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦ - ૧૧
For Private and Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોરી, મેઘરજ, દેવગદાઘર (શામળાજી) અને મોડાસા દક્ષિણમાં લૂણાવાડાના પાનરવાડા, કડાણાના ઢીંગલવાડા, સ્થનામૂલ સ્થ અને રાયપુર શહર (સંતરામપુર), પંચમહાલના ઝાલોદ લીમડી, માળવામાં ઝાબુઆના ઉત્તરી ભાગ અને પૂર્વમાં માળવાના સૈલાના ના ઘાંટા તથા દાહોદ-રતલામ અને પ્રતાપગઢ-દેવલિયાના કેટલાક ભાગ સુધી હતો. આજે પણ મેવાડ - માલવા - ગુજરાતના સીમાવર્તી ક્ષેત્રોના વાગડમાં જે તે મિશ્ર બોલી બોલાય છે. બસો એક વર્ષ ઉપર વાગડના લોકો આજીવિકા માટે ગુજરાતમાં આવતા તેમના માટે રેલવે સ્ટેશન રતલામ, દાહોદ તથા તલોદ હતા. ત્યાંથી ઊંટ ભાડે કરીને અગર પગપાળા પ્રવાસ કરતા હતા. તલોદથી મોડાસા થઈ મેવાડાની વાટે ડુંગરપુર અને દાહોદથી ઝાલોદ-લીમડીની વાટે વાંસવાડા જવાતું હતું. વ્યાપારિક સંબંધ પણ વાગડનો ગુજરાત સાથે જ વધારે હતો. મેવાડ સાથે વાણિજય સંબંધ કમ હતો. માળવાના ઇન્દોર રતલામ સાથે અલ્પ વહેવાર રહેતો. દાહોદ - ઝાલોદ - લીમડી, સંતરામપુર, મેઘરજ, માલપુર, મોડાસા, ઇડર હિમ્મતનગર, તલોદ (ઉત્તર ગુજરાત) સાથે વધુ સંબંધ રહેતો હતો. મહારાષ્ટ્રમાં ખાસ કરીને મુંબઈ અને ગુજરાતના અમદાવાદ, નડિયાદ, વડોદરા, સુરત વગેરે સ્થળોએ જવા આવવા માટે પણ ઉપર વર્ણવેલા માર્ગો દ્વારા જ અવરજવર થતી હતી. આર્થિક વ્યાવસાયિક સંબંધોના લીધે સામાજિક સંબંધો પણ બંધાયા-બેટી-રોટીની આપલે થઈ અને રીતિ રિવાજોનું અનુસરણ પણ થયું. ધાર્મિક લાગણીઓ પણ એક સમાન રહી. રાજનૈતિક ચેતનામાં પણ પંચમહાલના માણેકલાલ ગાંધી, અમૃતલાલ ઠક્કર બાપાના પ્રભાવથી વાગડમાં સેવાસંઘની સ્થાપના થઈ (માનગઢ કાંડ તો ઇતિહાસની ૧૮૫૭ની યાદ આપતી ઘટના છે જ). સાબરમતીના ગાંધી આશ્રમનો પ્રભાવ અને સંબંધ ડુંગરપુર અને વાંસવાડાના વાગડના કાર્યકરતાઓ સાથે પ્રેરક અને આશ્રયસ્થાન જેવો રહ્યો છે. ગુજરાતના સોલંકી અને માળવાના પરમારોનું વાગડ પર આધિપત્ય રહ્યું હોઈ સંબંધ રહેલો. ઈ.સ. ૧૫૨૯ માં વાગડના બે ભાગ થયા. મહીસાગર નદી વિભાજક રેખા બની, પૂર્વનો ભાગ વાંસવાડા રાજ્ય અને પશ્ચિમનો ભાગ ડુંગરપુર રાજ્ય બન્યો. આમ વાગડ અને ગુજરાતનો નાતો પ્રાચીનકાળથી ઘરોબો ધરાવે છે.
આઝાદીની ચળવળમાં નાગપુર, ઇન્દોર, અમદાવાદ, મુંબઈમાં વસતા વાગડવાસીઓએ હોંશભેર ભાગ લીધો અને આઝાદી પછી તો મુંબઈ, નાગપુર, સુરત, વડોદરા, અમદાવાદ વાગડવાસીઓને રોજી-રોટી પૂરી પાડે છે. મુંબઈમાં હોટલો-લૉઝો ચલાવીને વાગડવાસીઓ પોતાનું પેટ ભરે છે. મુંબઈની કોઈ ગલી કે મહોલ્લો એવો નહિ હોય કે જ્યાં વાગડવાસી ‘ભટ' નહિ હોય.
અમદાવાદમાં વાગડિયા ‘રામા' લોકો પણ મોટે ભાગે વાગડના (ક્વચિત મેવાડના પણ) પ્રવાસી લોકો છે. સુરત, વડોદરા, અમદાવાદ જેવા ગુજરાતના મોટા શહેરોમાં વાગડના રામાં લોકો તથા ફેરિયા (રદી છાપા તથા ભંગાર ભેગું કરનારા) લોકો મોટી સંખ્યામાં છે. ગુજરાત વાગડની જીવાદોરી સમાન છે. ગુજરાતની કમાઈ નહિ હોય તો કે વાગડવાસી ભુખે મરે તેવી નોબત આવે. ઉદ્યોગ ધંધા તથા મીલો-કારખાનાઓમાં મજુરી કરી પાડોશી વાગડવાસી રોજીરોટી મેળવવા ઉપરાંત ગુજરાતવાસી પણ બની ગયા છે. લાખોની સંખ્યામાં વાગડના મૂળ નિવાસી લોકો ગુજરાતમાં ઠરીઠામ થઈ ગયા છે. વેપારઉદ્યોગમાં પણ કેટલાકે ઝંપલાવ્યું છે, તો ઘણા બધા બુદ્ધિશાળીઓ નોકરી ધંધામાં પણ પરોવાયા છે. શિક્ષણક્ષેત્રમાં બી.એ., બી.એડ, થઈ નોકરીમાં પણ જોડાયા છે. ગુજરાતમાં ગુજરાતી બની વૈવાહિક સંબંધો પણ સ્થાપિત કર્યા છે. ઉત્તર ગુજરાતની રાજપૂત કન્યાઓ વાગડમાં વિશેષ પરણાવાઈ છે. નાથદ્વારાના શ્રીનાથજીના ભક્તો ગુજરાતી વિશેષ છે. દવાદારૂ અને ઇલાજ અર્થે વાગડના લોકો મોડાસા, હિમ્મતનગર, ઈડર અને અમદાવાદને પસંદ કરે છે. રેલવે તથા એસ.ટી.બસો, પ્રાઈવેટ બસો-ટ્રકોની સુલભતાને લીધે વાગડ સાથે ગુજરાતનો વેપાર વધ્યો છે. આમ આરોગ્ય, શિક્ષણ, વેપાર, સામાજિક સંબંધો તથા આધ્યાત્મિક અને ધાર્મિક બાબતોમાં પણ વાગડના લોકોનો ગુજરાત સાથે નિકટનો સંબંધ બંધાયો છે.
મોરારી બાપુ અને આશારામ બાપુનાં પ્રવચનો વાગડમાં યોજાય છે અને આશ્રમોની શાખાઓ પણ ખોલાઈ છે.
ડુંગરપુર વાંસવાડાના વાગડ ગુજરાતનો ભાગ હોવા છતાં રાજનૈતિક નકશાથી રાજસ્થાનનો ભાગ બનાવાયો છે. કારણ કે રાજવંશોનો સંબંધ મેવાડ રાજસ્થાનથી કૌટુંબિક રહેલો. વળી રાજપૂતાના પ્રદેશ કોંગ્રેસથી વાગડના પ્રજામંડલો જોડાયા હોઈ વાગડને રાજસ્થાનમાં સમાવી લેવાયો છે. પરંતુ ભાષાકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિકઆધ્યાત્મિક દૃષ્ટિએ ગુજરાતનો વાગડ સાથે ઘનિષ્ટ સંબંધ રહેલો છે.
પથિક સૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦ - ૧૨
For Private and Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાલદાસકૃત વીતક
ધરમાભાઈ વણકર ‘વિનીત’*
‘વીતક’ સાહિત્યના ઉદ્દગાતા સ્વામીશ્રી લાલદાસજી છે. જેમનું મૂળનામ લક્ષ્મણ શેઠ હતું. પોરબંદરમાં તેમનો જન્મ થયો હતો. તેમની કૌટુંબિક માહિતી સંપૂર્ણ મળતી નથી. કહેવાય છે કે પોરબંદરમાં આવેલ કીર્તિમંદિરની બાજુમાં પ્રણામી મંદિર છે. જે તેમનું મૂળ ઘર હતું. તેમનો ઠઠ્ઠાનગરમાં મોટો વેપાર હતો. તેઓ ૯૯ જહાજો ધરાવનાર પ્રખ્યાત વેપારી હતા. તેથી કાઠિયાવાડમાં એક નામાંકિત વેપારી તરીકે ઊંચી ખ્યાતિ ધરાવતા હતા. ધર્મ તરફ તેમની વિશેષ રુચિ હતી. ઈ.સ. ૧૯૭૨માં તેમનાં વેપારી જહાજો સમુદ્રના તોફાનમાં ડૂબી ગયાં. તેથી તેમના વેપારને ભારે નુકસાન થયું. ત્યારે તેમનું મન વેપારમાંથી ઊઠી ગયું. તેમની પાસે જે કંઈ સંપત્તિ હતી તે બધી જ સંપત્તિ લોકોને વહેંચી દઈ માયાવી સંસારની જવાબદારીઓમાંથી મુક્તિ લઈ પૂર્ણબ્રહ્મ પરમાત્મામાં લીન બની ગયા. તેઓ મહામતિ શ્રી પ્રાણનાથજીના ચરણોમાં સમર્પિત થઈ ગયા. તેઓ પોતેજ મહામતિ સ્વરૂપે બની ગયા. તેથી 'વીતક' ગ્રંથ પર મહામતિની છાપ છે.
ઈ.સ. ૧૬૬૭માં મહામતિ શ્રી પ્રાણનાથજી પ્રણામી સંપ્રદાયનોં પ્રચાર કરતા ઠઠ્ઠાનગરમાં પધાર્યા. તેમનું પ્રવચનવાણી સાંભળવા માનવ મહેરામણ ઊમટતો હતો. એ વાત ચતુરદાસ બ્રાહ્મણ પાસેથી તેમણે સાંભળી હતી, તેથી મહામતિ તરફ પ્રભાવિત થઈ ચતુરદાસ સાથે ધર્મસભામાં ગયા. ત્યાં મહામતિશ્રી પ્રાણનાથજીનાં દર્શન કર્યાં. ધર્મસભામાં મહામતિજીએ દિવ્ય પરમધામની વાત કરી, તો લક્ષ્મણ શેઠનાં અંતઃચક્ષુ ઊઘડી ગયાં. તેમણે મહામતિશ્રી પ્રાણનાથજી પાસેથી તારતમમંત્રની દીક્ષા લીધી ને શિષ્ય બની શ્રીકૃષ્ણ પ્રણામી ધર્મ યાને શ્રી નિજાનંદ સંપ્રદાય અંગીકાર કર્યો. પછી તો હિન્દુ ધર્મનાં અનેક રહસ્યો પ્રાપ્ત કર્યાં. પ્રારંભમાં તો પોરબંદરમાં ધર્મપ્રચાર કરતા રહ્યા. પોરબંદરમાં પૂ. ગાંધીજી અને કસ્તૂરબાના ઘરની નજીક તેમનું ઘર હતું, જે આજે પ્રણામી મંદિર તરીકે વિદ્યમાન છે. વિ.સં. ૧૭૨૯માં મહામંગલપુરી, સુરતમાં શ્રી પ્રાણનાથજીએ પોતાના ધર્મપ્રેમી સાથ સહિત ભારતમાં ધર્મપ્રચાર કરવાનો નિશ્ચય કર્યો, ત્યારે લાલદાસજી પણ ધર્મપ્રચારમાં જોડાઈને સાથે જ રહ્યા. જે અંતિમ સમય સુધી ધર્મપ્રચારમાં લીન બની રહ્યા. તેથી ‘વીતક’માં કહ્યું છે કે
લાલદાસ સંગ ચલે, ખાલી લેકે હાથ ।
નિઃશસે આખર લો, ચલે શ્રી રાજકે સાથ /
ત્યારથી લાલદાસજી શ્રી પ્રાણનાથજીના પરમધામગમન સુધી છાયાની માફક તેમની સાથે રહ્યા. બધી જ રીતે તેમનો જમણો હાથ બની રહ્યા. તેઓ વિશ્વાસપાત્ર શિષ્ય અને સાથી હતા. મહામતિજી નાની-મોટી વાતોમાં તેમની સંમતિ મેળવતા હતા.
મહામતિ શ્રી પ્રાણનાથજીએ મુઘલ બાદશાહ ઔરંગઝેબને ધર્મજ્ઞાન આપવા ધાર્મિક સત્યાગ્રહ સમયે બાર શિષ્યોને પસંદ કર્યા, જેમાં અગ્રગણ્ય ભાગ ભજવનાર લાલદાસજી હતા. ઔરંગઝેબના મૌલવીઓ અને ફકીરો સાથેની ચર્ચામાં લાલદાસજીએ ‘કયામત’ અને ‘ઇમામ મહેંદી’ અંગેના જવાબ આપી પ્રભાવિત કર્યા હતા. આમ તેઓ કુરાન ગ્રંથના પણ વિદ્વાન હતા. તેમની ધર્મચર્ચા વાણીથી વૈષ્ણવો પણ પ્રભાવિત થતા હતા. તેમણે ગોપીનાથ, સૂરચંદ, ભીમજી, પીતાંબરભાઈ, કાનજીભાઈ, લાલબાઈ વગેરેને તારતમ મંત્રની દીક્ષા આપી આત્માઓ જાગૃત કરી હતી. છત્રસાલ મહારાજાને શ્રી મહામતિ તરફ આકર્ષવા લાલદાસજી પોતે બુદેલખંડના મઉ નગરમાં ગયા હતા. ત્યારે જં શ્રી મહામતિ પ્રાણનાથજી અને મહારાજા છત્રસાલનું મિલન શક્ય બન્યું હતું.
તેમની અનેક ભાષાઓની જાણકારી તેમના સાહિત્ય સર્જનમાં દૃશ્યમાન થાય છે. સિંધી, કચ્છી, મારવાડી, ગુજરાતી, હિન્દી, વ્રજભાષા, સંસ્કૃત, ફારસી, અરબી ભાષાઓના જ્ઞાતા હતા. પરંતુ તેમના શિક્ષણ વિષેની માહિતી પ્રાપ્ત થતી નથી. તેમની રચનાઓ પ્રણામી સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે. વીતક, બડીવૃત્ત, છોટીવૃત્ત, બડામસૌદા, શ્રીમદ્ * મુ.પો. શામપુર, તા. મોડાસા (સા.કાં.)
પથિક૰ ત્રૈમાસિક - જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦ – ૧૩
For Private and Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| ભાગવત(અનુવાદ) વગેરે ગ્રંથો ઉપલબ્ધ છે. જેમાં ‘વીતક' સાહિત્ય ઉત્તમ ધાર્મિક દિવ્યગ્રંથ છે. “વીતક' શબ્દનો અર્થ વૃત્ત યા વૃત્તાન્ત થાય છે. પ્રથમવાર ખડીબોલીમાં વીતક જીવનવૃત્તનું સર્જન કરી હિન્દી સાહિત્યને વીતક સાહિત્યનો પ્રથમ ગ્રંથ મળ્યો છે. વીતક' ગ્રંથમાં માનવને પરમાત્મા સાથે અનુભૂતિ કરાવવાનું પ્રથમ ધ્યેય છે. એટલે કે આત્માને જગાવવાનું વીતક'નું ધ્યેય છે. એટલે જ ગ્રંથમાં જણાવ્યું છે –
હદ પાર બેહદ, બેહદ પાર અક્ષર ?
અસર પાર વતન, જગિયે ઈન ઘર છે શ્રી નિજાનંદ સંપ્રદાયમાં “વીતક' ગ્રંથનું વિશેષ મહત્ત્વ છે. કારણ કે જેમાં ધર્મના આદ્યસ્થાપક સગર શ્રી દેવચંદ્રજી મહારાજ અને ધર્મપ્રવર્તક શ્રી પ્રાણનાથજીના જીવનવૃત્તાંતનું વર્ણન વીતક ગ્રંથમાં છે. અહીં વીતક એટલે સંપ્રદાયનો વીતી ગયેલો વૃત્તાંત જે ઐતિહાસિક માહિતી પૂરી પાડે છે. શ્રી પ્રાણનાથજીના ધામગમનના બીજા દિવસથી સં. ૧૭પ૧ ના અષાઢ વદ ચોથના બીજા દિવસથી વીતક લેખન શરૂ કર્યું. જે ભાદરવા વદ આઠમના દિવસે પૂર્ણ થાય છે. તેથી પ્રણામી મંદિરોમાં આ સમય દરમિયાન આ ગ્રંથનું શ્રદ્ધાપૂર્વક પારાયણ થાય છે. તેના પર ચર્ચાવાણી થાય છે. જે ગ્રંથ શ્રી દેવચંદ્રજી મહારાજ અને શ્રી પ્રાણનાથજીના સિદ્ધાંતોની સનદ છે.
આ વીતક ગ્રંથમાં ૭૩ પ્રકરણ અને ૪૩૭૭ ચોપાઈઓ છે. જીવનવૃત્તાંતો ઉપરાંત ધર્મરહસ્ય પ્રગટ થાય છે. આ ગ્રંથ સર્વધર્મસમન્વયમાં વિશ્વાસ રાખે છે. ૫૯ પ્રકરણોમાં શ્રી પ્રાણનાથજીની પન્ના (મ.પ્ર.) સુધીની ધર્મપ્રચારયાત્રા અને ધામગમનની વિગતોનું વર્ણન છે. ગ્રંથના પ્રારંભમાં મંગલાચરણમાં સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલિયુગના રાજાઓનાં નામોનો ઉલ્લેખ, મહત્ત્વપૂર્ણ ઘટનાઓ તેમજ શ્રીકૃષ્ણ, શ્રી દેવચંદ્રજી અને શ્રી પ્રાણનાથજીનું વિશેષ મહત્ત્વનું વર્ણન છે. ઐતિહાસિક ઘટનાઓ વર્ણવી છે. જામનગર પર કાબખાનું આક્રમણ, અવરંગ અને જસવંતસિંહ રાઠોડની કાબૂલ પર ચઢાઈ. પ્રાણનાથજીનું ઔરંગઝેબ સામે ધર્મયુદ્ધ રાણા પર ચઢાઈ વગેરે ઐતિહાસિક ઘટનાઓ છે. આમ વ્યક્તિઓ, પ્રસંગો અને સ્થાન જોતાં ઐતિહાસિક દૃષ્ટિએ પ્રમાણિત ગ્રંથ છે. ધાર્મિક દૃષ્ટિએ જોઈએ તો પરમધામ, વ્રજ અને રાસલીલાનું વર્ણન છે. જેથી ધર્મગ્રંથ તરીકે પૂજનીય છે. મંગલાચરણમાં ભવિષ્યપુરાણની સાક્ષી આપી છે
ભવિષ્યપુરાણ મે, રાજા કહે જુગ ચાર ?
વચન જો હૈ વ્યાસ કે, તાકો કરો વિચાર // આમ, વીતક ગ્રંથમાં ઇતિહાસનો અને અધ્યાત્મનો સંગમ થયો છે.
વીતક' ગ્રંથમાં લોકકલ્યાણ અને લોકમંગલનો સંદેશ રહ્યો છે. નવું ચૈતન્યસભર જીવન જીવવાની પ્રેરણા વીતક' ગ્રંથનો એક એક શબ્દ આપે છે. ‘વીતક' ગ્રંથ તો બ્રહ્મલીલાનું દર્પણ છે. બ્રહ્માનંદની અનુભૂતિ કરાવવા માટે પરમધામની અખંડલીલાની ઝલક આપી છે. જેમાં માનવીય શિક્ષણ અને માનવતાવાદી દષ્ટિકોણ દશ્યમાન થાય છે. જેના ચિંતન-મનનથી અને અધ્યયનથી ઉદાત્ત ભાવનાઓ પ્રગટ થાય છે. દિવ્ય પરમધામથી અવતરિત બ્રહ્માત્માઓની લીલાઓનું પ્રત્યક્ષ ને પ્રમાણિત આત્મવૃત્તાંત વ્યક્ત થાય છે.
વીતક ગ્રંથની ભાષાશૈલી બોધગમ્ય છે, અતિશયોક્તિ રહિત છે. ભાષા સરળને સહજ છે. ખડીબોલીને વ્રજભાષાના શબ્દપ્રયોગો છે. આડંબર વિનાની ભાષા છે. શબ્દોની આકર્ષકતા અને છંદબદ્ધ રચના છે. ઉપદેશાત્મક વાણી છે. જ્ઞાન અને ભક્તિનું સાહિત્ય રહ્યું છે. ચોપાઈઓ અગેય છે. જે સમગ્ર પદ્યસાહિત્ય સ્વરૂપ છે.
આજના સંઘર્ષ સભર સાંપ્રત સમયમાં ચોમેર અશાંતિ, અશિસ્તને અજંપો વર્તાય છે. ધાર્મિક મૂલ્યોનો હાસ થતો જાય છે. અપરાધવૃત્તિઓ અને ગુનાહિત કૃત્યો જેવી વિકૃતિઓ ઉપસતી જાય છે. માનવ માનવને ત્રીસ હેરાન કરે છે. શ્રદ્ધાનું શોષણ થઈ રહ્યું છે. પરસ્પરના માનવ વ્યવહારો અને સંબંધો ખંડિત બનતા જાય છે. સંસ્કૃતિમાં વિકૃતિ પેદા થઈ રહી છે. અર્પણ, તર્પણ ને સમર્પણની ભાવના લુપ્ત થતી જાય છે. અંધશ્રદ્ધાઓ, આડંબર અને અરાજકતા ફેલાતી જાય છે, ત્યારે જરૂર છે ધાર્મિક ગ્રંથોનું વાચન-ચિંતનની માનવજીવનમાં શાન્તિ, સુખ, સંપન્નતાને સલામતી. માટે આવા દિવ્યગ્રંથોનું અધ્યયન ઉપયોગીને માર્ગદર્શક બની રહે છે. “વીતક' ગ્રંથ આ દષ્ટિએ મૂલ્યવાન ગ્રંથ છે. ત્યારે વીતક ગ્રંથના ઉદગાતા સ્વામીશ્રી લાલદાસજીને કોટી કોટી પ્રણામ કરીએ. સંદર્ભ ગ્રંથ : - “વીતક' - લાલદાસકૃત ગ્રંથ.
પથિક સૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦ ૧૪
For Private and Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શાહજાદા દારાશિકોહની વ્યથા-કથા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રા. પ્રદ્યુમ્ન. બી. ખાચર×
શાહજહાંનો સૌથી મોટો પુત્ર દારાશિકોહ હતો. તેની વ્યથાકથા અને વિદ્વતાને મેં આ લઘુનિબંધમાં આલેખવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે. તેમાં દારાના બાળપણ, રઝળપાટ, વિદ્વત્તા કુટુંબના સભ્ય તરીકેના અને અંતિમ દિવસોને આલેખવામાં આવ્યા છે.
દારાનો જન્મ ઈ.સ. ૧૬૧૫માં અજમેરમાં થયો હતો. દારાના બાલ્યકાળમાં શાહજહાંએ તેના શિક્ષણની યોગ્ય વ્યવસ્થા કરી હતી. ૧૮ વર્ષના દારાને શાહજહાંએ ઈ.સ. ૧૫૩૩માં ૧૨ હજાર જાટ અને ૬ હજાર સવારનો મનસબદાર બનાવ્યો હતો. આગળ તેની પદોન્નતિ કરી ઈ.સ. ૧૯૫૭માં તે ૬૦ હજાર જાટ અને ૪૦ હજાર સવારનો મનસબદાર બની ગયો હતો. દારા, સુજા, મુરાદ, ઔરંગઝેબ એ ચાર ભાઈઓ હતા.
શાહજાદા દારાનું બાળપણ ખૂબ જ જાહોજલાલીમાં વીત્યું ત્યારે વળી મુઘલ સામ્રાજ્ય પણ ટોચ કક્ષાએ પહોંચ્યું હતું. ઈ.સ. ૧૯૫૩૫૪માં શાહજહાંએ એક મોટો જલસો ઊજવી દારાશિકોહને શાહબુલંદ ઇકબાલની ઉપાધિ આપી. જે ઉપાધિ જહાંગીરના કાળમાં શાહજહાંની હતી, સાથે આ સમયે સોનાની કશીદાવાળી પેટી ભેટ આપી. જ્યારે તેના શરીર ઉપર ૧ લાખ ૬૦ હજારનાં આભૂષણો અને કપડાં પહેરેલાં હતાં. આ પોશાક એ સમયની સમૃદ્ધિ અને ભભકાની ચાડી ખાય છે. અત્યાર સુધી દારાશિકોહ શાહી સિંહાસન સામે ખુરશી ઉપર બેસતો હતો. હવે તન્નની બરાબર તે એક સોનાની ખુરશી ઉપર બેસતો હતો. દારા પંજાબમાં ૧૬૪૭માં, ગુજરાતમાં ૧૬૪૯માં અને મુલતાનમાં ૧૬૫૨માં અને કાબૂલમાં સુબેદાર પદે પણ રહ્યો હતો.
દારાશિકોહ શરૂઆતમાં સૂફી સંપ્રદાય તરફ ઢળ્યો હતો. ભારતમાં સૂફી સંપ્રદાયના ચાર પ્રકાર છે (૧) સુહરા વર્દિયા (૨) ચિશ્તિયા (૩) કાદરિયા (૪) નખ્શબંદિયા. આ સૂફી સંપ્રદાયે સારા મુસ્લિમ વિદ્વાનો અને સંતો આપ્યા. તેમાંથી ચિશ્તિયા સંપ્રદાયમાંથી ઓલિયા નિઝામુદ્દીન, અમીર ખુશરો જ્યારે કાદરિયા સંપ્રદાયનો અનુયાયી દારા શિકોહ હતો.
તે અકબરની ઉદાર માનવીય નીતિનો સમર્થક બન્યો પણ તેનામાં અકબરના રાજનૈતિક ગુણો તથા કૌશલનો અભાવ હતો. ફૂટનીતિને કપટ તેનામાં હતાં નહીં જે એ યુગમાં રાજતંત્ર ચલાવવા જરૂરી હતું. તે દારાશિકોહ ન શીખ્યો કે ન યોગ્યતા કેળવી. તેના હિસાબે પોતે દિલ્હીની ગાદી ઉપર બેસવાને બદલે રઝળપાટમાં હેરાન થયો અને તલવારના ઝાટકે કપાવું પડ્યું.
આમ તો શાહજહાંને ખ્યાલ જ હતો કે મારા ચારેય પુત્રો વચ્ચે વૈમનસ્ય છે. તેમાં દારા અને ઔરંગઝેબને તો જરાય બનતું નહીં તેથી દૂરંદેશી વિચાર કરી શાહજહાં ઔરંગઝેબને સામ્રાજ્યમાં દૂરના પ્રદેશમાં સૂબા તરીકે દૂર જ રાખતો હતો. જ્યારે દારાને રાજકાજના કામથી પરિચિત કરાવવા સતત પોતાની પાસે જ રાખતો હતો. પરંતુ શાહજહાંએ દારા પ્રત્યે એટલો બધો સ્નેહ બતાવ્યો કે તેણે તેની કારકિર્દી બગાડી. બાદશાહે તેને એટલા બધા અધિકાર અને ઊંચા હોદા દઈ રાખ્યા હતા કે તે સમ્રાટથી ઓછો ન હતો. અને બાદશાહ સુધી પહોંચવા બધાને દારાની કૃપા મેળવવી પડતી.
ન
દારાશિકોહ અસાધારણ વિદ્વાન હતો. અને વિદ્વાનો સૂફીસંતોનો આશિક હતો. તે વેદાંત દર્શનનો પરમ ઉપાસક હતો. એણે રામાયણ, મહાભારત, ૫૦ જેટલાં ઉપનિષદો, ભગવદ્ગીતા, પુરાણો, યોગવાશિષ્ઠને ફારસીમાં અનુવાદો કરાવ્યા હતા.
* અધ્યક્ષ,- ઇતિહાસ વિભાગ, ડૉ. સુભાષ મહિલા કૉલેજ, જૂનાગઢ
પથિક♦ ત્રૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦ = ૧૫
For Private and Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દારાએ બનારસમાં કેટલાંક વર્ષ સંસ્કૃતના અભ્યાસ માટે વ્યતીત કર્યા હતાં. તેણે કરાવેલા ઉપનિષદના ગ્રંથોના અનુવાદોએ બગદાદ અને ઇસ્તંબુલ, યુરોપ સુધી જઈને ત્યાંના વિદ્વાનોને પ્રભાવિત કર્યા હતા.
દારાશિકોહે પોતે જે ઉપનિષદોનો અનુવાદ કર્યો. તે “ર્સિર-ઈ-અકબર” નામે ઓળખાતો અને ઉપનિષદોના નિચોડરૂપ “ઓપનિખત” નામનો ગ્રંથ ફારસીમાં લખાવ્યો. આ ઓપનિખત દ્વારા જ જર્મન દાર્શનિક શોપનહરને ભારતીય દર્શનનો પરિચય થયો. અને જર્મનીમાં ભારતીય દર્શન જાણવાની જિજ્ઞાસા થઈ હતી તેમાં શાહજાદા દારાશિકોહના ગ્રંથનો અમૂલ્ય ફાળો હતો. શાહજાદા દારાના આ ભારતીય ગ્રંથોના અનુવાદથી મુસ્લિમોને ભારતીય દર્શન અને બીજી અન્ય વિદ્યાઓની જાણકારી મળી હતી,
શાહજહાંના દરબારમાં કવીન્દ્રાચાર્યનું સ્વાગત અને સન્માન થયું હતું, જે કવીન્દ્રાચાર્ય ઉચ્ચકોટિના યોગી અને વારાણસીના પ્રસિદ્ધ પંડિત હતા અને મહારાજા જયસિંહના પુત્રના શિક્ષણ કાર્યના ગુરુ હતા. જે દારાના પણ ગર બન્યા હતા. દારાએ તે ગર કવન્દ્રાચાર્યને સંસ્કૃતમાં એક પત્ર લખી કવીન્દ્રાચાર્યની શંકરાચાર્ય તથા અન્ય પ્રાચીન ગુઓ સાથે તુલના કરી હતી. જેમાં દારાના સંસ્કૃતના પ્રભુત્વ અને પોતાની વિદ્વત્તા અને તુલન શક્તિનાં દર્શન થાય છે.
દારાશિકોહે “મજૂદ-ઉલ-બહરિન” નામનો એક ગ્રંથ લખ્યો હતો. જેમાં તેણે ઇસ્લામ અને હિંદુધર્મના વિચારોનો સમન્વય બતાવ્યો છે. જો કે એ યુગના કટ્ટર વાતાવરણને હિસાબે અને દારાના આ ગ્રંથના પ્રભાવને ભૂંસી નાખવા અને તેનો જવાબ આપવા ફતવા-ઈ-આલમગીરીની રચના કરવામાં આવી હતી જેને કારણે સૂફીમતને જોરદાર ફટકો પડ્યો હતો. દારાની અંદરખાને એવી ઇચ્છા હતી કે ઇસ્લામ અને હિંદુત્વની વચ્ચે કોઈ સ્થાયી સામંજસ્ય ઉત્પન્ન થાય.” * દારા શિકોહને જ્ઞાન અને વિદ્વાનોના સંગે એવો સાવ ઋજુ અને સમદર્શી બનાવી દીધો હતો કે તેની અંગૂઠી પર નાગરી અક્ષરોમાં પ્રભુ શબ્દ અંકિત રહેતો હતો. આટલી સહિષ્ણુતા એક મુઘલ બાદશાહના પુત્રમાં જ્ઞાનની આરાધનાને હિસાબે આવી હતી. તેમ કહું તો કાંઈ અતિશયોક્તિ નહીં ગણાય. આ અંગૂઠી જેવા કારણોને લીધે કટ્ટર મુસલમાન તેને કાફિર અને મુલહિંદ કહેવા લાગ્યા હતા. તે પાદરી બ્રશની વાતો શ્રદ્ધાપૂર્વક સાંભળતો હતો અને ઈસાઈ ધર્મના ગ્રંથ બાઈબલને ખૂબ રુચિ સાથે સાંભળતો હતો. તેણે ઇસ્લામ, હિંદુ, ઈસાઈ ધર્મના ગ્રંથોનું અધ્યયન કર્યું ત્યારે તે બધા ધર્મોના પ્રમુખ સિદ્ધાંતોને જાણી તેનો દષ્ટિકોણ ઉદારને ઉદાર બનતો ગયો હતો. જો કે રાજનીતિમાં આવા ઉદાર દષ્ટિકોણ બધી જ બાબતોમાં સફળ થવામાં ઘણીવાર નુકશાનરૂપ થાય છે એવો દારાના જીવન ઉપરથી આપણને ખ્યાલ આવે છે.
દારા નિરંતર દરબારમાં સમ્રાટ નજીક રહેવાને કારણે ચાપલૂસીપ્રિય અને વિલાસપ્રિય અકર્મણ્ય અને સૈન્ય સંચાલનમાં અનુભવહીન હતો. તેણે માત્ર એક જ યુદ્ધમાં ભાગ લીધો હતો. વળી પાછો સાહિત્ય અને સૂફીવાદનો ચાહક બન્યો તેના હિસાબે રાજનીતિમાં નિષ્ફળ નીવડ્યો.
શાહજહાંએ પોતાની તબિયતને નરમગરમ પાણી પોતે અંતિમ ઇચ્છા જાહેર કરી કે દારાને બાદશાહ માની તેનો હુકમ માનવો. પરંતુ દારાએ ગાદીએ બેસવા ઉતાવળ કરી નહીં ત્યાં તો શાહજહાંને ઔરંગઝેબે ચડાઈ કરી કેદ કરી દીધો પોતે જ બાદશાહ બન્યો. એ રીતે સુજા અને મુરાદે પણ પોતાનો રાજ્યાભિષેક કરી લીધો હતો. ત્યારે દારાએ વિવશ થઈને પણ પોતાના જ ભાઈઓ સાથે યુદ્ધ કરવાની ફરજ પડી હતી. દારા અને ઔરંગઝેબના સૈન્યો સામગઢમાં (આગ્રા પાસે) સામસામે આવી ગયા અને એ યુદ્ધમાં દારા ઘવાતાં સૈનિકોને થયું કે તે મૃત્યુ પામ્યો છે. ત્યારે શાહી ફોજમાં ભંગાણ પડ્યું અને ભાગ્યહીન દારા એકલો જ રહ્યો અને રણક્ષેત્રમાંથી આઝા આવી ગયો. ત્યાં એક મકાનમાં પોતાના નોકરો સાથે છૂપાયો હતો. ત્યાં શાહજહાંએ સંદેશો મોકલ્યો કે તે કિલ્લામાંથી આવી મને મળે. પરંતુ તે વખતે દારા એટલો બધો શરીર અને મનથી ભાંગી ગયો હતો કે તેણે એ પ્રસ્તાવનો અસ્વીકાર કરતાં કહ્યું કે “હું આવી દુર્દશામાં ત્યાં આવી શું મોટું બતાવું મને લાંબી યાત્રાના વિદાયના આશીર્વાદ આપો.
પથિક રૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦ - ૧૬
For Private and Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવે તે આગ્રાથી દિલ્હી ગયો. ૫ જૂન, ૧૮૫૮ના દિવસે દિલ્હી પહોંચતાં તેની ફોજ ૫ હજારની થઈ ગઈ. ત્યાંથી તે ૩ જુલાઈ, ૧૬૫૮ના રોજ લાહોર પહોંચ્યો ત્યારે તેણે ર૦ હજારની ફોજ એકઠી કરી લીધી હતી. આ પગલે પગલે જે ઔરંગઝેબની સેના પાછળ પીછો કરી રહી હતી. દારાએ પોતાના ભાઈ સુજાને પત્ર લખ્યો અને પ્રતિજ્ઞા કરી કે દેશને જીતી આપણે ભાગ વહેંચી લઈશું. આ પત્ર પણ દારા શિકોહની બંધુતાની ભાવના અને યુદ્ધ નહીં પણ સુમેળથી રહેવાનું જણાવે છે.
દારા શિકોહ હવે મુલતાન પહોંચ્યો ત્યાંથી ભફખર, સેહવાન થઈ કચ્છની ખાડીમાં થઈ ભૂજ નવે., ૧૬૫૮માં પહોંચ્યો. ભૂજમાં દારાએ કચ્છમાં રૂપિયા અને ઝવેરાત દઈ તેણે કચ્છના જમીનદારનેં સગા બનાવી શાહજાદા સિપીહર શિકોહની સગાઈ તે જમીનદારની પુત્રી સાથે કરી. ભૂજમાં દારાશિકોહ જે સ્થળે રહેલો તે સ્થાન આજે પણ દારાવાડી નામે જાણીતું છે.''
ભૂજથી દારા નવાનગર (જામનગર) થઈ અમદાવાદ આવ્યો. એ સમયે દારાએ સુરત, ખંભાત, ભરૂચ બંદર અને આસપાસના પ્રદેશ ઉપર કબજો કરી લીધો. સુરતથી તેને ૩૦થી ૪૦ તોપ મળી. અજમેર ગયો ત્યાં જસવંતસિંહનો સંદેશો મળ્યો પણ સહાયતાની કોઈ આશા ફળી નહીં.
અજમેર પાસે ઔરંગઝેબ અને દારાની લડાઈ થઈ ત્યારે દારા વિજયી શત્રુને જોઈ પાછો ત્યાંથી સિપીહર શિકોહ અને પોતાની પત્ની તથા પુત્રીઓ સાથે અમદાવાદ તરફ ભાગ્યો. વચ્ચે પોતાની સ્ત્રીઓનાં આભૂષણો સહિત ઘણું બધું લુંટાઈ ગયું. ત્યારે અમદાવાદથી બે કોશ દૂર કટી (કડી) નામના સ્થળે કાનજી કોળીએ સહાય કરી અને દારાને કચ્છ સુધી પહોંચાડ્યો. વિધિની વિચિત્રતા તો જુઓ પોતાના વેવાઈ એવા કચ્છના જમીનદારે દારાને આ મુશ્કેલીમાં કંઈ મદદ ન કરી, કારણ કે તે જમીનદારને એમ હતું કે આપણે દીકરી પરણાવી બાદશાહ શાહજહાંના સગા થઈ દિલ્હી સુધી લાગવગવાળા બની જઈએ પણ પછી ખ્યાલ આવ્યો કે આ દારા તો દિલ્હીના બાદશાહથી ભાગતો ફરે છે ત્યારે મોં ફેરવ્યું ત્યારે અશ્રુપૂર્ણ નેત્રે પોતાના ભાગ્યને દોષ દેતો ભક્કડ તરફ જવા નીકળ્યો.
દારાશિકોહને ઔરંગઝેબની આટલી પોતાની પાછળ શોધખોળ અને સત્તા છતાં તાજ અને તન્ન મેળવવાની આશા હતી. કંદહાર અને ઇરાન વચ્ચે દારાની પત્ની નાદિરાબેગમનું પેચિસના કારણે અને ઔષધિ અને વિશ્રામના અભાવે મૃત્યુ થયું.૧૨ જે નાદિરાની ઇચ્છા હિંદુસ્તાનમાં પોતાને દફનાવવાની હતી. તે ઇચ્છા અધૂરી રહી. ગુલમહમદે તેને ત્યાં લાહોરમાં દફનાવી.
દારાશિકોહ હવે માત્ર થોડાક અંગત નોકરીના સહારે જ હતો. એવા સમયે મલિક જીવને દગો કરી યુક્તિ કરી દારાને પકડાવી દીધો. તેણે યુક્તિ કરી હતી કે હું તારી સાથે ઇરાન આવું છું પરંતુ અધવચ્ચે કહે હું ખોરાક પાણીની આગળ વ્યવસ્થા કરી ત્યાં બેત્રણ દિવસમાં મળીશ એમ કહી ગયો અને મલિકજીવને બહાદૂરખા અને
ઔરંગઝેબને પત્ર લખી જણાવ્યું કે મેં દારાશિકોહને પકડી લીધો છે. દારાને મોટાભાગે બધી જ જગ્યાએ આવા દગાઓ જ થયા છે. એટલે મેં તેને અભાગી શાહજાદો કહ્યો છે. ૯ જૂન, ૧૬૫૯ના રોજ પુત્ર સિપીહર શિકોહ અને બે પુત્રીઓ સાથે પકડાયો હતો.'
આ બન્ને પિતાપુત્રને ગંદી કોટડીમાં પૂર્યા. સંસારના સૌથી મોટા સામ્રાજ્યના ઉત્તરાધિકારી ફાટેલાં મેલાં કપડાં અને ગંદી પાઘડીમાં સજ્જ હતો. શરીર ઉપર હીરામાણેકની માળાઓને બદલે પગમાં બેડીઓ હતી એટલો ફરક હતો.
દારાશિકોહ રાજનીતિમાં નિષ્ફળ નીવડ્યો ચોક્કસ લાગે. તેનું કારણ કદાચ વધારે પડતી ભાવુકતા અને સૂફીમતનો અનુયાયી અને પિતાની રખાવટ જવાબદાર હોઈ શકે. પિતાના વધુ પ્રેમના કારણે દારાને ખૂબ નુકશાન થયું. જદુનાથ સરકાર લખે છે કે દારામાં મનુષ્યચરિત્રને ઓળખવાની આવડત ન હતી. દારાએ શાહજહાંની ખૂબ સેવા કરી હતી. પિતાની માંદગી વખતે રાતદિવસ પથારી પાસે બેસી સેવા કરી ત્યારે શાહજહાંની ઇચ્છા છતાં સિંહાસને બેસવાની ઉતાવળ કરી ન હતી. તે કુટુંબપ્રેમ ભાવના બતાવે છે.
પથિક, નૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦ - ૧૭
For Private and Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દારાને પોતાના ભાઈઓ પ્રત્યે પણ જરાય રાગદ્વેષ હતો નહીં. તેણે જે સુજાને પત્ર લખ્યો છે તેમાં અને રોશનઆરાની સમજાવટ બાદ તે બધું જોતાં તે લડવા ઇચ્છતો જ ન હતો. અંતે ઔરંગઝેબના વર્તન અને યુદ્ધ સામે આવી પડેલું જોઈ વિવશ થઈને યુદ્ધમાં ઊતર્યો હતો.
દારાશિકોહ એક પતિ તરીકે પિતા તરીકે સફળ રહ્યો હતો. પોતાની બેગમ નાદિરા હંમેશા તેની સાથે જ રહી અને કંદહાર પાસે રઝળપાટમાં જ મૃત્યુ પામી. અને પુત્ર સિપીહર શિકોહ હંમેશા સાથે જ રહ્યો અને પકડાયો પણ સાથે જ અને અંતે ગ્વાલિયરના કિલ્લામાં કેદ થયો હતો.
લંડનમાં ઇન્ડિયા ઑફિસના પુસ્તકાલયમાં એક સુંદર કલાત્મક મુઘલ ચિત્રોનું એક આલબમ છે તે આલબમને દારાએ પોતાની અનુરકત સંગિની નાદિરાબેગમને અર્પણ કર્યું છે, અને દારાએ એના પર સ્વયં લખ્યું છે કે આ આલબમ દારાશિકોહ દ્વારા તેની સમીપતમ અને પ્રિયતમ મિત્ર નાદિરાબેગમને હિજરી વર્ષ ૧૦૫૧ (ઈ.સ. ૧૬૪૧)માં અર્પણ કર્યું. * આ આલબમ દારાના પ્રેમનું કરુણ સ્મારક છે. આ આલબમની વાત જ દારાનો પત્ની પ્રેમ બતાવે છે.
દારાશિકોહ મલિક જીવનના દગાને લીધે પોતાના પુત્ર અને બે પુત્રીઓ સાથે પકડાયો ત્યારે દારા અને તેના પુત્રને ઔરંગઝેબ સામે રજૂ કરવામાં આવ્યા. પછી આ પિતાપુત્રને બેડી પહેરાવી હાથી ઉપર બેસાડી ચાંદની ચોક અને બજારમાં ફેરવી જૂની દિલ્હીમાં ખિજરાબાદમાં કેદ કર્યા દારાને ઈસ્લામ ધર્મ છોડી દેવાના અને તેની નિંદાના આરોપસર અને હિંદુઓ તરફ ઢળેલો હોવાનો ગણી ધર્મગુરુઓએ તેના મૃત્યુદંડના ફરમાન ઉપર સપ્ટે., ૧૬૫૯માં સહીઓ કરી. પછી દારાને નજરબેગ અને અન્યગુલામે ખવાસપુરામાં દારાના ટુકડેટુકડા કરી નાંખ્યા.૧પ દારાના એ શરીરને હાથી ઉપર રાખી નગરમાં ફેરવ્યું, એકવાર જીવતો પછી દારાને મરેલો પણ દિલ્હીવાસીને ઔરંગઝેબે બતાવ્યો. ત્યારબાદ તેને દિલ્હીમાં આવેલા હુમાયુના મકબરામાં કબર નીચેના ગુંબજમાં તહખાનામાં અભાગી શાહજહાં મુઘલ સામ્રાજ્યના ઉત્તરાધિકારી વગર બાદશાહ બન્યું ત્યાં દિલ્હીની માટીમાં મળી ગયો. બર્નિયર લખે છે કે દરેક જગ્યાએ દારાના દુર્ભાગ્ય પર બધા રોતા અને કકળતા હતા.
શાહજાદા દારા શિકોહને ભાગ્યે જ સાથ આપ્યો હોત તો બીજો મહાન અકબર તે ચોક્કસ બની શકત પણ વિધિએ કંઈક જુદા જ પ્રકારનો હિંદુસ્તાનનો બાદશાહ નક્કી કર્યો હતો. દિલ્હીના સિંહાસને ઔરંગઝેબ જેવો કટ્ટર બાદશાહ આવ્યો ને જેની ધાર્મિક નીતિ અને દક્ષિણ નીતિના હિસાબે જ મુઘલ સત્તાના પાયા હચમચી ગયા.
જો કે ઇસ્લામીઓએ દારાને ભલે મૃત્યુદંડ ઇસ્લામના વિરોધી તરીકે આપ્યો હોય. પરંતુ દારાએ ઇસ્લામના જરૂરી સિદ્ધાંતોની ક્યારેય અવગણના કરી ન હતી. તેણે ફક્ત સૂફીવાદના વ્યાપક સિદ્ધાંતો પ્રત્યે આદર અને વિશ્વાસ પ્રગટ કર્યો હતો. તેની બહેન જહાનરા પણ દારાને પોતાનો આધ્યાત્મિક ગુરુ માનતી હતી. દારાની ધાર્મિક રચના- ઓમાં પણ કંઈ ઇસ્લામ પ્રત્યેની અવગણના દેખાતી નથી. તેણે મુસ્લિમ સંતોના જીવનચરિત્રોનો સંગ્રહ કર્યો હતો. તેને વિશ્વદેવવાદી દર્શનમાં વિશ્વાસ હતો. તેણે તાલમદ, બાઈબલ, મુસ્લિમ, સૂફી અને હિંદુ વેદાંતનો અભ્યાસ કર્યો હતો. તે કદાચ ગુરુ નાનક, કબીર, મહામતિ પ્રાણનાથ જેમ હિંદુ મુસ્લિમ ધર્મોનો સમન્વય કરવા ઇચ્છતો હતો. આવા મહાન શાહજાદાનો ભયંકર કરુણ અંત આવ્યો એની વાત ઇતિહાસના પાને હજુ ડસકાં ભરી રહી છે.
જન્માંતરવાદના સિદ્ધાંતાનુસાર દારાને અકબરનો અવતાર ગણી શકાય. જો કે અકબરની વીરતા કર્મઠતા અને અધ્યવસાયથી વિહીન હતો. તે જ્યારે ગવર્નર બન્યો ત્યારે તે ઇલાકામાં ક્યારેય ન ગયો. દિલ્હીમાં બેસી પુસ્તકો વાંચવાનું તેનું સૌથી મોટું કામ રહ્યું હતું.
ભારતમાં આવેલ વિદેશયાત્રી મનુચીએ દારાશિકોહના ચરિત્રના વિષયમાં લખ્યું છે કે તેનામાં આચરણની સભ્યતા, રૂપલાવણ્ય, પ્રસન્નતા, વાવિનમ્રતા, ભાષણવિદગ્ધતા અનુપમ સ્વતંત્રતા, ઉદારતા, દયાળુતા અને ઉચ્ચ કોટીનું આત્મગૌરવ હતું.
આ એ સમયે આવેલા વિદેશયાત્રીના શબ્દો દ્વારા જ દારા શિકોહનું મૂલ્યાંકન કરી શકાય છે. જો તે ભારતનો સમ્રાટ બન્યો હોત તો ભારતનો ઇતિહાસ કંઈક જુદો જરૂર હોત.
પથિક સૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦ - ૧૮
For Private and Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાદટીપ
૧. લુણિયા બી.એન., ‘મુઘલકાલીન ભારત કા રાજનૈતિક એવમ્ સાંસ્કૃતિક ઇતિહાસ' ઉજૈન, પૃ. ૮૧૧
૨. ઇનાયતખાં ‘શાહજહાંનામા' (ઇલિયટ એન્ડ ડાઉસન), આગ્રા, પૃ.૭૫
3. દિનકર રામધારીસિંહ, ‘સંસ્કૃતિ કે ચાર અધ્યાય’, દિલ્હી, પૃ.૨૫૫
૪.
પરીખ પી.સી., ‘ભારતનો સાંસ્કૃતિક ઇતિહાસ', અમદાવાદ, પૃ. ૪૬૭૭
૫. દેવલૂક, નંદલાલ, ‘બૃહદ ગુજરાતની અસ્મિતા’ (સાં.સં.ગ્રંથ), ભાવનગર, પૃ. ૩૩૩,
૬.
પરીખ, પી.સી., ‘ભારતનો સાંસ્કૃતિક ઇતિહાસ', અમદાવાદ, પૃ. ૫૩૦ ૭. પણિક્કર, કે. એમ., ‘ભારતીય ઇતિહાસ કા સર્વેક્ષણ', કલકત્તા, પૃ. ૧૮૧ ૮. દિનકર, રામધારીસિંહ, ‘સંસ્કૃતિ કે ચાર અધ્યાય', દિલ્હી, પૃ. ૩૧૦ કે ૯. સરકાર, જદુનાથ, ‘ઔરંગઝેબ', મુંબઈ, પૃ. ૯૫
૧૦. મુહમ્મદ ખાફીખા મુન્તખબ-ઉલ-લુબાબ-(ઇલિયટ ડાઉસન) - પૃ. ૧૬૪ ૧૧. રાઠોડ, રામસિંહજી, ‘કચ્છનું સંસ્કૃતિદર્શન’, અમદાવાદ, પૃ. ૨૦૨
૧૨. લુશિયા, બી.એન., ઉપર્યુકત, પૃ. ૮૩૧
૧૩. સરકાર, જદુનાથ, ‘ઔરંગઝેબ’, મુંબઈ, પૃ. ૧૦૨
૧૪. લુણિયા, બી. એન., ઉપર્યુક્ત, પૃ. ૮૩૧
૧૫. સરકાર, જદુનાથ ‘ઔરંગઝેબ', મુંબઈ, પૃ. ૧૦૪
પથિક ત્રૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦ ૨૦ ૧૯
•
For Private and Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાજસુધારક અને સ્વાતંત્ર્ય સેનાની લક્ષ્મીદાસ રવજી તેરસી
ડૉ. જયકુમાર ર. શુક્લ* કચ્છના લોકો પ્રાચીન સમયથી ઈરાની અખાતના દેશો, અરબસ્તાન, શ્રીલંકા, જાવા સુમાત્રા, ચીન કંબોજ વગેરે દેશો સાથેનો વેપાર ખેડતા આવ્યા છે. સદીઓ પહેલાં આવી કારકિર્દી અતિ કઠિન હતી. છતાં તેઓ સાહસ ખેડીને દૂર દૂરના દેશો અને પ્રદેશોમાં જંતા હતા. એવી રીતે કચ્છથી મુંબઈ જઈ વસેલા અને પોતાના પરિશ્રમ, બુદ્ધિ અને સાહસથી શ્રીમંત અને નામાંકિત થયેલા મોનજી ભાણજી, જીવરાજ બાલ, રામજી ચતુર, ગોકળદાસના પિતા તેજપાળ, રામદાસ ભાણજી વગેરે મુખ્ય હતા. એવી રીતે લક્ષ્મીદાસ તેરસના પૂર્વજો કચ્છથી મુંબઈ જઈને વસ્યા હતા. લક્ષ્મીદાસ રવજી તેરસી મુંબઈના શ્રીમંત વેપારી ઉપરાંત સમાજ સુધારક, રાષ્ટ્રભક્ત અને સ્વાતંત્ર્ય સેનાની હતા.
લક્ષ્મીદાસનો જન્મ ૨૩ મી ઑક્ટોબર, ૧૮૭૬ના રોજ કચ્છી ભાટિયા હિંદુ કુટુંબમાં થયો હતો. તેમનું મૂળ નામ ધારસી ઠાકરસી હેમરાજ હતું. તેમના માસા રવજી તેરસી ધનવાન પરિવારના હતા. મુંબઈમાં તેમનો વેપાર ઘણો સારો ચાલતો હતો. પરંતુ તેમને સંતાન નહોતું. તેથી તેમણે આ બાળકની હોંશિયારી જોઈને તેમને દત્તક લીધા અને તે લક્ષ્મીદાસ રવજી તેરસી બન્યા. માસા પાસે અઢળક સંપત્તિ હોવાથી લક્ષ્મીદાસનો ઉછેર વૈભવ અને મોજશોખથી થયો હતો.
તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી ઈ.સ. ૧૮૯૯માં બી.એ.ની પરીક્ષા પાસ કરી, તે સમયે આટલો અભ્યાસ કરનારની સંખ્યા ઘણી ઓછી હતી. લક્ષ્મીદાસે એમ.એ.નો અભ્યાસ શરૂ કર્યો. અભ્યાસનાં બે વર્ષ પૂરાં કર્યો. પરંતુ પોતે માંદા પડ્યા અને પરીક્ષા આપી શક્યા નહિ, તેમણે અભ્યાસ છોડી દીધો. પરંતુ આજીવન અભ્યાસની ટેવ જાળવી રાખી. તેઓ ફ્રેન્ચ સાહિત્ય સહિત વિવિધ વિષયોનું વાચન કરતા હતા. વૉલ્ટેર અને રૂસો સહિત તે સમયના પ્રસિદ્ધ લેખકોનાં પુસ્તકો તેમણે વાંચ્યાં હતાં. અઢારમી સદીના ઉત્તરાર્ધમાં તથા ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં આ બંને લોકપ્રિય લેખકોના વિચારોનો યુરોપના શિષ્ટ સમાજ પર ઊંડો પ્રભાવ પડ્યો હતો. તત્કાલીન સમાજના કુરિવાજો તથા ધાર્મિક બાબતોમાં આચરવામાં આવતી ગેરરીતિઓની ઝાટકણી કાઢતાં વોલ્ટેરનો કટાક્ષમય લખાણોનો ઊંડો પ્રભાવ લક્ષ્મીદાસ પર પણ પડ્યો હતો.
ગુજરાતમાં દુર્ગારામ મહેતાજી, કરસનદાસ મૂળજી, મહીપતરામ રૂપરામ, કવિ નર્મદાશંકર જેવા સમાજસુધારકોની પ્રવૃત્તિઓથી મુંબઈ, અમદાવાદ, સુરત વગેરે ગુજરાતી સમાજ સારી પેઠે જાગૃત થવા લાગ્યો હતો. લક્ષ્મીદાસ પણ સુધારાવાદી હતા. પોતાની જ્ઞાતિના સુધારકો અને પ્રગતિશીલોની સંસ્થા “ભાટિયા, મિત્રમંડળ'માં લક્ષ્મીદાસ જોડાયા. તેમણે આ સંસ્થા તરફથી “પોલ પત્રિકા' પ્રગટ કરવા માંડી. તેમાં જ્ઞાતિના લોકો દ્વારા આચરવામાં આવતા કુરિવાજો, દંભ, દુરાચાર, અનિષ્ટો તથા છેતરપિંડી જાહેર કરી દીધાં. તેમની કલમની કઠોરતા તથા કટાક્ષમય અને કડક આલોચનાયુક્ત શૈલીથી જ્ઞાતિના નેતાઓ ક્રોધે ભરાયા અને આ યુવાન સુધારકની ‘વાંધાજનક પ્રવૃત્તિઓ આગળ વધતી રોકી દેવા તત્પર થયાં. ‘પોલપત્રિકા'ની વિરુદ્ધ અદાલતમાં મુકદમો દાખલ કરવામાં આવ્યો, પરંતુ તેનાથી કંઈ ફેર પડ્યો નહિ. છેવટે લક્ષ્મીદાસે પોતાની રૂપિયા પાંચ લાખની મિલકતના દસ્તાવેજ જામીનગીરી માટે આપ્યા, છતાં જ્ઞાતિના નેતાઓ સામે આક્ષેપો કરવાના છે નહિ.
એક માણસ બીજાને હલકો માનીને તેની સાથે અસ્પૃશ્યતા પાળે તે તેમને પસંદ નહોતું. નરસિંહ મહેતા અને દયાનંદ સરસ્વતી અસ્પૃશ્યતાના સખત વિરોધી હતા. એ મુજબ મુંબઈમાં સર નારાયણ ચંદાવરકર તથા * નિવૃત્ત અધ્યક્ષ, ઈતિહાસ વિભાગ, હ.કા.આર્ટ્સ કોલેજ, અમદાવાદ
પથિક સૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦૦ ૨૦
For Private and Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિઠ્ઠલ રામજી શિંદેએ અસ્પૃશ્યતા નિવારણ માટે અભિયાન આરંભ્યું ત્યારે સુધારક વલણના લક્ષ્મીદાસ તેમાં જોડાઈ ગયા. તેના ફલ સ્વરૂપે ભાટિયા જ્ઞાતિના રૂઢિચુસ્ત આગેવાનો તેમના ઉપર ચિઢાયા. તેમને જ્ઞાતિમાંથી દૂર કરવાની નોટિસ આપવામાં આવી. તેનું અસરકારક પરિણામ ન આવવાથી જ્ઞાતિએ ઠરાવ કરીને તેમની સાથેના સર્વે સંબંધો કાપી નાખીને સામાજિક બહિષ્કાર કર્યો. અનેક કષ્ટો સહન કરીને બળવાખોર મિજાજના લક્ષ્મીદાસ પહાડની જેમ અચળ રહ્યા. આવા મક્કમ મનોબળના પરિણામે તેમની પ્રતિષ્ઠા વધી, જ્ઞાતિજનોને પ્રોત્સાહન આપનાર ધર્માચાર્યો નરમ પડ્યા. ભાટિયા મહાજન મંડળની તેરસી વિરુદ્ધની પ્રવૃત્તિઓ ક્રમશઃ બંધ પડી ગઈ. એક અદાલતમાં પોતાના વિચારો પ્રગટ કરતાં તેમણે કહ્યું હતું કે, “હું કોઈ જ્ઞાતિ કે સંપ્રદાયમાં માનતો નથી. મારો કોઈ ધર્મ કે ભગવાન નથી. હું ફક્ત હિંદુ છું.”
લોકમાન્ય બાળગંગાધર ટિળક અને શ્રીમતી એની બેસન્ટે અનુક્રમે પુર્ણ અને ચેન્નાઈ(મદ્રાસ)માં અલગ અલગ હોમરૂલ લીગની સ્થાપના કરી. તેનો ઉદ્દેશ સંસ્થાનિક દરજ્જાનું સ્વરાજ મેળવવાનો હતો. તેરસી આ ચળવળમાં જોડાયા અને તેમાં મહત્ત્વનો ભાગ લીધો. મુંબઈમાં જમનાદાસ દ્વારકાદાસ, ઉંમર સોબાની, શંકરલાલ બેંકર વગેરે સાથે તેરસીએ હોમરૂલ આંદોલનનું સંગઠન સાધવામાં તથા સભાઓ યોજી લોકોને સ્વરાજની જરૂરિયાત સમજાવવામાં તેમણે નોંધપાત્ર કાર્ય કર્યું. તેરસી મુંબઈની શાખાના ખજાનચી બન્યા અને લીગની પ્રવૃત્તિઓ માટે અનેક ગુજરાતી શ્રીમંતો પાસેથી મોટી રકમોનો ફાળો ઉઘરાવી આપ્યો હતો.
ઈ.સ. ૧૯૧૮માં મુંબઈમાં ઇન્ફલ્યુએન્ઝાનો રોગ ફાટી નીકળ્યો. દવાઓ અને ડૉક્ટરો તેના ફેલાવાને રોકવામાં અશક્તિમાન પુરવાર થયાં, રોજના સેંકડો માણસો મૃત્યુ પામતા હતા. રોજનાં આઠસો જેટલાં શબ સ્મશાને અગ્નિસંસ્કાર કરવા લઈ જવામાં આવતાં હતાં. લોકોને દવાઓ વહેંચવાની વ્યવસ્થા કરવા ઉપરાંત, તેરસી સ્મશાનમાં હાજર રહીને, યોગ્ય રીતે અગ્નિ સંસ્કાર થાય તેની પૂરતી કાળજી રાખવા લાગ્યા. ત્યાં તેઓ બધા લોકોને શક્ય એટલી વધુ મદદ કરતા હતા. બળતણનાં લાકડાંની વધી ગયેલી માંગને ધ્યાનમાં રાખીને લાકડાંના કેટલાક અન્ય ધર્મના વેપારીઓએ ભાવો ખૂબ વધારી દીધા. તેમણે લાકડાંની કૃત્રિમ તંગી સર્જી, લક્ષ્મીદાસ સંજોગોના દાસ થવામાં માનતા નહોતા. તેમનો સેવાભાવી આત્મા ખળભળી ઊઠ્યો. તેમણે વેપારીઓની ઈજારાશાહી તોડવા અને સામાન્ય લોકોની સેવા કરવા બળતણનાં લાકડાંની દુકાન ખોલીને ઘણા ઓછા ભાવે લાકડાં વેચવા માંડ્યાં. વળી સાધારણ સ્થિતિના લોકોને વિનામૂલ્યે લાકડાં આપવા માંડ્યાં.
ભારતના જાણીતા રાષ્ટ્રવાદી અંગ્રેજી દૈનિક ધ બોમ્બે ક્રોનિકલ'ના તંત્રી બી.જી. હોર્નિમેનને બ્રિટિશ સરકારની વિરુદ્ધમાં લેખો પ્રગટ કરવાને કારણે ૧૯૧૯માં સરકારે દેશનિકાલ કર્યા. ત્યારે એક દેશભક્ત અંગ્રેજને આર્થિક સહાય કરવા તેરસીએ વીસ હજાર રૂપિયાનો ફાળો ભેગો કરી હોર્નિમેનને મોકલી આપ્યો. આ ઉપરાંત તેઓ આર્થિક જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓ, દર્દીઓ, ગરીબો, અનાથો વગેરેને ગુપ્તદાન કરતા. દાન આપીને નામના મેળવવાની તેમણે કદાપિ ઈચ્છા રાખી નહોતી.
લક્ષ્મીદાસ શિખામણ આપવાને બદલે તેનો અમલ કરવામાં માનતા હતા. ઈ.સ. ૧૯૨૦માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું વાર્ષિક અધિવેશન નાગપુરમાં મળ્યું. તેમાં ગાંધીજીએ અસહકારનો ઐતિહાસિક ઠરાવ રજૂ કરીને તેના ઉપર ભાષણ આપ્યું. ગાંધીજીની હૃદયભેદક વાણી સાંભળીને તેમના વિરોધીઓ પણ ટેકેદારો બની ગયા. ઠરાવના કાર્યક્રમ મુજબ તેરસીએ વિદેશી માલનો બહિષ્કાર કરવા, ધરખમ આવક આપતો વિદેશી માલની દલાલીનો ધંધો બંધ કરીને રાષ્ટ્રભક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ રજૂ કર્યું. બીજા વેપારીઓ ઈંગ્લેન્ડના માલને બદલે જાપાનનો માલ મંગાવવા લાગ્યા. પરન્તુ તેરસી ભારત સિવાય અન્ય કોઈ દેશનો માલ વેચવા તૈયાર નહોતા, જે તેમની ઉત્કૃષ્ટ રાષ્ટ્રભક્તિ દર્શાવે છે.
તેરસીનો વેપાર ચાલુ હતો તે દરમિયાન ધંધાના એક સોદાની ચર્ચામાં એક વિદેશી વેપારીએ તેમની સમક્ષ બડાશ મારી કે ‘તમે જાણો છો મારા નામનો અર્થ સિંહ થાય છે ?’ લક્ષ્મીદાસે તે જ ક્ષણે જવાબ આપ્યો કે, ‘તમારા
પથિક ♦ ત્રૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦ ૦ ૨૧
•
For Private and Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નામનો અર્થ એક સિંહ થાય છે. પણ મારા નામનો અર્થ તો “તેર સિંહ (Thirteen Lions) થાય છે.' એમ કહીને ખડખડાટ હસી પડ્યા. આમ તેઓ વિદેશીઓની દોડમાં તણાઈ જાય એવા નહોતા.
તેરસી હંમેશાં અન્યાયનો વિરોધ કરતા અને કામદારોની તરફેણ કરતા. જી.આઈ.પી. રેલ્વે (ગ્રેટ ઈન્ડિયન પેનિક્યૂલર રેલ્વે), ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા તથા ટ્રમના મજૂરોના પ્રશ્નો ઊભા થયા ત્યારે લક્ષ્મીદાસને લવાદ નીમવામાં આવ્યાં. તેમણે બંને પક્ષોને સંતોષ થાય એ રીતનું સમાધાન કરાવી આપ્યું હતું. એસ. એ. ડાંગે તથા એમ. એન. રૉય જેવા ડાબેરી કામદાર નેતાઓ પણ તેમનામાં વિશ્વાસ મૂકીને તેમની સલાહ સૂચન સ્વીકારતા હતા.
- તેરસી મુંબઈની નગરપાલિકાના સભ્ય તરીકે ઈ.સ. ૧૯૨૩માં ચૂંટાઈ આવ્યા. ત્યાં પણ તેમણે સ્વદેશીના વિચારોનો અમલ કર્યો. તેમના સૂચનનો સ્વીકાર કરીને મ્યુનિસિપલ વીમા ફાળાની યોજના અલમમાં મૂકવામાં આવી. તેમણે નગરપાલિકાની સમિતિમાં બ્રિટિશ માલનો બહિષ્કાર કરવાનો પ્રસ્તાવ મંજૂર કરાવ્યો. ઇંગ્લેન્ડના વર્તમાનપત્રો તથા રાજકીય નેતાઓએ તેમની ગંભીરતાથી નોંધ લીધી અને તેનાં પરિણામો અંગે ચર્ચાઓનું આયોજન કર્યું. જૂન, ૧૯૩૭ સુધી મુંબઈ નગરપાલિકાની સ્થાયી સમિતિ, ઇમ્યુવમેન્ટ ટ્રસ્ટ તથા બોમ્બે પૉર્ટ ટ્રસ્ટની સમિતિના તેઓ સભ્ય હતા. પોર્ટ ટ્રસ્ટના સભ્ય તરીકે તેમણે ઇટાલિયન અથવા જાપાનીઝ સિમેન્ટ વાપરવાને બદલે ભારતીય સિમેન્ટ વાપરવાનો આગ્રહ કરીને સ્વદેશીની વધુ એક વાર હિમાયત કરી.
ઈ. સ. ૧૯૨૮માં મુંબઈમાં કોમી તોફાનો થયાં ત્યારે તેમણે રમખાણોનો ભોગ બનનાર લોકો માટે રાહતકાર્યો શરૂ કરાવી તેની વ્યવસ્થા પર દેખરેખ રાખી અને હિંદુ સંરક્ષક મંડળ સ્થાપીને અનેક લોકોને જદાજદા પ્રકારની સહાય કરી.
લક્ષ્મીદાસ ઇન્ડિયન મરચન્ટ્સ ચેમ્બરના મહત્ત્વના આગેવાન હતા. તેમણે આ સંસ્થાની પ્રગતિમાં અગત્યનો ફાળો આપીને તેની પ્રતિષ્ઠા વધારી હતી. તેથી આ સંસ્થાના પ્રતિનિધિ તરીકે તેમને લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય તરીકે ચૂંટવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશન, લેજિસ્લેટિવ કાઉન્સિલ કે પ્રાંતિક કોંગ્રેસ સમિતિની સભાઓમાં પોતાને જે સારું લાગે તે જણાવી દેવાનો તેમનો સ્વભાવ હતો. તેથી તેમના પ્રવચનો વધારે મહત્ત્વનાં ગણવામાં આવતાં હતાં. એકવાર મુંબઈના ગવર્નરની કાઉન્સિલના નાણાં ખાતાના મંત્રીએ તેરસીનું પ્રવચન સાંભળવા માટે પોતાનો અન્ય કાર્યક્રમ રદ કર્યો હતો.
લક્ષ્મીદાસ મુંબઈ પ્રાંતિક કોંગ્રેસ સમિતિના સ્થાપક સભ્ય અને તેના કોષાધ્યક્ષ હતા. તેઓ તેની બધી મીટિંગમાં હાજરી આપતા હતા. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના અગ્રણી તથા વગદાર સભ્યના નાતે કોર્પોરેશન દ્વારા ગાંધીજીનું સન્માન કરાવવામાં તેમણે સફળતા મેળવી હતી. પરંતુ સમય જતાં કોંગ્રેસે ગાંધીજીના કાર્યક્રમો અપનાવીને અમલમાં મૂક્યા તથા તેરસી (સુરેન્દ્રનાથ બેનરજીની માફક) ગાંધીજીના વિચારો તથા કાર્યક્રમો સ્વીકારી શક્યા નહિ ત્યારે કોંગ્રેસ છોડીને નવી પેઢી માટે જગા કરી આપવાનું તેમણે યોગ્ય માન્યું.
તેરસીએ મુંબઈમાં ૧૯૨૬માં કચ્છ પ્રજાકીય પરિષદની સ્થાપના કરી અને તેઓ તેના મંત્રી બન્યા. આ પરિષદ ખાસ કરીને કચ્છમાં તેનાં અધિવેશનો ભરતી. ૨૮ થી ૩૦ ડિસેમ્બર, ૧૯૩૦ના રોજ માંડવી મુકામે ભરવામાં આવેલ અધિવેશનના તેઓ પ્રમુખ હતા. ‘પેસેન્જર્સ ટ્રાફિક રિલિફ એસોસિએશન'ની સ્થાપનામાં પણ તેમણે મુખ્ય ભાગ ભજવ્યો હતો. ઑલ ઇન્ડિયા રાજસ્થાન પ્રજાપરિષદની કાર્યવાહક સમિતિના તેઓ સભ્ય હતા અને તેમાં આજીવન સેવાઓ આપી હતી. વિધવા પુનર્લગ્ન કરવાના તેઓ હિમાયતી હતા અને તે માટે સ્ત્રીઓને પ્રોત્સાહિત કરતા હતા. વિધવા પુનર્લગ્ન કરનારને પાંચસો રૂપિયાનું પારિતોષિક આપવાની તેમણે શરૂઆત કરી અને તે માટે અલગ ફાળો એકઠો કર્યો હતો. વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ માટે આર્થિક મદદ કરવા માટેના સોનાવાલા ટ્રસ્ટના તેઓ મહત્ત્વના ટ્રસ્ટી હતા. આ પ્રવૃત્તિમાં તેમને એટલો બધો રસ હતો કે આ ટ્રસ્ટની એક સભા તેમની મરણપથારી પાસે મળી હતી.
પથિક • સૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦૦ ૨૨
For Private and Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લક્ષ્મીદાસ મુંબઈમાં કેનેડી સીફેસ ઉપર આવેલા પી.જે. હિન્દુ જિમખાનાના અગ્રણી હતા. આ સંસ્થાને તેમણે આપેલી સેવાઓ તેમની જાહેર સેવાઓની મહાન સિદ્ધિ હતી. ક્રિકેટ સ્ટેડિયમમાં હિન્દુ જિમખાના માટે તેમણે કેટલીક બેઠકો અનામત રખાવી અને તે માટે તેમણે લડત આપવી પડી હતી, જિમખાનાની જમીન કબજે લેવાનો સરકારનો હુકમ તેમણે રદ કરાવ્યો હતો. આ જિમખાનામાં સ્વીમિંગ બાથ બાંધવા માટે તેમણે રૂપિયા પચાસ હજારનો ફાળો ઉઘરાવી આપ્યો હતો.
તેરસીનું જીવન શુદ્ધ અને નીતિમાન હતું. તેઓ દંભ અને કુરિવાજોના વિરોધી, સમાજસુધારક, સ્વાતંત્ર્ય સેનાની અને સ્પષ્ટ વક્તા હતા. મુંબઈના જાહેર જીવનમાં તેમનું સ્થાન અદ્વિતીય હતું. સામાજિક અને રાજકીય અન્યાય સામે ઝૂઝવાની તેઓ પોતાની ફરજ સમજતા હતા. રાજકારણમાં તેઓ મવાળવાદી હોવાથી ગાંધીજીના નેતૃત્વ હેઠળ કામ કરતી કોંગ્રેસના ચળવળના કાર્યક્રમો તેઓ સ્વીકારી શક્યા નહિ. તેથી ત્રીસીના દાયકામાં જાહેર જીવનમાં તેમનું સ્થાન ગૌણ બની ગયું. ૩૦ મી ઑગસ્ટ, ૧૯૩૯ના રોજ તેમનું અવસાન થયું.
સંદર્ભ સૂચિ ૧. સ્વામી આનંદ : કુળકથાઓ ૨. “કચ્છના સ્વાતંત્ર્ય સેનાની લક્ષ્મીદાસ રવજી તેરસી', “નવનીત સમર્પણ', સપ્ટેમ્બર, ૧૯૮૫ ૩. ‘પ્રબુદ્ધ જીવન', ગુજરાતી પખવાડિક, ૧૫ સપ્ટેમ્બર, ૧૯૩૯ ૪. અશોક હર્ષ, 'લખમીદાસ રવજી તેરસી', 'કુમાર' માસિક, ઓક્ટોબર, ૧૯૩૯ ૫. ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા', ૩૧ ઑગસ્ટ, ૧૯૩૯ ૬. “જન્મભૂમિ', ગુજરાતી દૈનિક, ૩૧ ઑગસ્ટ, ૧૯૩૯
પથિક, નૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦૦ ૨૩
For Private and Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરદાર પટેલ અને ભારતીય મુસ્લિમ - ૨
ડૉ. મહેબૂબ દેસાઈ* સવિનય કાનૂનભંગની લડતમાં ભાગ લેવા બદલ સરદાર પટેલને ગાંધીજી સાથે જ ૪ જાન્યુઆરી ૧૯૩રના રોજ કેદ કરી યરવડા જેલમાં લઈ જવામાં આવ્યા. ત્યાં ગાંધીજી અને સરદાર પટેલ ૧૬ માસ સાથે રહ્યા. એ દરમ્યાન અવારનવાર ગાંધીજી અને સરદાર પટેલ હિંદુમુસ્લિમ સમસ્યા અંગે ચર્ચા કરતા. એ ચર્ચાઓમાં સરદાર પટેલના મુસ્લિમો પ્રત્યેના અભિગમને સાચો ઘાટ મળ્યો. સરદાર પટેલ ગાંધીજીના વિચારોને માન આપતા. પરિણામે સરદાર પટેલના મુસ્લિમો પ્રત્યેના અભિગમમાં પરિવર્તન આણવામાં ગાંધીજીએ આ સમય દરમ્યાન નોંધપાત્ર ભાગ ભજવ્યો હતો. જેમકે ૩૦.૩.૧૯૩૨ની એક સવારે એક મુસ્લિમ આગેવાન અંગે વાત નીકળી ત્યારે સરદાર પટેલ બોલી ઊઠયા :
‘કટોકટી આવી પડે ત્યારે આ ભાઈ પણ સંકુચિત કોમવાદી ખ્યાલ અપનાવે છે. અને મુસ્લિમો માટે અલગ ફંડ અને અલગ અપીલની માંગણી કરે છે.'
તેના જવાબમાં ગાંધીજી બોલ્યા : ‘આ કારણસર તેને દોષ આપી શકાય નહિ. આપણે મુસલમાનોને શી સગવડ આપીએ છીએ ? તેમની સાથે મોટે ભાગે અસ્પૃશ્યો જેવો વર્તાવ રાખીએ છીએ. માટે અતુસ સલામને દેવલાલી મોકલવી હોય તો.... ત્યાં તેને રાખવા કહી શકાય ? ખરું જોતાં હિંદુઓએ આગળ પગ માંડવો જોઈએ. હિંદુઓ જાગૃત થાય અને ભેદભાવની જે વાડ બાંધવામાં આવી છે, તે તોડી પાડવામાં આવે તો કડવાશ ઘણી ઓછી
થાય.’
વલ્લભભાઈએ કહ્યું: ‘પણ મુસલમાનો રીતરિવાજમાં જુદા છે. તેઓ માંસાહારી છે. જયારે આપણે શાકાહારી છીએ. તેમની જોડે એક ઘરમાં કેવી રીતે રહી શકાય ?'
બાપુએ કહ્યું : “ના, ના, ગુજરાત સિવાય બીજે ક્યાંય હિંદુઓ શાકાહારી હોતા નથી. પંજાબમાં, સિંધમાં, ઉત્તરપ્રદેશમાં દરેક હિંદુ માંસ ખાય છે.”
તા. ૬.૯.૧૯૩૨ના રોજ યરવડા જેલમાં એકવાર નિરાશ સ્વરે સરદાર પટેલે ગાંધીજીને પૂછ્યું :
એવા કોઈ મુસ્લિમ છે જે તમારી વાત સાંભળે છે ત્યારે ગાંધીજી બોલ્યા :
‘ભલે ને કોઈ જ ન હોય. તેથી કશો ફેર પડતો નથી. પણ આપણે આશા રાખીએ કે એ લોકો પણ જાગૃત થાય. સત્યાગ્રહનો આધાર જ એ છે કે માનવસ્વભાવ પર વિશ્વાસ મૂકવો. એટલે કોઈક મુસલમાન તો જરૂર નીકળશે કે જે કહેશે અમે આટલું બધું થાય એ તો સહન ન કરી શકીએ."
તા. ૮.૪.૧૯૩૩ના રોજ ભારતના મુસ્લિમો અંગે સરદાર પટેલે ગાંધીજીને કહ્યું : મુસલમાન શાંત બેઠા છે અને કશું બોલતા નથી. અંગ્રેજ સરકારને બરાબર સસ્કાર આપી રહ્યા છે.' ત્યારે બાપુએ તેના પ્રતિભાવ આપતા કહ્યું, જયાં સુધી મુસલમાનો દેશના હિતમાં પોતાનું હિત ન જુવે ત્યાં સુધી હિંદુ-મુસ્લિમ ઐક્ય થવાનું નથી.”
યરવડા જેલમાં ગાંધીજી અને સરદાર પટેલ વચ્ચે થયેલી આવી ગુફતેગુએ જ ભારતના મુસ્લિમો પ્રત્યેના સરદાર પટેલના અભિગમમાં પરિવર્તન આણવામાં કે તેને હકારાત્મક રીતે ઘડવામાં નોંધપાત્ર ફાળો આપ્યો હતો. જેની અસર સરદાર પટેલના એ પછીના ભારતના મુસ્લિમો પ્રત્યેના અભિગમમાં જોઈ શકાય છે. * રીડર, ઇતિહાસ અનુસ્નાતક ભવન, ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર - ૩૬૪૭૨.
પથિક - ત્રિમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦ • ૨૪
For Private and Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેલમાંથી મુક્ત થયા પછી સરદાર પટેલને પ્રાંતિય ધારાસભાની ચૂંટણીઓ માટે ઉમેદવારો પસંદ કરવા કોંગ્રેસ સંસદીય બોર્ડના અધ્યક્ષ નીમવામાં આવ્યા, ૧૯૩૫ના પ્રાંતિય ધારાસભાના કાયદા અન્વયે આ ચૂંટણીઓ યોજાઈ રહી હતી. સરદાર પટેલના નેતૃત્વને કારણે ૧૧માંથી પાંચ પ્રાંતોમાં કોંગ્રેસ પ્રધાનમંડળો અસ્તિત્વમાં આવ્યા હતા. આ જ અરસામાં મહંમદઅલી ઝીણા મુસ્લિમ લીગના રાજકારણમાં સક્રિય બનતા જતા હતા. તેમના પ્રયાસોથી મુંબઈ અને યુ.પી.માં મુસ્લિમ લીગના ઉમેદવારોએ સારો દેખાવ કર્યો હતો. ચૂંટણી પછી કેટલાક પ્રાંતોમાં કોંગ્રેસ અને મુસ્લિમ લીગની સંયુક્ત સરકાર રચવા અંગે ચર્ચા વિચારણા આરંભાઈ. આ ચર્ચામાં કોંગ્રેસ પક્ષ તરફથી જવાહરલાલ નહેરૂ અને મૌલાના આઝાદ હતા. જો કે આ ચર્ચા નિષ્ફળ ગઈ. એ માટે નહેરૂની અયથાર્થવાદી નીતિ જવાબદાર હતી, એમ કેટલાક ઇતિહાસકારો માને છે. નહેરૂએ ચર્ચા સમયે એવી શરત મૂકી હતી કે સૌ પ્રથમ મુસ્લિમ લીંગનું કોંગ્રેસમાં વિલીનીકરણ થાય પછી જ સંયુક્ત સરકારની રચના વિશે વિચારી શકાય.
સરદાર પટેલને આ ચર્ચા વિચારણાથી સંપૂર્ણ અળગા રાખવામાં આવ્યા હતા. પરંતુ જ્યારે તેમને નહેરૂના ઉપરોક્ત વલણની જાણ થઈ ત્યારે તેમણે કહ્યું હતું, “મુસ્લિમ લીગના મુખ્ય નેતા ખાલિકુર્જમાન સાથે યોગ્ય રીતે ચર્ચા વિચારણા કરવામાં આવી હોત, તો અવશ્ય સમાધાન સાધી શકાયું હોત.'
મોટાભાગના ઇતિહાસકારો આ મત સાથે સંમતિ દર્શાવે છે. અને કહે છે કે આ સમાધાન વિભાજનને અવશ્ય અટકાવી શક્યું હોત. ગાંધીજીના સચિવ પ્યારેલાલ લખે છે,
આ પ્રથમ કક્ષાની નીતિગત ભૂલ હતી.” લંડનના “ધી ટાઈમ્સ' સમાચારપત્રના દિલ્હી સ્થિત સંવાદદાતા શ્રી. લુઈ હોરેને પણ લખ્યું છે,
જિન્નાએ વિભાજનના કેટલાક મહિનાઓ પછી મને કહ્યું હતું કે વિભાજન માટે નહેરૂ જવાબદાર હતા. જો ૧૯૩૭માં યુ.પી ની કોંગ્રેસે સરકારમાં મુસ્લિમ લીગને સામેલ કરવાનું સ્વીકારી લેવામાં આવ્યું હોત, તો પાકિસ્તાનનું સર્જન ન થાય."
આઝાદી પહેલાં અને પછી પણ સનદી સેવામાં સક્રિય રહેનાર અંગ્રેજ અધિકારી પેન્ડલ મુને આવો જ મત વ્યક્ત કરતાં કહ્યું હતું,
સન ૧૯૩૧માં મુસ્લિમ લીગ જોડે સરકાર કરવા માટે કોંગ્રેસે કરેલી નકાર પાકિસ્તાનની સ્થાપના માટે મુખ્ય કારણ છે.'
અંગ્રેજ ઈતિહાસકાર ફેંક મોરાયસે પણ એવી જ દલીલ કરતાં કહ્યું છે,
‘સન ૧૯૩૭ની ચૂંટણી પછી કોંગ્રેસે મુસ્લિમ લીગ જોડે વધારે સલુકાઈથી કામ પાડ્યું હોત તો પાકિસ્તાનનું સર્જન થયું ન હોત."
‘જો” અને “તો'ની આવી શક્યતાઓમાં જ ઈતિહાસની ઘટનાઓનું વિશ્લેષણ થાય છે. પણ આ તમામ દલીલોનું તારણ એટલું જ છે કે સરદાર પટેલને સમગ્ર ચર્ચા વિચારણાથી અલિપ્ત રાખવામાં આવ્યા હતા. દેશી રજવાડાઓનું કુનેહપૂર્વક વિલીનીકરણ કરનાર સરદાર પટેલ જો આ ચર્ચાવિચારણામાં સામેલ હોત તો કદાચ ઇતિહાસ અવશ્ય જુદો હોત. તેમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નહિ ગણાય.
આ ઘટના પછી મુસ્લિમ લીગના નેતા મહંમદઅલી જિન્નાની કોમવાદી-અલગતાવાદી વૃત્તિ વધુ તીવ્ર બની. તેમના કોમવાદી ભાષણોમાં તે જોઈ શકાય છે. સરદાર પટેલ જિલ્લાના આવા કોમી ઝેર ઓકતા ભાષણોથી ચિંતિત હતા. મુસ્લિમ સમાજ જાણી જોઈને એક એવા મુસ્લિમ નેતાની પાછળ દોરવાઈ રહ્યો હતો, જેનો ઉદ્દેશ હિંદુ-મુસ્લિમ એકતાને તોડવાનો હતો. સરદાર પટેલ એ વાત પણ નહોતા સમજી શકતા હતા કે ઇસ્લામને ગહન રીતે જાણનાર મૌલાના આઝાદ જિત્રાની પોકળતા છતી કરતાં અચકાતા હતા. મહંમદઅલી જિન્ના એક સાચા મુસ્લિમનાં લક્ષણોથી વંચિત હતા. પાંચ વક્તની નમાઝ પઢવી કે દારૂ ન પીવો જેવા ઇસ્લામના સિદ્ધાંતોને ચુસ્ત રીતે જિના ક્યારેય વળગી
પથિક, નૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦૦ ૨૫
For Private and Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રહ્યા ન હતા. છતાં કટ્ટરતાવાદી મુસ્લિમ શા માટે જિલ્લાને અનુસરતા હતા. તે સરદાર પટેલ માટે મુંઝવતો પ્રશ્ન
હતો. જો કે જિન્નાના કોમી ઝેર ઓકતાં ભાષણો સામે કોમી એખલાસની પોતાની આંતરિક ઇચ્છા સરદાર પટેલ . જાહેરમાં વ્યક્ત કરતા હતાં. ૧૯૩૬માં સંયુક્ત પ્રાંતમાં કિસાન સંમેલનના પ્રમુખસ્થાનેથી સરદાર પટેલે કહ્યું હતું :
‘કિસાનોમાં હિંદુ-મુસલમાન કે નાતજાતના ભેદભાવ નજ હોય. ધરતી ખેડીને મહેનતથી ધાન પેદા કરનાર અનેક નાના જમીનદાર, કિસાન કે ખેતીકામમાં મદદ કરનાર મજૂર, ચાહે ગમે તે ધર્મ કે જાતિનો હોય, તો પણ એ બધા કિસાન જ છે. બધા એક જ હોડીમાં બેઠા છે. બધા સાથે જ તરશે કે ડુબશે. કુદરતમાં કદી નાતજાત કે ધર્મનો ભેદભાવ જોવામાં આવ્યો નથી, ને આવશે પણ નહિ. કુદરતી આફતો-આસમાની સુલતાની-કે તેની કૃપા બધા પર એક સરખી જ રહે છે, બધા કિસાનોની આર્થિક દુર્દશા સરખી જ છે. આપણે સૌ પોતપોતાના ધર્મ કે સંપ્રદાયને વળગી રહી, ભેદભાવો છોડી, કોમી ઝગડા મિટાવી દઈને, એક સાથે આર્થિક, સામાજિક, અને રાજકીય ઉન્નતિના કામમાં લાગી જઈશું ત્યારે જ આપણો ઉદ્ધાર થશે."
જિલ્લાની કોમવાદી નીતિને સ્વાભાવિક રીતે જ અંગ્રેજ સરકારનું બળ હતું. પરિણામે કોમી એખલાસને કુંઠિત કરવાના જિન્નાના પ્રયાસોને થોડી ઘણી સફળતા પણ સાંપડી, અને પરિણામે જિત્રા વધુ ઉત્સાહ અને ખુન્નસથી બોલવા માંડ્યા,
કોંગ્રેસ હિંદુ રાજ સ્થાપવા માંગે છે.'
જિન્નાના આ વિધાનનો વિરોધ કરતાં ૨૫.૧૨.૧૯૩૭ના રોજ રાજપીપળાની લોકસભાના ૧૧માં અધિવેશનમાં પ્રમુખ સ્થાનેથી સરદાર પટેલે કહ્યું હતું,
રાષ્ટ્ર મહાસભા એ વિરાટ સંસ્થા છે. એ પચ્ચીસ કરોડની પ્રજા માટે સ્વતંત્રતા શોધે છે એમ નથી. પણ પાંત્રીસ કરોડને માટે - હિંદુ, મુસલમાન, પારસી, ખ્રિસ્તી તમામને માટે એ પ્રયત્ન કરી રહી છે.
સરદાર પટેલની આવી સમાન નીતિનો પ્રતિસાદ પણ તેમને તેમના જાહેરજીવનના કાર્યોમાં સાંપડતો રહ્યો હતો. ૧૯૩૮ના ફેબ્રુઆરીમાં કોંગ્રેસ અધિવેશનની સમગ્ર વ્યવસ્થા સરદાર પટેલ હસ્તક હતી. કોંગ્રેસ અધિવેશન માટે બારડોલી તાલુકાના તાપી નદી કાંઠે આવેલા હરિપુરા ગામની પસંદગી તેમણે કરી. ત્યારે આ અધિવેશન માટે ગામના હિંદુ જ નહિં, પણ મુસ્લિમ ખેડૂતોએ પણ પોતાની પાંચસો એકર જમીન જરા પણ હિચકિચાટ વગર સરદાર પટેલને કાઢી આપી હતી.
મુસ્લિમ પ્રજા જેવો જ વિશ્વાસ અને આત્મીયતા મુસ્લિમ નેતાઓ સાથે પણ સરદારે કેળવી હતી. ૧૯૩૮ના અંતમાં સુભાષચંદ્ર બોઝે જાહેર કર્યું કે તેઓ કોંગ્રેસ પ્રમુખ તરીકે બીજા વર્ષે પણ ચાલુ રહેવા ઇચ્છે છે. સુભાષબાબુની આ જાહેરાત વલ્લભભાઈને પસંદ ન પડી . અલબત્ત એ માટે અનેક કારણો જવાબદાર હતાં. ગાંધીજીએ પણ સુભાષબાબુના સ્થાને મૌલાના આઝાદના નામનો વિચાર કર્યો. ત્યારે ગાંધીજીના એ વિચારને ટેકો આપનાર સરદાર પટેલ હતા. જો કે મૌલાના આઝાદે પ્રથમ કોંગ્રેસ પ્રમુખ થવા અનિરછા દર્શાવી. પણ જાન્યુઆરી, ૧૯૩૯માં બારડોલી મુકામે ગાંધીજી અને સરદાર પટેલ સાથે લાંબી ચર્ચા પછી તેમણે હા પાડી. ત્યારે રાજેન્દ્રબાબુને એક પત્રમાં સરદાર પટેલે લખ્યું હતું,
જવાબદારી ઉપાડી લેવા માટે અમે મૌલાના સાહેબને સમજાવી શક્યા છીએ.... ઘણી વખત અચકાયા પછી તેમણે આ વાત કબૂલ રાખી છે.'
મૌલાના આઝાદે હા પાડ્યા પછી વલ્લભભાઈ પટેલે પોતાની ઉમેદવારી પણ વિધિસર રીતે પાછી ખેંચી લીધી, પણ બારડોલીથી મુંબઈ આવ્યા પછી મૌલાના આઝાદે પોતાનો મત પાછો બદલ્યો. પોતાને મુક્ત કરવા તેઓ ફરીવાર ગાંધીજી પાસે દોડી ગયા. કલકત્તાના રહેવાસી મૌલાના આઝાદને લાગ્યું કે બીજા બંગાળી જોડે સ્પર્ધા કરવી તે અજુગતું અને કદાચ અણગમતું થઈ પડશે.”
પથિકનૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦ • ૨૬
For Private and Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જો કે પછી સુભાષબાબુ જ ૧૯૩૯ના જાન્યુઆરીની ૨૯મી તારીખે ૧૫૮૦ વિરૂદ્ધ ૧૩૭૫ મતે પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. પણ સુભાષબાબુના સ્થાને મૌલાના આઝાદનું પ્રમુખપદ માટે નામ સૂચવનાર ગાંધીજીના મતને વલ્લભભાઈએ જે રીતે વધાવી લીધો હતો તે ઘટના તેમના કોમવાદી કરતા, કોમી એખલાસના માનસને વ્યક્ત કરે છે.
પાદટીપ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧. મહાદેવભાઈની ડાયરી, પુસ્તક પહેલું, પૃ.૬૫.
૨. પરીખ, નરહરી, ‘સરદાર વલ્લભભાઈ’, ભાગ ૨, પૃ. ૧૦૯
૩. ‘મહાદેવભાઈની ડાયરી', પુસ્તક ત્રીજું, પૃ. ૨૨૨
૪. ઝકરિયા, રફીક, ‘સરદાર પટેલ તથા ભારતીય મુસ્લિમ', પૃ. ૩૭
૫. ગાંધી, રાજમોહન, ‘સરદાર પટેલ એક સમર્પિત જીવન', પૃ. ૨૬૯
૬. પરીખ, નરહરી અને શાહ ઉત્તમચંદ (સંપાદકો), ‘સરદાર વલ્લભભાઈના ભાષણો', પૃ. ૩૩૧
૭. એજન., પૃ. ૪૧૬
૮. ગાંધી, રાજમોહન, ઉપર્યુક્ત, પૃ. ૨૮૬
પથિક ♦ ત્રૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦ ૦ ૨૭
For Private and Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ અને સરદાર પટેલ
પ્રા. પ્રફુલ્લા જે. રાવલ* દ્વાદશ જ્યોતિલિંગોમાં જેનું પ્રથમ નામ છે અને પુરાણો તથા મહાભારતમાં સોમનાથ મહાદેવ તથા પ્રભાસ ક્ષેત્રના જે ઉલ્લેખો મળે છે તે સોમનાથ મહાદેવનું તીર્થક્ષેત્ર દેવપટ્ટન કે પ્રભાસ પાટ ગુજરાતની દક્ષિણે સૌરાષ્ટ્રની નૈઋત્ય દિશામાં અરબી સમુદ્રને કિનારે આવેલા સોમનાથ મહાદેવના પવિત્રતીર્થમાં વિશાળ સમુદ્રનું પાણી મહાદેવના પાદ પ્રક્ષાલન કરે છે. તો સાથે સાથે હિરણ્ય, સરસ્વતી અને કપિલા નદીનો ત્રિવેણી સંગમ પણ અહીં છે. આખા એશિયાખંડની મુખ્ય ખંડભૂમિ ઉપર આવેલું આ એક વિરલ સ્થળ છે.
સોમનું નામ જેની સાથે ચિરકાળ માટે જોડાઈ ગયું છે તે સોમનાથ મહાદેવનું તીર્થધામ પ્રાચીન ભારતીય સંસ્કૃતિની એકતાનું પ્રતીક છે. સોમનાથ માટેની શ્રદ્ધા અને ભક્તિ ભારતીયો જ્યાં જયાં વસે છે તેમના માટે અતૂટ અને અખંડ જોવા મળે છે. મળતી માહિતી પ્રમાણે સોમનાથનું સૌ પ્રથમ મંદિર સોમે બંધાવ્યું હતું. ત્યારબાદ રાવણે રૂપાનું અને ભગવાન શ્રીકૃષ્ણ કાષ્ટનું બંધાવ્યું હતું. પ્રાચીન સમયમાં બંધાયેલું આ મંદિર કાળક્રમે જુદા જુદા મુસ્લિમ આક્રમણકારોના આક્રમણનો ભોગ બન્યું હતું. મુસ્લિમો માત્ર ધનલાલસાથી આકર્ષાયા હતા, તેવું ન હતું. તેઓ હિન્દુઓની શ્રદ્ધા અને આસ્થા પણ તોડવા માગતા હતા. પરંતુ અનેક વખતે ખંડિત થયેલ આ મંદિરને જે તે સમયે પુનઃનિર્માણ કરનારા પણ મળી આવ્યા છે. તેની ઇતિહાસ સાક્ષી પૂરે છે.
ઈ.સ. ૧૯૪૭માં ભારતને આઝાદી મળી ત્યારે દેશી રાજ્યો માટે ભારત અથવા પાકિસ્તાન સાથે જોડાવાની ? અથવા સ્વતંત્ર રહેવાની જોગવાઈ હતી. એને કારણે ભારતનાં અન્ય દેશી રાજ્યોની જેમ જૂનાગઢ માટે પણ આ પ્રશ્ન અત્યંત મહત્ત્વનો હતો. સૌરાષ્ટ્રનાં અન્ય રજવાડાં તો ભારત સાથે જોડાઈ ગયાં પરંતુ જૂનાગઢે તે સમયે એટલે કે તા. ૧૫-૮-૪૭ના રોજ પાકિસ્તાન સાથે જોડાવવાની જાહેરાત કરી હતી." પ્રભાસ પાટણમાં જૂનાગઢના નવાબની સત્તા હતી અને પ્રસિદ્ધ સોમનાથ મંદિર ખંડેર સ્વરૂપે તેના પુનઃનિર્માતાની રાહ જોતું ઊભું હતું. આવા સમયે રજવાડાંનું એકીકરણ કરવાની પડકારભરી જવાબદારી સ્વતંત્ર ભારતની સરકાર ઉપર આવી પડી. ત્યારે લોખંડી. ઇચ્છાશક્તિ ધરાવતા ભારત સરકારના નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે આ પ્રશ્નોનો ઉકેલ પૂરી નિષ્ઠા અને ખંતથી લાવવા માટે પ્રયત્નો કર્યા. આમ તેઓ ભારતની એકતાના શિલ્પી બન્યા. વિલીનીકરણની પ્રક્રિયાના ભાગરૂપે સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજય જૂનાગઢની પ્રજાએ આરઝી હકુમત દ્વારા લોકલડત ઉપાડી જેને સરદાર વલ્લભભાઈ પટેલના આડકતરા આશીર્વાદ હતા. આખરે લોકલડત આગળ નવાબે નમવું પડ્યું અને જૂનાગઢ હિન્દી સંઘને શરણે તા. ૯-૧૧-૪૭ના રોજ થયું. જૂનાગઢનો પ્રદેશ ભારત સાથે જોડી દેવા સરદાર પટેલ તા. ૧૩૧૧-૧૯૪૭ના રોજ જૂનાગઢ આવ્યા અને લોકમત દ્વારા જૂનાગઢને ભારત સાથે જોડવાની જાહેરાત કરી. ત્યાંથી તેઓશ્રી પ્રભાસ પાટણ તથા સોમનાથના મંદિરે ગયા. તેમની સાથે પ્રધાનમંડળના તેમના સાથી ગાડગીલ, ક.મા.મુનશી. નવાનગરના મહારાજા જામસાહેબ દિગ્વિજયસિંહજી, સૌરાષ્ટ્રના મુખ્યમંત્રશ્રી ઉછરંગરાય ઢેબર વગેરે હતા. ભારતની કીર્તિ સમાન સોમનાથ મંદિરની બિસ્માર ઉપેક્ષિત અને ખરાબ હાલત જોઈ તેઓનું હૃદય હચમચી ગયું. મંદિરનો જીર્ણોદ્ધાર થવો જોઈએ તેવું ગાડગીલને લાગ્યું. અને તેમણે આ વિચાર સરદાર પટેલને કહ્યો. સરદાર પટેલ તાબડતોબ સંમત થયા અને સોમનાથના સમુદ્ર કિનારે જઈ હાથમાં સમુદ્રનું જળ લઈ સોમનાથ મંદિરનું નવનિર્માણ કરવાની પ્રતિજ્ઞા લીધી,
આ ઐતિહાસિક મંદિરનું પુનઃનિર્માણ કરવું તે ભારતની પ્રાચીન અસ્મિતાનું ગૌરવ હતું અને તે પણ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા પુનઃનિર્માણ થવું એ તો ભારતના ઇતિહાસની અભૂતપૂર્વ અને રોમાંચક ઘટના હતી. કારતક સુદ એકમ નૂતનવર્ષના શુભ દિવસે પ્રભાસપાટણમાં સોમનાથ મંદિર પાસે એકઠી થયેલી જનમેદનીને સંબોધતાં * આસિસ્ટન્ટ પ્રોફેસર, ઇતિહાસ અનુસ્નાતક ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ - ૩૬૦૦૫
પથિક -ત્રમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦ • ૨૮
For Private and Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરદાર પટેલે કહ્યું હતું કે નૂતનવર્ષના આ શુભદિવસે આપણે સંકલ્પ કર્યો છે કે સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ થવું જ જોઈએ. આ પરમપવિત્ર કાર્ય છે. જેમાં સૌએ ભાગ લેવો જોઈએ ત્યારે ત્યાં હાજર રહેલી જનતા ગદગદિત થઈ ગઈ હતી, અને ઉત્સાહભેર જય સોમનાથનો નાદ કર્યો હતો. આમ સોમનાથ મંદિરના પુનઃનિર્માણની કામગીરી શરૂ થઈ. આ સમયે જ શ્રી જામસાહેબ દિગ્વિજયસિંહજીએ એક લાખ રૂપિયા તથા શ્રી શામળદાસ ગાંધીએ આરઝી. હકુમત દ્વારા એકાવન હજાર રૂપિયા દાનની જાહેરાત કરી. ' ગાડગીલ જાહેર બાંધકામ ખાતાના પ્રધાન હતા. તેમણે ખાતા તરફથી કામ માથે લીધું અને ક.મા.મુનશીને પણ આ કાર્યમાં જોડવામાં આવ્યા.
મળતી માહિતી પ્રમાણે કેટલાક લોકો એવો દૃષ્ટિકોણ ધરાવતા હતા કે આ મંદિરને પુરાતત્ત્વના અવશેષો તરીકે સાચવી રાખવું જોઈએ. પરંતુ સરદાર પટેલે સ્પષ્ટ જણાવ્યું કે મંદિરનું પુનઃનિર્માણ કરીને તેમાં શિવલિંગની પ્રતિષ્ઠા કરીને મંદિરને પૂજાનું સ્થાન બનાવવાની લોકલાગણીને માન આપવું જોઈએ.
' મંદિર નિર્માણના કાર્ય માટે પ્રધાનમંડળે સંમતિ આપી. પરંતુ ભારત બિનસાંપ્રદાયિક દેશ હોવાથી મંદિર પુનઃનિર્માણનું કાર્ય ભારત સરકાર ન કરી શકે તેવા વિરોધી સૂરો ઊડ્યા ત્યારે સરદાર પટેલે આખી યોજનાની ચર્ચા ગાંધીજી સાથે કરી પછી વલ્લભભાઈએ ગાંધીજીને ખાતરી આપી કે મંદિં પુનઃનિર્માણના પૈસા જૂનાગઢની તિજોરી કે ભારત સરકાર પાસેથી નહીં લેવામાં આવે. હિન્દુસ્તાનની સરકાર કોઈ સંઘની નથી અને ભારત ધર્મરાજય નથી.. ભારત ધર્મનિરપેક્ષ રાજ્ય હોવાથી રાજય કોઈ મંદિર બાંધી શકે નહીં. ૧૨ પરંતુ લોકો પાસેથી નાણાં ઉઘરાવીને એક ટ્રસ્ટ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરે. જો કે સરદાર વલ્લભભાઈ પટેલ તો કલાકારો અને શિલ્પકારોની મદદથી નકશાઓ અને અંદાજો તૈયાર કરાવવાનું કામ તો કરી રહ્યા હતા. અને જરૂર પડ્યે નાણાની અપીલની જાહેરાત કરવાનું પણ તેમણે અમદાવાદના બાબુભાઈ ઉપાધ્યાયને પત્ર લખી જણાવ્યું હતું. આ પછી પોરબંદરના નાનજી કાલિદાસ મહેતાએ સરદાર પટેલની સંમતિથી ૧૯૪૮ના મહા શિવરાત્રીના પવિત્રદિવસે (કે જે દિવસે સરદાર પટેલનો જન્મ દિવસ છે) નાણાની અપીલ કરતી યાદી બહાર પાડી. સરદારશ્રીના સોમનાથ મંદિરના સંકલ્પને ભારતભરમાંથી દેશી રાજ્યોનો સંપૂર્ણ સહકાર મળ્યો.
તા. ૨૩-૧-૧૯૪૯ના રોજ સરદાર પટેલની અધ્યક્ષતામાં જામનગર મુકામે મળેલી બેઠકમાં શ્રી ગાડગીલ, જામસાહેબશ્રી દિગ્વિજયસિંહ સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી ઢેબરભાઈ તથા શામળદાસ ગાંધીએ ભાગ લીધો જેમાં સોમનાથ ટ્રસ્ટની રચનાની રૂપરેખા તૈયાર કરવામાં આવી. શ્રી ક.મા.મુનશીને ટ્રસ્ટડીડ તૈયાર કરવાનું કાર્ય સોંપવામાં આવ્યું. અને તે રીતે સરદાર વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સોમનાથ ટ્રસ્ટના શ્રીગણેશ થયા. જેને સરકારે મંજૂરી આપી. શ્રી જામસાહેબ દિગ્વિજયસિંહજી ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા.
સોમનાથ મંદિરની આસપાસની વિશાળ જગ્યા સોમનાથ ટ્રસ્ટને આપવામાં આવી. ૧૯૪૯ના અંતે રૂ.૨૫ લાખનું ભંડોળ એકઠું થયું હતું. તેથી તા. ૧૯-૪-૧૯૫૦ના રોજ સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી ઢેબરભાઈના હસ્તે મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન વિધિ કરવામાં આવી.૧૫ અને એ રીતે સરદાર પટેલે મંદિર પુનઃનિર્માણની જે પ્રતિજ્ઞા લીધી હતી તે સાકાર થવાની શરૂઆત થઈ ગઈ હતી. પરંતુ ઈશ્વરની ઇચ્છા એવી હશે કે જે સોમનાથ મંદિરના પુનઃ નિર્માણના તેઓ પ્રણેતા હતા તે પુનઃનિર્માણ થયેલું જોવા સરદારશ્રી આપણી વચ્ચે રહ્યા નહીં. તા.૧૫-૧૨૧૯૫૦ના રોજ આ મહાન હસ્તીએ આપણી વચ્ચેથી મહાપ્રયાણ કર્યું.પરંતુ તેમણે શરૂ કરેલું કાર્ય તો ચાલુ જ રહ્યું.
સોમનાથ મંદિરમાં શિવલિંગ પ્રતિષ્ઠાવિધિ ભારતના રાષ્ટ્રપતિશ્રી ડૉ. રાજેન્દ્રપ્રસાદના હસ્તે કરવાનું વિચારવામાં આવ્યું. પરંતુ સારા કામમાં સો વિઘ્ન આવે એ કહેવત અહીં પણ સાચી પડી. ભારત બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર હોવાથી સરકારના વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેર તરફથી રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદને શિવલિંગ પ્રતિષ્ઠા વિધિ માટે અટકાવવાના પ્રયાસો થયા. પરંતુ તે સફળ થયા નહીં. શિવલિંગ પ્રતિષ્ઠાવિધિમાં જવા માટે રાષ્ટ્રપતિ મક્કમ રહ્યા. તેઓએ જણાવ્યું કે આ તો હિન્દુ ધર્મનું મંદિર છે અને તેમાં મને આમંત્રણ આપવામાં આવ્યું છે અને હું જાઉં છું. પરંતુ મુસલમાનો અને ખ્રિસ્તીઓના ધાર્મિક સ્થાનોના નિર્માણમાં પણ જો મને બોલાવવામાં આવશે તો ત્યાં પણ હું જરૂર જઈશ. અને એ રીતે તા. ૧૧-૫-૧૯૫૧ના રોજ રાષ્ટ્રપતિશ્રી ડૉ. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે મંદિરમાં લિંગપ્રતિષ્ઠા વિધિ સંપન્ન
પથિક સૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦ • ૨૯
For Private and Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવામાં આવી. અને એ રીતે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ લીધેલા વાંધા સામે દુર્લક્ષ સેવવામાં આવ્યું. તા. ૧૩-૫-૧૯૬૫ના રોજ સોમનાથ મંદિરના ૧૫૫ ફૂટ ઊંચા શિખર ઉપર ધજા તથા કળશ આરોહણ વિધિ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષશ્રી જામસાહેબ દિગ્વિજયસિંહજીના હસ્તે કરવામાં આવી. ૧૯૭૦ના મે માસમાં મંદિરના દિગ્વિજય દ્વારનું ઉદ્ઘાટન શ્રી સત્ય સાંઈબાબાના હસ્તે કરવામાં આવ્યું. ઈ.સ. ૧૯૭૦ માં નૃત્ય મંડપનું કામ શરૂ થઈ ગયું હતું તે સમયે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષશ્રી મોરારજી દેસાઈ હતા. નૃત્યમંડપનું કાર્ય પૂરું થાય તે પહેલાં તેમનો દેહવિલય થયો. તા. ૧-૧૨-૧૯૯૫ના રોજ ભારતના રાષ્ટ્રપતિ ડૉ. શંકરદયાલ શર્માના હસ્તે નૃત્ય મંડપ ઉપર કળશ પ્રતિષ્ઠા વિધિપૂર્વક કરવામાં આવી.
તા. ૧-૧૨-૧૯૯૫ના દિવસે સ્થપતિશ્રી પ્રભાશંકર સોમપુરા એ તૈયાર કરેલ ડીઝાઈન પ્રમાણેનું કૈલાસ મેરુ પ્રસાદ શૈલી મુજબનું સોમનાથ મંદિરનું પુનઃનિર્માણનું કાર્ય પરિપૂર્ણ થયું અને તેજ દિવસે રાષ્ટ્રપતિના હસ્તે પુનઃનિર્માણ પામેલ સોમનાથનું મંદિર રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું.
આમ, તા. ૧૩-૧૧-૧૯૪૭ના રોજ સરદાર પટેલે મંદિર પુનઃનિર્માણનો જે સંકલ્પ લીધો હતો તે ૧-૧૨૯૫ના રોજ સંપૂર્ણ રીતે પરિપૂર્ણ થયો. સોમનાથ મંદિરના પુનઃનિર્માણના પ્રણેતા સરદાર પટેલની અમર સ્મૃતિના પ્રતીક સમી સરદારશ્રીની પૂર્ણકદની કાંસ્ય પ્રતિમા આજે પણ સોમનાથ મંદિર પાસેના દિગ્વિજય દ્વાર સામે બિરાજમાન છે. તા. ૪-૪-૧૯૭૦ના રોજ આ પ્રતિમાની અનાવરણ વિધિ ગુજરાતના મૂક સેવક પૂ. રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવી હતી.
શ્રી ક.મા.મુનશીએ સાચું જ કહ્યું છે કે જો સરદાર આપણને મળ્યા ન હોત તો આપણી આંખો સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ થયેલું જોવાને ભાગ્યશાળી થઈ ન હોત.
સંદર્ભો
૧. ઠાકર, રમેશ, ‘દ્વાદશ જ્યોતિર્લિંગ”, પ્રવીણ પુસ્તક ભંડાર, રાજકોટ, પૃ. ૪૧
૨. પરમાર, જયમલ, “સેવા ધરમના અમર સ્થંભ”, પ્રવીણ પુસ્તક ભંડાર, પૃ. ૪૨
૩. મહમદ ઉમર કોલીલનો લેખ “મહમદ ગઝનવીની સોમનાથ ઉપર ચઢાઈ", ફાર્બસ ગુજરાતી સભા, માર્ચ ૧૯૪૨, પૃ. ૪૮૮
૪. ડૉ. જાની, એસ.વી.,નો અપ્રકાશિત મહાનિબંધ, ‘જૂનાગઢની આરઝી હકુમતનો ઇતિહસ', સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ, ૧૯૮૦, પૃ. ૭૮
૫. શુક્લ, આર.બી., “સ્ટોરી ઑફ સૌરાષ્ટ્ર”, સૌ. યુનિ., ઓક્ટોબર ૧૯૯૩, પાના નં. ૫૯-૬૦
૬. શાસ્રી, હરિપ્રસાદ ગંગાપ્રસાદ અને પરીખ, પ્ર.ચિ. (સંપા.), ‘ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ', ગ્રંથ ૯, અમદાવાદ, ૧૯૮૩, પૃ. ૧૪૬
૭. શાહ, દિનેશભાઈ, “સોમનાથ પુનઃ નિર્માણના પ્રણેતા સરદાર વલ્લભભાઈ” પ્રકાશન સોમનાથ ટ્રસ્ટ, પૃ.૬
૮. મેનન, વી.પી., ‘“ધ સ્ટોરી ઓફ ધ ઇન્ટીગ્રેશન ઓફ ઇન્ડીયન સ્ટેટસ'' ઓરીએન્ટ લોગમેન્ટ, બોમ્બે, ૧૯૫૬, પૃ. ૧૪૭
૯. પરમાર, જે.ડી., “રિકન્સ્ટ્રક્ટેડ સોમનાથ ટેમ્પલ”, સોમનાથ ટ્રસ્ટ, પૃ. ૪
૧૦. દેસાઈ, મોરારજીભાઈ, “ઇન ધ સર્વીસ ઑફ સોમનાથ”, પૃ. ૧
૧૧. ગાંધી, રાજમોહન, “સરદાર પટેલ એક સમર્પિત જીવન” નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ, ૧૯૯૪, પૃ. ૪૫૫
૧૨. એજન, પૃ. ૪૫૫
૧૩. સંપાદક, મણિબેન પટેલ, “સરદાર પટેલના પત્રો-૨', નવજીવન પ્રેસ, અમદાવાદ, ૧૯૭૬, પૃ. ૪૭
૧૪. એજન, પૃ. ૪૭
૧૫. પરમાર, જે.ડી., ઉપરોક્ત પુસ્તક, પૃ. ૫.
૧૬. દોશી, યશવંત, ‘‘સવ્યસાચી સરદાર”, પ્રકાશન પરિચય ટ્રસ્ટ, પ્રથમ આવૃત્તિ, ૧૯૭૫, પૃ. ૨૦૭
૧૭. હાન્ડા, આર. એલ., ‘રાજેન્દ્રપ્રસાદ” સ્ટર્લીંગ પબ્લીશર્સ, ન્યૂ દીલ્હી, ૧૯૭૪, પૃ. ૫૦-૫૧
૧૮. સંકલન, શાહ, દિનેશ, “શ્રી સોમનાથ તીર્થ વિકાસ”, શ્રી સોમનાથ ટ્રસ્ટ, પૃ. ૧૧
૧૯. ભારતના રાષ્ટ્રપતિ ડૉ. શંકરદયાલ, શર્માએ આપેલ તા. ૧-૧૨-૧૯૯૫ના રોજ ક્લેશ પ્રતિષ્ઠાપન પ્રવચન- માંથી મળેલી માહિતીના આધારે. ૨૦. મંદિરની રૂબરૂ મુલાકાત દરમ્યાન સરદાર પટેલની પ્રતિમા નીચે લગાવેલી તકતીના આધારે.
પથિક ♦ ત્રૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦ ૦ ૩૦
•
For Private and Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેટલીક કહેવતોમાં ઇતિહાસદર્શન
પ્રા. ડૉ. ધર્મેશ સી. પંડયા* પેઢી દર પેઢી કોઈપણ માનવસમુદાયનો સંગ્રહાતો જતો અનુભવ તથા ડહાપણ તેની ભાષાના બોધરૂપ દૃષ્ટાંત વાક્યોમાં કે ચોટદાર મર્માળ ઉક્તિઓમાં પ્રગટ થાય છે. આવી ઉક્તિઓ કાળે કરીને સર્વસ્વીકૃત બને, સમાજમાં લોકપ્રિયતા પામે, એને આપણે કહેવતો તરીકે ઓળખીએ છીએ.
'કહેવતનાં મૂળ વેદો, પુરાણો, આરણ્યકો, ઉપનિષદો, મહાભારત, કૌટિલ્યના અર્થશાસ્ત્ર, પતંજલિના મહાભાષ્ય જેવા પૌરાણિક ગ્રંથોની કથાઓમાં પણ જોવા મળે છે.
કોઈપણ દેશ, પ્રદેશની કહેવતોમાં અમુક અંશે પ્રાદેશિક વિશિષ્ટતા વ્યક્ત થાય છે. જનમંડળની રહેણીકરણી, રીતરિવાજો, ઇતિહાસ, તહેવારો, વહેમો, ધાર્મિક-સામાજિક માન્યતાઓ, કૌટુંબિક બાબતો વગેરેના ઇશારા કહેવતોમાં સમાયા હોવા ઉપરાંત પ્રજાની વ્યવહારદક્ષતા, તેનું શાણપણ, તેની સભ્યતા અને સંસ્કારિતાના પણ તેમાં સંકેત મળે છે.'
પરંતુ અહીં ગુજરાત પ્રદેશમાં બહુધા પ્રચલિત એવી કેટલીક કહેવતોમાં રહેલા ઐતિહાસિક તથ્યને સ્પષ્ટ કરી બિંદુમાં સિંધુ સમાવવાનો મારો આ નમ્ર પ્રયાસ છે,
સમયાંતરે જીવનની પરિસ્થિતિ અને રહેણીકરણીમાં ફેરફાર થતો રહે છે અને તેથી જ કહેવતોનો માત્ર ભાષાદષ્ટિએ જ નહીં પણ ઐતિહાસિક દૃષ્ટિએ અભ્યાસ થવો જરૂરી છે. સમય, સ્થાન અને સંજોગોની દૃષ્ટિએ દુન્યવી અનુભવ અને દુન્યવી ડહાપણના નિચોડરૂપ કહેવતો માનવીને પોતાના ભૂતકાળના ભવ્ય વારસાનું ભાન કરાવે છે, અને તેથી જ તેનું ઐતિહાસિક મહત્વ પણ રહે છે.
દા.ત. ‘લાડને તાડને સિદ્ધરાજે સાથે કાઢયાં' આ કહેવત સોલંકીકાળની છે જે પ્રમાણે, હકીકતમાં કુમારપાળે જૈન ધર્મ અંગીકાર કર્યા પછી માંસ, મદિરા રાજ્યમાંથી નાબૂદ કરવા પ્રયાસ કર્યા અને તાડમાંથી બનતી તાડી નશો કરાવતી હોવાથી સમગ્ર સામ્રાજ્યમાંથી તાડના ઝાડને નાબૂદ કરાવ્યા હતા. આમ આ કહેવતમાંથી તેનો સુધારાવાદી અભિગમ જાણી શકાય છે. તેવી જ રીતે અમદાવાદ શહેર વસવાના વિષયમાં કહેવત છે ‘જબ કુત્તે પે સસ્સા આય તબ બાદશાહને શહર બસાયા' તેમ જ ડબ્બે બે ને દેવ ખે” આ કહેવત સુરતથી મુંબઈ વચ્ચે સૌપ્રથમ રેલ વ્યવહાર શરૂ થયો ત્યારની છે. જાણ્યા પ્રમાણે, અમલસાડનો એક સ્ટેશન માસ્તર વેપારી પાસે માલના એક ડબ્બા દીઠ બે રૂપિયા લેતો હતો.'
પરદેશી પ્રજાના આગમને પણ કેટલીક કહેવતો આપી. ઈરાનથી આવેલી મુસ્લિમ કે પારસી પ્રજાની અસર જોઈએ તો, “આંધળા આગળ આરસી ને બહેરા આગળ પારસી
[પારસી = ફારસી, ન આવડે તેવી ભાષા] વળી, દરેકમાં પારસી પહેલો' તે મુજબ સૌપ્રથમ, ૧૬૦૦ - કિસ્સાએ સંજાણ લખ્યું - બહ્મન કેકોબાદ
૧૬૭૨ - અંગ્રેજ ટંકશાળમાં સિક્કા પાડવાની નોકરી કરનાર - રતનજી - ૧૭૨૪ - ઈંગ્લેન્ડ ગયેલા પ્રથમ પારસી (સુરતથી) – નવરોજી રૂસ્તમજી * કૉલેજ, વ્યારા
પથિક માસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦ • ૩૧
For Private and Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૫૦ - મુંબઈમાં ગોદી બાંધનાર - લવજી નસરવાનજી વાહડિયા ૧૮૧૨ - પ્રથમ છાપું કાઢનાર – ફદુનજી મર્ઝલાન ૧૮૧૪ - પ્રથમ પંચાંગ કાઢનાર – ફંદુનજી મર્ઝલાન
૧૮૨૨ - પ્રથમ “મુંબઈ સમાચાર' કાઢનાર - ફર્ટુનજી મર્ઝલાન તે રીતે અંગ્રેજી પ્રજાના હિંદ આગમન અને તેની સામાજિક ક્ષેત્રે ગયેલી અસર પણ કહેવતમાં દષ્ટિગોચર થાય છે જેમ કે,
‘દેવ ગયા ડુંગરે ને પીર ગયા મક્ક
અંગ્રેજોના રાજમાં ઢેડ ભારે ધક્કે." રાજાશાહી માનસનું પ્રતિબિંબ પણ કહેવતોમાં છતું થાય છે. લાંબાકાળથી અસ્તિત્વમાં રહેલી રાજાશાહી, તેના ફેરફાર અને તેનાથી થતી લોકજીવન પર અસર આમ જોઈ શકાય છે.
- ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી - રાજદંડ જગ જુએ, ગ્રહદંડ જુએ ન કોઈ - રાજાને ગમી તે રાણી છાણા વીણતી આણી - રાજાના પુત્ર શાહજાદા તે રાજા મૂઆ પછી મહારાજા
- રાજા, વાજાં ને વાંદરાં ત્રણેય સરખા. આદર્શ રાજવી પ્રત્યેનો પ્રજાનો અહોભાવ આપણે ત્યાં જાણીતો છે પણ, મધ્યકાળમાં મુસ્લિમ અમલ દરમ્યાન, પ્રજામાનસ ઉપર તેની કેવી અસર થઈ તેનો ખ્યાલ આ કહેવતોમાં જોઈ શકાય છે. રાજા પ્રત્યે ભક્તિભાવ કેળવવાને ટેવાયેલી પ્રજા પરદેશી રાજા અને રાજવહીવટના દૂષણોથી સુમાહિતગાર હતી અને તેથી જ રાજવહીવટને ધર્મ અને નીતિની દૃષ્ટિએ મૂલવતી આમ છતાં રાજાનો મિજાજ જાણી લઈને વર્તવાની પ્રજાની વ્યવહારકુશળતા આ કહેવતો દ્વારા પ્રગટ થાય છે.. આવી અન્ય રાજવહીવટને લગતી કહેવતોમાં ઇતિહાસ જોઈએ તો
એક વાણિયો શાહ અને બીજો શાહ બાદશાહ' મહંમદ બેગડાના શાસન દરમ્યાન ગુજરાતમાં કારમો દુષ્કાળ પડ્યો ત્યારે એક શ્રીમંત વાણિયાએ દુષ્કાળગ્રસ્તોને મદદ કરવા પોતાની ધનસંપત્તિ ખર્ચા-નાંખી ગુજરાતને જીવતદાન આપ્યું તે વાત સ્પષ્ટ કરે છે. શાસકોની રાજનીતિ સ્પષ્ટ કરતી અન્ય એક કહેવતમાં ત્રણ ત્રણ સત્તાઓની વિશિષ્ટતા સમજી શકાય છે.
“મોગલાઈ ગઈ તગારે પેશ્વાઈ ગઈ નગારે
અંગ્રેજ ગયા પગાર.” મુસ્લિમ શાસન દરમ્યાન ગુજરાતના નાગર બ્રાહ્મણોએ ફારસી ભાષા શીખી, મુસ્લિમ રાજકારભારમાં સક્રિય થયેલા તે બાબત આ કહેવતમાં સ્પષ્ટ થાય છે.
કલમ કડછીને બરછીને પરણે નાગરસુત
(કલમ =મુત્સદીગીરી, કડછી =પાકશાસ, બરછી =લશ્કરી નોકરી
પથિક, નૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦ - ૩૨
For Private and Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગાયકવાડી શાસન દરમ્યાન ગુજરાતનો વહીવટ શિવરામભાઉ કરતો હતો તે પ્રમાદી અને આળસ હોવાથી પ્રજાને જે હાડમારી સહન કરવી પડી હતી તેનો સંકેત આ પ્રમાણે સ્પષ્ટ થાય છે.
‘શિવરામ ભાઉ ગાર્દી, બે મહિનાને બાર દિ,
ચાલ્યા પછી ચાર દિ, ઊડ્યા પછી આઠ દિ.” રાજનીતિમાં દૂરંદેશિતાનો અભાવ અને પોતાને સામાપક્ષ કરતાં શ્રેષ્ઠ માનવાની નીતિ અને તેના પરિણામો દર્શાવતી કહેવત જોઈએ તો
હનોજ દેહલી દૂર અસ્ત ! (હજુ દિલ્હી દૂર છે) જે મુજબ, મુઘલવંશના રાજવી મહંમદશાહના સમયમાં ઈરાનના સમ્રાટ નાદિરશાહે દિલ્હી પર આક્રમણ કર્યું, ત્યારે ચાંદનીચોકની એક ફૂલવાળીનાં પ્રેમમાં ચકચૂર અને શરાબમાં ડૂબેલા રંગીલાને જ્યારે સમાચાર મળ્યા કે નાદિરશાહની ફોજ લાહોર પસાર કરી દિલ્હી તરફ આવી રહી છે ત્યારે એણે કહેલું- હજી દિલ્હી દૂર છે, અને અંતે તેનું પતન થયું હતું. -
“પોપાબાઈનું રાજ હોવું” આ કહેવત પ્રમાણે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને પંજાબમાં આ શાસકવિષયક ભિન્ન ભિન્ન વાતો પ્રવર્તે છે ગમે તે હોય પણ પોપાબાઈના રાજઅમલ દરમ્યાન જે ભ્રષ્ટાચાર, અરાજકતા, અને અવ્યવસ્થા ઉદ્ભવેલી તે સ્પષ્ટ થાય છે. રાજવહીવટની જેમ કેટલાક બાહોશ રાજવીઓને પણ કહેવતોમાં સ્થાન મળ્યું છે જેમ કે,
એક બાજી સબ પાજી
એક નિઝામ સબ હજામ' પેશ્વાઓમાં પહેલા બાજીરાવ અને નિઝામોમાં નિઝામ પહેલો જ શ્રેષ્ઠ હતો તેવું કહેવા માગે છે.
જબ તક નાના તબ તક પૂના મતલબ કે જ્યાં સુધી નાના ફડનવીસ છે ત્યાં સુધી જ પૂનાની જાહોજલાલી છે.
કેટલાક વાદવિવાદો તેમજ મહત્ત્વની વ્યક્તિઓના ઉદ્દગારો પણ કહેવત બને છે જેમ કે સમરકંદના બાદશાહ તૈમુરલંગ અને એક અંધ ફકીરના સંવાદો પરથી કહેવત આવી કે
“દલત અંધી હોતી હૈ” તેવું જ નિઝામુદીન ઓલિયા અને મહંમદતુઘલખના સંવાદે કહેવત આપી જેમાંથી તુગલખાબાદના સર્જન અને પતનનો સંકેત મળે છે,
“યા બસે ગુજર, યા રહે ઉજડ’ ઐતિહાસિક પ્રસંગ ગમે તે સ્થળે બનેલ હોય તે પ્રદેશની ભાષામાં ઉદ્દભવેલી ઐતિહાસિક કહેવત મૂળ સ્વરૂપે જ સર્વત્ર જોવા મળે છે. ઉદા. તરીકે
બચેંગે તો ઔર ભી લડેંગે' ઈ.સ. ૧૭૬૧માં પાણીપતની લડાઈમાં દત્તાજી શિદે અહમદશાહ અબ્દાલીની સેના સાથે લડતા લડતા ઘાયલ થઈ ઢળી પડ્યા ત્યારે મુસ્લિમ સરદારે મશ્કરી કરતાં તેમને પૂછ્યું કે હજુ લડવું છે? ત્યારે દત્તાજીએ જે જવાબ એ આપ્યો તે ઉપર પ્રમાણે કહેવતરૂપ પામ્યો. મહારાષ્ટ્રના ઇતિહાસને સ્પર્શતી અન્ય એક કહેવત જોઈએ તો,
ગઢ આલા પર સિંહ ગેલા પથિક, નૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦ - ૩૩
For Private and Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સિંહગઢના કિલ્લાને જીતતાં શિવાજીના ખાસ વિશ્વાસુ સેનાપતિ તાનાજી શહીદ થયા હતા. શિવાજીને તાનાજી ગુમાવ્યાનું દુ:ખ તેમના ઉપરોક્ત ઉદ્ગારોમાંથી પ્રગટ થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે જ રીતે અમદાવાદ ગુજરાત પર મરાઠા સરદાર પેશ્વા બાજીરાવ બીજાનો સૂબો સેલૂકર અમદાવાદમાં હકૂમત ભોગવી રહેલ. તે વિલાસી હોવાથી અમદાવાદના ગાયકવાડ પ્રતિનિધિનો દેવાદાર થયો. આથી સેલૂકરે ગાયકવાડી સૂબાને મારી નાંખવા હવેલી પર હુમલો કર્યો. આથી ગુસ્સે થયેલ ગાયકવાડે અમદાવાદ પર ચઢાઈ કરી સેલૂકર હાર્યો અને અમદાવાદમાંથી પેશ્વાઈ નાબૂદ થઈ આ બનાવે કહેવત આપી કે,
‘હવેલી લેતાં ગુજરાત ખોઈ’-૧૦ આવી જ એક અન્ય કહેવત મળે છે ‘વેરાવળ લેતાં ચોરવાડ ખોઈ
કેટલીક કહેવતોમાંથી સ્થાનિક ઇતિહાસ જાણી શકાતો હોય છે.
‘ભાંગ્યું ભાંગ્યું પણ ભરૂચ‘-ત
ભરૂચમાં અનેક વખત રેલ આવી, દુષ્કાળ પડ્યા, પેશ્વાઓ, મરાઠાઓ, અંગ્રેજોના આક્રમણ થયા, છતાં તેનું અસ્તિત્વ ટકી રહ્યું તે જાણી શકાય છે. વળી,
વાતમાં ને વાતમાં લલ્લુભાઈએ ભરૂચ ખોયું'
જે મુજબ લલ્લુભાઈ ભરૂચના નવાબી રાજ્યના અંગત સલાહકાર હતા, કોઈક વખત નવાબથી અજાણતાં લલ્લુભાઈનું અપમાન થઈ ગયું. લલ્લુભાઈએ આ અપમાનનો બદલો લેવા અંગ્રેજ પક્ષે ભળી જઈ નવાબને પાછલે બારણે આક્રમણ વખતે ભગાડી મૂક્યો. અંગ્રેજોએ ભરૂચનો કબ્જો લીધો. આમ આ કહેવતમાં ભરૂચના નવાબી રાજ્યના અંતની કથા જોઈ શકાય છે. વળી, આપણને બોધ પણ મળે છે કે નજીવા કારણને લઈને મોટું નુકશાન કદી વેઠવું નહીં.૧૨
અંગ્રેજ સામ્રાજ્યવાદને દર્શાવતી અન્ય એક કહેવતની હકીકત જોઈએ તો કાશી પર ચૈતસિંહની ગેરહાજરીમાં તેના સૈન્ય ૫૨ વોરન હેસ્ટિંગ્સે હુમલો કર્યો. ચૈતસિંહને જાણ થતાં મારતે ઘોડે આવી વોરન હેસ્ટિંગ્સની સેના પર જોરદાર આક્રમણ કર્યું. હેસ્ટિંગ્સે પાછા હટવાની સૈન્યને સૂચના આપી પણ તે એવો ગભરાયેલ કે તેને પોતાને ક્યા જાનવર પર શું નાંખવું તેનું પણ ભાન રહ્યું ન હતું જેના પરથી ઉક્તિ બની કે
તેમ જ,
ઘોડે પર હૌદા ઔર હત્તી પર જીન ·
જાન બચાને કે લિયે પલે વોરન હેસ્ટિંગ્સ'
અન્ય કેટલીક કહેવતોમાંથી કચ્છને લગતો ઇતિહાસ જાણી શકાય છે.
ધીંગે જી ધરાને બંદૂકે જી બાયડી ધીંગાની ધરતી અને બળિયાની સી૧૩
ખટ્યો ખેંગાર અને ભોગવ્યો ભાર
કચ્છના રાઓશ્રી ખેંગારજી પહેલાએ ઘણી મુસીબતો વેઠીને કચ્છનો કબ્જો મેળવ્યો અને ખજાનો ભરપૂર કર્યો એના કુંવર ભારમલ્લજીએ આ ખજાનાનો ખૂબ ઉદારતાથી ઉપયોગ કર્યો હતો. ૧૪
‘કારો કાં ભારો રુધો કાં રા'
રાઓજી ખેંગારજી પહેલાના વખતમાં કારો અને રુધો નામના બે સારસ્વત ભાઈઓ ખેંગારજી સાથે મોરબીથી કચ્છ આવેલા અને મોરબી પર જીત મેળવવા તેમણે ખેંગારજીને ખૂબ મદદ કરેલી તે વાત આ કહેવતમાંથી
પથિક♦ ત્રૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦ ૦ ૩૪
For Private and Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
જાણી શકાય છે.૧૫
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કચ્છના ઇતિહાસ પ્રસિદ્ધ ઝારાના યુદ્ધને સમાવતી કહેવત જોઈએ તો
જુદ્ધ જરાસંઘ જો અબડે પણ ક્યૌ ઇય લખે લેખ ચાડેઆ ઝારે ભૂચર જીંય'
રાજવહીવટ, યુદ્ધ, રાજા-મહારાજાઓના વ્યક્તિત્વ, વગેરેની જેમ કેટલાક અદ્ભુત સ્થાપત્યે પણ કહેવતો
આપી છે.
‘રાણી કી વાવ, દામોદર કૂવો જે ન જુવે તે જીવતો મૂઓ'
ભીમદેવના રાણી ઉદયમતીએ લાખો રૂપિયાના ખર્ચે પાટણની પ્રસિદ્ધ વાવ બંધાવેલી તેનું અદ્ભુત સ્થાપત્યકામ જોવા જેવું હોવાથી ઉપર્યુક્ત કહેવત આવી છે.૧૭
જૂનાગઢના ઉપરકોટમાં આવેલી અડીકડીની વાવ અને નવઘણકૂવાના અદ્ભુત સ્થાપત્ય માટે પણ કહેવત
છે કે
અડી કડી વાવ ને નવઘણ કૂવો જેણે ન જોયો તે જીવતો મૂઓ'
ઇડરના કિલ્લાની અભેદ્ય બાંધણીએ અમે ઇડરીયો ગઢ જીત્યા' જેવા લગ્નગીત અને પાછળથી કહેવત
આપી. ૧૮
શાસકોના સ્થાપત્ય પાછળના આંધળા ખર્ચા અને તેને કારણે પ્રજાને વેઠવી પડતી હાડમારી અને અંતે સત્તાનું પતન દર્શાવતી અનેક કહેવતો જોવા મળે છે. તેમાનું એકાદ ઉદાહરણ જોઈએ તો,
‘સુલતાને કાંકરિયું કર્યું’(દેવું કરીને કામ કરવું)
કુતબુદ્દીને દેવું કરીને પણ સ્થાપત્યનિર્માણ ચાલુ રાખ્યું અંતે તેનું પતન થયેલું તેનો સંકેત છે.
અને અંતમાં હિંદુસ્તાનના પ્રાચીન કાળથી વિદેશ સાથેના સંબંધો સ્પષ્ટ કરતી એકાદ બે કહેવત જોઈએ,
‘લંકાની લાડીને ઘોઘાનો વર' તથા ‘ચીન પૈસા લીંયા છીન' ઉપર્યુક્ત કહેવતોમાં ભારતના સિલોન સાથેના સામાજિક સંબંધોનો તથા ચીન સાથેના વ્યાપારિક સંબંધોનો ઇતિહાસ સમજી શકાય છે.૧૯
ટૂંકમાં, કહેવતોમાં ક્યાંય ક્યાંક દંતકથાઓ તથા અતિશયોક્તિ જોવા મળે છે પરંતુ આવી કેટલીક કહેવતોમાંથી શુદ્ધ ઇતિહાસ પણ જાણી શકાય છે. કહેવતોનો અભ્યાસ એ માનવ-સંસ્કૃતિ અને માનવ-ઇતિહાસની ભુલાયેલી હકીકતો તાજી કરવામાં મદદરૂપ બને છે.
સમયાંતરે પ્રજાનો ઇતિહાસ પરિવર્તન પામતો રહે છે. અન્ય પ્રજાઓ સાથેના સમાગમોની માત્રામાં પણ વધઘટ થતી રહે છે અને તેથી કહેવતોમાં પણ રૂપાંતરો થતાં રહે છે. આમ હોવાથી કહેવતોના અભ્યાસથી માનવઇતિહાસની આગવી વિશિષ્ટતાઓની તથા તેના વિવિધ પાસાંની ઝાંખી થાય છે. આથી ઐતિહાસિક દૃષ્ટિએ પણ કહેવતોનું ઘણું મહત્ત્વ રહેલું કહી શકાય.
પાદનોંધ
૧. “The genius, wit and spirit of a nation are discovered in proverbs” - Bacon. ‘ભગવદ્ગોમંડળ’ ભાગ ૪, પ્રવીણ પ્રકાશન, રાજકોટ, p. 4068
૨.
પથિક૰ ત્રૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦ ૦ ૩૫
For Private and Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 3. “બૃહદ્ કાવ્યદોહન', ભાગ-૧, આવૃત્તિ પાંચમી, રાવણ મંદોદરી સંવાદ, શામળ 4. “બૃહદ્ કહેવત કથાસાગર', અરવિંદ નર્મદાશંકર શાસ્ત્રી, મુંબઈ, p. 181 5. “આપણી કહેવતો એક અધ્યયન', અનસૂયા, બી. ત્રિવેદી, અમદાવાદ-૧૯૭૦, p.80 કથનાવળી, મગનલાલ વખતચંદ શાહ, અમદાવાદ-૧૯૬૮, p.3 રાજદરબાર, બકુલ બક્ષી, અમદાવાદ, 1991, p.3 8. રૂઢિપ્રયોગ અને કહેવતસંગ્રહ', ગુજરાતરાજય, ગાંધીનગર, 1992, p. 138 ભગવદ્ગોમંડળ', અંક 6, પ્રવીણ પ્રકાશન, રાજકોટ-૧૯૮૬, p-5836 9. “બૃહદ્ કહેવત કથાસાગર', p-473 10. “બૃહદ્ કહેવત કથાસાગર', p-473 11. રૂઢિપ્રયોગ અને કહેવતકોષ', ચંદ્રિકાબહેન પટેલ, અમદાવાદ, 1992, p.128 12. બૃહદ્ કથાસાગર', “ભરૂચ શહેરનો ઇતિહાસ', ગણપતરામ હિંમતરામ, દેસાઈ, (વધુ વિગત માટે), p.378 13. “કચ્છનું લોકસાહિત્ય', કારાણી, દુલેરાય એલ. 14. “કચ્છી કહેવતો', દુલેરાય કારાણી, ગુજરાત રાજ્ય લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ, 1976, p.50 15. ઉપર્યુક્ત, p.39 16. “કચ્છનું વિવિધલક્ષી લોકસાહિત્ય, દુલેરાય કારાણી, ગુજરાત રાજ્ય લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ, p.36 17. “ગુજરાતના સોલંકીકાલીન ઇતિહાસ', ન.આ. આચાર્ય, યુનિ. ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદ-૧૯૭૩, p.444 18. “ભગવદ્ગોમંડળ', ભાગ-૩, રાજકોટ, 1986, p.2714 19. સંસ્કૃતિ', અંક છઠ્ઠો, જૂન, ૧૯૫ર, p.230 અન્ય સંદર્ભગ્રંથો 1. “બિંદુમાં સિંધુ', રંભાબહેન ગાંધી, અમદાવાદ, 1972 2. ચક્રવર્તી ગુર્જરો', ક.મા. મુન્શી, અમદાવાદ, 1966 3. અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન', હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ, ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ, 1976 4. “જનકલ્યાણ’, વર્ષ 12, અંક-૧, ફેબ્રુ, 1992 કહેવત કથાનકો પુષ્પ', 326, પ્રકાશક, ભોગીલાલ સાંડેસરા, વડોદરા, 1958 6. “હા વાવલંઝતા ' બા 1, 2, સંપાદક - યશવંત રામકૃષ્ણ દાતે, ચિંતામણિ ગણેશકર્યું, પૂના, 1942 7. આપણી કહેવતો, શંકરભાઈ મો. પટેલ, ભારતીય સાહિત્ય સંઘ લિમિટેડ, અમદાવાદ. પથિક રૈમાસિક2 જુલાઈએસ્ટ-સપ્ટેમ્બર 20000 36 For Private and Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતનો એક નવતર સત્યાગ્રહ : મલાવ જંગલ સત્યાગ્રહ રોનક સોની* ભારતમાં બ્રિટિશ શાસન દરમ્યાન ઈ.સ. 1915 થી 1947 સુધી ભારતીય પ્રજાના સ્વતંત્રતા પ્રાપ્તિના પ્રયાસ તેની પરાકાષ્ટાએ પહોંચ્યા. શરૂઆતમાં સાંસ્થાનિક સ્વરાજય મેળવવાથી શરૂ થયેલી આ ક્વાયત ૧૯૨૯માં પૂર્ણ સ્વરાજ્યના ઠરાવ સુધી પહોંચી. આ ગાળા દરમ્યાન ૧૯૨૦માં અસહકાર, ૧૯૩૦માં સવિનય કાનૂન ભંગ અને ૧૯૪રમાં હિંદ છોડો જેવાં ત્રણ મોટાં આંદોલન દ્વારા ગાંધીજીએ પ્રજાના મોટા ભાગને અહિંસક અને સત્યાગ્રહી બનાવ્યો. (ઉપરોક્ત ત્રણેય આંદોલનોમાં ૧૯૩૦નું સવિનય કાનૂન ભંગ આંદોલન ગાંધીજીના વિશિષ્ટ પ્રકારના કાર્યક્રમોને કારણે ઇતિહાસમાં સુપ્રસિદ્ધ છે. મીઠા જેવી મામૂલી ચીજ માટે થયેલો આ સત્યાગ્રહ બ્રિટિશ સામ્રાજયને લુણો લગાડી જશે એની તે સમયે અંગ્રેજોએ કલ્પના પણ કરી ન હતી. સવિનય કાનૂનભંગ આંદોલન અને દાંડીકૂચમાં ગાંધીજીએ સત્યાગ્રહીઓની મર્યાદા બાંધી હતી. પરંતુ એને બદલે આવાજ પ્રકારના કાર્યક્રમો જિલ્લા અને તાલુકા કક્ષાએ પણ થાય તેવી અપેક્ષા રાખી હતી. એ મુજબ સવિનય કાનૂન ભંગ. આંદોલનના એક ભાગ રૂપે ઘોલેરા, વીરમગામ અને ધરાસણા જેવા સ્થળોએ પણ પુરક મીઠા સત્યાગ્રહો થયા હતા. ગુજરાતના દરેક જિલ્લાઓએ આ સત્યાગ્રહની અસર રૂપે પંચમહાલ જિલ્લામાં કાલોલ તાલુકાના મલાવ ગામે “જંગલ સત્યાગ્રહ’ નામનો સત્યાગ્રહના ઇતિહાસમાં એક નવતર પ્રયોગરૂપ સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો. - ભારતના સ્વતંત્રતા આંદોલન દરમ્યાન પંચમહાલ પણ એ બધા ઘટના ક્રમથી વણસ્પર્ફે રહી શક્યું ન હતું. પંચમહાલના નાયકડાઓએ ૧૮૫૭માં બળવા સમયે બ્રિટિશ સરકાર સામે હથિયાર ઉઠાવ્યા, ત્યારથી પંચમહાલ પ્રજા. સ્વતંત્રતા આંદોલનની અસરોને ઝીલતી આવી હતી. પંચમહાલની પ્રજામાં રાજકીય પરિષદ (ગોધરા)એ સૌથી અગત્યનું પ્રદાન આપ્યું હતું. ઉપરાંત ગુજરાતમાં સમયે સમયે થતી રહેલી સ્વાતંત્ર્ય પ્રવૃત્તિમાં જિલ્લાના આગેવાનો જેવા કે વામનરાવ મુકાદમ, મારુતિસિંહ ઠાકોર, લક્ષ્મીદાસ શ્રીકાંત વગેરેએ પણ ફાળો આપ્યો હતો. :એકંદરે જોતાં ગુજરાતના અન્ય જિલ્લાઓની સરખામણીમાં પંચમહાલ જિલ્લામાં રાજકીય ચેતના થોડી મોડી થઈ હતી. છતાં પોતાના અનુભવોને કારણે મહાત્મા ગાંધીએ પણ પંચમહાલની શક્તિઓને સારી રીતે પિછાણી હતી. તા. 15 એપ્રિલ, ૧૯૩૦ના રોજ લક્ષ્મીદાસ શ્રીકાંતને ઉદ્દેશીને લખેલા પત્રમાં ગાંધીજીએ પંચમહાલની જનતાને સંદેશો આપ્યો હતો કે,......” પંચમહાલ મોડું જાગે છે તેમાંય ઈશ્વરી સંકેત હશે. આ ધર્મયુદ્ધમાં પહેલા છેલ્લે બેસે ને છેલ્લા પહેલે બેસે તો નવાઈની વાત ન ગણાય : પંચમહાલની શક્તિનો તો પાર જ નથી. પણ હવે દુઃખ એ છે કે આપણે ઘણી વાર આપણી શક્તિને ઓળખતા નથી. આ વખતે એ ઓળખ કરવાની છે. પંચમહાલ કરશે એવી આશા છે જ.” ગાંધીજીની આ વાત ધરાસણા સત્યાગ્રહમાં વામનરાવ મુકાદમ અને મારુતિસિંહ ઠાકોર જોવા પંચમહાલના સ્વતંત્ર્ય સૈનિકોએ બતાવેલો બહાદુરીને કારણે કહેવાઈ હતી. ગાંધીજીના જિલ્લા અને તાલુકા કક્ષાએ પૂરક મીઠા સત્યાગ્રહો કરવાના આહ્વાનને સમગ્ર ગુજરાતના જિલ્લાઓ અને તાલુકાઓએ સારો પ્રતિસાદ આપ્યો હતો. ગુજરાતમાં જ્યાં જ્યાં મીઠું પકવવાની સુવિધાઓ હતી ત્યાં ત્યાં લોકોએ નાના મોટા સત્યાગ્રહો કર્યા હતા. પરંતુ પંચમહાલ જિલ્લાની કમનસીબી એ હતી કે, અહીં દરિયાકાંઠો ન હોવાથી મીઠાનો સત્યાગ્રહ કરવો મુશ્કેલ હતો. ઉપરાંત બીજા જિલ્લામાંથી બિનજકાતી મીઠું લાવી વેચવાનો સત્યાગ્રહ તો આ જિલ્લાની પ્રજાએ કર્યો હતો. પણ પંચમહાલની નોકરશાહીએ આ સત્યાગ્રહમાં ફક્ત બે જ કાર્યકર્તાઓની ધરપકડ કરી. વધુ સત્યાગ્રહીઓને પકડવાનું બંધ કર્યું. તેથી એ યોજના અહીં લાંબુ ચાલી શકી નહીં. મીઠાનો સત્યાગ્રહ પણ શક્ય ન હતો તો પછી ગાંધ્યજીની આ મહાન લડતથી પંચમહાલ કેમ અલિપ્ત રહી * શોઠ પી.ટી.આર્ટસ એન્ડ સાયન્સ કૉલેજ, ગોધરા, ટી.વાય.બી.એ(ઇતિહાસ) પથિક * સૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર 2000 * 37 For Private and Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શકે ? અને મીઠાના સત્યાગ્રહ નહીં તો શું ? એવા મનોમંથનમાંથી મલાવ જંગલ સત્યાગ્રહની વાત ઊભી થઈ. આમ તો ગાંધીજીની પૂર્ણ સ્વરાજયની લડતના મંડાણની શરૂઆતમાં શ્રી વામનરાવ મુકાદમે જંગલ સત્યાગ્રહની હાકલ કરી હતી. ઝાલોદમાં ભરાયેલી ભીલ પરિષદે જંગલના જે હક્કો છીનવી લેવામાં આવ્યા હતા; ખાસ કરીને માથાભારી લાકડા વેચવાની છૂટ, તે સબંધી સપ્ત વિરોધ દર્શાવી જંગલ સત્યાગ્રહની લડતનું વાતાવરણ રહ્યું હતું. ટૂંકમાં મલાવ જંગલ સત્યાગ્રહ એ પંચમહાલની ભૌગોલિક સ્થિતિ સાથે બ્રિટિશ સરકારના અન્યાયોનો સામનો કરવા માટે પણ એટલો જ પ્રાસંગિક હતો. આમ પણ જંગલ સત્યાગ્રહ માટે આખા ગુજરાતમાં પંચમહાલ જેવું બીજું અનુકૂળ ક્ષેત્ર બીજું એકેય ન હતું. તેના નેતાઓના મતે પંચમહાલનાએ સમયના પાંચેય તાલુકાઓમાં જંગલ, સત્યાગ્રહની લડત સારી રીતે જામી શકે એમ હતી. પંચમહાલના ભીલો તથા નાયકોને સ્વરાજ્ય ત્યારે આવતું દેખાશે કે જ્યારે જંગલના છીનવી લેવામાં આવેલા તેમના જન્મસિદ્ધ હક્કો તેમને પાછા આપવામાં આવશે. આમ નેતાઓએ પંચમહાલની બહુમતી એવી આદિવાસી પ્રજાને પણ અગત્યના બળ તરીકે આ આંદોલનમાં સાથે રાખવાનું નક્કી કર્યું હતું. - ઉપરોક્ત કારણોસર પંચમહાલ જિલ્લાના આગેવાનોએ કાલોલ તાલુકાના મલાવ ગામે જંગલ સત્યાગ્રહ શરૂ કરવાનું નક્કી કર્યું. સ્થાનિક નેતાઓએ કરેલી યોજના અનુસાર હાથથી ઘાસ ઉખાડીને અને ઢોરોને બીડમાં છટાં ચરવા મૂકી દેવાની વાત પણ મલાવ જંગલ સત્યાગ્રહમાં અભિપ્રેત હતી. અહિંસાનું પૂર્ણપણે પાલન થાય તે માટે દાતરડા ને કુહાડી જેવા હથિયારોનો ઉપયોગ કરવાની આ સત્યાગ્રહના મુખ્ય અગ્રણી લક્ષ્મીદાસ શ્રીકાંતે નિષેધ કરી હતી. ઉપરોક્ત બાબતમાં ગાંધીજીના અહિંસાના સિદ્ધાંતનું પાલન તો હતું જ સાથે સાથે જંગલના ઝાડો કે જે આપણા દેશનું અણમોલ ધન છે અને સુરક્ષિત રાખવાની વાત પણ સંકળાયેલી હતી. આ ઉપરાંત જંગલ સત્યાગ્રહની સફળતા પછી સરકાર જમીન મહેસુલ પણ નહીં ઉઘરાવી શકે એવી દૂરની શક્યતા પણ નેતાઓ જોતા હતા. . મલાવ જંગલ સત્યાગ્રહ માટે 26 સપ્ટેમ્બર ૧૯૩૦નો દિવસ નક્કી કરવામાં આવ્યો. મલાવ જંગલ સત્યાગ્રહ સ્થાનિક કક્ષાએ થયેલો હોવા છતાં તેના નેતાઓએ તેનું વ્યવસ્થિત પણે આયોજન કર્યું હતું. (1) ઘવાયેલા સૈનિકોની સારવાર માટે ડૉક્ટરો સેવિકાઓ અને રેડક્રોસના સૈનિકો હાજર રખાયા હતા. (2) ખેડૂતોએ આખી રાત કાંસી અને મૃદંગની રમઝટ બોલાવી ભજનોની ઝડીઓ વરસાવી આખા વાતાવરણને પવિત્ર કરી મૂક્યું હતું. (3) પ્રત્યેક સત્યાગ્રહીઓની ગામવાર યાદી તૈયાર કરી હતી. જે આશરે 150 સુધી પહોંચી હતી. (4) મોટા નેતાઓની હાજરી વગર ચાલનારી આ સત્યાગ્રહ સફળ થાય માટે જનતાને અહિંસાની ગાંધી ચીંધી વાતો સમજાવી હતી. (5) રણક્ષેત્ર પરથી કલાકે કલાકે કલોલની મુખ્ય ઓફિસે સંદેશા મળી રહે તે માટેની વ્યવસ્થા કરી હતી. એના માટે પણ એક ટુકડી રચાઈ હતી. 26 સપ્ટેમ્બર, ૧૯૩૦ના યાદગાર દિવસે શુક્રવારે ચાર-પાંચ હજારના માનવ સમૂહને તેના સરદાર લક્ષ્મીદાસ શ્રીકાંતે પોતાનો પ્રેરણાદાયી સંદેશો આપ્યો. શ્રી શ્રીકાંતની પાછળ ગોઠવાઈ “રઘુપતિ રાઘવ રાજા રામની પવિત્ર ધૂન જગાવતા સરઘસના આકારમાં માનવ સમૂહ જંગલ સત્યાગ્રહ કરવા તૈયાર થયો. આવા સત્યાગ્રહોમાં પોલીસનું જે કામ હોય છે તેવું કામ જિલ્લાની પોલીસે પણ કર્યું. સત્યાગ્રહીઓ મલાવ પહોંચ્યા તે પહેલાં રણક્ષેત્રને ઘેરો ઘાલી પંચમહાલની પોલીસ પડી હતી. સત્યાગ્રહ શરૂ કરતાં પહેલાં સરકારના પ્રતિનિધિ રૂ૫ જિલ્લા મેજિસ્ટ્રેટ મિ. ક્રિપાલાની, સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટ મિ. લાડ, પોલીસ સુપ્રિ. મિ. જનાન શાહ, ડે.પો. સુપ્રિ. મિ. કાબરાજી, જંગલખાતાના વડા મિ. સેન્ડીમેન વગેરેએ સત્યાગ્રહના જોખમોની ચેતવણી આપી લોકોને સત્યાગ્રહ ન કરવા સમજાવ્યા. છતાં સત્યાગ્રહીઓ સરકારી અધિકારીઓની વિનંતી અને જોખમોની વાતને ગણકાર્યા વગર બધા સત્યાગ્રહીઓએ લક્ષ્મીદાસ શ્રીકાંતના પગલે ઘાસના ચારસો એકરના બીડમાં પ્રવેશ કરી હાથથી પથિક, નૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર 2000 - 38 For Private and Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઘાસ તોડી અને સેંકડો ઢોરોને જંગલમાં છૂટા ચરવા મૂકી દઈ સરકારના એ અન્યાયી કાયદાનો પોલીસની રુબરુ સવિનય ભંગ કરી જંગલ સત્યાગ્રહનો વિજયવંત વાવટો ઊડતો કર્યો. વિશાળ પ્રમાણમાં સત્યાગ્રહીઓ અને સેંકડો ઢોરોને રોકવાનું કે અંકુશમાં રાખવાનું કામ પોલીસ માટે મુશ્કેલ જ નહીં પણ અશક્ય હતું. આ સત્યાગ્રહ માત્ર બે જ કલાક ચાલ્યો હતો. “જંગલ કા કાનૂન તોડ દિયા"ની જયઘોષ સાથે વિજય સૈન્ય સરદાર (લક્ષ્મીદાસ) સાથે હર્ષભેર મુકામ પર આવ્યું. આ સત્યાગ્રહમાં સરકારે જુદી નીતિ અપનાવી હતી. સત્યાગ્રહ સફળ ન થાય તેટલા માટે પ્રજાને નેતાવિહીન કરી દેવા માટે ડૉ. માણેકલાલ ગાંધી, મારૂતિસિંહ ઠાકોર, અને બકોરભાઈ પટેલને ગોધરાની સબ જેલમાં સત્યાગ્રહ શરૂ થાય એ પહેલાં પૂરી દીધા. વળી સત્યાગ્રહ ચાલી રહ્યો હતો. ત્યારે સત્યાગ્રીઓને છંછેડવાની કોઈ ભૂલ કરી ન હતી. પરંતુ સત્યાગ્રહ કરી પાછા વળી રહેલા પોલીસોએ 13 થી 14 જેટલા સૈનિકો પર લાઠીઓ ચલાવી તેમને ઘાયલ કર્યા હતા. ઉપરાંત સત્યાગ્રહ પૂરો કરી એજ રાત્રે કાલોલમાં લક્ષ્મીદાસ શ્રીકાંતની ધરપકડ કરી હતી. શ્રી લક્ષ્મીદાસ શ્રીકાંતને જંગલ કાયદાની કલમો ૨૬-ડી અનુસાર ત્રણ માસ, કલમ 143 અનુસાર ત્રણ માસ અને 117 અનુસાર પાંચ માસની એમ કુલ 11 માસની સજાઓ કરવામાં આવી અન્ય ૩પ થી 40 સત્યાગ્રહીઓને પણ નાની મોટી સજા કરવામાં આવી હતી. અગાઉ પકડાયેલા માણેકલાલ ગાંધી, બકોરભાઈ પટેલ ઉપર તારીખ 6-9-30 થી 16-9-30 સુધી સ્વરાજ્ય સંઘમાં જે ભાષણો આપેલા તેને મલાવના જંગલ સત્યાગ્રહની ઉશ્કેરણીના ગણી કાઢી ઈ.પી.કો. કલમ ૧૧૭ના રોજ દેલોલ, કંડાચ અને અડાદરામાં આપેલા ભાષણોને પણ ઉશ્કેરણીના ગણી તે જ કલમ અનુસાર પાંચ માસની બ વર્ગની સાદી કેદની સજા કરી. આમ માત્ર એક દિવસ અને એમાંય બે કલાક માટે થયેલો આ સત્યાગ્રહ નેતાઓની ધરપકડ સાથે પૂરો થયો. સમગ્ર ગુજરાતના સત્યાગ્રહના ઇતિહાસમાં આ એક નવતર પ્રયોગ હતો. પરંતુ કમનસીબી એ છે કે, ગુજરાતના સત્યાગ્રહના ઇતિહાસમાં આવી નવીનતા ધરાવતા સત્યાગ્રહની નોંધ અમુક અપવાદોને બાદ કરતા* બહુ ઓછી લેવાય છે છતાં, તેના મહત્ત્વને અવગણી શકાય એમ નથી. કારણ કે પ્રથમ તો આ સત્યાગ્રહ એક વિશિષ્ટ પ્રકારનો અને કોઈ મોટા નેતાઓના માર્ગદર્શન વિના થયેલો હોવાથી અગત્યનો બને છે. બીજું કે, સ્થાનિક નેતાઓની ધરપકડ અને મંટા નેતાઓની ગેરહાજરીમાં પણ સત્યાગ્રહીઓએ ગાંધીજીના અહિસાના સિદ્ધાંતનું ચુસ્તપણે પાલન કર્યું હતું. ત્રીજું કે આ સત્યાગ્રહમાં પકડાયેલા મોટા ભાગના નેતાઓ અને કાર્યકરો પંચમહાલના કાલોલ તાલુકાના હતા, તેથી પાછળથી જયારે ‘ના-કર'ની લડત વ્યવસ્થિત પણે ચાલી શકી ન હતી. કારણ કે, મલાવ જંગલ સત્યાગ્રહમાં પકડાયેલા સૈનિકોની ગેરહાજરીમાં કાલોલનું રાજકીય જીવન શૂન્ય બની ગયું હતું. ઉપરોક્ત બાબતો ઉપરાંત આ સત્યાગ્રહના મુખ્ય નેતા લક્ષ્મીદાસ શ્રીકાંતના શબ્દો મલાવ જંગલ સત્યાગ્રહના મહત્ત્વને સમજવા માટે પૂરતાં થઈ પડશે... “મિલાવનો જંગલ સત્યાગ્રહ ગુજરાતમાં એક દષ્ટિએ અપૂર્વ હતો અને તે સફળ થયો. એટલું જ નહીં તે અહિંસક રીતે પાર પડ્યો, .............. પંચમહાલનો આ લડતમાં બહુ જ મોટો ફાળો હતો. ઘણાં યુવકોએ જેલ ભોગવી સ્વરાજ્ય સંગ્રામના ઇતિહાસમાં પંચમહાલનું નામ ઉજ્જવલ કર્યું છે, જેમાં ભીલ સેવા મંડળના આદિવાસી યુવક યુવતીઓનો ફાળો નાનો સૂનો ન હતો. સંદર્ભ સૂચિ: 1. શ્રીકાંત લક્ષ્મીદાસ મારુ, “ગાંધી યુગનું ઘડતર', ભીલ સેવા મંડળ, દાહોદ, 1980, પ્રથમ આવૃત્તિ 2. “ગાંધીજીનો અક્ષર દેહ', પુસ્તક-૪૩, નવજીવન પ્રકાશન, અમદાવાદ, 1976, પ્રથમ આવૃત્તિ 3. દવે ડાહ્યાભાઈ, શ્રી કાલોલ તાલુકા મહા સમિતિનો ૧૯૩૦-૩૧નો વાર્ષિક અહેવાલ (તાલુકાનો સ્વાતંત્ર્ય યુદ્ધનો ઇતિહાસ), કાલોક તાલુકા સમિતિ, 1931, 4. દેસાઈ મહેબુબ, “ગુજરાતના નવતર સત્યાગ્રહો', ગુર્જર ગ્રંથરત્ન પ્રકાશન, અમદાવાદ, 1999, પ્રથમ આવૃત્તિ, 5. “પંચસેતુ' (પાક્ષિક), અંક-૯ અને 10, ગોધરા 6. શુક્લ જયકુમાર, “સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાત’, નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ, 1993, પ્રથમ આવૃત્તિ * (‘મલાવ જંગલ સત્યાગ્રહ એક પ્રકરણ તરીકે શ્રી મહેબૂબ દેસાઈએ પોતાના પુસ્તક 'ગુજરાતના નવતર સત્યાગ્રહોમાં લીધી છે.) પથિક સૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર 2000 * 39 For Private and Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________ રૈમાસિક : જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર, 2000 POSTAGE 33.11.00 = 0 2 0 0 BOOK-POST પથિક Printed Matter RUPEES OO PORNO Shri Mahavir Jain Aradhana Kendra TO, આજીવન સભ્ય 298 ડો. રામજીભાઈ ઠાકરશી સાવલિયા એ-૪, યશપુરૂષનગર, કર્મચારી નગર સામે, ૨નાપાર્ક, ધાટલોડિયા, અમદાવાદ - 380 001 For Private and Personal Use Only રવાના : પથિક કાર્યાલય, C/o. ભો. જે. વિદ્યાભવન, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૯ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir