SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra જાણી શકાય છે.૧૫ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કચ્છના ઇતિહાસ પ્રસિદ્ધ ઝારાના યુદ્ધને સમાવતી કહેવત જોઈએ તો જુદ્ધ જરાસંઘ જો અબડે પણ ક્યૌ ઇય લખે લેખ ચાડેઆ ઝારે ભૂચર જીંય' રાજવહીવટ, યુદ્ધ, રાજા-મહારાજાઓના વ્યક્તિત્વ, વગેરેની જેમ કેટલાક અદ્ભુત સ્થાપત્યે પણ કહેવતો આપી છે. ‘રાણી કી વાવ, દામોદર કૂવો જે ન જુવે તે જીવતો મૂઓ' ભીમદેવના રાણી ઉદયમતીએ લાખો રૂપિયાના ખર્ચે પાટણની પ્રસિદ્ધ વાવ બંધાવેલી તેનું અદ્ભુત સ્થાપત્યકામ જોવા જેવું હોવાથી ઉપર્યુક્ત કહેવત આવી છે.૧૭ જૂનાગઢના ઉપરકોટમાં આવેલી અડીકડીની વાવ અને નવઘણકૂવાના અદ્ભુત સ્થાપત્ય માટે પણ કહેવત છે કે અડી કડી વાવ ને નવઘણ કૂવો જેણે ન જોયો તે જીવતો મૂઓ' ઇડરના કિલ્લાની અભેદ્ય બાંધણીએ અમે ઇડરીયો ગઢ જીત્યા' જેવા લગ્નગીત અને પાછળથી કહેવત આપી. ૧૮ શાસકોના સ્થાપત્ય પાછળના આંધળા ખર્ચા અને તેને કારણે પ્રજાને વેઠવી પડતી હાડમારી અને અંતે સત્તાનું પતન દર્શાવતી અનેક કહેવતો જોવા મળે છે. તેમાનું એકાદ ઉદાહરણ જોઈએ તો, ‘સુલતાને કાંકરિયું કર્યું’(દેવું કરીને કામ કરવું) કુતબુદ્દીને દેવું કરીને પણ સ્થાપત્યનિર્માણ ચાલુ રાખ્યું અંતે તેનું પતન થયેલું તેનો સંકેત છે. અને અંતમાં હિંદુસ્તાનના પ્રાચીન કાળથી વિદેશ સાથેના સંબંધો સ્પષ્ટ કરતી એકાદ બે કહેવત જોઈએ, ‘લંકાની લાડીને ઘોઘાનો વર' તથા ‘ચીન પૈસા લીંયા છીન' ઉપર્યુક્ત કહેવતોમાં ભારતના સિલોન સાથેના સામાજિક સંબંધોનો તથા ચીન સાથેના વ્યાપારિક સંબંધોનો ઇતિહાસ સમજી શકાય છે.૧૯ ટૂંકમાં, કહેવતોમાં ક્યાંય ક્યાંક દંતકથાઓ તથા અતિશયોક્તિ જોવા મળે છે પરંતુ આવી કેટલીક કહેવતોમાંથી શુદ્ધ ઇતિહાસ પણ જાણી શકાય છે. કહેવતોનો અભ્યાસ એ માનવ-સંસ્કૃતિ અને માનવ-ઇતિહાસની ભુલાયેલી હકીકતો તાજી કરવામાં મદદરૂપ બને છે. સમયાંતરે પ્રજાનો ઇતિહાસ પરિવર્તન પામતો રહે છે. અન્ય પ્રજાઓ સાથેના સમાગમોની માત્રામાં પણ વધઘટ થતી રહે છે અને તેથી કહેવતોમાં પણ રૂપાંતરો થતાં રહે છે. આમ હોવાથી કહેવતોના અભ્યાસથી માનવઇતિહાસની આગવી વિશિષ્ટતાઓની તથા તેના વિવિધ પાસાંની ઝાંખી થાય છે. આથી ઐતિહાસિક દૃષ્ટિએ પણ કહેવતોનું ઘણું મહત્ત્વ રહેલું કહી શકાય. પાદનોંધ ૧. “The genius, wit and spirit of a nation are discovered in proverbs” - Bacon. ‘ભગવદ્ગોમંડળ’ ભાગ ૪, પ્રવીણ પ્રકાશન, રાજકોટ, p. 4068 ૨. પથિક૰ ત્રૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦ ૦ ૩૫ For Private and Personal Use Only
SR No.535480
Book TitlePathik 2000 Vol 40 Ank 10 11 12
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2000
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy