________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાદેવના ગર્ભગૃહમાં સેવ્યક્લિંગ તરીકે જોવા મળેલ. આ મુખલિંગની જલાધારીનો ભાગ ખાડા સ્વરૂપમાં હોઈ અને મુખલિંગ ખાડામાં હોઈ મુખલિંગનું શિલ્પકલાની દૃષ્ટિએ સંપૂર્ણ અવલોકન થઈ શકે તેમ નથી. ઉપરાંત કાલબળ અને ખર્ચાને કારણે પણ ઘસારો લાગેલ છે. મુખલિંગ શ્યામવર્ણનું છે. લિંગના રુદ્રભાગે મધ્યમાં શિવમુખ કંડારેલ છે. જ્યારે લૅંગનો શિરોભાગ નળાકાર છે. લિંગનું માપ ઊંચાઈ : ૦.૩૪ સે.મી. અને ઘેરાવો ૦.૨૪ સે.મી. છે. દેવે બન્ને કાનમાં વલય કુંડળ ધારણ કરેલ છે. મસ્તક પરનો જટાભાર અલંકૃત છે. જટાલટોને ગૂંથીને બન્ને છેડા પર અર્ધલંબવૃત્ત કે પર્ણઘાટ આપેલ છે. જ્યારે મધ્યની જટાલટોને ઊભી હારમાં દર્શાવેલ છે. જેમાં નીચે મધ્યભાગે મસ્તિષ્કાભરણ હોવાનું જણાય છે. દેવનાં વિસ્ફારિતનેત્ર નોંધપાત્ર છે. નાક, હોઠ તથા મુખભાગ ઘસાયેલ છે. ગળામાં મધ્યમાં પદયુક્ત પ્રાચીન શૈલીની માળા ધારણ કરેલ છે.
સમયાંકન
અત્રે ચર્ચિત મુખલિંગની શૈલી-ખાસ કરીને નેત્રો તથા કેશવિન્યાસ, મસ્તિષ્કાભરણ મહદ્અંશે શામળાજી મુકામે આવેલ કાશી વિશ્વેશ્વર મહાદેવના સેવ્ય એક મુખલિંગને મળતી છે. શામળાજીનું મુખલિંગ પારેવા પથ્થરમાંથી કંડારેલ અને ઈસુની પમી સદીનું છે. ઉપરાંત ખુલ્લાં વિસ્ફારિત નેત્રો પણ સામ્ય ધરાવે છે. જ્યારે જટામુકુટની શૈલી પાછળના સમયમાં પણ ચાલુ હોવાનું ઉત્તર ગુજરાતમાંથી પ્રાપ્ત બ્રહ્માણીની ઈસુની ૬ઠ્ઠી-૭મી સદીની પ્રતિમા તેમજ અમદાવાદમાં (સ્વ.) શ્રી વસંત ગુોના સંગ્રહમાંની કુબેરની ઈસુની ૮મી સદીની પ્રતિમામાં પણ જોવા મળે છે. સંખારીના એકમુખલિંગમાં જોવા મળતા જટાભારની શૈલીના કંઈક પ્રાચીન સ્વરૂપના દર્શન શામળાજીની ભગવાન શિવની ઊભા સ્વરૂપની પ્રતિમાના જટામુકુટમાં થાય છે.” આ પ્રતિમાને ઈસુની પમી સદીમાં મૂકવામાં આવેલ છે. જેમાં મધ્યની જટાલટોને ઊભી અને તેની બન્ને તરફની જટાલટો લંબવૃત્તઘાટમાં કંઈક છૂટી દર્શાવેલ છે. જે સંખારીના એકમુખલિંગમાં સંકીર્ણ બને છે. આમ છતાં સંખારીનું એક મુખલિંગ તેની ઘણી બધી વિગતો અસ્પષ્ટ હોવા છતાં તેની શૈલીના આધારે ઈસુની ૫મી સદીના અંતમાં કે ૬ ઠ્ઠી સદીમાં મૂકી શકાય.
પાદટીપ
૧. દવે, ક.ભા., ગૂજરાતનું મૂર્તિવિધાન", પૃ.૨૪૪
૨.
(ડૉ.) અમીન, જે.પી., “ગુજરાતનું શૈવ મૂર્તિવિધાન", પૃ. ૧૧, ૧૯
* Parekh, V.S., “Ekmukhlinga-Samalaji", Journal of Oricntal Institute, Baroda, Vol. XXXII, March-June,' 1984, Nos. 3-4, p. 329
(Dr.) Shah, U.P., Sculptures From,Samalaji and Roda", Bulletin of the Baroda Museum and Picture Gallery, Vol. XIII (Special Number), 1960, Pl. 1 & 18
ફોટોગ્રાફ સૌજન્ય : પુરાતત્ત્વ ખાતું, ગુજરાત સરકાર
પથિક ત્રૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦ ૦ ૨
•
For Private and Personal Use Only