________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શકે ? અને મીઠાના સત્યાગ્રહ નહીં તો શું ? એવા મનોમંથનમાંથી મલાવ જંગલ સત્યાગ્રહની વાત ઊભી થઈ. આમ તો ગાંધીજીની પૂર્ણ સ્વરાજયની લડતના મંડાણની શરૂઆતમાં શ્રી વામનરાવ મુકાદમે જંગલ સત્યાગ્રહની હાકલ કરી હતી. ઝાલોદમાં ભરાયેલી ભીલ પરિષદે જંગલના જે હક્કો છીનવી લેવામાં આવ્યા હતા; ખાસ કરીને માથાભારી લાકડા વેચવાની છૂટ, તે સબંધી સપ્ત વિરોધ દર્શાવી જંગલ સત્યાગ્રહની લડતનું વાતાવરણ રહ્યું હતું. ટૂંકમાં મલાવ જંગલ સત્યાગ્રહ એ પંચમહાલની ભૌગોલિક સ્થિતિ સાથે બ્રિટિશ સરકારના અન્યાયોનો સામનો કરવા માટે પણ એટલો જ પ્રાસંગિક હતો. આમ પણ જંગલ સત્યાગ્રહ માટે આખા ગુજરાતમાં પંચમહાલ જેવું બીજું અનુકૂળ ક્ષેત્ર બીજું એકેય ન હતું. તેના નેતાઓના મતે પંચમહાલનાએ સમયના પાંચેય તાલુકાઓમાં જંગલ, સત્યાગ્રહની લડત સારી રીતે જામી શકે એમ હતી. પંચમહાલના ભીલો તથા નાયકોને સ્વરાજ્ય ત્યારે આવતું દેખાશે કે જ્યારે જંગલના છીનવી લેવામાં આવેલા તેમના જન્મસિદ્ધ હક્કો તેમને પાછા આપવામાં આવશે. આમ નેતાઓએ પંચમહાલની બહુમતી એવી આદિવાસી પ્રજાને પણ અગત્યના બળ તરીકે આ આંદોલનમાં સાથે રાખવાનું નક્કી કર્યું હતું. - ઉપરોક્ત કારણોસર પંચમહાલ જિલ્લાના આગેવાનોએ કાલોલ તાલુકાના મલાવ ગામે જંગલ સત્યાગ્રહ શરૂ કરવાનું નક્કી કર્યું. સ્થાનિક નેતાઓએ કરેલી યોજના અનુસાર હાથથી ઘાસ ઉખાડીને અને ઢોરોને બીડમાં છટાં ચરવા મૂકી દેવાની વાત પણ મલાવ જંગલ સત્યાગ્રહમાં અભિપ્રેત હતી. અહિંસાનું પૂર્ણપણે પાલન થાય તે માટે દાતરડા ને કુહાડી જેવા હથિયારોનો ઉપયોગ કરવાની આ સત્યાગ્રહના મુખ્ય અગ્રણી લક્ષ્મીદાસ શ્રીકાંતે નિષેધ કરી હતી. ઉપરોક્ત બાબતમાં ગાંધીજીના અહિંસાના સિદ્ધાંતનું પાલન તો હતું જ સાથે સાથે જંગલના ઝાડો કે જે આપણા દેશનું અણમોલ ધન છે અને સુરક્ષિત રાખવાની વાત પણ સંકળાયેલી હતી. આ ઉપરાંત જંગલ સત્યાગ્રહની સફળતા પછી સરકાર જમીન મહેસુલ પણ નહીં ઉઘરાવી શકે એવી દૂરની શક્યતા પણ નેતાઓ જોતા હતા. . મલાવ જંગલ સત્યાગ્રહ માટે 26 સપ્ટેમ્બર ૧૯૩૦નો દિવસ નક્કી કરવામાં આવ્યો. મલાવ જંગલ સત્યાગ્રહ સ્થાનિક કક્ષાએ થયેલો હોવા છતાં તેના નેતાઓએ તેનું વ્યવસ્થિત પણે આયોજન કર્યું હતું. (1) ઘવાયેલા સૈનિકોની સારવાર માટે ડૉક્ટરો સેવિકાઓ અને રેડક્રોસના સૈનિકો હાજર રખાયા હતા. (2) ખેડૂતોએ આખી રાત કાંસી અને મૃદંગની રમઝટ બોલાવી ભજનોની ઝડીઓ વરસાવી આખા વાતાવરણને પવિત્ર કરી મૂક્યું હતું. (3) પ્રત્યેક સત્યાગ્રહીઓની ગામવાર યાદી તૈયાર કરી હતી. જે આશરે 150 સુધી પહોંચી હતી. (4) મોટા નેતાઓની હાજરી વગર ચાલનારી આ સત્યાગ્રહ સફળ થાય માટે જનતાને અહિંસાની ગાંધી ચીંધી વાતો સમજાવી હતી. (5) રણક્ષેત્ર પરથી કલાકે કલાકે કલોલની મુખ્ય ઓફિસે સંદેશા મળી રહે તે માટેની વ્યવસ્થા કરી હતી. એના માટે પણ એક ટુકડી રચાઈ હતી. 26 સપ્ટેમ્બર, ૧૯૩૦ના યાદગાર દિવસે શુક્રવારે ચાર-પાંચ હજારના માનવ સમૂહને તેના સરદાર લક્ષ્મીદાસ શ્રીકાંતે પોતાનો પ્રેરણાદાયી સંદેશો આપ્યો. શ્રી શ્રીકાંતની પાછળ ગોઠવાઈ “રઘુપતિ રાઘવ રાજા રામની પવિત્ર ધૂન જગાવતા સરઘસના આકારમાં માનવ સમૂહ જંગલ સત્યાગ્રહ કરવા તૈયાર થયો. આવા સત્યાગ્રહોમાં પોલીસનું જે કામ હોય છે તેવું કામ જિલ્લાની પોલીસે પણ કર્યું. સત્યાગ્રહીઓ મલાવ પહોંચ્યા તે પહેલાં રણક્ષેત્રને ઘેરો ઘાલી પંચમહાલની પોલીસ પડી હતી. સત્યાગ્રહ શરૂ કરતાં પહેલાં સરકારના પ્રતિનિધિ રૂ૫ જિલ્લા મેજિસ્ટ્રેટ મિ. ક્રિપાલાની, સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટ મિ. લાડ, પોલીસ સુપ્રિ. મિ. જનાન શાહ, ડે.પો. સુપ્રિ. મિ. કાબરાજી, જંગલખાતાના વડા મિ. સેન્ડીમેન વગેરેએ સત્યાગ્રહના જોખમોની ચેતવણી આપી લોકોને સત્યાગ્રહ ન કરવા સમજાવ્યા. છતાં સત્યાગ્રહીઓ સરકારી અધિકારીઓની વિનંતી અને જોખમોની વાતને ગણકાર્યા વગર બધા સત્યાગ્રહીઓએ લક્ષ્મીદાસ શ્રીકાંતના પગલે ઘાસના ચારસો એકરના બીડમાં પ્રવેશ કરી હાથથી પથિક, નૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર 2000 - 38 For Private and Personal Use Only