________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઘાસ તોડી અને સેંકડો ઢોરોને જંગલમાં છૂટા ચરવા મૂકી દઈ સરકારના એ અન્યાયી કાયદાનો પોલીસની રુબરુ સવિનય ભંગ કરી જંગલ સત્યાગ્રહનો વિજયવંત વાવટો ઊડતો કર્યો. વિશાળ પ્રમાણમાં સત્યાગ્રહીઓ અને સેંકડો ઢોરોને રોકવાનું કે અંકુશમાં રાખવાનું કામ પોલીસ માટે મુશ્કેલ જ નહીં પણ અશક્ય હતું. આ સત્યાગ્રહ માત્ર બે જ કલાક ચાલ્યો હતો. “જંગલ કા કાનૂન તોડ દિયા"ની જયઘોષ સાથે વિજય સૈન્ય સરદાર (લક્ષ્મીદાસ) સાથે હર્ષભેર મુકામ પર આવ્યું. આ સત્યાગ્રહમાં સરકારે જુદી નીતિ અપનાવી હતી. સત્યાગ્રહ સફળ ન થાય તેટલા માટે પ્રજાને નેતાવિહીન કરી દેવા માટે ડૉ. માણેકલાલ ગાંધી, મારૂતિસિંહ ઠાકોર, અને બકોરભાઈ પટેલને ગોધરાની સબ જેલમાં સત્યાગ્રહ શરૂ થાય એ પહેલાં પૂરી દીધા. વળી સત્યાગ્રહ ચાલી રહ્યો હતો. ત્યારે સત્યાગ્રીઓને છંછેડવાની કોઈ ભૂલ કરી ન હતી. પરંતુ સત્યાગ્રહ કરી પાછા વળી રહેલા પોલીસોએ 13 થી 14 જેટલા સૈનિકો પર લાઠીઓ ચલાવી તેમને ઘાયલ કર્યા હતા. ઉપરાંત સત્યાગ્રહ પૂરો કરી એજ રાત્રે કાલોલમાં લક્ષ્મીદાસ શ્રીકાંતની ધરપકડ કરી હતી. શ્રી લક્ષ્મીદાસ શ્રીકાંતને જંગલ કાયદાની કલમો ૨૬-ડી અનુસાર ત્રણ માસ, કલમ 143 અનુસાર ત્રણ માસ અને 117 અનુસાર પાંચ માસની એમ કુલ 11 માસની સજાઓ કરવામાં આવી અન્ય ૩પ થી 40 સત્યાગ્રહીઓને પણ નાની મોટી સજા કરવામાં આવી હતી. અગાઉ પકડાયેલા માણેકલાલ ગાંધી, બકોરભાઈ પટેલ ઉપર તારીખ 6-9-30 થી 16-9-30 સુધી સ્વરાજ્ય સંઘમાં જે ભાષણો આપેલા તેને મલાવના જંગલ સત્યાગ્રહની ઉશ્કેરણીના ગણી કાઢી ઈ.પી.કો. કલમ ૧૧૭ના રોજ દેલોલ, કંડાચ અને અડાદરામાં આપેલા ભાષણોને પણ ઉશ્કેરણીના ગણી તે જ કલમ અનુસાર પાંચ માસની બ વર્ગની સાદી કેદની સજા કરી. આમ માત્ર એક દિવસ અને એમાંય બે કલાક માટે થયેલો આ સત્યાગ્રહ નેતાઓની ધરપકડ સાથે પૂરો થયો. સમગ્ર ગુજરાતના સત્યાગ્રહના ઇતિહાસમાં આ એક નવતર પ્રયોગ હતો. પરંતુ કમનસીબી એ છે કે, ગુજરાતના સત્યાગ્રહના ઇતિહાસમાં આવી નવીનતા ધરાવતા સત્યાગ્રહની નોંધ અમુક અપવાદોને બાદ કરતા* બહુ ઓછી લેવાય છે છતાં, તેના મહત્ત્વને અવગણી શકાય એમ નથી. કારણ કે પ્રથમ તો આ સત્યાગ્રહ એક વિશિષ્ટ પ્રકારનો અને કોઈ મોટા નેતાઓના માર્ગદર્શન વિના થયેલો હોવાથી અગત્યનો બને છે. બીજું કે, સ્થાનિક નેતાઓની ધરપકડ અને મંટા નેતાઓની ગેરહાજરીમાં પણ સત્યાગ્રહીઓએ ગાંધીજીના અહિસાના સિદ્ધાંતનું ચુસ્તપણે પાલન કર્યું હતું. ત્રીજું કે આ સત્યાગ્રહમાં પકડાયેલા મોટા ભાગના નેતાઓ અને કાર્યકરો પંચમહાલના કાલોલ તાલુકાના હતા, તેથી પાછળથી જયારે ‘ના-કર'ની લડત વ્યવસ્થિત પણે ચાલી શકી ન હતી. કારણ કે, મલાવ જંગલ સત્યાગ્રહમાં પકડાયેલા સૈનિકોની ગેરહાજરીમાં કાલોલનું રાજકીય જીવન શૂન્ય બની ગયું હતું. ઉપરોક્ત બાબતો ઉપરાંત આ સત્યાગ્રહના મુખ્ય નેતા લક્ષ્મીદાસ શ્રીકાંતના શબ્દો મલાવ જંગલ સત્યાગ્રહના મહત્ત્વને સમજવા માટે પૂરતાં થઈ પડશે... “મિલાવનો જંગલ સત્યાગ્રહ ગુજરાતમાં એક દષ્ટિએ અપૂર્વ હતો અને તે સફળ થયો. એટલું જ નહીં તે અહિંસક રીતે પાર પડ્યો, .............. પંચમહાલનો આ લડતમાં બહુ જ મોટો ફાળો હતો. ઘણાં યુવકોએ જેલ ભોગવી સ્વરાજ્ય સંગ્રામના ઇતિહાસમાં પંચમહાલનું નામ ઉજ્જવલ કર્યું છે, જેમાં ભીલ સેવા મંડળના આદિવાસી યુવક યુવતીઓનો ફાળો નાનો સૂનો ન હતો. સંદર્ભ સૂચિ: 1. શ્રીકાંત લક્ષ્મીદાસ મારુ, “ગાંધી યુગનું ઘડતર', ભીલ સેવા મંડળ, દાહોદ, 1980, પ્રથમ આવૃત્તિ 2. “ગાંધીજીનો અક્ષર દેહ', પુસ્તક-૪૩, નવજીવન પ્રકાશન, અમદાવાદ, 1976, પ્રથમ આવૃત્તિ 3. દવે ડાહ્યાભાઈ, શ્રી કાલોલ તાલુકા મહા સમિતિનો ૧૯૩૦-૩૧નો વાર્ષિક અહેવાલ (તાલુકાનો સ્વાતંત્ર્ય યુદ્ધનો ઇતિહાસ), કાલોક તાલુકા સમિતિ, 1931, 4. દેસાઈ મહેબુબ, “ગુજરાતના નવતર સત્યાગ્રહો', ગુર્જર ગ્રંથરત્ન પ્રકાશન, અમદાવાદ, 1999, પ્રથમ આવૃત્તિ, 5. “પંચસેતુ' (પાક્ષિક), અંક-૯ અને 10, ગોધરા 6. શુક્લ જયકુમાર, “સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાત’, નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ, 1993, પ્રથમ આવૃત્તિ * (‘મલાવ જંગલ સત્યાગ્રહ એક પ્રકરણ તરીકે શ્રી મહેબૂબ દેસાઈએ પોતાના પુસ્તક 'ગુજરાતના નવતર સત્યાગ્રહોમાં લીધી છે.) પથિક સૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર 2000 * 39 For Private and Personal Use Only