________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતનો એક નવતર સત્યાગ્રહ : મલાવ જંગલ સત્યાગ્રહ રોનક સોની* ભારતમાં બ્રિટિશ શાસન દરમ્યાન ઈ.સ. 1915 થી 1947 સુધી ભારતીય પ્રજાના સ્વતંત્રતા પ્રાપ્તિના પ્રયાસ તેની પરાકાષ્ટાએ પહોંચ્યા. શરૂઆતમાં સાંસ્થાનિક સ્વરાજય મેળવવાથી શરૂ થયેલી આ ક્વાયત ૧૯૨૯માં પૂર્ણ સ્વરાજ્યના ઠરાવ સુધી પહોંચી. આ ગાળા દરમ્યાન ૧૯૨૦માં અસહકાર, ૧૯૩૦માં સવિનય કાનૂન ભંગ અને ૧૯૪રમાં હિંદ છોડો જેવાં ત્રણ મોટાં આંદોલન દ્વારા ગાંધીજીએ પ્રજાના મોટા ભાગને અહિંસક અને સત્યાગ્રહી બનાવ્યો. (ઉપરોક્ત ત્રણેય આંદોલનોમાં ૧૯૩૦નું સવિનય કાનૂન ભંગ આંદોલન ગાંધીજીના વિશિષ્ટ પ્રકારના કાર્યક્રમોને કારણે ઇતિહાસમાં સુપ્રસિદ્ધ છે. મીઠા જેવી મામૂલી ચીજ માટે થયેલો આ સત્યાગ્રહ બ્રિટિશ સામ્રાજયને લુણો લગાડી જશે એની તે સમયે અંગ્રેજોએ કલ્પના પણ કરી ન હતી. સવિનય કાનૂનભંગ આંદોલન અને દાંડીકૂચમાં ગાંધીજીએ સત્યાગ્રહીઓની મર્યાદા બાંધી હતી. પરંતુ એને બદલે આવાજ પ્રકારના કાર્યક્રમો જિલ્લા અને તાલુકા કક્ષાએ પણ થાય તેવી અપેક્ષા રાખી હતી. એ મુજબ સવિનય કાનૂન ભંગ. આંદોલનના એક ભાગ રૂપે ઘોલેરા, વીરમગામ અને ધરાસણા જેવા સ્થળોએ પણ પુરક મીઠા સત્યાગ્રહો થયા હતા. ગુજરાતના દરેક જિલ્લાઓએ આ સત્યાગ્રહની અસર રૂપે પંચમહાલ જિલ્લામાં કાલોલ તાલુકાના મલાવ ગામે “જંગલ સત્યાગ્રહ’ નામનો સત્યાગ્રહના ઇતિહાસમાં એક નવતર પ્રયોગરૂપ સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો. - ભારતના સ્વતંત્રતા આંદોલન દરમ્યાન પંચમહાલ પણ એ બધા ઘટના ક્રમથી વણસ્પર્ફે રહી શક્યું ન હતું. પંચમહાલના નાયકડાઓએ ૧૮૫૭માં બળવા સમયે બ્રિટિશ સરકાર સામે હથિયાર ઉઠાવ્યા, ત્યારથી પંચમહાલ પ્રજા. સ્વતંત્રતા આંદોલનની અસરોને ઝીલતી આવી હતી. પંચમહાલની પ્રજામાં રાજકીય પરિષદ (ગોધરા)એ સૌથી અગત્યનું પ્રદાન આપ્યું હતું. ઉપરાંત ગુજરાતમાં સમયે સમયે થતી રહેલી સ્વાતંત્ર્ય પ્રવૃત્તિમાં જિલ્લાના આગેવાનો જેવા કે વામનરાવ મુકાદમ, મારુતિસિંહ ઠાકોર, લક્ષ્મીદાસ શ્રીકાંત વગેરેએ પણ ફાળો આપ્યો હતો. :એકંદરે જોતાં ગુજરાતના અન્ય જિલ્લાઓની સરખામણીમાં પંચમહાલ જિલ્લામાં રાજકીય ચેતના થોડી મોડી થઈ હતી. છતાં પોતાના અનુભવોને કારણે મહાત્મા ગાંધીએ પણ પંચમહાલની શક્તિઓને સારી રીતે પિછાણી હતી. તા. 15 એપ્રિલ, ૧૯૩૦ના રોજ લક્ષ્મીદાસ શ્રીકાંતને ઉદ્દેશીને લખેલા પત્રમાં ગાંધીજીએ પંચમહાલની જનતાને સંદેશો આપ્યો હતો કે,......” પંચમહાલ મોડું જાગે છે તેમાંય ઈશ્વરી સંકેત હશે. આ ધર્મયુદ્ધમાં પહેલા છેલ્લે બેસે ને છેલ્લા પહેલે બેસે તો નવાઈની વાત ન ગણાય : પંચમહાલની શક્તિનો તો પાર જ નથી. પણ હવે દુઃખ એ છે કે આપણે ઘણી વાર આપણી શક્તિને ઓળખતા નથી. આ વખતે એ ઓળખ કરવાની છે. પંચમહાલ કરશે એવી આશા છે જ.” ગાંધીજીની આ વાત ધરાસણા સત્યાગ્રહમાં વામનરાવ મુકાદમ અને મારુતિસિંહ ઠાકોર જોવા પંચમહાલના સ્વતંત્ર્ય સૈનિકોએ બતાવેલો બહાદુરીને કારણે કહેવાઈ હતી. ગાંધીજીના જિલ્લા અને તાલુકા કક્ષાએ પૂરક મીઠા સત્યાગ્રહો કરવાના આહ્વાનને સમગ્ર ગુજરાતના જિલ્લાઓ અને તાલુકાઓએ સારો પ્રતિસાદ આપ્યો હતો. ગુજરાતમાં જ્યાં જ્યાં મીઠું પકવવાની સુવિધાઓ હતી ત્યાં ત્યાં લોકોએ નાના મોટા સત્યાગ્રહો કર્યા હતા. પરંતુ પંચમહાલ જિલ્લાની કમનસીબી એ હતી કે, અહીં દરિયાકાંઠો ન હોવાથી મીઠાનો સત્યાગ્રહ કરવો મુશ્કેલ હતો. ઉપરાંત બીજા જિલ્લામાંથી બિનજકાતી મીઠું લાવી વેચવાનો સત્યાગ્રહ તો આ જિલ્લાની પ્રજાએ કર્યો હતો. પણ પંચમહાલની નોકરશાહીએ આ સત્યાગ્રહમાં ફક્ત બે જ કાર્યકર્તાઓની ધરપકડ કરી. વધુ સત્યાગ્રહીઓને પકડવાનું બંધ કર્યું. તેથી એ યોજના અહીં લાંબુ ચાલી શકી નહીં. મીઠાનો સત્યાગ્રહ પણ શક્ય ન હતો તો પછી ગાંધ્યજીની આ મહાન લડતથી પંચમહાલ કેમ અલિપ્ત રહી * શોઠ પી.ટી.આર્ટસ એન્ડ સાયન્સ કૉલેજ, ગોધરા, ટી.વાય.બી.એ(ઇતિહાસ) પથિક * સૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર 2000 * 37 For Private and Personal Use Only