SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૫૦ - મુંબઈમાં ગોદી બાંધનાર - લવજી નસરવાનજી વાહડિયા ૧૮૧૨ - પ્રથમ છાપું કાઢનાર – ફદુનજી મર્ઝલાન ૧૮૧૪ - પ્રથમ પંચાંગ કાઢનાર – ફંદુનજી મર્ઝલાન ૧૮૨૨ - પ્રથમ “મુંબઈ સમાચાર' કાઢનાર - ફર્ટુનજી મર્ઝલાન તે રીતે અંગ્રેજી પ્રજાના હિંદ આગમન અને તેની સામાજિક ક્ષેત્રે ગયેલી અસર પણ કહેવતમાં દષ્ટિગોચર થાય છે જેમ કે, ‘દેવ ગયા ડુંગરે ને પીર ગયા મક્ક અંગ્રેજોના રાજમાં ઢેડ ભારે ધક્કે." રાજાશાહી માનસનું પ્રતિબિંબ પણ કહેવતોમાં છતું થાય છે. લાંબાકાળથી અસ્તિત્વમાં રહેલી રાજાશાહી, તેના ફેરફાર અને તેનાથી થતી લોકજીવન પર અસર આમ જોઈ શકાય છે. - ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી - રાજદંડ જગ જુએ, ગ્રહદંડ જુએ ન કોઈ - રાજાને ગમી તે રાણી છાણા વીણતી આણી - રાજાના પુત્ર શાહજાદા તે રાજા મૂઆ પછી મહારાજા - રાજા, વાજાં ને વાંદરાં ત્રણેય સરખા. આદર્શ રાજવી પ્રત્યેનો પ્રજાનો અહોભાવ આપણે ત્યાં જાણીતો છે પણ, મધ્યકાળમાં મુસ્લિમ અમલ દરમ્યાન, પ્રજામાનસ ઉપર તેની કેવી અસર થઈ તેનો ખ્યાલ આ કહેવતોમાં જોઈ શકાય છે. રાજા પ્રત્યે ભક્તિભાવ કેળવવાને ટેવાયેલી પ્રજા પરદેશી રાજા અને રાજવહીવટના દૂષણોથી સુમાહિતગાર હતી અને તેથી જ રાજવહીવટને ધર્મ અને નીતિની દૃષ્ટિએ મૂલવતી આમ છતાં રાજાનો મિજાજ જાણી લઈને વર્તવાની પ્રજાની વ્યવહારકુશળતા આ કહેવતો દ્વારા પ્રગટ થાય છે.. આવી અન્ય રાજવહીવટને લગતી કહેવતોમાં ઇતિહાસ જોઈએ તો એક વાણિયો શાહ અને બીજો શાહ બાદશાહ' મહંમદ બેગડાના શાસન દરમ્યાન ગુજરાતમાં કારમો દુષ્કાળ પડ્યો ત્યારે એક શ્રીમંત વાણિયાએ દુષ્કાળગ્રસ્તોને મદદ કરવા પોતાની ધનસંપત્તિ ખર્ચા-નાંખી ગુજરાતને જીવતદાન આપ્યું તે વાત સ્પષ્ટ કરે છે. શાસકોની રાજનીતિ સ્પષ્ટ કરતી અન્ય એક કહેવતમાં ત્રણ ત્રણ સત્તાઓની વિશિષ્ટતા સમજી શકાય છે. “મોગલાઈ ગઈ તગારે પેશ્વાઈ ગઈ નગારે અંગ્રેજ ગયા પગાર.” મુસ્લિમ શાસન દરમ્યાન ગુજરાતના નાગર બ્રાહ્મણોએ ફારસી ભાષા શીખી, મુસ્લિમ રાજકારભારમાં સક્રિય થયેલા તે બાબત આ કહેવતમાં સ્પષ્ટ થાય છે. કલમ કડછીને બરછીને પરણે નાગરસુત (કલમ =મુત્સદીગીરી, કડછી =પાકશાસ, બરછી =લશ્કરી નોકરી પથિક, નૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦ - ૩૨ For Private and Personal Use Only
SR No.535480
Book TitlePathik 2000 Vol 40 Ank 10 11 12
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2000
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy