________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લક્ષ્મીદાસ મુંબઈમાં કેનેડી સીફેસ ઉપર આવેલા પી.જે. હિન્દુ જિમખાનાના અગ્રણી હતા. આ સંસ્થાને તેમણે આપેલી સેવાઓ તેમની જાહેર સેવાઓની મહાન સિદ્ધિ હતી. ક્રિકેટ સ્ટેડિયમમાં હિન્દુ જિમખાના માટે તેમણે કેટલીક બેઠકો અનામત રખાવી અને તે માટે તેમણે લડત આપવી પડી હતી, જિમખાનાની જમીન કબજે લેવાનો સરકારનો હુકમ તેમણે રદ કરાવ્યો હતો. આ જિમખાનામાં સ્વીમિંગ બાથ બાંધવા માટે તેમણે રૂપિયા પચાસ હજારનો ફાળો ઉઘરાવી આપ્યો હતો.
તેરસીનું જીવન શુદ્ધ અને નીતિમાન હતું. તેઓ દંભ અને કુરિવાજોના વિરોધી, સમાજસુધારક, સ્વાતંત્ર્ય સેનાની અને સ્પષ્ટ વક્તા હતા. મુંબઈના જાહેર જીવનમાં તેમનું સ્થાન અદ્વિતીય હતું. સામાજિક અને રાજકીય અન્યાય સામે ઝૂઝવાની તેઓ પોતાની ફરજ સમજતા હતા. રાજકારણમાં તેઓ મવાળવાદી હોવાથી ગાંધીજીના નેતૃત્વ હેઠળ કામ કરતી કોંગ્રેસના ચળવળના કાર્યક્રમો તેઓ સ્વીકારી શક્યા નહિ. તેથી ત્રીસીના દાયકામાં જાહેર જીવનમાં તેમનું સ્થાન ગૌણ બની ગયું. ૩૦ મી ઑગસ્ટ, ૧૯૩૯ના રોજ તેમનું અવસાન થયું.
સંદર્ભ સૂચિ ૧. સ્વામી આનંદ : કુળકથાઓ ૨. “કચ્છના સ્વાતંત્ર્ય સેનાની લક્ષ્મીદાસ રવજી તેરસી', “નવનીત સમર્પણ', સપ્ટેમ્બર, ૧૯૮૫ ૩. ‘પ્રબુદ્ધ જીવન', ગુજરાતી પખવાડિક, ૧૫ સપ્ટેમ્બર, ૧૯૩૯ ૪. અશોક હર્ષ, 'લખમીદાસ રવજી તેરસી', 'કુમાર' માસિક, ઓક્ટોબર, ૧૯૩૯ ૫. ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા', ૩૧ ઑગસ્ટ, ૧૯૩૯ ૬. “જન્મભૂમિ', ગુજરાતી દૈનિક, ૩૧ ઑગસ્ટ, ૧૯૩૯
પથિક, નૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦૦ ૨૩
For Private and Personal Use Only