Book Title: Pathik 2000 Vol 40 Ank 10 11 12
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 38
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સિંહગઢના કિલ્લાને જીતતાં શિવાજીના ખાસ વિશ્વાસુ સેનાપતિ તાનાજી શહીદ થયા હતા. શિવાજીને તાનાજી ગુમાવ્યાનું દુ:ખ તેમના ઉપરોક્ત ઉદ્ગારોમાંથી પ્રગટ થાય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir તે જ રીતે અમદાવાદ ગુજરાત પર મરાઠા સરદાર પેશ્વા બાજીરાવ બીજાનો સૂબો સેલૂકર અમદાવાદમાં હકૂમત ભોગવી રહેલ. તે વિલાસી હોવાથી અમદાવાદના ગાયકવાડ પ્રતિનિધિનો દેવાદાર થયો. આથી સેલૂકરે ગાયકવાડી સૂબાને મારી નાંખવા હવેલી પર હુમલો કર્યો. આથી ગુસ્સે થયેલ ગાયકવાડે અમદાવાદ પર ચઢાઈ કરી સેલૂકર હાર્યો અને અમદાવાદમાંથી પેશ્વાઈ નાબૂદ થઈ આ બનાવે કહેવત આપી કે, ‘હવેલી લેતાં ગુજરાત ખોઈ’-૧૦ આવી જ એક અન્ય કહેવત મળે છે ‘વેરાવળ લેતાં ચોરવાડ ખોઈ કેટલીક કહેવતોમાંથી સ્થાનિક ઇતિહાસ જાણી શકાતો હોય છે. ‘ભાંગ્યું ભાંગ્યું પણ ભરૂચ‘-ત ભરૂચમાં અનેક વખત રેલ આવી, દુષ્કાળ પડ્યા, પેશ્વાઓ, મરાઠાઓ, અંગ્રેજોના આક્રમણ થયા, છતાં તેનું અસ્તિત્વ ટકી રહ્યું તે જાણી શકાય છે. વળી, વાતમાં ને વાતમાં લલ્લુભાઈએ ભરૂચ ખોયું' જે મુજબ લલ્લુભાઈ ભરૂચના નવાબી રાજ્યના અંગત સલાહકાર હતા, કોઈક વખત નવાબથી અજાણતાં લલ્લુભાઈનું અપમાન થઈ ગયું. લલ્લુભાઈએ આ અપમાનનો બદલો લેવા અંગ્રેજ પક્ષે ભળી જઈ નવાબને પાછલે બારણે આક્રમણ વખતે ભગાડી મૂક્યો. અંગ્રેજોએ ભરૂચનો કબ્જો લીધો. આમ આ કહેવતમાં ભરૂચના નવાબી રાજ્યના અંતની કથા જોઈ શકાય છે. વળી, આપણને બોધ પણ મળે છે કે નજીવા કારણને લઈને મોટું નુકશાન કદી વેઠવું નહીં.૧૨ અંગ્રેજ સામ્રાજ્યવાદને દર્શાવતી અન્ય એક કહેવતની હકીકત જોઈએ તો કાશી પર ચૈતસિંહની ગેરહાજરીમાં તેના સૈન્ય ૫૨ વોરન હેસ્ટિંગ્સે હુમલો કર્યો. ચૈતસિંહને જાણ થતાં મારતે ઘોડે આવી વોરન હેસ્ટિંગ્સની સેના પર જોરદાર આક્રમણ કર્યું. હેસ્ટિંગ્સે પાછા હટવાની સૈન્યને સૂચના આપી પણ તે એવો ગભરાયેલ કે તેને પોતાને ક્યા જાનવર પર શું નાંખવું તેનું પણ ભાન રહ્યું ન હતું જેના પરથી ઉક્તિ બની કે તેમ જ, ઘોડે પર હૌદા ઔર હત્તી પર જીન · જાન બચાને કે લિયે પલે વોરન હેસ્ટિંગ્સ' અન્ય કેટલીક કહેવતોમાંથી કચ્છને લગતો ઇતિહાસ જાણી શકાય છે. ધીંગે જી ધરાને બંદૂકે જી બાયડી ધીંગાની ધરતી અને બળિયાની સી૧૩ ખટ્યો ખેંગાર અને ભોગવ્યો ભાર કચ્છના રાઓશ્રી ખેંગારજી પહેલાએ ઘણી મુસીબતો વેઠીને કચ્છનો કબ્જો મેળવ્યો અને ખજાનો ભરપૂર કર્યો એના કુંવર ભારમલ્લજીએ આ ખજાનાનો ખૂબ ઉદારતાથી ઉપયોગ કર્યો હતો. ૧૪ ‘કારો કાં ભારો રુધો કાં રા' રાઓજી ખેંગારજી પહેલાના વખતમાં કારો અને રુધો નામના બે સારસ્વત ભાઈઓ ખેંગારજી સાથે મોરબીથી કચ્છ આવેલા અને મોરબી પર જીત મેળવવા તેમણે ખેંગારજીને ખૂબ મદદ કરેલી તે વાત આ કહેવતમાંથી પથિક♦ ત્રૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦ ૦ ૩૪ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40