Book Title: Pathik 2000 Vol 40 Ank 10 11 12
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 34
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરવામાં આવી. અને એ રીતે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ લીધેલા વાંધા સામે દુર્લક્ષ સેવવામાં આવ્યું. તા. ૧૩-૫-૧૯૬૫ના રોજ સોમનાથ મંદિરના ૧૫૫ ફૂટ ઊંચા શિખર ઉપર ધજા તથા કળશ આરોહણ વિધિ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષશ્રી જામસાહેબ દિગ્વિજયસિંહજીના હસ્તે કરવામાં આવી. ૧૯૭૦ના મે માસમાં મંદિરના દિગ્વિજય દ્વારનું ઉદ્ઘાટન શ્રી સત્ય સાંઈબાબાના હસ્તે કરવામાં આવ્યું. ઈ.સ. ૧૯૭૦ માં નૃત્ય મંડપનું કામ શરૂ થઈ ગયું હતું તે સમયે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષશ્રી મોરારજી દેસાઈ હતા. નૃત્યમંડપનું કાર્ય પૂરું થાય તે પહેલાં તેમનો દેહવિલય થયો. તા. ૧-૧૨-૧૯૯૫ના રોજ ભારતના રાષ્ટ્રપતિ ડૉ. શંકરદયાલ શર્માના હસ્તે નૃત્ય મંડપ ઉપર કળશ પ્રતિષ્ઠા વિધિપૂર્વક કરવામાં આવી. તા. ૧-૧૨-૧૯૯૫ના દિવસે સ્થપતિશ્રી પ્રભાશંકર સોમપુરા એ તૈયાર કરેલ ડીઝાઈન પ્રમાણેનું કૈલાસ મેરુ પ્રસાદ શૈલી મુજબનું સોમનાથ મંદિરનું પુનઃનિર્માણનું કાર્ય પરિપૂર્ણ થયું અને તેજ દિવસે રાષ્ટ્રપતિના હસ્તે પુનઃનિર્માણ પામેલ સોમનાથનું મંદિર રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું. આમ, તા. ૧૩-૧૧-૧૯૪૭ના રોજ સરદાર પટેલે મંદિર પુનઃનિર્માણનો જે સંકલ્પ લીધો હતો તે ૧-૧૨૯૫ના રોજ સંપૂર્ણ રીતે પરિપૂર્ણ થયો. સોમનાથ મંદિરના પુનઃનિર્માણના પ્રણેતા સરદાર પટેલની અમર સ્મૃતિના પ્રતીક સમી સરદારશ્રીની પૂર્ણકદની કાંસ્ય પ્રતિમા આજે પણ સોમનાથ મંદિર પાસેના દિગ્વિજય દ્વાર સામે બિરાજમાન છે. તા. ૪-૪-૧૯૭૦ના રોજ આ પ્રતિમાની અનાવરણ વિધિ ગુજરાતના મૂક સેવક પૂ. રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવી હતી. શ્રી ક.મા.મુનશીએ સાચું જ કહ્યું છે કે જો સરદાર આપણને મળ્યા ન હોત તો આપણી આંખો સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ થયેલું જોવાને ભાગ્યશાળી થઈ ન હોત. સંદર્ભો ૧. ઠાકર, રમેશ, ‘દ્વાદશ જ્યોતિર્લિંગ”, પ્રવીણ પુસ્તક ભંડાર, રાજકોટ, પૃ. ૪૧ ૨. પરમાર, જયમલ, “સેવા ધરમના અમર સ્થંભ”, પ્રવીણ પુસ્તક ભંડાર, પૃ. ૪૨ ૩. મહમદ ઉમર કોલીલનો લેખ “મહમદ ગઝનવીની સોમનાથ ઉપર ચઢાઈ", ફાર્બસ ગુજરાતી સભા, માર્ચ ૧૯૪૨, પૃ. ૪૮૮ ૪. ડૉ. જાની, એસ.વી.,નો અપ્રકાશિત મહાનિબંધ, ‘જૂનાગઢની આરઝી હકુમતનો ઇતિહસ', સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ, ૧૯૮૦, પૃ. ૭૮ ૫. શુક્લ, આર.બી., “સ્ટોરી ઑફ સૌરાષ્ટ્ર”, સૌ. યુનિ., ઓક્ટોબર ૧૯૯૩, પાના નં. ૫૯-૬૦ ૬. શાસ્રી, હરિપ્રસાદ ગંગાપ્રસાદ અને પરીખ, પ્ર.ચિ. (સંપા.), ‘ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ', ગ્રંથ ૯, અમદાવાદ, ૧૯૮૩, પૃ. ૧૪૬ ૭. શાહ, દિનેશભાઈ, “સોમનાથ પુનઃ નિર્માણના પ્રણેતા સરદાર વલ્લભભાઈ” પ્રકાશન સોમનાથ ટ્રસ્ટ, પૃ.૬ ૮. મેનન, વી.પી., ‘“ધ સ્ટોરી ઓફ ધ ઇન્ટીગ્રેશન ઓફ ઇન્ડીયન સ્ટેટસ'' ઓરીએન્ટ લોગમેન્ટ, બોમ્બે, ૧૯૫૬, પૃ. ૧૪૭ ૯. પરમાર, જે.ડી., “રિકન્સ્ટ્રક્ટેડ સોમનાથ ટેમ્પલ”, સોમનાથ ટ્રસ્ટ, પૃ. ૪ ૧૦. દેસાઈ, મોરારજીભાઈ, “ઇન ધ સર્વીસ ઑફ સોમનાથ”, પૃ. ૧ ૧૧. ગાંધી, રાજમોહન, “સરદાર પટેલ એક સમર્પિત જીવન” નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ, ૧૯૯૪, પૃ. ૪૫૫ ૧૨. એજન, પૃ. ૪૫૫ ૧૩. સંપાદક, મણિબેન પટેલ, “સરદાર પટેલના પત્રો-૨', નવજીવન પ્રેસ, અમદાવાદ, ૧૯૭૬, પૃ. ૪૭ ૧૪. એજન, પૃ. ૪૭ ૧૫. પરમાર, જે.ડી., ઉપરોક્ત પુસ્તક, પૃ. ૫. ૧૬. દોશી, યશવંત, ‘‘સવ્યસાચી સરદાર”, પ્રકાશન પરિચય ટ્રસ્ટ, પ્રથમ આવૃત્તિ, ૧૯૭૫, પૃ. ૨૦૭ ૧૭. હાન્ડા, આર. એલ., ‘રાજેન્દ્રપ્રસાદ” સ્ટર્લીંગ પબ્લીશર્સ, ન્યૂ દીલ્હી, ૧૯૭૪, પૃ. ૫૦-૫૧ ૧૮. સંકલન, શાહ, દિનેશ, “શ્રી સોમનાથ તીર્થ વિકાસ”, શ્રી સોમનાથ ટ્રસ્ટ, પૃ. ૧૧ ૧૯. ભારતના રાષ્ટ્રપતિ ડૉ. શંકરદયાલ, શર્માએ આપેલ તા. ૧-૧૨-૧૯૯૫ના રોજ ક્લેશ પ્રતિષ્ઠાપન પ્રવચન- માંથી મળેલી માહિતીના આધારે. ૨૦. મંદિરની રૂબરૂ મુલાકાત દરમ્યાન સરદાર પટેલની પ્રતિમા નીચે લગાવેલી તકતીના આધારે. પથિક ♦ ત્રૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦ ૦ ૩૦ • For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40