________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરદાર પટેલે કહ્યું હતું કે નૂતનવર્ષના આ શુભદિવસે આપણે સંકલ્પ કર્યો છે કે સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ થવું જ જોઈએ. આ પરમપવિત્ર કાર્ય છે. જેમાં સૌએ ભાગ લેવો જોઈએ ત્યારે ત્યાં હાજર રહેલી જનતા ગદગદિત થઈ ગઈ હતી, અને ઉત્સાહભેર જય સોમનાથનો નાદ કર્યો હતો. આમ સોમનાથ મંદિરના પુનઃનિર્માણની કામગીરી શરૂ થઈ. આ સમયે જ શ્રી જામસાહેબ દિગ્વિજયસિંહજીએ એક લાખ રૂપિયા તથા શ્રી શામળદાસ ગાંધીએ આરઝી. હકુમત દ્વારા એકાવન હજાર રૂપિયા દાનની જાહેરાત કરી. ' ગાડગીલ જાહેર બાંધકામ ખાતાના પ્રધાન હતા. તેમણે ખાતા તરફથી કામ માથે લીધું અને ક.મા.મુનશીને પણ આ કાર્યમાં જોડવામાં આવ્યા.
મળતી માહિતી પ્રમાણે કેટલાક લોકો એવો દૃષ્ટિકોણ ધરાવતા હતા કે આ મંદિરને પુરાતત્ત્વના અવશેષો તરીકે સાચવી રાખવું જોઈએ. પરંતુ સરદાર પટેલે સ્પષ્ટ જણાવ્યું કે મંદિરનું પુનઃનિર્માણ કરીને તેમાં શિવલિંગની પ્રતિષ્ઠા કરીને મંદિરને પૂજાનું સ્થાન બનાવવાની લોકલાગણીને માન આપવું જોઈએ.
' મંદિર નિર્માણના કાર્ય માટે પ્રધાનમંડળે સંમતિ આપી. પરંતુ ભારત બિનસાંપ્રદાયિક દેશ હોવાથી મંદિર પુનઃનિર્માણનું કાર્ય ભારત સરકાર ન કરી શકે તેવા વિરોધી સૂરો ઊડ્યા ત્યારે સરદાર પટેલે આખી યોજનાની ચર્ચા ગાંધીજી સાથે કરી પછી વલ્લભભાઈએ ગાંધીજીને ખાતરી આપી કે મંદિં પુનઃનિર્માણના પૈસા જૂનાગઢની તિજોરી કે ભારત સરકાર પાસેથી નહીં લેવામાં આવે. હિન્દુસ્તાનની સરકાર કોઈ સંઘની નથી અને ભારત ધર્મરાજય નથી.. ભારત ધર્મનિરપેક્ષ રાજ્ય હોવાથી રાજય કોઈ મંદિર બાંધી શકે નહીં. ૧૨ પરંતુ લોકો પાસેથી નાણાં ઉઘરાવીને એક ટ્રસ્ટ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરે. જો કે સરદાર વલ્લભભાઈ પટેલ તો કલાકારો અને શિલ્પકારોની મદદથી નકશાઓ અને અંદાજો તૈયાર કરાવવાનું કામ તો કરી રહ્યા હતા. અને જરૂર પડ્યે નાણાની અપીલની જાહેરાત કરવાનું પણ તેમણે અમદાવાદના બાબુભાઈ ઉપાધ્યાયને પત્ર લખી જણાવ્યું હતું. આ પછી પોરબંદરના નાનજી કાલિદાસ મહેતાએ સરદાર પટેલની સંમતિથી ૧૯૪૮ના મહા શિવરાત્રીના પવિત્રદિવસે (કે જે દિવસે સરદાર પટેલનો જન્મ દિવસ છે) નાણાની અપીલ કરતી યાદી બહાર પાડી. સરદારશ્રીના સોમનાથ મંદિરના સંકલ્પને ભારતભરમાંથી દેશી રાજ્યોનો સંપૂર્ણ સહકાર મળ્યો.
તા. ૨૩-૧-૧૯૪૯ના રોજ સરદાર પટેલની અધ્યક્ષતામાં જામનગર મુકામે મળેલી બેઠકમાં શ્રી ગાડગીલ, જામસાહેબશ્રી દિગ્વિજયસિંહ સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી ઢેબરભાઈ તથા શામળદાસ ગાંધીએ ભાગ લીધો જેમાં સોમનાથ ટ્રસ્ટની રચનાની રૂપરેખા તૈયાર કરવામાં આવી. શ્રી ક.મા.મુનશીને ટ્રસ્ટડીડ તૈયાર કરવાનું કાર્ય સોંપવામાં આવ્યું. અને તે રીતે સરદાર વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સોમનાથ ટ્રસ્ટના શ્રીગણેશ થયા. જેને સરકારે મંજૂરી આપી. શ્રી જામસાહેબ દિગ્વિજયસિંહજી ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા.
સોમનાથ મંદિરની આસપાસની વિશાળ જગ્યા સોમનાથ ટ્રસ્ટને આપવામાં આવી. ૧૯૪૯ના અંતે રૂ.૨૫ લાખનું ભંડોળ એકઠું થયું હતું. તેથી તા. ૧૯-૪-૧૯૫૦ના રોજ સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી ઢેબરભાઈના હસ્તે મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન વિધિ કરવામાં આવી.૧૫ અને એ રીતે સરદાર પટેલે મંદિર પુનઃનિર્માણની જે પ્રતિજ્ઞા લીધી હતી તે સાકાર થવાની શરૂઆત થઈ ગઈ હતી. પરંતુ ઈશ્વરની ઇચ્છા એવી હશે કે જે સોમનાથ મંદિરના પુનઃ નિર્માણના તેઓ પ્રણેતા હતા તે પુનઃનિર્માણ થયેલું જોવા સરદારશ્રી આપણી વચ્ચે રહ્યા નહીં. તા.૧૫-૧૨૧૯૫૦ના રોજ આ મહાન હસ્તીએ આપણી વચ્ચેથી મહાપ્રયાણ કર્યું.પરંતુ તેમણે શરૂ કરેલું કાર્ય તો ચાલુ જ રહ્યું.
સોમનાથ મંદિરમાં શિવલિંગ પ્રતિષ્ઠાવિધિ ભારતના રાષ્ટ્રપતિશ્રી ડૉ. રાજેન્દ્રપ્રસાદના હસ્તે કરવાનું વિચારવામાં આવ્યું. પરંતુ સારા કામમાં સો વિઘ્ન આવે એ કહેવત અહીં પણ સાચી પડી. ભારત બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર હોવાથી સરકારના વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેર તરફથી રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદને શિવલિંગ પ્રતિષ્ઠા વિધિ માટે અટકાવવાના પ્રયાસો થયા. પરંતુ તે સફળ થયા નહીં. શિવલિંગ પ્રતિષ્ઠાવિધિમાં જવા માટે રાષ્ટ્રપતિ મક્કમ રહ્યા. તેઓએ જણાવ્યું કે આ તો હિન્દુ ધર્મનું મંદિર છે અને તેમાં મને આમંત્રણ આપવામાં આવ્યું છે અને હું જાઉં છું. પરંતુ મુસલમાનો અને ખ્રિસ્તીઓના ધાર્મિક સ્થાનોના નિર્માણમાં પણ જો મને બોલાવવામાં આવશે તો ત્યાં પણ હું જરૂર જઈશ. અને એ રીતે તા. ૧૧-૫-૧૯૫૧ના રોજ રાષ્ટ્રપતિશ્રી ડૉ. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે મંદિરમાં લિંગપ્રતિષ્ઠા વિધિ સંપન્ન
પથિક સૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦ • ૨૯
For Private and Personal Use Only