________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ અને સરદાર પટેલ
પ્રા. પ્રફુલ્લા જે. રાવલ* દ્વાદશ જ્યોતિલિંગોમાં જેનું પ્રથમ નામ છે અને પુરાણો તથા મહાભારતમાં સોમનાથ મહાદેવ તથા પ્રભાસ ક્ષેત્રના જે ઉલ્લેખો મળે છે તે સોમનાથ મહાદેવનું તીર્થક્ષેત્ર દેવપટ્ટન કે પ્રભાસ પાટ ગુજરાતની દક્ષિણે સૌરાષ્ટ્રની નૈઋત્ય દિશામાં અરબી સમુદ્રને કિનારે આવેલા સોમનાથ મહાદેવના પવિત્રતીર્થમાં વિશાળ સમુદ્રનું પાણી મહાદેવના પાદ પ્રક્ષાલન કરે છે. તો સાથે સાથે હિરણ્ય, સરસ્વતી અને કપિલા નદીનો ત્રિવેણી સંગમ પણ અહીં છે. આખા એશિયાખંડની મુખ્ય ખંડભૂમિ ઉપર આવેલું આ એક વિરલ સ્થળ છે.
સોમનું નામ જેની સાથે ચિરકાળ માટે જોડાઈ ગયું છે તે સોમનાથ મહાદેવનું તીર્થધામ પ્રાચીન ભારતીય સંસ્કૃતિની એકતાનું પ્રતીક છે. સોમનાથ માટેની શ્રદ્ધા અને ભક્તિ ભારતીયો જ્યાં જયાં વસે છે તેમના માટે અતૂટ અને અખંડ જોવા મળે છે. મળતી માહિતી પ્રમાણે સોમનાથનું સૌ પ્રથમ મંદિર સોમે બંધાવ્યું હતું. ત્યારબાદ રાવણે રૂપાનું અને ભગવાન શ્રીકૃષ્ણ કાષ્ટનું બંધાવ્યું હતું. પ્રાચીન સમયમાં બંધાયેલું આ મંદિર કાળક્રમે જુદા જુદા મુસ્લિમ આક્રમણકારોના આક્રમણનો ભોગ બન્યું હતું. મુસ્લિમો માત્ર ધનલાલસાથી આકર્ષાયા હતા, તેવું ન હતું. તેઓ હિન્દુઓની શ્રદ્ધા અને આસ્થા પણ તોડવા માગતા હતા. પરંતુ અનેક વખતે ખંડિત થયેલ આ મંદિરને જે તે સમયે પુનઃનિર્માણ કરનારા પણ મળી આવ્યા છે. તેની ઇતિહાસ સાક્ષી પૂરે છે.
ઈ.સ. ૧૯૪૭માં ભારતને આઝાદી મળી ત્યારે દેશી રાજ્યો માટે ભારત અથવા પાકિસ્તાન સાથે જોડાવાની ? અથવા સ્વતંત્ર રહેવાની જોગવાઈ હતી. એને કારણે ભારતનાં અન્ય દેશી રાજ્યોની જેમ જૂનાગઢ માટે પણ આ પ્રશ્ન અત્યંત મહત્ત્વનો હતો. સૌરાષ્ટ્રનાં અન્ય રજવાડાં તો ભારત સાથે જોડાઈ ગયાં પરંતુ જૂનાગઢે તે સમયે એટલે કે તા. ૧૫-૮-૪૭ના રોજ પાકિસ્તાન સાથે જોડાવવાની જાહેરાત કરી હતી." પ્રભાસ પાટણમાં જૂનાગઢના નવાબની સત્તા હતી અને પ્રસિદ્ધ સોમનાથ મંદિર ખંડેર સ્વરૂપે તેના પુનઃનિર્માતાની રાહ જોતું ઊભું હતું. આવા સમયે રજવાડાંનું એકીકરણ કરવાની પડકારભરી જવાબદારી સ્વતંત્ર ભારતની સરકાર ઉપર આવી પડી. ત્યારે લોખંડી. ઇચ્છાશક્તિ ધરાવતા ભારત સરકારના નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે આ પ્રશ્નોનો ઉકેલ પૂરી નિષ્ઠા અને ખંતથી લાવવા માટે પ્રયત્નો કર્યા. આમ તેઓ ભારતની એકતાના શિલ્પી બન્યા. વિલીનીકરણની પ્રક્રિયાના ભાગરૂપે સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજય જૂનાગઢની પ્રજાએ આરઝી હકુમત દ્વારા લોકલડત ઉપાડી જેને સરદાર વલ્લભભાઈ પટેલના આડકતરા આશીર્વાદ હતા. આખરે લોકલડત આગળ નવાબે નમવું પડ્યું અને જૂનાગઢ હિન્દી સંઘને શરણે તા. ૯-૧૧-૪૭ના રોજ થયું. જૂનાગઢનો પ્રદેશ ભારત સાથે જોડી દેવા સરદાર પટેલ તા. ૧૩૧૧-૧૯૪૭ના રોજ જૂનાગઢ આવ્યા અને લોકમત દ્વારા જૂનાગઢને ભારત સાથે જોડવાની જાહેરાત કરી. ત્યાંથી તેઓશ્રી પ્રભાસ પાટણ તથા સોમનાથના મંદિરે ગયા. તેમની સાથે પ્રધાનમંડળના તેમના સાથી ગાડગીલ, ક.મા.મુનશી. નવાનગરના મહારાજા જામસાહેબ દિગ્વિજયસિંહજી, સૌરાષ્ટ્રના મુખ્યમંત્રશ્રી ઉછરંગરાય ઢેબર વગેરે હતા. ભારતની કીર્તિ સમાન સોમનાથ મંદિરની બિસ્માર ઉપેક્ષિત અને ખરાબ હાલત જોઈ તેઓનું હૃદય હચમચી ગયું. મંદિરનો જીર્ણોદ્ધાર થવો જોઈએ તેવું ગાડગીલને લાગ્યું. અને તેમણે આ વિચાર સરદાર પટેલને કહ્યો. સરદાર પટેલ તાબડતોબ સંમત થયા અને સોમનાથના સમુદ્ર કિનારે જઈ હાથમાં સમુદ્રનું જળ લઈ સોમનાથ મંદિરનું નવનિર્માણ કરવાની પ્રતિજ્ઞા લીધી,
આ ઐતિહાસિક મંદિરનું પુનઃનિર્માણ કરવું તે ભારતની પ્રાચીન અસ્મિતાનું ગૌરવ હતું અને તે પણ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા પુનઃનિર્માણ થવું એ તો ભારતના ઇતિહાસની અભૂતપૂર્વ અને રોમાંચક ઘટના હતી. કારતક સુદ એકમ નૂતનવર્ષના શુભ દિવસે પ્રભાસપાટણમાં સોમનાથ મંદિર પાસે એકઠી થયેલી જનમેદનીને સંબોધતાં * આસિસ્ટન્ટ પ્રોફેસર, ઇતિહાસ અનુસ્નાતક ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ - ૩૬૦૦૫
પથિક -ત્રમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦ • ૨૮
For Private and Personal Use Only