Book Title: Pathik 2000 Vol 40 Ank 10 11 12
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રહ્યા ન હતા. છતાં કટ્ટરતાવાદી મુસ્લિમ શા માટે જિલ્લાને અનુસરતા હતા. તે સરદાર પટેલ માટે મુંઝવતો પ્રશ્ન હતો. જો કે જિન્નાના કોમી ઝેર ઓકતાં ભાષણો સામે કોમી એખલાસની પોતાની આંતરિક ઇચ્છા સરદાર પટેલ . જાહેરમાં વ્યક્ત કરતા હતાં. ૧૯૩૬માં સંયુક્ત પ્રાંતમાં કિસાન સંમેલનના પ્રમુખસ્થાનેથી સરદાર પટેલે કહ્યું હતું : ‘કિસાનોમાં હિંદુ-મુસલમાન કે નાતજાતના ભેદભાવ નજ હોય. ધરતી ખેડીને મહેનતથી ધાન પેદા કરનાર અનેક નાના જમીનદાર, કિસાન કે ખેતીકામમાં મદદ કરનાર મજૂર, ચાહે ગમે તે ધર્મ કે જાતિનો હોય, તો પણ એ બધા કિસાન જ છે. બધા એક જ હોડીમાં બેઠા છે. બધા સાથે જ તરશે કે ડુબશે. કુદરતમાં કદી નાતજાત કે ધર્મનો ભેદભાવ જોવામાં આવ્યો નથી, ને આવશે પણ નહિ. કુદરતી આફતો-આસમાની સુલતાની-કે તેની કૃપા બધા પર એક સરખી જ રહે છે, બધા કિસાનોની આર્થિક દુર્દશા સરખી જ છે. આપણે સૌ પોતપોતાના ધર્મ કે સંપ્રદાયને વળગી રહી, ભેદભાવો છોડી, કોમી ઝગડા મિટાવી દઈને, એક સાથે આર્થિક, સામાજિક, અને રાજકીય ઉન્નતિના કામમાં લાગી જઈશું ત્યારે જ આપણો ઉદ્ધાર થશે." જિલ્લાની કોમવાદી નીતિને સ્વાભાવિક રીતે જ અંગ્રેજ સરકારનું બળ હતું. પરિણામે કોમી એખલાસને કુંઠિત કરવાના જિન્નાના પ્રયાસોને થોડી ઘણી સફળતા પણ સાંપડી, અને પરિણામે જિત્રા વધુ ઉત્સાહ અને ખુન્નસથી બોલવા માંડ્યા, કોંગ્રેસ હિંદુ રાજ સ્થાપવા માંગે છે.' જિન્નાના આ વિધાનનો વિરોધ કરતાં ૨૫.૧૨.૧૯૩૭ના રોજ રાજપીપળાની લોકસભાના ૧૧માં અધિવેશનમાં પ્રમુખ સ્થાનેથી સરદાર પટેલે કહ્યું હતું, રાષ્ટ્ર મહાસભા એ વિરાટ સંસ્થા છે. એ પચ્ચીસ કરોડની પ્રજા માટે સ્વતંત્રતા શોધે છે એમ નથી. પણ પાંત્રીસ કરોડને માટે - હિંદુ, મુસલમાન, પારસી, ખ્રિસ્તી તમામને માટે એ પ્રયત્ન કરી રહી છે. સરદાર પટેલની આવી સમાન નીતિનો પ્રતિસાદ પણ તેમને તેમના જાહેરજીવનના કાર્યોમાં સાંપડતો રહ્યો હતો. ૧૯૩૮ના ફેબ્રુઆરીમાં કોંગ્રેસ અધિવેશનની સમગ્ર વ્યવસ્થા સરદાર પટેલ હસ્તક હતી. કોંગ્રેસ અધિવેશન માટે બારડોલી તાલુકાના તાપી નદી કાંઠે આવેલા હરિપુરા ગામની પસંદગી તેમણે કરી. ત્યારે આ અધિવેશન માટે ગામના હિંદુ જ નહિં, પણ મુસ્લિમ ખેડૂતોએ પણ પોતાની પાંચસો એકર જમીન જરા પણ હિચકિચાટ વગર સરદાર પટેલને કાઢી આપી હતી. મુસ્લિમ પ્રજા જેવો જ વિશ્વાસ અને આત્મીયતા મુસ્લિમ નેતાઓ સાથે પણ સરદારે કેળવી હતી. ૧૯૩૮ના અંતમાં સુભાષચંદ્ર બોઝે જાહેર કર્યું કે તેઓ કોંગ્રેસ પ્રમુખ તરીકે બીજા વર્ષે પણ ચાલુ રહેવા ઇચ્છે છે. સુભાષબાબુની આ જાહેરાત વલ્લભભાઈને પસંદ ન પડી . અલબત્ત એ માટે અનેક કારણો જવાબદાર હતાં. ગાંધીજીએ પણ સુભાષબાબુના સ્થાને મૌલાના આઝાદના નામનો વિચાર કર્યો. ત્યારે ગાંધીજીના એ વિચારને ટેકો આપનાર સરદાર પટેલ હતા. જો કે મૌલાના આઝાદે પ્રથમ કોંગ્રેસ પ્રમુખ થવા અનિરછા દર્શાવી. પણ જાન્યુઆરી, ૧૯૩૯માં બારડોલી મુકામે ગાંધીજી અને સરદાર પટેલ સાથે લાંબી ચર્ચા પછી તેમણે હા પાડી. ત્યારે રાજેન્દ્રબાબુને એક પત્રમાં સરદાર પટેલે લખ્યું હતું, જવાબદારી ઉપાડી લેવા માટે અમે મૌલાના સાહેબને સમજાવી શક્યા છીએ.... ઘણી વખત અચકાયા પછી તેમણે આ વાત કબૂલ રાખી છે.' મૌલાના આઝાદે હા પાડ્યા પછી વલ્લભભાઈ પટેલે પોતાની ઉમેદવારી પણ વિધિસર રીતે પાછી ખેંચી લીધી, પણ બારડોલીથી મુંબઈ આવ્યા પછી મૌલાના આઝાદે પોતાનો મત પાછો બદલ્યો. પોતાને મુક્ત કરવા તેઓ ફરીવાર ગાંધીજી પાસે દોડી ગયા. કલકત્તાના રહેવાસી મૌલાના આઝાદને લાગ્યું કે બીજા બંગાળી જોડે સ્પર્ધા કરવી તે અજુગતું અને કદાચ અણગમતું થઈ પડશે.” પથિકનૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦ • ૨૬ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40