Book Title: Pathik 2000 Vol 40 Ank 10 11 12
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 29
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેલમાંથી મુક્ત થયા પછી સરદાર પટેલને પ્રાંતિય ધારાસભાની ચૂંટણીઓ માટે ઉમેદવારો પસંદ કરવા કોંગ્રેસ સંસદીય બોર્ડના અધ્યક્ષ નીમવામાં આવ્યા, ૧૯૩૫ના પ્રાંતિય ધારાસભાના કાયદા અન્વયે આ ચૂંટણીઓ યોજાઈ રહી હતી. સરદાર પટેલના નેતૃત્વને કારણે ૧૧માંથી પાંચ પ્રાંતોમાં કોંગ્રેસ પ્રધાનમંડળો અસ્તિત્વમાં આવ્યા હતા. આ જ અરસામાં મહંમદઅલી ઝીણા મુસ્લિમ લીગના રાજકારણમાં સક્રિય બનતા જતા હતા. તેમના પ્રયાસોથી મુંબઈ અને યુ.પી.માં મુસ્લિમ લીગના ઉમેદવારોએ સારો દેખાવ કર્યો હતો. ચૂંટણી પછી કેટલાક પ્રાંતોમાં કોંગ્રેસ અને મુસ્લિમ લીગની સંયુક્ત સરકાર રચવા અંગે ચર્ચા વિચારણા આરંભાઈ. આ ચર્ચામાં કોંગ્રેસ પક્ષ તરફથી જવાહરલાલ નહેરૂ અને મૌલાના આઝાદ હતા. જો કે આ ચર્ચા નિષ્ફળ ગઈ. એ માટે નહેરૂની અયથાર્થવાદી નીતિ જવાબદાર હતી, એમ કેટલાક ઇતિહાસકારો માને છે. નહેરૂએ ચર્ચા સમયે એવી શરત મૂકી હતી કે સૌ પ્રથમ મુસ્લિમ લીંગનું કોંગ્રેસમાં વિલીનીકરણ થાય પછી જ સંયુક્ત સરકારની રચના વિશે વિચારી શકાય. સરદાર પટેલને આ ચર્ચા વિચારણાથી સંપૂર્ણ અળગા રાખવામાં આવ્યા હતા. પરંતુ જ્યારે તેમને નહેરૂના ઉપરોક્ત વલણની જાણ થઈ ત્યારે તેમણે કહ્યું હતું, “મુસ્લિમ લીગના મુખ્ય નેતા ખાલિકુર્જમાન સાથે યોગ્ય રીતે ચર્ચા વિચારણા કરવામાં આવી હોત, તો અવશ્ય સમાધાન સાધી શકાયું હોત.' મોટાભાગના ઇતિહાસકારો આ મત સાથે સંમતિ દર્શાવે છે. અને કહે છે કે આ સમાધાન વિભાજનને અવશ્ય અટકાવી શક્યું હોત. ગાંધીજીના સચિવ પ્યારેલાલ લખે છે, આ પ્રથમ કક્ષાની નીતિગત ભૂલ હતી.” લંડનના “ધી ટાઈમ્સ' સમાચારપત્રના દિલ્હી સ્થિત સંવાદદાતા શ્રી. લુઈ હોરેને પણ લખ્યું છે, જિન્નાએ વિભાજનના કેટલાક મહિનાઓ પછી મને કહ્યું હતું કે વિભાજન માટે નહેરૂ જવાબદાર હતા. જો ૧૯૩૭માં યુ.પી ની કોંગ્રેસે સરકારમાં મુસ્લિમ લીગને સામેલ કરવાનું સ્વીકારી લેવામાં આવ્યું હોત, તો પાકિસ્તાનનું સર્જન ન થાય." આઝાદી પહેલાં અને પછી પણ સનદી સેવામાં સક્રિય રહેનાર અંગ્રેજ અધિકારી પેન્ડલ મુને આવો જ મત વ્યક્ત કરતાં કહ્યું હતું, સન ૧૯૩૧માં મુસ્લિમ લીગ જોડે સરકાર કરવા માટે કોંગ્રેસે કરેલી નકાર પાકિસ્તાનની સ્થાપના માટે મુખ્ય કારણ છે.' અંગ્રેજ ઈતિહાસકાર ફેંક મોરાયસે પણ એવી જ દલીલ કરતાં કહ્યું છે, ‘સન ૧૯૩૭ની ચૂંટણી પછી કોંગ્રેસે મુસ્લિમ લીગ જોડે વધારે સલુકાઈથી કામ પાડ્યું હોત તો પાકિસ્તાનનું સર્જન થયું ન હોત." ‘જો” અને “તો'ની આવી શક્યતાઓમાં જ ઈતિહાસની ઘટનાઓનું વિશ્લેષણ થાય છે. પણ આ તમામ દલીલોનું તારણ એટલું જ છે કે સરદાર પટેલને સમગ્ર ચર્ચા વિચારણાથી અલિપ્ત રાખવામાં આવ્યા હતા. દેશી રજવાડાઓનું કુનેહપૂર્વક વિલીનીકરણ કરનાર સરદાર પટેલ જો આ ચર્ચાવિચારણામાં સામેલ હોત તો કદાચ ઇતિહાસ અવશ્ય જુદો હોત. તેમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નહિ ગણાય. આ ઘટના પછી મુસ્લિમ લીગના નેતા મહંમદઅલી જિન્નાની કોમવાદી-અલગતાવાદી વૃત્તિ વધુ તીવ્ર બની. તેમના કોમવાદી ભાષણોમાં તે જોઈ શકાય છે. સરદાર પટેલ જિલ્લાના આવા કોમી ઝેર ઓકતા ભાષણોથી ચિંતિત હતા. મુસ્લિમ સમાજ જાણી જોઈને એક એવા મુસ્લિમ નેતાની પાછળ દોરવાઈ રહ્યો હતો, જેનો ઉદ્દેશ હિંદુ-મુસ્લિમ એકતાને તોડવાનો હતો. સરદાર પટેલ એ વાત પણ નહોતા સમજી શકતા હતા કે ઇસ્લામને ગહન રીતે જાણનાર મૌલાના આઝાદ જિત્રાની પોકળતા છતી કરતાં અચકાતા હતા. મહંમદઅલી જિન્ના એક સાચા મુસ્લિમનાં લક્ષણોથી વંચિત હતા. પાંચ વક્તની નમાઝ પઢવી કે દારૂ ન પીવો જેવા ઇસ્લામના સિદ્ધાંતોને ચુસ્ત રીતે જિના ક્યારેય વળગી પથિક, નૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦૦ ૨૫ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40