Book Title: Pathik 2000 Vol 40 Ank 10 11 12
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શાહજાદા દારાશિકોહની વ્યથા-કથા Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રા. પ્રદ્યુમ્ન. બી. ખાચર× શાહજહાંનો સૌથી મોટો પુત્ર દારાશિકોહ હતો. તેની વ્યથાકથા અને વિદ્વતાને મેં આ લઘુનિબંધમાં આલેખવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે. તેમાં દારાના બાળપણ, રઝળપાટ, વિદ્વત્તા કુટુંબના સભ્ય તરીકેના અને અંતિમ દિવસોને આલેખવામાં આવ્યા છે. દારાનો જન્મ ઈ.સ. ૧૬૧૫માં અજમેરમાં થયો હતો. દારાના બાલ્યકાળમાં શાહજહાંએ તેના શિક્ષણની યોગ્ય વ્યવસ્થા કરી હતી. ૧૮ વર્ષના દારાને શાહજહાંએ ઈ.સ. ૧૫૩૩માં ૧૨ હજાર જાટ અને ૬ હજાર સવારનો મનસબદાર બનાવ્યો હતો. આગળ તેની પદોન્નતિ કરી ઈ.સ. ૧૯૫૭માં તે ૬૦ હજાર જાટ અને ૪૦ હજાર સવારનો મનસબદાર બની ગયો હતો. દારા, સુજા, મુરાદ, ઔરંગઝેબ એ ચાર ભાઈઓ હતા. શાહજાદા દારાનું બાળપણ ખૂબ જ જાહોજલાલીમાં વીત્યું ત્યારે વળી મુઘલ સામ્રાજ્ય પણ ટોચ કક્ષાએ પહોંચ્યું હતું. ઈ.સ. ૧૯૫૩૫૪માં શાહજહાંએ એક મોટો જલસો ઊજવી દારાશિકોહને શાહબુલંદ ઇકબાલની ઉપાધિ આપી. જે ઉપાધિ જહાંગીરના કાળમાં શાહજહાંની હતી, સાથે આ સમયે સોનાની કશીદાવાળી પેટી ભેટ આપી. જ્યારે તેના શરીર ઉપર ૧ લાખ ૬૦ હજારનાં આભૂષણો અને કપડાં પહેરેલાં હતાં. આ પોશાક એ સમયની સમૃદ્ધિ અને ભભકાની ચાડી ખાય છે. અત્યાર સુધી દારાશિકોહ શાહી સિંહાસન સામે ખુરશી ઉપર બેસતો હતો. હવે તન્નની બરાબર તે એક સોનાની ખુરશી ઉપર બેસતો હતો. દારા પંજાબમાં ૧૬૪૭માં, ગુજરાતમાં ૧૬૪૯માં અને મુલતાનમાં ૧૬૫૨માં અને કાબૂલમાં સુબેદાર પદે પણ રહ્યો હતો. દારાશિકોહ શરૂઆતમાં સૂફી સંપ્રદાય તરફ ઢળ્યો હતો. ભારતમાં સૂફી સંપ્રદાયના ચાર પ્રકાર છે (૧) સુહરા વર્દિયા (૨) ચિશ્તિયા (૩) કાદરિયા (૪) નખ્શબંદિયા. આ સૂફી સંપ્રદાયે સારા મુસ્લિમ વિદ્વાનો અને સંતો આપ્યા. તેમાંથી ચિશ્તિયા સંપ્રદાયમાંથી ઓલિયા નિઝામુદ્દીન, અમીર ખુશરો જ્યારે કાદરિયા સંપ્રદાયનો અનુયાયી દારા શિકોહ હતો. તે અકબરની ઉદાર માનવીય નીતિનો સમર્થક બન્યો પણ તેનામાં અકબરના રાજનૈતિક ગુણો તથા કૌશલનો અભાવ હતો. ફૂટનીતિને કપટ તેનામાં હતાં નહીં જે એ યુગમાં રાજતંત્ર ચલાવવા જરૂરી હતું. તે દારાશિકોહ ન શીખ્યો કે ન યોગ્યતા કેળવી. તેના હિસાબે પોતે દિલ્હીની ગાદી ઉપર બેસવાને બદલે રઝળપાટમાં હેરાન થયો અને તલવારના ઝાટકે કપાવું પડ્યું. આમ તો શાહજહાંને ખ્યાલ જ હતો કે મારા ચારેય પુત્રો વચ્ચે વૈમનસ્ય છે. તેમાં દારા અને ઔરંગઝેબને તો જરાય બનતું નહીં તેથી દૂરંદેશી વિચાર કરી શાહજહાં ઔરંગઝેબને સામ્રાજ્યમાં દૂરના પ્રદેશમાં સૂબા તરીકે દૂર જ રાખતો હતો. જ્યારે દારાને રાજકાજના કામથી પરિચિત કરાવવા સતત પોતાની પાસે જ રાખતો હતો. પરંતુ શાહજહાંએ દારા પ્રત્યે એટલો બધો સ્નેહ બતાવ્યો કે તેણે તેની કારકિર્દી બગાડી. બાદશાહે તેને એટલા બધા અધિકાર અને ઊંચા હોદા દઈ રાખ્યા હતા કે તે સમ્રાટથી ઓછો ન હતો. અને બાદશાહ સુધી પહોંચવા બધાને દારાની કૃપા મેળવવી પડતી. ન દારાશિકોહ અસાધારણ વિદ્વાન હતો. અને વિદ્વાનો સૂફીસંતોનો આશિક હતો. તે વેદાંત દર્શનનો પરમ ઉપાસક હતો. એણે રામાયણ, મહાભારત, ૫૦ જેટલાં ઉપનિષદો, ભગવદ્ગીતા, પુરાણો, યોગવાશિષ્ઠને ફારસીમાં અનુવાદો કરાવ્યા હતા. * અધ્યક્ષ,- ઇતિહાસ વિભાગ, ડૉ. સુભાષ મહિલા કૉલેજ, જૂનાગઢ પથિક♦ ત્રૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦ = ૧૫ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40