________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દારાને પોતાના ભાઈઓ પ્રત્યે પણ જરાય રાગદ્વેષ હતો નહીં. તેણે જે સુજાને પત્ર લખ્યો છે તેમાં અને રોશનઆરાની સમજાવટ બાદ તે બધું જોતાં તે લડવા ઇચ્છતો જ ન હતો. અંતે ઔરંગઝેબના વર્તન અને યુદ્ધ સામે આવી પડેલું જોઈ વિવશ થઈને યુદ્ધમાં ઊતર્યો હતો.
દારાશિકોહ એક પતિ તરીકે પિતા તરીકે સફળ રહ્યો હતો. પોતાની બેગમ નાદિરા હંમેશા તેની સાથે જ રહી અને કંદહાર પાસે રઝળપાટમાં જ મૃત્યુ પામી. અને પુત્ર સિપીહર શિકોહ હંમેશા સાથે જ રહ્યો અને પકડાયો પણ સાથે જ અને અંતે ગ્વાલિયરના કિલ્લામાં કેદ થયો હતો.
લંડનમાં ઇન્ડિયા ઑફિસના પુસ્તકાલયમાં એક સુંદર કલાત્મક મુઘલ ચિત્રોનું એક આલબમ છે તે આલબમને દારાએ પોતાની અનુરકત સંગિની નાદિરાબેગમને અર્પણ કર્યું છે, અને દારાએ એના પર સ્વયં લખ્યું છે કે આ આલબમ દારાશિકોહ દ્વારા તેની સમીપતમ અને પ્રિયતમ મિત્ર નાદિરાબેગમને હિજરી વર્ષ ૧૦૫૧ (ઈ.સ. ૧૬૪૧)માં અર્પણ કર્યું. * આ આલબમ દારાના પ્રેમનું કરુણ સ્મારક છે. આ આલબમની વાત જ દારાનો પત્ની પ્રેમ બતાવે છે.
દારાશિકોહ મલિક જીવનના દગાને લીધે પોતાના પુત્ર અને બે પુત્રીઓ સાથે પકડાયો ત્યારે દારા અને તેના પુત્રને ઔરંગઝેબ સામે રજૂ કરવામાં આવ્યા. પછી આ પિતાપુત્રને બેડી પહેરાવી હાથી ઉપર બેસાડી ચાંદની ચોક અને બજારમાં ફેરવી જૂની દિલ્હીમાં ખિજરાબાદમાં કેદ કર્યા દારાને ઈસ્લામ ધર્મ છોડી દેવાના અને તેની નિંદાના આરોપસર અને હિંદુઓ તરફ ઢળેલો હોવાનો ગણી ધર્મગુરુઓએ તેના મૃત્યુદંડના ફરમાન ઉપર સપ્ટે., ૧૬૫૯માં સહીઓ કરી. પછી દારાને નજરબેગ અને અન્યગુલામે ખવાસપુરામાં દારાના ટુકડેટુકડા કરી નાંખ્યા.૧પ દારાના એ શરીરને હાથી ઉપર રાખી નગરમાં ફેરવ્યું, એકવાર જીવતો પછી દારાને મરેલો પણ દિલ્હીવાસીને ઔરંગઝેબે બતાવ્યો. ત્યારબાદ તેને દિલ્હીમાં આવેલા હુમાયુના મકબરામાં કબર નીચેના ગુંબજમાં તહખાનામાં અભાગી શાહજહાં મુઘલ સામ્રાજ્યના ઉત્તરાધિકારી વગર બાદશાહ બન્યું ત્યાં દિલ્હીની માટીમાં મળી ગયો. બર્નિયર લખે છે કે દરેક જગ્યાએ દારાના દુર્ભાગ્ય પર બધા રોતા અને કકળતા હતા.
શાહજાદા દારા શિકોહને ભાગ્યે જ સાથ આપ્યો હોત તો બીજો મહાન અકબર તે ચોક્કસ બની શકત પણ વિધિએ કંઈક જુદા જ પ્રકારનો હિંદુસ્તાનનો બાદશાહ નક્કી કર્યો હતો. દિલ્હીના સિંહાસને ઔરંગઝેબ જેવો કટ્ટર બાદશાહ આવ્યો ને જેની ધાર્મિક નીતિ અને દક્ષિણ નીતિના હિસાબે જ મુઘલ સત્તાના પાયા હચમચી ગયા.
જો કે ઇસ્લામીઓએ દારાને ભલે મૃત્યુદંડ ઇસ્લામના વિરોધી તરીકે આપ્યો હોય. પરંતુ દારાએ ઇસ્લામના જરૂરી સિદ્ધાંતોની ક્યારેય અવગણના કરી ન હતી. તેણે ફક્ત સૂફીવાદના વ્યાપક સિદ્ધાંતો પ્રત્યે આદર અને વિશ્વાસ પ્રગટ કર્યો હતો. તેની બહેન જહાનરા પણ દારાને પોતાનો આધ્યાત્મિક ગુરુ માનતી હતી. દારાની ધાર્મિક રચના- ઓમાં પણ કંઈ ઇસ્લામ પ્રત્યેની અવગણના દેખાતી નથી. તેણે મુસ્લિમ સંતોના જીવનચરિત્રોનો સંગ્રહ કર્યો હતો. તેને વિશ્વદેવવાદી દર્શનમાં વિશ્વાસ હતો. તેણે તાલમદ, બાઈબલ, મુસ્લિમ, સૂફી અને હિંદુ વેદાંતનો અભ્યાસ કર્યો હતો. તે કદાચ ગુરુ નાનક, કબીર, મહામતિ પ્રાણનાથ જેમ હિંદુ મુસ્લિમ ધર્મોનો સમન્વય કરવા ઇચ્છતો હતો. આવા મહાન શાહજાદાનો ભયંકર કરુણ અંત આવ્યો એની વાત ઇતિહાસના પાને હજુ ડસકાં ભરી રહી છે.
જન્માંતરવાદના સિદ્ધાંતાનુસાર દારાને અકબરનો અવતાર ગણી શકાય. જો કે અકબરની વીરતા કર્મઠતા અને અધ્યવસાયથી વિહીન હતો. તે જ્યારે ગવર્નર બન્યો ત્યારે તે ઇલાકામાં ક્યારેય ન ગયો. દિલ્હીમાં બેસી પુસ્તકો વાંચવાનું તેનું સૌથી મોટું કામ રહ્યું હતું.
ભારતમાં આવેલ વિદેશયાત્રી મનુચીએ દારાશિકોહના ચરિત્રના વિષયમાં લખ્યું છે કે તેનામાં આચરણની સભ્યતા, રૂપલાવણ્ય, પ્રસન્નતા, વાવિનમ્રતા, ભાષણવિદગ્ધતા અનુપમ સ્વતંત્રતા, ઉદારતા, દયાળુતા અને ઉચ્ચ કોટીનું આત્મગૌરવ હતું.
આ એ સમયે આવેલા વિદેશયાત્રીના શબ્દો દ્વારા જ દારા શિકોહનું મૂલ્યાંકન કરી શકાય છે. જો તે ભારતનો સમ્રાટ બન્યો હોત તો ભારતનો ઇતિહાસ કંઈક જુદો જરૂર હોત.
પથિક સૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦ - ૧૮
For Private and Personal Use Only