Book Title: Pathik 2000 Vol 40 Ank 10 11 12
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમાજસુધારક અને સ્વાતંત્ર્ય સેનાની લક્ષ્મીદાસ રવજી તેરસી ડૉ. જયકુમાર ર. શુક્લ* કચ્છના લોકો પ્રાચીન સમયથી ઈરાની અખાતના દેશો, અરબસ્તાન, શ્રીલંકા, જાવા સુમાત્રા, ચીન કંબોજ વગેરે દેશો સાથેનો વેપાર ખેડતા આવ્યા છે. સદીઓ પહેલાં આવી કારકિર્દી અતિ કઠિન હતી. છતાં તેઓ સાહસ ખેડીને દૂર દૂરના દેશો અને પ્રદેશોમાં જંતા હતા. એવી રીતે કચ્છથી મુંબઈ જઈ વસેલા અને પોતાના પરિશ્રમ, બુદ્ધિ અને સાહસથી શ્રીમંત અને નામાંકિત થયેલા મોનજી ભાણજી, જીવરાજ બાલ, રામજી ચતુર, ગોકળદાસના પિતા તેજપાળ, રામદાસ ભાણજી વગેરે મુખ્ય હતા. એવી રીતે લક્ષ્મીદાસ તેરસના પૂર્વજો કચ્છથી મુંબઈ જઈને વસ્યા હતા. લક્ષ્મીદાસ રવજી તેરસી મુંબઈના શ્રીમંત વેપારી ઉપરાંત સમાજ સુધારક, રાષ્ટ્રભક્ત અને સ્વાતંત્ર્ય સેનાની હતા. લક્ષ્મીદાસનો જન્મ ૨૩ મી ઑક્ટોબર, ૧૮૭૬ના રોજ કચ્છી ભાટિયા હિંદુ કુટુંબમાં થયો હતો. તેમનું મૂળ નામ ધારસી ઠાકરસી હેમરાજ હતું. તેમના માસા રવજી તેરસી ધનવાન પરિવારના હતા. મુંબઈમાં તેમનો વેપાર ઘણો સારો ચાલતો હતો. પરંતુ તેમને સંતાન નહોતું. તેથી તેમણે આ બાળકની હોંશિયારી જોઈને તેમને દત્તક લીધા અને તે લક્ષ્મીદાસ રવજી તેરસી બન્યા. માસા પાસે અઢળક સંપત્તિ હોવાથી લક્ષ્મીદાસનો ઉછેર વૈભવ અને મોજશોખથી થયો હતો. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી ઈ.સ. ૧૮૯૯માં બી.એ.ની પરીક્ષા પાસ કરી, તે સમયે આટલો અભ્યાસ કરનારની સંખ્યા ઘણી ઓછી હતી. લક્ષ્મીદાસે એમ.એ.નો અભ્યાસ શરૂ કર્યો. અભ્યાસનાં બે વર્ષ પૂરાં કર્યો. પરંતુ પોતે માંદા પડ્યા અને પરીક્ષા આપી શક્યા નહિ, તેમણે અભ્યાસ છોડી દીધો. પરંતુ આજીવન અભ્યાસની ટેવ જાળવી રાખી. તેઓ ફ્રેન્ચ સાહિત્ય સહિત વિવિધ વિષયોનું વાચન કરતા હતા. વૉલ્ટેર અને રૂસો સહિત તે સમયના પ્રસિદ્ધ લેખકોનાં પુસ્તકો તેમણે વાંચ્યાં હતાં. અઢારમી સદીના ઉત્તરાર્ધમાં તથા ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં આ બંને લોકપ્રિય લેખકોના વિચારોનો યુરોપના શિષ્ટ સમાજ પર ઊંડો પ્રભાવ પડ્યો હતો. તત્કાલીન સમાજના કુરિવાજો તથા ધાર્મિક બાબતોમાં આચરવામાં આવતી ગેરરીતિઓની ઝાટકણી કાઢતાં વોલ્ટેરનો કટાક્ષમય લખાણોનો ઊંડો પ્રભાવ લક્ષ્મીદાસ પર પણ પડ્યો હતો. ગુજરાતમાં દુર્ગારામ મહેતાજી, કરસનદાસ મૂળજી, મહીપતરામ રૂપરામ, કવિ નર્મદાશંકર જેવા સમાજસુધારકોની પ્રવૃત્તિઓથી મુંબઈ, અમદાવાદ, સુરત વગેરે ગુજરાતી સમાજ સારી પેઠે જાગૃત થવા લાગ્યો હતો. લક્ષ્મીદાસ પણ સુધારાવાદી હતા. પોતાની જ્ઞાતિના સુધારકો અને પ્રગતિશીલોની સંસ્થા “ભાટિયા, મિત્રમંડળ'માં લક્ષ્મીદાસ જોડાયા. તેમણે આ સંસ્થા તરફથી “પોલ પત્રિકા' પ્રગટ કરવા માંડી. તેમાં જ્ઞાતિના લોકો દ્વારા આચરવામાં આવતા કુરિવાજો, દંભ, દુરાચાર, અનિષ્ટો તથા છેતરપિંડી જાહેર કરી દીધાં. તેમની કલમની કઠોરતા તથા કટાક્ષમય અને કડક આલોચનાયુક્ત શૈલીથી જ્ઞાતિના નેતાઓ ક્રોધે ભરાયા અને આ યુવાન સુધારકની ‘વાંધાજનક પ્રવૃત્તિઓ આગળ વધતી રોકી દેવા તત્પર થયાં. ‘પોલપત્રિકા'ની વિરુદ્ધ અદાલતમાં મુકદમો દાખલ કરવામાં આવ્યો, પરંતુ તેનાથી કંઈ ફેર પડ્યો નહિ. છેવટે લક્ષ્મીદાસે પોતાની રૂપિયા પાંચ લાખની મિલકતના દસ્તાવેજ જામીનગીરી માટે આપ્યા, છતાં જ્ઞાતિના નેતાઓ સામે આક્ષેપો કરવાના છે નહિ. એક માણસ બીજાને હલકો માનીને તેની સાથે અસ્પૃશ્યતા પાળે તે તેમને પસંદ નહોતું. નરસિંહ મહેતા અને દયાનંદ સરસ્વતી અસ્પૃશ્યતાના સખત વિરોધી હતા. એ મુજબ મુંબઈમાં સર નારાયણ ચંદાવરકર તથા * નિવૃત્ત અધ્યક્ષ, ઈતિહાસ વિભાગ, હ.કા.આર્ટ્સ કોલેજ, અમદાવાદ પથિક સૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦૦ ૨૦ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40