________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવે તે આગ્રાથી દિલ્હી ગયો. ૫ જૂન, ૧૮૫૮ના દિવસે દિલ્હી પહોંચતાં તેની ફોજ ૫ હજારની થઈ ગઈ. ત્યાંથી તે ૩ જુલાઈ, ૧૬૫૮ના રોજ લાહોર પહોંચ્યો ત્યારે તેણે ર૦ હજારની ફોજ એકઠી કરી લીધી હતી. આ પગલે પગલે જે ઔરંગઝેબની સેના પાછળ પીછો કરી રહી હતી. દારાએ પોતાના ભાઈ સુજાને પત્ર લખ્યો અને પ્રતિજ્ઞા કરી કે દેશને જીતી આપણે ભાગ વહેંચી લઈશું. આ પત્ર પણ દારા શિકોહની બંધુતાની ભાવના અને યુદ્ધ નહીં પણ સુમેળથી રહેવાનું જણાવે છે.
દારા શિકોહ હવે મુલતાન પહોંચ્યો ત્યાંથી ભફખર, સેહવાન થઈ કચ્છની ખાડીમાં થઈ ભૂજ નવે., ૧૬૫૮માં પહોંચ્યો. ભૂજમાં દારાએ કચ્છમાં રૂપિયા અને ઝવેરાત દઈ તેણે કચ્છના જમીનદારનેં સગા બનાવી શાહજાદા સિપીહર શિકોહની સગાઈ તે જમીનદારની પુત્રી સાથે કરી. ભૂજમાં દારાશિકોહ જે સ્થળે રહેલો તે સ્થાન આજે પણ દારાવાડી નામે જાણીતું છે.''
ભૂજથી દારા નવાનગર (જામનગર) થઈ અમદાવાદ આવ્યો. એ સમયે દારાએ સુરત, ખંભાત, ભરૂચ બંદર અને આસપાસના પ્રદેશ ઉપર કબજો કરી લીધો. સુરતથી તેને ૩૦થી ૪૦ તોપ મળી. અજમેર ગયો ત્યાં જસવંતસિંહનો સંદેશો મળ્યો પણ સહાયતાની કોઈ આશા ફળી નહીં.
અજમેર પાસે ઔરંગઝેબ અને દારાની લડાઈ થઈ ત્યારે દારા વિજયી શત્રુને જોઈ પાછો ત્યાંથી સિપીહર શિકોહ અને પોતાની પત્ની તથા પુત્રીઓ સાથે અમદાવાદ તરફ ભાગ્યો. વચ્ચે પોતાની સ્ત્રીઓનાં આભૂષણો સહિત ઘણું બધું લુંટાઈ ગયું. ત્યારે અમદાવાદથી બે કોશ દૂર કટી (કડી) નામના સ્થળે કાનજી કોળીએ સહાય કરી અને દારાને કચ્છ સુધી પહોંચાડ્યો. વિધિની વિચિત્રતા તો જુઓ પોતાના વેવાઈ એવા કચ્છના જમીનદારે દારાને આ મુશ્કેલીમાં કંઈ મદદ ન કરી, કારણ કે તે જમીનદારને એમ હતું કે આપણે દીકરી પરણાવી બાદશાહ શાહજહાંના સગા થઈ દિલ્હી સુધી લાગવગવાળા બની જઈએ પણ પછી ખ્યાલ આવ્યો કે આ દારા તો દિલ્હીના બાદશાહથી ભાગતો ફરે છે ત્યારે મોં ફેરવ્યું ત્યારે અશ્રુપૂર્ણ નેત્રે પોતાના ભાગ્યને દોષ દેતો ભક્કડ તરફ જવા નીકળ્યો.
દારાશિકોહને ઔરંગઝેબની આટલી પોતાની પાછળ શોધખોળ અને સત્તા છતાં તાજ અને તન્ન મેળવવાની આશા હતી. કંદહાર અને ઇરાન વચ્ચે દારાની પત્ની નાદિરાબેગમનું પેચિસના કારણે અને ઔષધિ અને વિશ્રામના અભાવે મૃત્યુ થયું.૧૨ જે નાદિરાની ઇચ્છા હિંદુસ્તાનમાં પોતાને દફનાવવાની હતી. તે ઇચ્છા અધૂરી રહી. ગુલમહમદે તેને ત્યાં લાહોરમાં દફનાવી.
દારાશિકોહ હવે માત્ર થોડાક અંગત નોકરીના સહારે જ હતો. એવા સમયે મલિક જીવને દગો કરી યુક્તિ કરી દારાને પકડાવી દીધો. તેણે યુક્તિ કરી હતી કે હું તારી સાથે ઇરાન આવું છું પરંતુ અધવચ્ચે કહે હું ખોરાક પાણીની આગળ વ્યવસ્થા કરી ત્યાં બેત્રણ દિવસમાં મળીશ એમ કહી ગયો અને મલિકજીવને બહાદૂરખા અને
ઔરંગઝેબને પત્ર લખી જણાવ્યું કે મેં દારાશિકોહને પકડી લીધો છે. દારાને મોટાભાગે બધી જ જગ્યાએ આવા દગાઓ જ થયા છે. એટલે મેં તેને અભાગી શાહજાદો કહ્યો છે. ૯ જૂન, ૧૬૫૯ના રોજ પુત્ર સિપીહર શિકોહ અને બે પુત્રીઓ સાથે પકડાયો હતો.'
આ બન્ને પિતાપુત્રને ગંદી કોટડીમાં પૂર્યા. સંસારના સૌથી મોટા સામ્રાજ્યના ઉત્તરાધિકારી ફાટેલાં મેલાં કપડાં અને ગંદી પાઘડીમાં સજ્જ હતો. શરીર ઉપર હીરામાણેકની માળાઓને બદલે પગમાં બેડીઓ હતી એટલો ફરક હતો.
દારાશિકોહ રાજનીતિમાં નિષ્ફળ નીવડ્યો ચોક્કસ લાગે. તેનું કારણ કદાચ વધારે પડતી ભાવુકતા અને સૂફીમતનો અનુયાયી અને પિતાની રખાવટ જવાબદાર હોઈ શકે. પિતાના વધુ પ્રેમના કારણે દારાને ખૂબ નુકશાન થયું. જદુનાથ સરકાર લખે છે કે દારામાં મનુષ્યચરિત્રને ઓળખવાની આવડત ન હતી. દારાએ શાહજહાંની ખૂબ સેવા કરી હતી. પિતાની માંદગી વખતે રાતદિવસ પથારી પાસે બેસી સેવા કરી ત્યારે શાહજહાંની ઇચ્છા છતાં સિંહાસને બેસવાની ઉતાવળ કરી ન હતી. તે કુટુંબપ્રેમ ભાવના બતાવે છે.
પથિક, નૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦ - ૧૭
For Private and Personal Use Only