________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દારાએ બનારસમાં કેટલાંક વર્ષ સંસ્કૃતના અભ્યાસ માટે વ્યતીત કર્યા હતાં. તેણે કરાવેલા ઉપનિષદના ગ્રંથોના અનુવાદોએ બગદાદ અને ઇસ્તંબુલ, યુરોપ સુધી જઈને ત્યાંના વિદ્વાનોને પ્રભાવિત કર્યા હતા.
દારાશિકોહે પોતે જે ઉપનિષદોનો અનુવાદ કર્યો. તે “ર્સિર-ઈ-અકબર” નામે ઓળખાતો અને ઉપનિષદોના નિચોડરૂપ “ઓપનિખત” નામનો ગ્રંથ ફારસીમાં લખાવ્યો. આ ઓપનિખત દ્વારા જ જર્મન દાર્શનિક શોપનહરને ભારતીય દર્શનનો પરિચય થયો. અને જર્મનીમાં ભારતીય દર્શન જાણવાની જિજ્ઞાસા થઈ હતી તેમાં શાહજાદા દારાશિકોહના ગ્રંથનો અમૂલ્ય ફાળો હતો. શાહજાદા દારાના આ ભારતીય ગ્રંથોના અનુવાદથી મુસ્લિમોને ભારતીય દર્શન અને બીજી અન્ય વિદ્યાઓની જાણકારી મળી હતી,
શાહજહાંના દરબારમાં કવીન્દ્રાચાર્યનું સ્વાગત અને સન્માન થયું હતું, જે કવીન્દ્રાચાર્ય ઉચ્ચકોટિના યોગી અને વારાણસીના પ્રસિદ્ધ પંડિત હતા અને મહારાજા જયસિંહના પુત્રના શિક્ષણ કાર્યના ગુરુ હતા. જે દારાના પણ ગર બન્યા હતા. દારાએ તે ગર કવન્દ્રાચાર્યને સંસ્કૃતમાં એક પત્ર લખી કવીન્દ્રાચાર્યની શંકરાચાર્ય તથા અન્ય પ્રાચીન ગુઓ સાથે તુલના કરી હતી. જેમાં દારાના સંસ્કૃતના પ્રભુત્વ અને પોતાની વિદ્વત્તા અને તુલન શક્તિનાં દર્શન થાય છે.
દારાશિકોહે “મજૂદ-ઉલ-બહરિન” નામનો એક ગ્રંથ લખ્યો હતો. જેમાં તેણે ઇસ્લામ અને હિંદુધર્મના વિચારોનો સમન્વય બતાવ્યો છે. જો કે એ યુગના કટ્ટર વાતાવરણને હિસાબે અને દારાના આ ગ્રંથના પ્રભાવને ભૂંસી નાખવા અને તેનો જવાબ આપવા ફતવા-ઈ-આલમગીરીની રચના કરવામાં આવી હતી જેને કારણે સૂફીમતને જોરદાર ફટકો પડ્યો હતો. દારાની અંદરખાને એવી ઇચ્છા હતી કે ઇસ્લામ અને હિંદુત્વની વચ્ચે કોઈ સ્થાયી સામંજસ્ય ઉત્પન્ન થાય.” * દારા શિકોહને જ્ઞાન અને વિદ્વાનોના સંગે એવો સાવ ઋજુ અને સમદર્શી બનાવી દીધો હતો કે તેની અંગૂઠી પર નાગરી અક્ષરોમાં પ્રભુ શબ્દ અંકિત રહેતો હતો. આટલી સહિષ્ણુતા એક મુઘલ બાદશાહના પુત્રમાં જ્ઞાનની આરાધનાને હિસાબે આવી હતી. તેમ કહું તો કાંઈ અતિશયોક્તિ નહીં ગણાય. આ અંગૂઠી જેવા કારણોને લીધે કટ્ટર મુસલમાન તેને કાફિર અને મુલહિંદ કહેવા લાગ્યા હતા. તે પાદરી બ્રશની વાતો શ્રદ્ધાપૂર્વક સાંભળતો હતો અને ઈસાઈ ધર્મના ગ્રંથ બાઈબલને ખૂબ રુચિ સાથે સાંભળતો હતો. તેણે ઇસ્લામ, હિંદુ, ઈસાઈ ધર્મના ગ્રંથોનું અધ્યયન કર્યું ત્યારે તે બધા ધર્મોના પ્રમુખ સિદ્ધાંતોને જાણી તેનો દષ્ટિકોણ ઉદારને ઉદાર બનતો ગયો હતો. જો કે રાજનીતિમાં આવા ઉદાર દષ્ટિકોણ બધી જ બાબતોમાં સફળ થવામાં ઘણીવાર નુકશાનરૂપ થાય છે એવો દારાના જીવન ઉપરથી આપણને ખ્યાલ આવે છે.
દારા નિરંતર દરબારમાં સમ્રાટ નજીક રહેવાને કારણે ચાપલૂસીપ્રિય અને વિલાસપ્રિય અકર્મણ્ય અને સૈન્ય સંચાલનમાં અનુભવહીન હતો. તેણે માત્ર એક જ યુદ્ધમાં ભાગ લીધો હતો. વળી પાછો સાહિત્ય અને સૂફીવાદનો ચાહક બન્યો તેના હિસાબે રાજનીતિમાં નિષ્ફળ નીવડ્યો.
શાહજહાંએ પોતાની તબિયતને નરમગરમ પાણી પોતે અંતિમ ઇચ્છા જાહેર કરી કે દારાને બાદશાહ માની તેનો હુકમ માનવો. પરંતુ દારાએ ગાદીએ બેસવા ઉતાવળ કરી નહીં ત્યાં તો શાહજહાંને ઔરંગઝેબે ચડાઈ કરી કેદ કરી દીધો પોતે જ બાદશાહ બન્યો. એ રીતે સુજા અને મુરાદે પણ પોતાનો રાજ્યાભિષેક કરી લીધો હતો. ત્યારે દારાએ વિવશ થઈને પણ પોતાના જ ભાઈઓ સાથે યુદ્ધ કરવાની ફરજ પડી હતી. દારા અને ઔરંગઝેબના સૈન્યો સામગઢમાં (આગ્રા પાસે) સામસામે આવી ગયા અને એ યુદ્ધમાં દારા ઘવાતાં સૈનિકોને થયું કે તે મૃત્યુ પામ્યો છે. ત્યારે શાહી ફોજમાં ભંગાણ પડ્યું અને ભાગ્યહીન દારા એકલો જ રહ્યો અને રણક્ષેત્રમાંથી આઝા આવી ગયો. ત્યાં એક મકાનમાં પોતાના નોકરો સાથે છૂપાયો હતો. ત્યાં શાહજહાંએ સંદેશો મોકલ્યો કે તે કિલ્લામાંથી આવી મને મળે. પરંતુ તે વખતે દારા એટલો બધો શરીર અને મનથી ભાંગી ગયો હતો કે તેણે એ પ્રસ્તાવનો અસ્વીકાર કરતાં કહ્યું કે “હું આવી દુર્દશામાં ત્યાં આવી શું મોટું બતાવું મને લાંબી યાત્રાના વિદાયના આશીર્વાદ આપો.
પથિક રૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦ - ૧૬
For Private and Personal Use Only