Book Title: Pathik 2000 Vol 40 Ank 10 11 12
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લાલદાસકૃત વીતક ધરમાભાઈ વણકર ‘વિનીત’* ‘વીતક’ સાહિત્યના ઉદ્દગાતા સ્વામીશ્રી લાલદાસજી છે. જેમનું મૂળનામ લક્ષ્મણ શેઠ હતું. પોરબંદરમાં તેમનો જન્મ થયો હતો. તેમની કૌટુંબિક માહિતી સંપૂર્ણ મળતી નથી. કહેવાય છે કે પોરબંદરમાં આવેલ કીર્તિમંદિરની બાજુમાં પ્રણામી મંદિર છે. જે તેમનું મૂળ ઘર હતું. તેમનો ઠઠ્ઠાનગરમાં મોટો વેપાર હતો. તેઓ ૯૯ જહાજો ધરાવનાર પ્રખ્યાત વેપારી હતા. તેથી કાઠિયાવાડમાં એક નામાંકિત વેપારી તરીકે ઊંચી ખ્યાતિ ધરાવતા હતા. ધર્મ તરફ તેમની વિશેષ રુચિ હતી. ઈ.સ. ૧૯૭૨માં તેમનાં વેપારી જહાજો સમુદ્રના તોફાનમાં ડૂબી ગયાં. તેથી તેમના વેપારને ભારે નુકસાન થયું. ત્યારે તેમનું મન વેપારમાંથી ઊઠી ગયું. તેમની પાસે જે કંઈ સંપત્તિ હતી તે બધી જ સંપત્તિ લોકોને વહેંચી દઈ માયાવી સંસારની જવાબદારીઓમાંથી મુક્તિ લઈ પૂર્ણબ્રહ્મ પરમાત્મામાં લીન બની ગયા. તેઓ મહામતિ શ્રી પ્રાણનાથજીના ચરણોમાં સમર્પિત થઈ ગયા. તેઓ પોતેજ મહામતિ સ્વરૂપે બની ગયા. તેથી 'વીતક' ગ્રંથ પર મહામતિની છાપ છે. ઈ.સ. ૧૬૬૭માં મહામતિ શ્રી પ્રાણનાથજી પ્રણામી સંપ્રદાયનોં પ્રચાર કરતા ઠઠ્ઠાનગરમાં પધાર્યા. તેમનું પ્રવચનવાણી સાંભળવા માનવ મહેરામણ ઊમટતો હતો. એ વાત ચતુરદાસ બ્રાહ્મણ પાસેથી તેમણે સાંભળી હતી, તેથી મહામતિ તરફ પ્રભાવિત થઈ ચતુરદાસ સાથે ધર્મસભામાં ગયા. ત્યાં મહામતિશ્રી પ્રાણનાથજીનાં દર્શન કર્યાં. ધર્મસભામાં મહામતિજીએ દિવ્ય પરમધામની વાત કરી, તો લક્ષ્મણ શેઠનાં અંતઃચક્ષુ ઊઘડી ગયાં. તેમણે મહામતિશ્રી પ્રાણનાથજી પાસેથી તારતમમંત્રની દીક્ષા લીધી ને શિષ્ય બની શ્રીકૃષ્ણ પ્રણામી ધર્મ યાને શ્રી નિજાનંદ સંપ્રદાય અંગીકાર કર્યો. પછી તો હિન્દુ ધર્મનાં અનેક રહસ્યો પ્રાપ્ત કર્યાં. પ્રારંભમાં તો પોરબંદરમાં ધર્મપ્રચાર કરતા રહ્યા. પોરબંદરમાં પૂ. ગાંધીજી અને કસ્તૂરબાના ઘરની નજીક તેમનું ઘર હતું, જે આજે પ્રણામી મંદિર તરીકે વિદ્યમાન છે. વિ.સં. ૧૭૨૯માં મહામંગલપુરી, સુરતમાં શ્રી પ્રાણનાથજીએ પોતાના ધર્મપ્રેમી સાથ સહિત ભારતમાં ધર્મપ્રચાર કરવાનો નિશ્ચય કર્યો, ત્યારે લાલદાસજી પણ ધર્મપ્રચારમાં જોડાઈને સાથે જ રહ્યા. જે અંતિમ સમય સુધી ધર્મપ્રચારમાં લીન બની રહ્યા. તેથી ‘વીતક’માં કહ્યું છે કે લાલદાસ સંગ ચલે, ખાલી લેકે હાથ । નિઃશસે આખર લો, ચલે શ્રી રાજકે સાથ / ત્યારથી લાલદાસજી શ્રી પ્રાણનાથજીના પરમધામગમન સુધી છાયાની માફક તેમની સાથે રહ્યા. બધી જ રીતે તેમનો જમણો હાથ બની રહ્યા. તેઓ વિશ્વાસપાત્ર શિષ્ય અને સાથી હતા. મહામતિજી નાની-મોટી વાતોમાં તેમની સંમતિ મેળવતા હતા. મહામતિ શ્રી પ્રાણનાથજીએ મુઘલ બાદશાહ ઔરંગઝેબને ધર્મજ્ઞાન આપવા ધાર્મિક સત્યાગ્રહ સમયે બાર શિષ્યોને પસંદ કર્યા, જેમાં અગ્રગણ્ય ભાગ ભજવનાર લાલદાસજી હતા. ઔરંગઝેબના મૌલવીઓ અને ફકીરો સાથેની ચર્ચામાં લાલદાસજીએ ‘કયામત’ અને ‘ઇમામ મહેંદી’ અંગેના જવાબ આપી પ્રભાવિત કર્યા હતા. આમ તેઓ કુરાન ગ્રંથના પણ વિદ્વાન હતા. તેમની ધર્મચર્ચા વાણીથી વૈષ્ણવો પણ પ્રભાવિત થતા હતા. તેમણે ગોપીનાથ, સૂરચંદ, ભીમજી, પીતાંબરભાઈ, કાનજીભાઈ, લાલબાઈ વગેરેને તારતમ મંત્રની દીક્ષા આપી આત્માઓ જાગૃત કરી હતી. છત્રસાલ મહારાજાને શ્રી મહામતિ તરફ આકર્ષવા લાલદાસજી પોતે બુદેલખંડના મઉ નગરમાં ગયા હતા. ત્યારે જં શ્રી મહામતિ પ્રાણનાથજી અને મહારાજા છત્રસાલનું મિલન શક્ય બન્યું હતું. તેમની અનેક ભાષાઓની જાણકારી તેમના સાહિત્ય સર્જનમાં દૃશ્યમાન થાય છે. સિંધી, કચ્છી, મારવાડી, ગુજરાતી, હિન્દી, વ્રજભાષા, સંસ્કૃત, ફારસી, અરબી ભાષાઓના જ્ઞાતા હતા. પરંતુ તેમના શિક્ષણ વિષેની માહિતી પ્રાપ્ત થતી નથી. તેમની રચનાઓ પ્રણામી સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે. વીતક, બડીવૃત્ત, છોટીવૃત્ત, બડામસૌદા, શ્રીમદ્ * મુ.પો. શામપુર, તા. મોડાસા (સા.કાં.) પથિક૰ ત્રૈમાસિક - જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦ – ૧૩ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40