________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતનો વાગડ સાથે સંબંધ
પ્રો. ડૉ. એલ.ડી.જોશી વાગડ એક અતિ પ્રાચીન પ્રદેશ છે. આદિમાનવ અને તેના વંશજો આ પ્રદેશમાં વાસ કરતા આવ્યા છે. શક, ક્ષત્રપ, હુણ ગુપ્ત વગેરેનું આધિપત્ય અત્રે જોવામાં આવ્યું છે. ભીલ માંડલિક શાસન પણ રહ્યું છે. એક હજાર વર્ષ ઉપરાંતનો ઇતિહાસ ઉપલબ્ધ થાય છે. ઐતિહાસિક, સામાજિક અને સાંસ્કૃતિક સંબંધોથી આ પ્રદેશ ગુજરાત સાથે નાતો ધરાવતો રહેલો છે. દોઢેક હજાર વર્ષ પૂર્વે ગુજરાત અને વાગડ સમાન ભાષા-ભાષી તથા એક જ સત્તા હેઠળ રહ્યા હોવાનું જણાય છે.
વાગડ પ્રદેશ ત્રણ છે - ૧. કચ્છવાગડ ૨. ડુંગરપુર-વાંસવાડાનો વાગડ અને ૩. બીકાનેર નજીક હાંસી હિસ્સાર સુધીનો વાગડ પ્રદેશ. ૨૩.૧૫થી ૨૪.૧ ઉત્તર અક્ષાંશ અને ૭૩.૧૫ થી ૭૪.૨૫' પૂર્વદેશાન્તર વચ્ચે
યેલો ૪૦૦૦ વર્ગ મીલનો વિસ્તાર ધરાવે છે. વીસેક લાખની વસ્તી ધરાવતા આ ક્ષેત્રની ભાષા ‘વાગડી બોલી છે. વાર્બટ, વાગટ, વગડ, વૈયાગડ અને વાસ્વર જેવા નામો વિ.સં. ૧૦૩૦થી જોવા મળે છે. પૌરાણિક રાજા વેણના વંશજો આદિવાસી-મેણા-ભીલોનું અત્રે બાહુલ્ય રહ્યું છે. ભીલમાંડલિક શાસન પણ રહેલું માલુમ પડ્યું છે. આ પ્રદેશની મુખ્ય ભાષા વાગડી બોલી-નો ઉદ્દગમ અપભ્રંશથી છે. ગુજરાતી સાથે તેનો નિકટતમ સંબંધ રહેલ છે. વાગડી બોલી ગુજરાતી તથા ભીલી બોલી-ના સેતુ નું કામ કરે છે.
જ્યારે પશ્ચિમ મારવાડમાં ગુર્જર પ્રતિહારોની સત્તા હતી ત્યારે અપભ્રંશના એક વિશિષ્ટ પ્રકારનો ત્યાં વિકાસ થયો હતો. મેવાત, ટૂંઢાડીનો પ્રદેશ (જયપુર), હાડૌતીના ક્ષેત્ર (કોટ), માલવનો પ્રદેશ (માલવદેશ), નિમાડીનો ભૂભાગ (મ.પ્ર.), મેવાડ, વાગડ (સારસ્વત મંડલ) અને સૌરાષ્ટ્રમાં એક સમાન અપભ્રંશ વ્યાપક સ્વરૂપમાં બોલાતી હતી. ગુજરાતના ચાલુક્ય રાજાઓનું ઉત્તર ગુજરાત પર શાસન શરૂ થતાં પૂર્વે પશ્ચિમ મારવાડના વિશાળ પ્રદેશનું નામ ગુજરાત ગુજ્જરત્તા (સં. ગુર્જરત્રા) હતું. તે પ્રદેશની અપભ્રંશનું નામ ગૌર્જર હતું જેનો સંબંધ પંજાબની હક્ક અપભ્રંશ સાથે ઘનિષ્ટ હતો.
ચાલુક્ય રાજાઓના સમયમાં ઉત્તર ગુજરાત માટે ગુજરાત સંજ્ઞા શરૂ થઈ અને કાલાન્તરે પશ્ચિમ મારવાડની ગુજરાત સંજ્ઞા દૂર થઈ ગઈ. અને ચાલુક્ય રાજાઓના પ્રદેશ માટે રૂઢ થતી ગઈ. પરંતુ ભાષાનો સંબંધ ઉપર જણાવ્યા સઘળા પ્રદેશોમાં સમાન હતો. જો કે પ્રાન્તીય વિભાગોમાં વિભક્ત થતો ગયો. ઈ.સ.ની ૧૪મી સદીના અંત ભાગ સુધી આવી જ સ્થિતિ બની રહી હતી. તે સમયે મારવાડી, સુંઢાડી, મેવાતી, હાડૌતી, નિમાડી અને ગુજરાતી પોતપોતાના પ્રદેશોમાં મર્યાદિત થતી જતી જોવા મળે છે. ડૉ. એસ્સીતોરીએ પશ્ચિમી રાજસ્થાનના વ્યાકરણની ટિપ્પણીઓ લખી તેમાં જે સ્વરૂપ આવ્યું છે તે મારવાડી, ગુજરાતીનું સમ્મિલિત માનીને આપ્યું છે. ત્યાં ઉપર્યુક્ત ગ્રંથોમાંથી માત્ર પાંચ તત્કાલીન મારવાડીના છે અને ઓગણીસ ગુજરાતી પ્રધાન છે. અને બન્ને તે સમય સુધી ભાષા નહિ પરંતુ બોલીઓ જ હતી. બીજા પ્રદેશોમાંથી ફક્ત ટુંઢાડીનાં ગ્રંથો મળે છે. તેમાં જયપુરના પ્રદેશની સુંઢાડીનું પ્રાંતીય રૂપ સ્પષ્ટ દેખાય છે. અન્ય પ્રદેશોના ગ્રંથ જોવામાં નથી આવ્યા પરંતુ તે પ્રદેશોની બોલીઓના સ્વરૂપનું અધ્યયન કરતાં તે કાળમાં એક સ્વરૂપ હોવાનું જણાય છે. એક નામ આપવું હોય તો ગુજર-ભાખા અથવા રાજસ્થાની આપી શકાય. આ તમામ બોલીઓનું એક જ કુળ છે, જેમાં વાગડી ગુજરાતી તથા ભીલીને જોડતી કડીનું કામ કરતી અને ગુજરાતી સાથે નિકટનો નાતો ધરાવતી બોલી છે.
પ્રાચીન સમયમાં વાગડનો વિસ્તાર ઉત્તરમાં મેવાડના પારસોલા, સોમનદીના પેલે પાર ચંડાના સાંબર, મેવલના જગતગામ અને કરાવડના આઠ ગામ, છપ્પનના ઝાડોલ અને વરસાદ, ખડગના ઋષભદેવ અને પીપલી તથા નીચલી ભોમટના બાવલાવાડા; પશ્ચિમમાં ગુજરાતના ઘોડાદર (વિજયનગર), પાલ (પોલાં), ઈડર (સાબરકાંઠા)ના * ૧૧-સી, મહાવીરકૃપા સોસાયટી, ભૂયંગદેવ ચાર રસ્તા પાસે, ઘાટલોડિયા, અમદાવાદ,
પથિકનૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦ - ૧૧
For Private and Personal Use Only