________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરી હતી. ટૂંકમાં ફ્રેન્ચ ક્રાંતિનો મહાસંહાર જોઈને ડીકન્સ “A Tale of Two cities” ની રચના કરી તેમ બહાદુર શાહ ગુજરાતીએ ચિતોડ પરના આક્રમણ વખતે કાળો કેર વર્તાવ્યો તે જોઈને પદ્માવતની રચના જાયસીએ કરી.
રાજસ્થાનની પ્રણાલિકાગત કથાની સમસ્યા :- વિદ્વાનોનો એક વર્ગ એવું માને છે કે, જાયસી એતો રાજસ્થાનની કોઈક પાિની જેવી પ્રણાલિકાગત દંતકથાને પોતાની આ કલ્પિત રચનાનો આધાર બનાવ્યો છે. ડો. ઇશ્વરી પ્રસાદ નોંધે છે કે, “પદ્મિનીનો પ્રસંગ મેવાડની પ્રણાલિકામાં ઘણો પ્રાચીન છે અને એક પેઢીની બીજી પેઢી સુધી સચવાતો આવ્યો છે. જો તે ફક્ત જાયસીનો સાહિત્યિક આધાર જ હોત તો સમગ્ર રાજસ્થાન વ્યાપી બહોળી પ્રસિદ્ધિ તેને મળી હોત.” તેમના આ મતનું ખંડન કરતાં ડૉ. કે.એસ.લાલ જણાવે છે કે, “પ્રણાલિકાઓ ઇતિહાસનું આધારભૂત સાધન નથી અને મેવાડની પદ્માવતીની પ્રણાલિકા કેટલી પ્રાચીન છે તેને વિશે યથાર્થ વિધાન કરવું શક્ય નથી.” જો કે આ દંતકથા મુહમ્મદ જાયસીના પદ્માવત કરતાં જૂજ હોય તો પણ તેના ઉદ્ભવનો સમય કહી શકાય તેમ નથી.
સાચી વાત તો એ છે કે ભાટચારણોનાં વત્તાતો જાયસીના પદ્માવતના રચનાકાળ પછી અક્ષરદેહ પામ્યાં છે. ફિરસ્તાની તવારીખ પણ પદ્માવત પછી લખાઈ છે. વળી ભાટ ચારણોનાં વૃત્તાંતો મેવાડની દંતકથા પર આધારિત છે કે પદ્માવત પર તે કહેવું કઠિન છે. ટૂંકમાં આ પ્રણાલિકાને કોઈ દસ્તાવેજી કે આભિલેખિક આધાર નથી તેથી તેનો ઐતિહાસિક તરીકે સ્વીકાર કરી શકાય નહિ.
મસાલા સભર વૃત્તાંતો લખવાની મનોવૃત્તિ ઃ એક વખત પદ્માવતી પ્રકારની કથા લોકોને સંભળાવવામાં આવી પછી તે હવાની માફક સમગ્ર સમાજમાં પ્રસરી ગઈ. કર્ણોપકર્ણ આગળ વધતી આ દંતકથામાં ક્રમશઃ અતિશયોક્તિ પૂર્ણ મસાલાઓ ઉમેરવામાં આવ્યા. પરિણામે એ કાલના મસાલા સભર વૃત્તાંતો લખવાના શોખીન તવારીખકારોને પદ્માવતીનો તૈયાર મસાલો મળી ગયો. પરિણામે આ કથા સમગ્ર ભારતમાં લોકપ્રિય થઈ ગઈ અને મનુકકી જેવાએ પણ પદ્માવતીનો સંબંધ અલાઉદ્દીનને બદલે મુઘલ સમ્રાટ અકબર સાથે જોડી દીધો. તેણે અકબરના ચિતોડ આક્રમણ વખતના રાજા જયમલ્લની રાણી તરીકે પદ્મિનીને રજૂ કરી એટલું જ નહિ જાયસીની માફક તેણે પણ અકબરની કેદમાંથી રાજાને પદ્મિનીના પરાક્રમ વડે જ ભગાડ્યો છે.
જો કે કેટલાક લેખકો મસાલા સભર વૃત્તાંતો લખવાના દૂષણથી મુક્ત હતા જેમાં ઝીયાઉદીન બર્જા, ઇસામી, અમીર ખુસરો, ઈબ્નબતુતા, તારીખ-ઈ-મુહમ્મદ શાહીનો કર્તા વગેરેનો સમાવેશ થાય છે. તેમણે પદ્મિનીના આ પ્રસંગને સ્પષ્ટ કર્યો નથી અને ક્યાંય પોતાની રચનામાં તેનો અછડતો ઉલ્લેખ પણ કર્યો નથી. આમાં અમીર ખુશરો તો સ્વયં ચિતોડના આ આક્રમણ વખતે અલાઉદ્દીન સાથે છે. જો ખરેખર પદ્મિનીની આ મહત્ત્વની ઘટના એ સમયે બની હોત તો તેની કલમની પકડમાંથી પદ્મિની કે રાણાના નામ સાથે આલેખાયા વિના કઈ રીતે છટકી શકે ?
- નિષ્કર્ષ આમ પદ્મિનીનો આ પ્રસંગ જે રીતે દંતકથાઓ અને જાયસીએ રજૂ કર્યો છે તે રીતનો ઐતિહાસિક નથી. વળી આ પ્રસંગ દંતકથા સ્વરૂપે રાજસ્થાનમાં ગમે તેટલો પ્રસિદ્ધ હોય તો પણ તેનો ઐતિહાસિક ઘટના તરીકે સંપૂર્ણ સ્વીકાર શક્ય નથી. આમ છતાં એટલું અવશ્ય કહી શકાય કે,
(૧) ઈ.સ. ૧૩૦૩માં સુલતાન અલાઉદ્દીને ચિતોડ પર આક્રમણ કર્યું હતું. (૨) રાજપૂતો આઠ મહિના સુધી સતત મુકાબલો કરવામાં ખપી ગયા અને
(૩) તેમના વીરગતિ પામ્યા પછીના જોહરમાં કેટલીક સ્ત્રીઓ સતી થઈ જેમાં રાણા રતનસિંહની પણ એક રાણી હતી જેને પદ્મિનીના નામે ઓળખવામાં આવી છે.
પથિક સૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦ - ૧૦
For Private and Personal Use Only