Book Title: Pathik 2000 Vol 40 Ank 10 11 12
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહત્ત્વના વિરોધાભાસો : લગભગ તમામ લેખકોએ પદ્માવતનો આધાર લીધો હોવા છતાં પ્રત્યેકમાં આ ઘટના સંબંધે વિરોધાભાસ દેખાય છે. આવી મહત્ત્વની પારસ્પરિક વિરોધી બાબતો આ પ્રમાણે છે. (૧) પાલખીઓની સંખ્યા : પદ્મિની સાથે દિલ્હીમાં કેટલી સંખ્યામાં પાલખીઓ મોકલવામાં આવી તેનો આંકડો પ્રત્યેક લેખક અલગ અલગ આપે છે. મલિક મુહમ્મદ જાયસી પાલખીઓની સંખ્યા ૧૬૦૦૦ની નોંધે છે જ્યારે ફીરીસ્તા આ આંકડો ૭૦૦નો અને હાજી ઉદ્દકબીર તો ફક્ત પ∞ પાલખીઓમાં છૂપા વેશે રાજપૂત યોદ્ધાઓ ગયા હતા તેમ નોંધે છે. (૨) રાણાની કેદનું સ્થાન ઃ એ જ રીતે મેવાડના રાણાને દિલ્હીમાં કેદ કરાયો કે અન્ય સ્થળે એ બાબતમાં પણ આ લેખકો પરસ્પર વિરોધી સ્થળો બતાવે છે. મલિક મુહમ્મદ જાયસી અને ફીરીસ્તા જણાવે છે કે, રાણાને દિલ્હીમાં કેદ કરવામાં આવ્યો. જ્યારે હાજી ઉદ્દબીર તો રાણો દિલ્હી ગયો જ નથી એવું આશ્ચર્યકારક વિધાન આલેખે છે. તેના જણાવ્યા પ્રમાણે રાણાને પોતાના દેશ મેવાડમાં જ તુર્કી ચોકીદારોની પહેરા તળે કેદમાં રાખવામાં આવ્યો હતો. (૩) પદ્મિનીનો રાણા સાથે સંબંધ : ઉપરોક્ત બે બાબતા કરતાં આ ઘટનાના મૂળાધાર જેવી બાબત પદ્મિની રાણા રતનસિંહની પત્ની હતી કે નહિ તે છે. આવી બાબતમાં પણ આ લેખકો એકમત નથી. મલિક મુહમ્મદ જાયસીના મતે પદ્મિની રતનસિંહની રાણી છે, જ્યારે ફીરીસ્તાના મતે તેણી રતનસિંહની દીકરી હતી. (૪) પદ્મિનીની માગણી કોણે કરી ? : પદ્માવતને અનુસરનાર લગભગ મોટાભાગના લેખકો સ્પષ્ટ રીતે જણાવે છે કે, પદ્મિનીની માગણી સુલતાન અલાઉદ્દીને કરી હતી અને પદ્મિની સોંપવાની શરતે જ રાજાને મુક્ત કરાશે તેમ નક્કી થયેલું. આનાથી વિપરીત હાજી ઉદ્દબીર તો એવું નોંધે છે કે અલાઉદ્દીને પદ્મિનીની માગણી કરી જ ન હોતી પરંતુ અલાઉદ્દીનની જડબે સલાક અને યાતનાભરી કેદમાંથી છટકવા માટે સ્વયં રતનસિંહે જ પદ્મિનીના આ નાટકની સામે ચાલીને યોજના કરી અને સુલતાનને પદ્મિની સોંપવાની શરત રજૂ કરી. પદ્માવતનો ઉદ્દેશ : આ ઘટનાના આલેખનમાં લગભગ તમામ લેખકોએ પદ્માવતનો આધાર લીધો હતો તે હકીકત છે. પરંતુ મહત્ત્વની પાયાની બાબત એ છે કે જાયસીએ આ મહાકાવ્ય રચ્યું ત્યારે તે સાચે જ પદ્મિનીનું જીવનચરિત્ર આલેખવા માગતો હતો કે કેમ ? કારણ કે અંતે તો ફિલાસૉફરની અદાથી નોંધે છે કે, “તન ચિત્ત ઉર મન રાજા કીા, હિય સિંઘલ બુદ્ધિ પદ્મિની ચીન્હા; રાઘવદૂત સોઈ સેતાનું, માયા અલાઉદ્દીન સુલતાનું.” અર્થાત્ મારી આ રચનામાં ચિતોડ શરીરનું, રાજા મનનું, શ્રીલંકા હૃદયનું, પદ્મિની સમજણનું, રાઘવ સંતાનનું અને સુલતાન અલાઉદ્દીન માયાનું પ્રતીક છે. આમ, જાયસીના મહાકાવ્યના ઉપસંહાર રૂપ આ નોંધ પરથી સ્પષ્ટ થાય છે કે તે ઇતિહાસ તો લખવા માગતો નહોતો. પદ્માવતનો પ્રેરણાસ્રોત : આમ, પદ્માવત એ ઇતિહાસ નથી પરંતુ સાહિત્યિક રચના-મહાકાવ્ય છે. સામાન્ય રીતે આ પ્રકારની રચનાઓ ઇતિહાસની માફક નક્કર દસ્તાવેજી સાધન સામગ્રીને આધારે તૈયાર થતી નથી. એને બદલે કલ્પના તેમજ તેને સાકાર કરતી કોઈ ઘટનામાંથી લેખક પ્રેરણા મેળવતો હોય છે. તેથી એક એવું અનુમાન કરવામાં આવે છે કે, જાયસીએ પોતાના સમયમાં જોહર વખતે અનેક યુવાન સુંદરીઓને ચિંતામાં પડતી જોઈ હતી. જેની માનસિક અસરના પરિપાકરૂપે “પદ્મિની અને તેની સાથે અનેક સુંદરીઓએ જોહર કર્યું હતું” તેવી કર્ણોપકર્ણ સાંભળેલી ઘટનાને અક્ષર દેહ આપવાનું જાયસીને સૂઝ્યું હતું. કારણ જોહરની ઘટનાએ જાયસીના મન પર ઘેરી અસર પથિક ત્રૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦ : ૯ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40