Book Title: Pathik 2000 Vol 40 Ank 10 11 12 Author(s): K K Shastri and Other Publisher: Mansingji Barad Smarak Trust View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંખારીના શ્રીનીલકંઠમહાદેવ મંદિરનું અનુગુપ્તકાલીન સેવ્ય એકમુખલિંગ મુનીન્દ્ર વેણીશંકર જોશી ભગવાન શિવની અર્ચા બે પ્રકારે પ્રતિમા અને લિંગ સ્વરૂપે-કરવામાં આવે છે લિંગપૂજાનો પ્રચાર વેદકાળે અનાર્યોમાં પ્રચલિ હતો, પરંતુ ત્યારબાદ તે પ્રથા આર્યોએ પ અપનાવી. લિંગપૂજાની શરૂઆત ક્યારથી થ તે માટે સીધા ઐતિહાસિક પ્રમાણો મળ નથી. ઋગ્વેદમાં લિંગને શિશ્નદેવ તરી સંબોધેલું છે. પ્રકારની દૃષ્ટિએ શિવલિંગન મુખ્યત્વે બે પ્રકાર ચલ અને અચલ છે. ઉપરાંત દ્રવ્યભેદથી તેના પણ પેટાપ્રકારોનાં વર્ણન શિલ્પગ્રંથોમાં મળે છે. જે પૈકી માનુષલિંગન પેટા પ્રકારોમાં મુખલિંગનો સમાવેશ થાય છે. માનુષર્લિંગના રુદ્ર ભાગમાં શિવનું મુખ્ કંડારવાથી મુખલિંગ બને છે. આવા એકર્થ પાંચ મુખ કંડારી શકાય છે. વધુમાં તે દરેકન નામ, વર્ણ, સ્વરૂપ વગેરેના વર્ણનો તૈત્તિરીય આરણ્યક (૧૦.૪૩.૪૭), લિંગપુરાણ (૨.૧૪.૬.૧૦), વિષ્ણુધર્મોત્તર, અગ્નિપુરાણ (૩૦૪.૨૫), કારણાગમ,રૂપમંડ (અ.૪.૯૪), રૂપાવતાર વગેરેમાં મળે છે. જે મુજબ એક મુખલિંગ બનાવવા માટે મુખ સંમુખ બનાવવું અને તે પૂર્વાભિમુખ સ્થાપવાનું જણાવેલ છે. જે મુજબ કે કુંકુમ જેવા લાલવર્ણના અને ત્રિનેત્રવાળા, માછલીના આકારના કુંડળોવાળા, જટામાં અર્ધચન્દ્રવાળા એવા પૂર્વમુખના તત્પુરુષ જણાવેલ છે. તત્પુરુષ એ મહાદેવનું સૂચક અને પ્રકૃતિનું પ્રતીક છે. અર્ધાર મહત્ કહેતાં બુદ્ધિનું, વામદેવ અહંકારનું, સદ્યોજાત માનસનું પ્રતીક છે (લિંગપુરાણ ૨,૧૪.૬.૧૦). વિષ્ણુધર્મોત્તરમાં મળતાં વર્ણનો મુજબ સઘોજાત નંદી સમકક્ષ, વામદેવનું મુખ ઉમા જેવું, અઘોરનું રૂપ ભૈરવ જેવું અને તત્પુરુષનું મહાદેવ જેવું, ઇશાન શિવસ્વરૂપ છે. અગ્નિપુરાણમાં તત્પુરુષ માટે સફેદ અને સઘોજાત માટે પીળો રંગ સૂચવેલ મળે છે (અગ્નિપુરાણ ૩૦૪.૨૫). પુરાતત્ત્વ વિભાગ, ગુજરાત રાજ્ય, દાહોદ ગુજરાતમાંથી હાલ પ્રાપ્ત ઈસુની શરૂઆતની સદીઓના નોંધપાત્ર મુખલિંગોમાં ભરૂચ, ખેડબ્રહ્માના ક્ષત્રપકાલીન મુખલિંગ, શામળાજી મુકામે કાશીવિશ્વેશ્વર મહાદેવનું સેવ્ય ગુપ્તકાલીન એક મુખલિંગ, વડનગર મુકામે ઘાસકોળ દરવાજા બહાર ખેતરમાંથી નીકળેલ પાંચમી સદીનું એકમુખલિંગ, હિંમતનગર પાસે હાથરોલ મુકામે શિવમંદિરમાં આવેલ ભગ્ન ચતુર્મુખલિંગ વગેરે નોંધપાત્ર છે. અત્રે ચર્ચિત એક મુખલિંગ પાટણ તાલુકાના ગામોની મોજણી દરમ્યાન સંખારી ગામે આવેલ શ્રી નીલકંઠ પથિક♦ ત્રૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦ ૦ ૧ For Private and Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40