Book Title: Pathik 2000 Vol 40 Ank 10 11 12
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અલાઉદ્દીને ચિતોડ પર આક્રમણ કર્યું તેનાં કારણોની ચર્ચા કરતાં તે મુખ્ય કારણ ‘ચિતોડના રાજાની અતિ સુંદર રાણી પદ્માવતીને પ્રાપ્ત કરવાનું” આપ્યું છે. જાયસીના દર્શાવ્યા પ્રમાણે મેવાડની આ પદ્માવતી કે પદ્મીની કોઈ ભારતીય શાસકની નહિ પરંતુ શ્રીલંકાના શાસકની કુંવરી હતી. મેવાડના રતનસિંહના કાને તેના સૌંદર્યની વાત આવતાં તેને પામવાના ઉદ્દેશથી રતનસિંહ શ્રીલંકા આવ્યો અને બાર વર્ષ સુધી ત્યાં પડ્યો રહ્યો. છેવટે તેણે પદ્મિનીને પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી. આ ઘટનાનું કથાત્મક વૃત્તાંત જાયસીએ પોતાના આ મહાકાવ્યના પ્રારંભમાં આપ્યું છે. ચિતોડમાં પદ્મિનીને લાવ્યા પછી તેનો ચહેરો કોઈએ જોયો નહોતો. પરંતુ એક દિવસ રાઘવ નામનો ચારણ તેનો ચહેરો જોવામાં સફળ થયો અને તેને લાગ્યું કે આવી સૌંદર્યની ભરપૂર રાણી તો દિલ્હીના મહેલમાં શોભે. પરિણામે તે દિલ્હી ગયો અને રાણીના સૌંદર્યનાં મોફાટ વખાણ કર્યાં. રાઘવ ચારણના મોએથી પદ્મિનીના સૌંદર્યનાં વખાણ સાંભળીને સુલતાન અલાઉદ્દીનને મેવાડના શાસક રતનસિંહને રાણી પદ્મિનીને અંતઃપુરમાં મોક્લી આપવાનો હુકમ કર્યો. સ્વાભાવિક છે કે આવા હુકમનો અમલ મેવાડનો મહારાણો ન કરે. જેને કારણે ચિતોડને દિલ્હી સાથે વેર બંધાયું અને અલાઉદ્દીને શાહી અપમાનનો બદલો લેવા માટે ચિતોડ પર આક્રમણ કર્યું. ચિતોડનો કિલ્લો અભેદ્ય હોવાને કારણે આઠ વર્ષ સુધી તેને ઘેરો ઘાલવા છતાં અલાઉદ્દીન ન તો કિલ્લો સર કરી શક્યો કે રાણી પદ્મિનીને પ્રાપ્ત કરી શક્યો. પરિણામે તેણે યુક્તિનો સહારો લીધો, જે વિશ્વાસઘાતનું જ બીજુ રૂપ હતી. મલિક મુહમ્મદ જાયસી નોંધે છે કે, સુલતાને રાણાને વચન આપ્યું કે જો તે આયનાઓની હારમાળા ગોઠવીને પદ્મિનીના ફક્ત ચહેરાનાં દર્શન કરાવશે તો પોતે ચિતોડના આક્રમણને સ્થગિત કરી ઘેરો ઉઠાવીને દિલ્હી પાછો જતો રહેશે. રાણા રતનસિંહ સુલતાનની આ ચાલમાં ફસાઈ ગયો. જો કે ગોરા અને બાદલ નામના રાણાના બે અત્યંત કુશળ અને ફૂટ નીતિજ્ઞ સેનાપતિઓએ રતનસિંહને અલાઉદ્દીનનો વિશ્વાસ નહિ કરવા સલાહ આપી. પરંતુ રાણાએ આ યોગ્ય સલાહની અવગણના કરી અને સુલતાનને આયનાઓ ગોઠવીને પોતાની અર્ધાંગનાનું મોં બતાવ્યું. આયનામાં સુલતાને જોયેલ પદ્મિની રાઘવ ચારણે વર્ણવેલ પદ્મિની કરતાં પણ વિશેષ સુંદર લાગી. પરિણામે સુલતાને વચન આપ્યા પ્રમાણે દિલ્હી પાછા જવાને બદલે પદ્મિનીને પ્રાપ્ત કરવાનું નક્કી કર્યું. પોતાના સૂચિત વિશ્વાસઘાતનો રાણા રતનસિંહને અણસાર ન આવે તે માટે પદ્મિનીના મુખારવિંદના દર્શન કર્યા પછી સુલતાને બાહ્ય રીતે ચિતોડ છોડી જવાની ઇચ્છા વ્યક્ત કરી. પરિણામે ગઢના છેલ્લા દરવાજા સુધી રતનસિંહ અંગરક્ષક વિના નિર્ભય બનીને સુલતાનને વળાવવા ગયો. ત્યારે નિઃશસ્ર એવા રાણાને વિશ્વાસઘાત કરીને પકડી ફેદ કર્યો. કેદ કર્યા બાદ તેને દિલ્હી લઈ જવામાં આવ્યો. રતનસિંહને દિલ્હી લઈ ગયા પછી જ અલાઉદ્દીનનું સાચું પ્રોત પ્રકાશ્યું. તેણે ચિતોડના સેનાપતિઓ તથા મહામાત્યને સંદેશો મોકલાવ્યો કે પદ્મિનીને જ્યાં સુધી શાહીઅંતઃપુરમાં મોકલવામાં આવશે નહિ ત્યાં સુધી રતનસિંહને કેદ મુક્ત કરવામાં આવશે નહિ. આ બાજુ પદ્મિનીના કાર્ને રાણા પર મુસલમાનો દ્વારા ત્રાસ ગુજારવામાં આવે છે તેવા સમાચારો સતત સંભળાવા લાગ્યા. પરિણામે પોતાના પતિને હંમેશા પરમેશ્વર માનતી પદ્મિનીએ પણ અલાઉદ્દીનને તેની જ વિશ્વાસઘાતની ભાષામાં જડબાતોડ જવાબ આપવાની યોજના બનાવી. તેથી તેણે પોતાની સમગ્ર યોજના રાજ્યના સેનાપતિઓ ગોરા અને બાદલને સમજાવી. પદ્મિનીએ દાસીના વેશે પોતાની સાથે ૧૬૦૦૦ ચુનંદા રાજપૂત યોદ્ધાઓને સાથે લીધા. પોતાના આ વિશાળ કાફ્સા સાથે પદ્મિની દિલ્હી આવી પહોંચી. તે સુલતાનને મળી અને હવે ફક્ત સુલતાનના જ છે એવો પથિક ♦ ત્રૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦ = ૪ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40