Book Title: Pathik 2000 Vol 40 Ank 10 11 12
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આબાદ અભિનય કર્યો. પોતે સુલતાનને સંપૂર્ણ સમર્પિત થાય તે પહેલાં છેલ્લે છેલ્લે તેણી રાણી રતનસિંહને મળવા માગે છે તેવી ઇચ્છા વ્યક્ત કરી. કામાંધ અલાઉદ્દીને લાંબો વિચાર કર્યા સિવાય પધિી હવે પોતાના સિવાય અન્ય કોઈની નથી તેમ માની તુરત જ તેને રતનસિંહને મળવાની પરવાનગી આપી દીધી. આમ લશ્કરના ચુસ્ત ચોકી પહેરા તળે કેદમાં રહેલ રાણો, પદ્મિની અને તેના દાસી વેશે રહેલા રાજપૂત યોદ્ધાઓ વચ્ચે આવી પહોંચ્યો. આ બહાદુર અને કાબેલ યોદ્ધાઓએ રાણી પદિનીને પવનવેગી ઘોડાઓ મારફત ચિતોડ તરફ રવાના કરી દીધાં. રાજા અને રાણીના રક્ષણ માટે સ્વયં સેનાપતિ બાદલ સાથે હતો જ્યારે બીજો સેનાપતિ ગોરા અલાઉદ્દીનનું લશ્કર રાજા રાણીનો પીછો કરે ત્યારે તેની સામે ઢાલ થઈને ઊભો રહ્યો. આને કારણે સુલતાનનું લશ્કર નાસી છૂટેલાં રાજા રાણીનો પીછો કરી શક્યું નહિ કારણકે સેનાપતિ ગોરાએ દિલ્હીના લશ્કરને ઘમાસાણ યુદ્ધ આપ્યું. જેમાં સ્વયં સેનાપતિ ગોરા વીરગતિ પામ્યાં. ગોરાનું લશ્કર શાહી સેના સામે પરાસ્ત થયું ત્યાં સુધીમાં તો રાણા રતનસિંહ અને રાણી પદ્મિની છેક મેવાડની પાટનગરી ચિતોડ પહોંચી ગયાં હતાં. બીજી બાજુ રતનસિંહ દિલ્હીમાં કેદ થતાં તેના સેનાપતિઓ ગોરા અને બાદલ સાથે રાણી પદ્મિની દિલ્હી આવી પહોંચતાં મેવાડમાં સર્જાયેલ શૂન્યાવકાશનો લાભ અસંતુષ્ટ સરદારોએ લેવાનું નક્કી કર્યું. જેમાં અંતે કુંભલગઢનો દેવપાલ સફળ થયો. તેના નેતૃત્વ તળે અસંતુષ્ટ સરદારોએ વિદ્રોહ કરીને ચિતોડનો કબજો લેવામાં સફળતા પ્રાપ્ત કરી. તેથી ચિતોડમાં પગ મૂકતાં જ રતનસિંહને આ વિદ્રોહી સામે યુદ્ધ કરવું પડ્યું અને દેવપાલને યુદ્ધમાં હણ્યો. પરંતુ, આ યુદ્ધમાં રાણા રતનસિંહને વાગેલ એક શસનો ઘા જીવલેણ સાબિત થયો અને રતનસિંહનું પણ પાછળથી મૃત્યુ થયું. મહારાણી પદ્મિની તથા બીજી રાણી નાગમતી રતનસિંહ પાછળ સતી થઈ. આ ઘટના ઘટ્યા પછી પુનઃ અલાઉદ્દીને વિશાળ લશ્કર લઈને ચિતોડ પર આક્રમણ કર્યું અને તેના પર પોતાનો વિજય ધ્વજ લહેરાવ્યો. જાયસીના વૃત્તાંતનું પરીક્ષણ -મલિક મુહમ્મદ જાયસી દ્વારા રજૂ કરવામાં આવેલ આ વૃત્તાંત ‘પદ્માવત’નું છે અને ‘પદ્માવત’ એક કાવ્યગ્રંથ છે એ આ વૃત્તાંતના પરીક્ષણ વખતે સમક્ષ રાખવું જોઈએ. આ ભૂલ પાછળના ફારસી તવારિખકારોએ કહી હતી, તેઓ જાયસી દ્વારા રજૂ કરાયેલ વૃત્તાંતમાં સત્ય અને કલ્પનાને યથાર્થ સ્વરૂપમાં સમજી શક્યા નહોતા. પરિણામે તેમણે આ ઘટનાને કથા હોવા છતાં સાચી ઐતિહાસિક ઘટના તરીકે સ્વીકારીને પોતાની રચના કરી. ફિરસ્તા તથા હાજી ઉદબીર જેવા તવારિખકારો પણ આ ભૂલ કરી બેઠા છે તે ભૂલવું જોઈએ નહિ. મલિક મુહમ્મદ જાયસીની અતિશયોક્તિપૂર્ણ ગાથા તથા અવાસ્તવિક વર્ણન પરથી સ્પષ્ટ થાય છે કે પદ્માવત'માં દર્શાવેલ વિગત ઐતિહાસિક સત્ય નથી. કારણકે, (૧) ગાદીએ આવ્યા પછી રતનસિંહ શ્રીલંકા જાય અને ત્યાં બાર વર્ષ રહે એ શક્ય નથી. કારણકે અલાઉદ્દીને તેના રાજ્યારોહણ પછી તરત જ ચિતોડ પર આક્રમણ કર્યું હતું. વળી ભારતીય લેખકો માટે બારનો આકડો પ્રિય હતો. સિદ્ધરાજ જૂનાગઢને પણ બાર વર્ષ ઘેરો ઘાલ્યો હતો. અને ધારાનગરીનો ઘેરો પણ બાર વર્ષ જ ચાલ્યો હતો. પાંડવો પણ બાર વર્ષ વનવાસ રહ્યા હતા. (૨) જ્યારે ચિતોડમાં રાજા રતનસિંહનું શાસન હતું ત્યારે શ્રીલંકામાં રાજા પરાક્રમ બાહુ ચોથો શાસન કરતો હતો. ‘પદ્માવત’માં મલિક મુહમ્મદ જાયસી તેનું નામ ગોવર્ધન આપે છે અને કર્નલ ટોંડે એ સમયે શ્રીલંકામાં રાજા હમીરને શાસન કરતો દર્શાવ્યો છે. (૩) આ ઉપરાંત જાયસી અલાઉદીન અને રાણા રતનસિંહ વચ્ચે આઠ વર્ષ યુદ્ધ ચાલ્યું તેમ નોંધે છે. યુદ્ધનાં વર્ષનો આટલો મોટો આંકડો કોઈ સમકાલીન કે અનુકાલીન લેખકે આપ્યો નથી. એ સમયની દિલ્હીની ખટપટ ભરી રાજકીય સ્થિતિનો અભ્યાસ કરતાં સ્પષ્ટ રીતે જણાઈ આવે છે કે, આટલા લાંબા સમય માટે દિલ્હીમાં અલ ગેરહાજર રહેવાનું પોષાય તેમ નહોતું. આને કારણે તે ગુજરાત પરના આક્રમણ વખતે સતનતના લશ્કર સાથે નહોતો અને દક્ષિણ ભારતના સમગ્ર અભિયાનની જવાબદારી મલિક કાફૂર પર લાદી હતી. પથિક • સૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦ ૦૫ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40