Book Title: Pathik 2000 Vol 40 Ank 10 11 12
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪) વળી જાયસી ચિતોડ પરના આક્રમણનું કારણ સ્પષ્ટ રીતે રાણી પદ્મિનીની પ્રાપ્તિનું આપે છે. જ્યારે તેના સમકાલીનો ફિરીસ્તા અને હાજી ઉદ્દબીર તેમ જણાવતા નથી. અલાઉદ્દીન જેવો સામ્રાજ્યવાદી મહત્ત્વાકાંક્ષાઓથી ભરેલો સુલતાન ફક્ત પદ્મિની જેવી એક સુંદરીને પ્રાપ્ત કરવા માટે રાજપૂતો સામે દુશ્મનાવટ વ્હોરી લે એ શક્ય નથી. ફિરીસ્તાનું વૃત્તાંત :- ફીરીસ્તાએ પોતાની તવારીખમાં ચિતોડની ઘટનાનો બે જગ્યાએ ઉલ્લેખ કર્યો છે. જેમાં એક જગ્યાએ તો તે આ પ્રસંગને ટુંકાણમાં પતાવી નાખે છે. તેના જણાવ્યા પ્રમાણે અલાઉદ્દીને છ મહિનાના ઘેરાને અંતે ચિતોડ જીત્યું અને પોતાના યુવરાજ ખીજરખાનને સુપરત કર્યું. આ સિવાય તે આ સ્થળે અન્ય કોઈ વિગત આપતો નથી. તેણે પોતાના આ વૃત્તાંતમાં ક્યાંય ચિતોડના એ વખતના શાસકનું નામ પણ આપ્યું નથી. બીજી જગ્યાએ ફીરીસ્તા રાણી પદ્મિનીની ઘટનાઓ મલિક મુહમ્મદ જાયસી કરતાં જુદી જ રીતે ઉલ્લેખ કરે છે. તેના જણાવ્યા પ્રમાણે અલાઉદ્દીને ચિતોડ સાથે યુદ્ધ કરી તેનાં શાસક રાણા રતનસિંહને હરાવીને કેદ કર્યો. રાણાએ સુલતાનની કેદમાંથી છૂટવા માટે અનેક ષડયંત્રો કર્યાં પરંતુ તેને સફળતા મળી નહિ. દરમ્યાન સ્વયં સુલતાન અલાઉદ્દીનને એવી માહિતી મળી કે રાણા રતનસિંહના અંતઃપુરમાં રાણી પદ્મિની નામની એક સૌંદર્યવતી રાણી છે. તેના સૌંદર્યનાં વખાણ સાંભળીને સ્વયં સુલતાન તેને પામવા માટે તલપાપડ બની ગયો. અને તેણે જ રાણા રતનસિંહ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો કે જો તે પોતાની રાણી પદ્મિનીને શાહી હરમમાં મોકલે તો તેને કેદ મુક્ત કરવામાં આવશે. આ દરખાસ્ત રાણાએ સ્વીકારી લીધી અને તે પદ્મિનીને દિલ્હીના શાસકના અંતઃપુરમાં મોકલવાને સંમત થયો. યોજના પ્રમાણે રાણાએ ચિતોડ પદ્મિનીને દિલ્હી આવવા સંદેશ મોકલ્યો. પરંતુ મેવાડના સરદારો સિસોદિયા કુળને કલંક લગાવે તેવી આ દરખાસ્ત સાથે સંમત થયા નહિ. પરિણામે આ પ્રકારની ગુહિલ કુળને કલંક લગાડે તેવી અપમાનજનક ઘટના ન બને તે માટે સ્વયં પદ્મિનીને જ ઝેર આપીને મારી નાખવાનું નક્કી થયું. આ બાજુ ચિતોડમાં પદ્મિનીને આ રીતે મારી નાખવાની યોજના ઘડાતી હતી ત્યારે રતનસિંહની જ એક અન્ય રાણીની રાજકુમારીના કાને આ વાત આવી તેથી તેણે પોતાની ઓરમાન માની હત્યાની યોજનાનો વિરોધ કર્યો અને તેણીએ જાતે જ પોતાના પિતાને કેદ મુક્ત કરવાનું બીડુ ઝડપ્યું. ત્યારબાદ જાયસીએ આપેલ વૃત્તાંત પ્રમાણે પદ્મિનીની જગ્યાએ આ રાજકુમારીએ દાસી સ્વરૂપે યોદ્ધાઓને સુલતાનના મહેલમાં ઘુરાડીને પોતાના પિતા તેમજ ચિતોડના રાણા રતનસિંહને કેદમુક્ત કર્યો. રાણા રતનસિંહના કેદમુક્ત થયા પછીનો ફિરીસ્તાનો અહેવાલ જાયસી કરતાં જુદો પડે છે. તેના નોંધ્યા પ્રમાણે દિલ્હી પરત આવ્યા પછી રાણાએ પોતાના રાજ્યનો મુસલમાનોએ જીતેલો પ્રદેશ ફરીથી જીતવાનો પ્રારંભ કર્યો. ચિતોડના સૂબા અને પાટવી કુવર ખીજરખાનને તેણે એવું વિનાશક યુદ્ધ આપ્યું કે સ્વયં અલાઉદ્દીનને ચિતોડ ખાલી કરીને દિલ્હી આવી જવાનો આદેશ પોતાનાં શાહજાદા ખીજરખાનને આપવો પડ્યો. તુર્કોએ ચિતોડ ખાલી કર્યા પછી રજપૂતોમાં ફૂટ પડાવવા માટે ચિતોડનો કબજો રાણા રતનસિંહના એક ભાણેજને સોંપવામાં આવ્યો. ફીરીસ્તાના મતનું પરીક્ષણ :- મલિક મુહમ્મદ જાયસીએ પદ્માવતની રચના કરી ત્યારબાદ છેક સીતેર વર્ષ પછી ફીરીસ્તાએ ઉપર ચર્ચિત વૃત્તાંત આલેખ્યું છે. તેથી તેને લગભગ સમકાલીન ગણી શકીએ. આમ છતાં જાયસી અને તેની વચ્ચે ઘણો જ વિરોધાભાસ છે અને તે અનેક ખામીઓ અને દેખીતી અપૂર્ણતાથી ભરપૂર છે. ઉદાહરણ તરીકે (૧) ચિતોડની ઘટનાનું વર્ણન કેન્દ્રસ્થાને હોવા છતાં તે ક્યાંય ચિતોડના શાસકનું નામ જ આપતો નથી. આમ બનવાનું કારણ એ છે કે, ફિરીસ્તા જાયસીને બદલે અમીર ખુસરોને અનુસર્યો છે અને અમીર ખુસરોએ પણ પોતાની રચનામાં ચિતોડના શાસકનું નામ લખ્યું નથી. (૨) ફીરીસ્તાના લખાણની બીજી મહત્ત્વની ખામી એ છે કે તે ચિતોડનો રાજા કઈ રીતે દિલ્હીના સુલતાનની જડબેસલાક કેદમાંથી ફરાર થયો એની વિગતો આપે છે. પરંતુ પદ્મિની ચિતોડના રાણાની પત્ની હતી પથિક ♦ ત્રૈમાસિક - જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૦ + ૬ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40